Comfort - 5 books and stories free download online pdf in Gujarati

દિલાસો - 5

અગાઉ આપણે દિલાસો 4 માં જોઈ ગયા કે દન ડુબી જવા છતા પણ રાજુ ઘરે ન આવવાથી ચિંતાતુર સાસુ અને વહુ તેની શોધખોળ કરવા અડધું ગામ ખૂંદી વળે છે તેમ છતા રાજુનો ભાળ મળતો નથી ? એટલે છેવટે થાકીને સાસુ અને વહુ વાતો કરતી ફરીથી પોતાના ઘર તરફ જવા માંડી, જાણે નિરાશનું અંધારું હાથમાં ઝાલીને જતી હોય તેમ લાગતું ?
થોડીવારમાં ઘરે પહોંચીને જોયું તો રાજુ રોટલો ખાદા વગર જ ખાટલામાં ઊંઘી ગયો હતો, હવે આગળન સ્ટોરી નીચે પ્રમાણે..

સવારનો દન જાણે આળસ મરડીનો ઉઠ્યો હોય તેમ રાજુ થોડાક મોડો ઉઠ્યો એટલે તેની પત્ની કહ્યુ ' જોયુને માં આ દારૂડિયાને હજુ સુધી દારૂનો નશો ઉતર્યા નથી ? તે પણ આખો દન કાલે પીધેલો હોવાથી ન તો ઘરે આવવાનું ભાન રહ્યું, ન પરિવાર ની ચિંતા રહી, બસ દારૂની ભઠ્ઠીઓ પર મન અટવાઈ રહ્યુ, જાણે બૈરી વગર કુંવારો છોરો કરતો હોય તેમ બિંદાસ મન ફાવે તેમ ઘરે આવવું અને જવું તેનો એક નિત્યક્રમ થઈ ગયો ને '
' વહુ આ પથ્થર જેવા હ્રદય આગળ હું તો મમતાનું માથું પછાડી, પછાડીને થાકી ગઈ.  તો પણ જરા લાભ થયો નથી, બસ ખાલી હાથ જ ખંખેર્યા હોય એમ લાગે... '
રાજુ ચૂપચાપ બોલ્યા વગર બધી વાતો સાંભળતો કારણ કે તે ગુનામાં હતો. એટલે વિરોધ કરી ન શકતો , પણ ટગર, ટગર જોયા કરતો. એટલામાં વહુ એ કહ્યુ ' માં આજે તો એમને દારૂ છોડવા માટે જોગણી માતાજીના મંદિરે લઈ ને જવાનું છે નહીંતર એ ફરીથી રફુચક્કર થઈ જશે ? ' 
' વહુ તું જરા પણ ચિંતા કરીશ નહિ , આજે તેને કંઈ પણ સંજોગમાં આપણે તેને માતાજીના મંદિરે લઈને જશું ? 
અલ્યા રાજુ આજે તારે દારૂ છોડવા માટે માતાજીના મંદિરે સાથે આવવાનું છે ? 
રાજુ એ દબાયલા અવાજે કહ્યુ ' હા.. માં.. હું
જરૂર આવીશ  ?  '
' આ તો કહેવા ખાતર કહે છે કંઈ વખતે તાલ જોઈએ ને છટકી જશે ? અને આપણે ને મૂર્ખ બનાવી જશે ?
' એ ક્યાં આપણે ને ગાંડો બનાવે આજે તો તેનામાંથી દારૂ નામનું ભૂત ભગાડવાનું છે ? જે રોજેરોજ તેના શરીરમાં ધૂણે છે નહીંતર પેલા વડલા વાળા ભૂવા પાસે લઈ જઈને ચાર-પાંચ ગરમ ચિપિયા મરવવા પડશે , ત્યારે તેને હારી રીતે અક્કલ ઠેકાણે આવશે ? '
 ' માં.. આમને બાવા પાહે કે ભૂવા પાહે લઈ જઈએ તો પણ દારૂ પીવાનું ન છોડી શકે , કારણ કે આ તો એક નંબરના દારૂડિયો છે '
વહુ કદાચ માતાજીના ડરથી દારૂ છોડી દે ને ?
' તમને ક્યાં ખબર છે માં.. બે વરસ પહેલાં હું આમને મારે પિયરમાં લઈ ગઈ હતી ત્યાં શીતળા માતાજીના મંદિરે દારૂ છોડવાની સોગંદ લેવડાવ્યા હતા, તો પણ એમણે ક્યાં દારૂ છોડ્યો. ઉલટું વધારે પીવા લાગ્યા. '
હવે વહુ ટેમ બદલા ગયો ને, કદાચ સુધરી જશે ? નહીંતર એની જ જિંદગી બરબાદ થઈ જશે ? '

હવે સાસુ-વહુ જોગણી માતાજીના મંદિર તરફ જવા લાગ્યા. તેની પાછળ રાજુ દબાયલે પગે હેડવા લાગ્યો. જાણે ન ચાહતા પણ જવા માટે મજબૂર હોય તેમ ઢોંગ કરતો હતો. જાણે આજે તેનું આવી બન્યું હોય એમ મનોમન વિચારવા લાગ્યો , કદાચ આજે માતાજીના સોગંદ લઈ લીધા તો દારૂ પીવાનું પ્રતિબંધ થઈ જશે ? અને હું ફરીથી પીવા મંડી જઈશ તો માતાજીનો પ્રકોપ અવશ્ય સહન કરવો પડશે ? 'નહીંતર હું બિમાર પડી જઈશ  ? એટલે કોઈ ચોક્કસ ઉપાય શોધવો પડશે ? 
લ્યો વહુ વાતો વાતોમાં આપણે જોગણી માતાજીના મંદિરે આવી પહોંચ્યા. હા.. માં.. હવે દીવા બત્તી સળગાવી ને વિધિ શરૂ કરીને  '  એટલામાં જ રાજુ એ કહ્યુ ' માં.. હું બાજુની ઝાડીમાં લગુશંકા કરીને આવું '
છોરા જલદી કરીને આવતો રહેજે નહીંતર વધારે ટેમ જતો રહેશે.. હા.. જરૂર...!!
માં.. જો જો આપણે છેતરાઈ જશું.. નહીંતર આ મારો ધણી પાછો ન આવે ? એ ક્યાં દારૂ પીવા માટે ચાલ્યો જશે. આપણે અહીં જ વાટ જોતા રહી જશું ? '

( વધુ સ્ટોરી ક્રમશઃ )


--  શેખર ખરાડી ઈડરિયા