breath books and stories free download online pdf in Gujarati

શ્વાસ

ૠત્વા કોલેજના અંતિમ વર્ષમાં અને હું તેનો આર્ટ ટ્રેનર.

એસ.એસ.રાઠોડ એમ.એડ.કોલેજમાં નાટ્ય તાલીમ દરમ્યાન ૠત્વા સાથે પરિચય થયો.અમારું નાટક'ધ હાર્ટ ઓફ ડાર્કનેશ"ઝોન કક્ષાએ પ્રથમ આવ્યું એટ્લે નાટ્યઅકાદમીના રાજ્ય નાટ્ય મહોત્સવ માટે અમે તનતોડ મહેનત શરૂ કરી.ૠત્વા નાટકનું મુખ્ય પાત્ર.

"સર,આ શક્ય નહીં બને.તમે ડાયલોગ અને એક્ટિંગ બદલો."ૠત્વાએ પ્રેમપૂર્વ મને જણાવ્યુ.

રાજ્ય સ્પર્ધામાં નાટકને વધુ અસરકારક બનાવવા સૂચવેલા સુધારા અંગે ૠત્વા મારી સાથે સહમત ન્હોતી.નાટકમાં ૠત્વાના ખોળામાં નાયક નિસર્ગ માથું ટેકવે અને સંવાદ વિના આંખો અને શ્વાસનું મિલન.એ સમયે બેક રાઉન્ડમાં ગીત વાગે-

"કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ,

કે જૈસે તુજકો બનાયા ગયા હૈ મેરે લિયે.

યે બદન યે નિગાહે મેરી અમાનત હે,

યે હોઠ ઓર યે બાહે મેરી અમાનત હે."

બસ,આ દ્રશ્ય સામે ૠત્વાનો વિરોધ.તેણે કહ્યું,સર,"ભલે આ નાટક હોઈ પણ ફિલિંગ્સને નાટ્ય સ્વરૂપમાં પણ હું શેર ન કરી શકું.મારો શ્વાસ અને ખોળો કોઈને સ્પર્શ કરે તે મંજૂર નથી."

તેના શબ્દોમાં ભાવુકતા અને આક્રોશ હતા.ૠત્વા સાથે બે વર્ષનો પરિચય.તે નિર્દોષ,નિખાલશ,સ્પષ્ટ વક્તા.ઈશ્વરે સુંદરતા ઠાંસી ઠાંસીને ભરેલભરેલી. આંખો ભલા ભલાને તીર મારી ઘાયલ કરે તેવી.તે બોલે ઓછું પણ તેની આંખો સૌથી વધુ બોલે.તેના અક્ષરો મરોડદાર એટ્લે નાટકની એન્ટ્રી થી લઈ લખાણપટ્ટી ૠત્વાના ભાગે આવે.તેજસ્વી ચહેરો, સિલ્કી વાળ અને ઊંચાઈને કારણે તે વધુ મોહક લાગે.

પ્રથમ વર્ષે જ્યારે મારી નવી નવી નિમણૂક થઈ ત્યારે નાટ્ય તાલીમ દરમ્યાન મે હસતાં હસતાં જ કહી દીધું હતું કે,ૠત્વાને પામનાર નશીબદાર હશે.ઈશ્વરે કલાથી માંડી સુંદરતા સઘળું આપ્યું છે.અમારા જેવા માટે તું આકર્ષણ છતાય ઈર્ષાનું કારણ."

તે ગુસ્સામાં બોલી,"સર,મને આવી કોમેન્ટ પસંદ નથી."

ત્યારબાદ ૠત્વા સાથે એક ટ્રેનરનો સંબધ.જોકે તે નાસ્તો લાવે ત્યારે અચૂક મને પ્રથમ આમંત્રણ આપે.તેની રમતિયાળ આંખો અને વાતો સહુકોઈને ગમે.અમે નાટકની પ્રેક્ટિસ દરમ્યાન સાથે જમીએ. તેનું અથાણું મને પ્રિય. તે અચૂક મારા માટે વધારે લાવે.તેનો સ્વાદ અને સુગંધ આખો દિવસ આંગળીઓ પર રહે.
તેના પિતા અનુપભાઈને અકસ્માત થયો ત્યારે તે મારી સાથે નાટકની પ્રેકટીશમાં હતી.તે વેદનામાં સારી પડી હતી ત્યારે મે તેને આશ્વાસન આપતા કહ્યું કે,"ઋત્વા!જીવનમાં ઘટના કોઈપણ બને પ્રથમ ઘટનાને સ્વીકારતાં શીખવું,બીજું ઘટનાએનઓ ઉપાય શોધવો ને ત્રીજું ઘટનમાથી બહાર આવી સૌથી પ્રિય વ્યક્તિના ખભે માથું મૂકી મન ભરી રડી લેવું."

તે મારી વાત સાંભળી સ્ટ્રોંગ બની.હું મારી બાઈક ઉપર તેને લઈ હોસ્પિટલ ગયો અને તેના પિતાને લોહી પણ આપ્યું.તેના માતપિતા નમ્ર સ્વભાવના.પરિવારિક નિકતાને કારણે ૠત્વાએ મારી સાથે સ્પષ્ટ બોલતી થઈ.તે દિવસે સાંજની પ્રેકટીશમાં મારા ખભે માથું મૂકી તે મન મૂકી રડી.

મે નાટકમાં ફેરફાર કરવાની ના પાડી.તે બોલી,"સર,હું નાટકમાં ભાગ નહીં લઉં.મારી અમાનત કોઈ માટે અનામત છે."

મે હિમ્મત કરી કહ્યું,ગુસ્સો ના કરીશ.તું ઈશ્વરનું ઉત્તમ સર્જન છે.કોણ છે નશીબદાર?"

તે કશું જ ન બોલી.તેની આંખોમા મૌન હતું.

13-14-15મી ફેબ્રુઆરી ત્રિ દિવસીય નાટ્ય સ્પર્ધા.અમે ત્રણ દિવસ માટે ભૂજ પહોચ્યા.પ્રથમ દિવસે જ બસમાંથી ઉતરતા નીચે પટકાયો.ઘૂંટણમાં ઇજાઓ થઈ.આ દિવસે ૠત્વાની આંખોએ મારી સાથે વાત કરી.તે સઘળું ભૂલી મારો પડછાયો બની.

15 મી એ સાંજે અમારે નાટક રજૂ કરવાનું હતું.14 મી એ રિહર્શલ દરમ્યાન નાયક નિસર્ગ રજીસ્ટ્રેશનમાં ગયો હતો.પ્રેકટીશ દરમ્યાન નિસર્ગને સ્થાને મે ૠત્વા સાથે નાયકની ભૂમિકા ભજવી.કભી-કભી ગીત દરમ્યાન માત્ર પરસ્પર સંવાદના અભિનયનું દ્રશ્ય મૂક્યું હતું.આ ગીત ગુંજતા જ ૠત્વા ખોળો પાથરી બેસી ગઈ.મારો હાથ પકડોયો.ધીમા અવાજે "હેપ્પી વેલેન્ટાઈન ડે"બોલી.હું રોમાંચિત બન્યો.

ગીત દરમ્યાન જ તે બોલી,આ સઘળું તમારા માટે છે.

અને તે રાત્રે હું જે હોટલમાં રોકાયો હતો ત્યાં તે સહારો બની મૂકવા આવી.મારી રૂમમાં અમે લાંબા આલિંગનમાં ઓતપ્રોત બન્યા.તે બોલી,"તમારો શ્વાસ મારા શ્વાસમાં."

14મી ફેબ્રુઆરીએ સાચે જ નાટકનું દ્રશ્ય મારી સાથે ભજવી બતાવ્યું.ૠત્વા આજીવન પ્રેમનું પાત્ર બની.