Comfort - 2 books and stories free download online pdf in Gujarati

દિલાસો - 2

હવે સાંજના ટેમે રાજુ રોટલો ખાધા વગર ઉંઘી ગયો એટલે પત્ની થોડી વધારે ચિંતાતુર થાય તે સ્વાભાવિક હોય, કારણ કે રોજ દારૂ પીવો એ રાજુ નો નિત્યક્રમ થઈ ગયો હતો

તેમને કંઈકવાર હમજાવ્યા પછી પણ એ દારૂ છોડવાનું નામ નહીં લેતા , જાણે દારૂ જોઇને તેનું મન પીવા માટે લલચાઇ જતું  હોય, તેમ તેની પાછળ રગવાયો બની રખડતો હોય, એમ મને લાગે ને...

વહુ ને એટલી દુઃખી જોઇને સાસુ એ કહ્યું " તું.. રોટલો ખાઈ લે નહીંતર, તારા છોરાને દૂધનું હારું પોષણ ન મળે ? તો કાળુ એકદમ માંદો પડી જશે ? "

" તેમની આવી દશા જોઇને માં.. મારું મન સાવ ભાંગી ને વેરણ છેરણ થઈ ગયું,  હવે ચિંતાના ડુંગરા ઓથે (નીચે ) મારું મન દબાઇ ગયુ હોય એમ મને લાગે..! "

રમા ( વહુ ) તું.. આમ હિંમત હારીને તૂટી જઈશ  ? તો તારા છોરા અને પતિ નું  શું થશે ? તે કદી વિચાર્યું  છે કે નહિ ? તે રોટલા વગર સાવ રખડી જશે ? તેમ જ લોકોના ટોણાં સાંભળી, સાંભળીને જીવતા જાગતા મરી જશે ? "

હું.. તો માં.. ઘણું વિચારું છું ? પણ તમારો છોરો જરાક પણ મારા વિશે કે કાળુ વિશે વિચારતો નથી ? બસ હવાર, હાજ ( સવાર, સાંજ ) દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર નજર માંડીને બેઠો હોય, જાણે ભૂખ્યો બાજ શિકાર ની શોધમાં તરફડીયા મારતો હોય એમ દારૂની સુગંધ ને પારખીને તે તરફ આંધળી દોટ લગાવે ને..

આ સાંભળીને સાસુ જાણે દિલાસો આપતી હોય એમ કહ્યું "  વહુ થોડી ધીરજ રાખ, ઉપરવાળો સમય સાથે બધું જ ઠીક કરી દેશે ! "

" ક્યાં સુધી માં.. હવે હ્રદયમાં ધીરજ રાખું ? હવે ધીરજ પણ હળવે, હળવે ખૂટવા લાગી ? "

હવે વહુ વાતો વાતોમાં રાત પણ ગણી લાંબી થઈ ગઈ એમ લાગે ને, તું પણ વગર ચિંતા એ નિરાંતે ઊંઘ જાય નહીંતર વધારે ઉજાગરા કરવાથી હવારે આંખો દુઃખી જશે ? એટલે બીજી વાતો આપણે આવતીકાલે કરીશું ?  આ વાત સાંભળીને રમા ખાલી સૂવાનું ઢોંગ કરે છે !

આમને આમ આખી રાત વીતી ગઈ, હવાર નો (સવાર ) સૂરજ ઉજ્જડ ડુંગરની ભેખડોમાં સંતાકૂકડી કરતો હોય, તેમ ઉગી રહ્યો હતો, કારણ કે ચૈત્ર માહના ઉનાળાના દન હતા, એટલે હવાર ને ટેમે વાતાવરણ એકદમ શાંત હતું. ત્યાંજ રમા ઉદાસ ચહેરો લઇને બકરીનું દૂધ દોહી લાવી ને , આમતેમથી લાકડા વેણી તરત જ માટીના લીંપણનો બનેલો ચૂલો સળગાવી દિધો , જાણે રમા ભીતર નો ઘાવ પર આગની શીતલ ઠંડકથી દવા લગાવતી હોય એમ લાગે..!

માં.. આજે તો ખાંડ ખૂટી ગઇ ? "
વહુ તું શમા બેનના ઘેરથી થોડી ઓછીની ખાંડ લેતી આવને

હા.. માં હાલ જ લેતી આવું ! આમ કહીને રમા દોડતી હોય એમ વાયુવેગે સમીકાકીના ઘેર તરફ હેડવા લાગી..

ઓ કાકી.. ત્યાં જઈને ઉંચા સાદે (અવાજે ) કહ્યુ , અચાનક સાદ સાંભળીને સમીકાકી ઘેર બહાર આવી બોલ્યા " અરે 
 રમા તું.. હા કાકી..  ? "
" હવારે, હવારે મારી શું જરૂર પડી ?"
" જરૂરી તો ખાસ પડી ને કાકી...! "
ચા મૂકવી હતી પણ ખાંડ ખૂટી ગઈ એટલે
 , હું ઉછીની ખાંડ લેવા આવી છું ને ? "

તું.. જરાક ઊભી રે.. હું હાલ ઘરમાંથી લઈ આવીને આપું એમ કહી સમી કાકી નાની વાટકી ખાંડ લઈને આપે છે , તે લઈ રમા ઘર તરફ વળે છે , પણ મનમાં ડર સતાવે છે કે શું ? આજે રાજુ માતાજીના મંદિરે દારૂ છોડવાના સોગંદ લેવા માટે રાજી થઇને આવશે કે નહી ? તેની ચિંતા વારંવાર મનમાં પાણી ની જેમ વહી રહી હતી ..!

એટલામાં ઘરે જઈને રમા એ તરત જ ફરીથી ચૂલો સળગાવીને તપેલીમાં ચા મૂકી દીધી ..!  તે બની એટલે લઇને પોતાના પતિને આપવા માટે ગઈ, " લ્યો ચા પઈ લો.. નહીંતર તમને તો દારૂ પીવાનો શોખ ને, "  રાજુ કોઈ બોલ્યા વગર ચૂપચાપ ચા પીવા લાગ્યો, જાણે ગુનામાં હોય એમ 

છોરા આજે આપણે માતાજીના મંદિરે જવાનું ને
તને ખબર છે કે નહી ? ના... માં... શું કરવા જવાનું ? કાલે સાંજે તો વાત કરી હતી ને , પણ શાના વિશે માં.. ?
આમને ક્યાંથી ખબર હોય માં.. આ તો દારૂના નશામાં ભાન ભૂલી ગયા હોય ને....પછી તો તેમને ક્યાં ખબર હોય કે દારૂ છોડવા માટે પેલા વડલાવાળી જોગણી માતાના મંદિરે જવાનું ને " આ વાત સાંભળીને રાજુના ચેહરાનો ભાવ એકદમ ઊતરી ગયો , જાણે આજે તો તેનું આવી બન્યું હોય એમ વિચારી ને કોઈ બાનું બનવા લાગ્યો !

રાજુ એ કહ્યું આજે તો માં.. મંગા ભઈ ને ત્યાં મકાનો પાયો ખોદવા જવાનું ને..!  છોરા આજનો દન કામે જવાની રજા રાખ.. નહીંતર તારી જિંદગી આમને આમ દારૂ પઈને બરાબર થઈ જશે ?

આજે તો માં.. હું નહિ આવી શકું ! કારણ કે મંગા ભઈ એ પહેલાં જ સો રૂપિયાનું બાનુ આપી દિધું ? એટલે કાલે હવારે જશું ? 

આ સાંભળી ને રમા કહ્યુ જોયું ને માં.. તમારા છોરાની જૂઠું બોલવાની કળા કેવી ગજબની ને , એટલે જ વાયદા પર વાયદા કરતા જ આવડે ને પણ ક્યારે વચન પાળતા ન આવડે , પણ તોડતા સારી રીતે આવડે ને , આમ કહી રમા રડવા લાગી , જાણે દુઃખનો દરિયો આંખોના સહારે વહાવી રહી હોય. એમ હૈયાફાટ રુદન કરતા કહે છે કે  આજે મારે કાળુ ને લઈને હંમેશા માટે પિયરમાં જતું રહેવું છે પછી તો તેમને હારી રીતે અક્કલ આવશે ? "

ના.. જા વહુ તું.. મને આ ઉંમરે અેકલી છોડીને, માં માને તો અહીં જ રોકાઈ જા કારણ કે તારું ઘર અને સંસાર અહીં જ છે ને....હવે પિયર તો પરાય જેવું કહેવાય 

હવે માં.. તમારી ચિંતા ને કારણે રોકાઈ જવું છું ? નહીંતર હું જરા પણ વિચાર્યા વગર પિયર ચાલી ગઇ હોત, "
બીજી બાજુ રાજુ ક્યારે જતો રહ્યો તે પણ ખબર રહ્યો નહીં, જાણે દબે પગે ભાગી ગયો હોય એમ ઘરેથી જતો રહ્યો , કારણ કે ઉનાળાના આકરા દન હતા એટલે તે દારૂને ભઠ્ઠીઓ તરફ નદીના કાંઠે જવા લાગ્યો ! જ્યાં દારૂ બનતો હતો . 

( ક્રમશઃ ભાગ - 3 )

--- શેખર ખરાડી ઈડરિયા