Comfort - 9 books and stories free download online pdf in Gujarati

દિલાસો - 9

જે રીતે આપણે દિલાસો 8 ના પ્રકરણમાં જોઈ ગયા કે ઘણું અંધારું થઈ જવા છતાં પણ રાજુ ઘેર આવ્યો ન હતો. તેથી તેની પત્ની અને માં રાજુને શોધવા માટે આસપાસના ઘરોમાં જાય છે પણ રાજુનો ક્યાં એ જરા પણ ભાળ મળતો નથી. તેથી વધારે ચિંતાતુર બનીને ઘેર આવીને વહુ કોઈ અણસાર બનાવ તો ન બની ગયો હોય એવું વારંવાર વિચારી રહી હતી. કારણ કે રાજુ આખો દિવસ અને અડધી રાત થઈ જવા છતાં પણ ઘેર આવ્યો ન હતો. તેની યાદમાં તેની પત્ની પાગલ બનીને રડાવા લાગી હતી.
એટલામાં સાસુ એ કહ્યું " વહુ હવે રાજુની યાદમાં આમ ગાંડી બને ક્યાં સુધી બેસી રહી આમને આમ રોટલો ખાધા વગર... !!!"
"માં.. મને જરા પણ ભૂખ નથી.. તમે હાલ ખાઈ લો.. પછી હું મોડેથી ખાઈ લઈશ ?"

આવો વહુનો જવાબ સાંભળીને સાસુને તરત જ ખ્યાલ આવી ગયો કે વહુ આજે રાજુની ચિંતામાં ખાદા વગર જ ખૂણામાં બેસીને આખી રાત રાહ જોતી રહેશે. તે પણ સાવ ભૂખ્યા પેટે.. !! એટલે સાસુ એ વહુને કહ્યુ " વહુ તું થોડુક પણ ન ખાય તો હું પણ ન ખાવું.. ?"

" કેમ માં... ?"

" વહુ રાજુ મારો પણ છોરો છે તારા પતિ પહેલા એના જોડે મારો મમતાનો લોહીનો સંબંધ જોડાયો છે તેથી તેની મને પણ ઘણી ચિંતા થાય છે. પણ તું તો હારી રીતે રાજુને જાણે છે. કે તેને દારૂ પીવાની ખોટી આદત પડી ગઈ છે. એટલે તેના વગર તે જરા પણ રહી શકતો નથી એટલે તે ક્યાંક દારૂના અડ્ડે પીવા માટે ત્યાં રોકાઇ ગયો હશે કે સગાસંબંધીના ત્યાં મહેમાન ગતિએ ગયો હશે. એટલે રાત રોકાઈને હવારના ટેમે અવશ્ય આવે જશે.. બસ તું.. ખાવાનું ખાઈ લે.. નહીંતર હું પણ નહીં ખાઉં..!!"

" માં.. તમે હાલ ખાઈ લો.. હું પછી મોડેથી ખાઈ લઈશ."

" વહુ ભૂલ્યા વગર સમયસર ખાઈ લેજે.. નહીંતર ખાવાનું ઠંડુ થઈ જશે ?"

" હા..માં જરૂર હું ખાઈ લઈશ...પહેલા તમે ખાઇ લો..."

હવે રાતનું કાળુ અંધારું પણ રાજુના ઈંતજારમાં રાહ જોઈને બેસી રહ્યું હોય એમ ચારેબાજુ શાંત વાતાવરણ પથરાયેલું હતું. ક્યાંક દૂર હળવો આછો પાતળો અવાજ શિયાળ રડવાનો કાનમાં જબુકી રહ્યો હતો. અેટલે વહુનું હ્રદય જોર જોરથી ધબકારા કરવા લાગ્યું... કારણ વહુ એ ક્યારેક સાસુ મોઢેથી સાંભળ્યું હતું કે કોઈ શિયાળ દૂર-દૂર રડતું સાંભળાય તો અવશ્ય ગામમાં કોઈ વ્યક્તિ મરણ પામે છે. તેથી આવી વાત વિચારીને વહુ રાજુની સાથે કંઈ ખોટો બનાવ તો ન બની જાય એવું માનીને ખૂણામાં બેસીને રડવાના ઊંડા.. ઊંડા...ડૂચકા ભરી રહી હતી. જાણે અડધી રાતમાં દર્દનો દરિયો વહાવી રહી હોય એમ પોતાનું દુઃખની વાત રાત સાથે વેંચી રહી હતી.

આમને આમ આખી રાત વહુ ખૂણામાં બેસીને રાજુની પ્રતિક્ષા કરતી રહી તો પણ રાજુ હજુ સુધી આવ્યો ન હતો. હવે હવાર થવાનો એક પહેર બાકી હતો. એટલામાં વહુની આંખો ધીરે-ધીરે ભારે બનીને ઊંઘમાં પોઢી ગઈ

સવારાના વહેલા ટેમે ગામમાં કૂકડો બોલી રહ્યો હતો. તેનો મધુર સાદ સાંભળીને રાજુની માં ઉઠી ગયા હતા. તેની પહેલી નજર જેવી રાજુની ખાટલામાં પડી તો રાજુ ઘસઘસાત ગાઢ નિદ્રામાં હતો. તેવું દ્રશ્ય જોઈ માં આનંદિત હતી. એટલે તે ફટાફટ વહુને ઊઠાડવા લાગી... " અલી વહુ ઉઠ તારો ધણી રાજુ હેમખેમ પાછો આવીને ખાટલામાં નિરાંતે સૂઈ રહ્યો છે."

" હાચું માં.. કહો છો કે ખાલી મારું ભોળું મન ફોસલવા તો નહીં ? "

" ના.. ના.. વહુ હું સા કામ ખોટું કહું !! તું.. પોતે જ ઊઠીને જોઇ લે તારા દિલને અવશ્ય ઠંડક મળશે. "

આ સાંભળીને વહુ ખાટલામાંથી ઊઠીને તરત જ હળવું સ્મિત ચેહરા પર લઈને રાજુને જોવા બહાર દોડી પડી ત્યાં ચોપાડના ખૂણે ખાટલામાં રાજુ ઊંઘી રહ્યો હતો. તે પણ જરા પણ ચિંતા કર્યા વગર.. જાણે ભૂલી ન કરી હોય તેવો ભાવ ચેહરા પર સાવ છળકતો હતો. આ જોઈને રાજુની પત્નીનું કોમળ હ્દય ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. કારણ કે પોતાના પતિને એકદમ નજરો સમક્ષ જીવતો જોઇને પત્નીને રાહત અનુભવી એ સ્વાભાવિક વાત છે.

એટલામાં સાસુ એ હળવા મૂડમાં આવીને કહ્યું " વહુ... હવે રાજુને જોઇને કાળજામાં થોડીક ઠંડક થઈ કૈ.. નહિ.. ?"

" હા માં....તેમને આમ જીવતા જોઇને, નહીંતર આખી રાત તેમના વિશે ખરા-ખોટા વિચારો કરીને મારું મન સાવ તૂટી ભાગ્યું હતું."

" વહુ તરત જ તું.. ભૂરી બકરીનું દૂધ દોહીને ચૂલા પર ચાય મૂકી દે..! એટલામાં હું હેન્ડપંપ પરથી તાજું બે ચાર બેડા પાણી ભરી લાઉ..!! "

" માં.. તમે બકરીનું દૂધ પાડીને ચાય મૂકી દો.. અને હું ડણકી (હેન્ડપંપ ) પરથી પાણી ભરી લાઉ છું ? "

" વહુ તને જે યોગ્ય લાગે તે કામ કર, હું.. તો હાલ ચૂલા પર દેવતા સળગાવીને ચાય મૂકી દઉં બસ એ પહેલો થોડો કચરો ચોપાડ પર વાળી દઉં. "

એટલામાં હવારનું અજવાળું ચારેબાજુ ફૂટી નિકળ્યું હતું જાણે એનો પાલવનો છેડો પકડીને વહુ પાણી ભરવા નીકળી પડી હોય એ પણ પગડંડીનો સહારો લઇ એવું સુંદર દ્રશ્ય નજર સમક્ષ ઉપસી રહ્યું હતું.

હવે બીજી બાજુ રાજુ ચૂપચાપ ઉઠીને લીમડાનું દાંતણ પથ્થર પર બેસીને જોર જોરથી ઘસી રહ્યો હતો એ પણ જાણે દારૂની સુગંધ મોઢામાંથી કાઢી રહ્યો હોય એમ વારંવાર દાતણ ઘસવા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું.

એટલામાં માં.. એ બૂમ પાડી " અલ્યા રાજુ દાતણ પાણી થઈ ગયું હોય તો આ મીઠી ચાય પી.લે નહીંતર એકદમ ઠંડી થઈ જશે.. ?"

" હા માં.. હું હાલ પી લઉં છું બસ તું ચાયની કિતલી અંગારામાં મૂકી રાખ જે..!!"

" હા.. છોરા પણ તું ચાય પીવાનો ભૂલતો નહી. "

" માં.. તું જરા પણ ચિંતા ન કર...! "

હવે રાજુ દબાયેલા પગલે ચૂલા પાસે બેસીને ચાયના ઘૂંટડા જોર જોરથી ખેંચી રહ્યો હતો. જાણે કંઈ દન પછી ચાય પીવા બેઠો હોય એમ લાગી રહ્યું હતું.

( Please wait next chapter -10 )


-- શેખર ખરાડી ઈડરિયા