AKASH - 6 books and stories free download online pdf in Gujarati

આકાશ - ભાગ - ૬


ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે પાંચમા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત અને એમની ટીમ મિશન માટે નાપાકમાં ઘૂસી ગઈ છે. ત્યાં એમનો સામનો આતંકીઓથી થાય છે અને એમાં શાયોના ઘાયલ થાય છે. આ મિશનમાં ભારતીય સેટેલાઈટ A-set ખુબજ મદદમાં આવે છે. સાનિયાની ખરાબ તબિયત વચ્ચે આ મિશન કઈ રીતે આગળ વધે છે એ જાણવા ચાલો ફરી AKASH ની મુલાકાતે.  

*****

આર્યન રાજપૂત ડિનર લઈને આવેલા માણસે આપેલો લેટર ખોલે છે. એમાં નેકસ્ટ પ્લેસની ઇન્ફોર્મેશન અને મિશન અંગેની બીજી માહિતીઓ લખેલી હોય છે. શાયોનાની તબિયત ખરાબ હોવાથી એના સિવાયના બધા ભેગા મળીને આગળના પ્લાનની સ્ટડી કરે છે અને આગળ કઈ રીતે વધવું એ પ્લાન બનાવે છે. 

રાતના લગભગ સાડા દસ વાગી ગયા હોય છે. શાયોનાની તબિયત હજુપણ ખરાબ હોય છે. ગોળી વાગવાનું દર્દ એને અસહ્ય બની ગયું છે. એ જોઈને હનુમંત ગુર્જર અને એહમદ ખાન અંદર અંદર ગુસપુસ કરે છે કે આ આપણા મિશનમાં ભારરૂપ ના બને સારું. એક સ્ત્રીને આવા મિશનમાં રાખવી જ ના જોઈએ. 

આર્યન એમની આ વાત સાંભળી જાય છે તેથી ગુસ્સાથી એમની તરફ નજર ફેંકતા એમને ઊંઘવા જવાનો ઓર્ડર કરે છે અને કરણ યાદવ જોડે શાયોનાની તબિયત વિષે ચર્ચા કરે છે. કરણ યાદવ તરત જ શાયોના ને જરૂરી મેડીસીન અને ઇન્જેક્શન આપી દે છે. અને પછી એ લોકો પણ ઊંઘવા જતા રહે છે.

થાક અને ઉજાગરાને કારણે બધાને તરત જ ઊંઘ આવી જાય છે. શાયોના પણ થાક અને દવાની ઘેનની અસરમાં આવીને ઊંઘી જાય છે. લગભગ બે વાગે આર્યનની આંખ એકદમ ખુલે છે. એ ઊભો થઈને શાયોનાના રૂમમાં જાય છે તો એ ત્યાં દર્દ અને તાવની હાલતમાં કણસતી હોય છે. આર્યન ફટાફટ કરણને ઊંઘમાંથી ઉઠાડે છે. કરણ આ વખતે થોડા હાઈ ડોઝ આપે છે અને શાયોના જોડે રોકાવાનું કહે છે પણ આર્યન એને ઊંઘવા મોકલે છે અને જાતે જ શાયોનાની સંભાળ રાખવા એની જોડે રોકાઈ જાય છે. 

આર્યન ત્યાર પછી શાયોનાના માથા ઉપર શરીર ઠંડુ થાય એ માટે ભીની પટ્ટી મૂકવાનું ચાલુ કરે છે અને જોડે જોડે એને હિંમત પણ બંધાવે છે. એની કેર અને વાતોથી શાયોના પ્રભાવિત થાય છે અને એના મનમાં આર્યન માટેનું માન વધી જાય છે. એમાં ને એમાં એને ઊંઘ આવી જાય છે. કરણના કહ્યા મુજબ ત્રણ કલાકના અંતરે આર્યન એને જગાડીને દવા આપે છે.

સીધા સવારે છ વાગે શાયોનાની આંખ ખૂલે છે તો ત્યારે આર્યન ત્યાજ બેડ આગળ એનો હાથ પકડીને બેઠા બેઠા ઊંઘતો હોય છે. બારીમાંથી આવતો સવારનો કૂણો તડકો સીધો આર્યનના ચહેરા પર પડતો હતો એનાથી આર્યનના શ્યામ પણ આકર્ષક ચહેરા ઉપર અલગ જ તેજ ઝળકતું હતું જે એને વધારે મોહક બનાવી રહ્યું હતું. એનાથી મનોમન આર્યન અને એના પ્રેમી અમરની સરખામણી થઇ જાય છે અને એને આર્યન ઉપર વહાલ ઉભરાઈ જાય છે. એની આ લાગણી અને કાળજી જાણે મનમાં એક જગ્યા ઉભી કરે છે. 

ચહેરા પર પડતાં પ્રકાશના લીધે આર્યનની આંખ પણ ખુલી જાય છે પોતાનો હાથ શાયોનાના હાથમાં જોઈને એ થોડો ઝબકી જાય છે અને ધીમેથી શાયોનાનો હાથ છોડાવે છે. મનમાં એક્દમ એવો વિચાર આવે છે કે આ મને શું થઈ રહ્યું છે..!? આટલા ટૂંકા ગાળામાં શાયોના મારા માટે કેમ મહત્વની બનતી જાય છે !? અને પછી એ તરત જ આ વિચાર ખંખેરી નાખે છે અને મનમાં જ બોલે છે કે એ તો એક ટીમ લીડર તરીકેની ફરજ જ નિભાવી રહ્યો છે. એટલામાં કરણ યાદવ ત્યાં હાથમાં ચાના બે કપ લઈને શાયોનાની ખબર જોવા આવે છે અને શાયોનાની તન્દ્રા ખુલે છે. એને એક દમ થાય છે કે, " હું આ બધું કેમ વિચારું છું..!? "

કરણ યાદવ બંને ને ચાના કપ આપતા શાયોનાની તબિયત પૂછે છે અને એનો ફીવર ચેક કરે છે. રાતે ખૂબ જ હાઇ ટેમ્પરેચર માં તપી રહેલી શાયોનાનો ફીવર અત્યારે નોર્મલ થઈ ગયો હોય છે એ જોઈને એ આર્યનને કહે છે કે ગુડ સર, તમે ખુબજ સારી રીતે કેર કરી એટલેજ શાયોના આટલી જલ્દી રીકવર કરી શકી. 

આ સાંભળી શાયોના અહોભાવથી આર્યન સામુ જોતા બોલે છે, "થેંક્યું વેરી મચ સર, તમારી કેર ના લીધે હવે હું એક દમ સારું ફીલ કરી રહી છું."

આ બોલતી વખતે શાયોના ના ફેસ ઉપર અલગ જ હાવભાવ દેખાવાથી આર્યન થોડો સતર્ક થઈ જાય છે અને થોડા રુક્ષ અવાજમાં બોલે છે કે,"ટીમ લીડર તરીકે મારા દરેક ઓફિસરની ચિંતા કરવી અને એમની કાળજી લેવી એ મારી જવાબદારી છે. અને મેં માત્ર મારું કર્તવ્ય જ નિભાવ્યું છે."  

આર્યનનો જવાબ સાંભળીને શાયોના થોડી ઝંખવાઈ જાય છે પણ તરત જ પોતાની જાત સંભાળી લે છે.

હનુમંત ગુર્જર અને એહમદ ખાન પણ જાગીને ત્યાં આવી ગયા હોય છે. એટલે આર્યન બધાને તૈયાર થવાનું કહે છે અને પ્લાન મુજબ કલ્લર સિદાન જવાનું છે એવી સૂચના આપે છે. એના મુજબ હનુમંત ગુર્જર અને એહમદ ખાનને સૌથી પહેલા સાત વાગે નીકળવાનું હોય છે એટલે એ લોકો ફટાફટ રૂટિન પતાવીને ત્યાંથી નીકળી જાય છે. 

આર્યન રાજપૂત, A-set સિસ્ટમને મિશન એના પ્લાન મુજબ આગળ વધી રહ્યું છે એનું સિગ્નલ આપે છે.

આ તરફ ભારતમાં કંટ્રોલ રૂમમાં NSA ચીફ મનજીત સિંહ થોડા ચિંતાતુર હોય છે. એમને પોતાના બધા ઓફિસરની કાબેલિયત અને બહાદુરી પર પૂરો વિશ્વાસ તો હોય છે પણ ભત્રીજી શાયોનાને ગોળી વાગવાના લીધે સમીકરણ બદલાઈને વિપરીત પરીણામ તો નહીં આપે ને એની ચિંતા હોય છે. જેવા આર્યનના ઓલ ઓકે એવા સિગ્નલ મળે છે એવું જ એ PMO માં રિપોર્ટિંગ કરી દે છે.

નાપાકના સૈનિકોને પેલા ત્રણ આતંકીઓની લાશ મળવાથી કાંઈક અજુગતું થઈ રહ્યાનો ભાસ થાય છે. એટલે એમની જાસૂસી સંસ્થાઓને આ જાણકારી મેળવવામાં લાગી જાય છે. આટલી સુરક્ષા વ્યવસ્થામાં પણ આ ક્યારે થયું એ વાતથી અજાણ નાપાક સમસમી ઉઠે છે અને બોખલાઈને ભારતને જો કાંઈપણ કર્યું તો પરમાણુ હુમલાની ધમકીઓ આપવા લાગે છે. 

આર્યન રાજપૂત, શાયોના સિંહ અને કરણ યાદવ બપોરે બે વાગે કલ્લર સિદાન જવા ત્યાંની લોકલ બસમાં નીકળે છે. દાદયાલથી કલ્લર સિદાન આમતો માત્ર ૪૨ કિલોમીટર હોય છે પરંતુ પ્લાન મુજબ કોઈપણ સફર અધૂરી કરવાની હોય છે. આથી અડધે રસ્તે શાયોના તબિયત ખરાબ હોવાનું નાટક કરે છે અને અડધે રસ્તે ત્રણે જણા ઉતરી જાય છે. 

આ તરફ હનુમંત ગુર્જર અને એહમદ ખાન કોઈપણ અવરોધ વગર કલ્લર સિદાન પહોંચી જાય છે. ત્યાં જઈને RAW એજન્ટ ની મદદથી જ્યાં રાત રોકાવાનું છે ત્યાં પહોંચી જાય છે અને A-Set ને ટીમ A પહોંચી ગયાનો મેસેજ કરે છે. આથી આ મેસેજ આર્યનને આવતા એ રાહતનો શ્વાસ લે છે. 

આર્યન રાજપૂતની ટીમ B ટ્રકમાં બેસીને કલ્લર સિદાન પહોંચી જાય છે અને નિયત જગ્યાએ પહોંચી જાય છે. આર્યન શાયોનાને વચ્ચે વચ્ચે તબિયત અંગે પૂછતો રહે છે અને શાયોનાનો જવાબ સાંભળીને એને રાહત થાય છે કે શાયોનાની તબિયત સ્થિર થઈ ગઈ છે. 

હનુમંત ગુર્જર અને એહમદ ખાનને પણ શાયોનાની તબિયત સ્થિર જોતા રાહત થાય છે. આર્યન A-set ને all is well નો મેસેજ કરે છે. NSA હેડ ક્વાર્ટરમાં રાહતનો શ્વાસ લેવાય છે. અને PMO માં સૂચના આપવામાં આવે છે કે મિશન છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. PMO તરફથી એમને કરવાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવે છે. અને ઇસ્લામાબાદ રહેલા ભારતીય દૂતાવાસમાં હિલચાલ વધી જાય છે. 

આ હિલચાલ જોતા ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં ફરજ બજાવતો અને પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરતો કર્મી ઇમરાન અખ્તર ચોંકી જાય છે કે આટલી બધી હિલચાલ કેમ..!? કાંઈક અજુગતું થવા જઈ રહ્યું છે. એટલે એ આ સૂચના નાપાકના સૂત્રો ને આપે છે. અને એમની સૂચનાઓના આધારે એ ત્યાં ફરી નજર લગાવે છે. 

આ તરફ નાપાક સ્થિત આપણા જાસૂસો આ વાત ભારતને આપે છે એટલે એનાથી એક વાત તો નક્કી થઈ જાય છે કે ઈસ્લામાબાદના ભારતીય દૂતાવાસમાં કોઈક એવું છે જે પાકિસ્તાની એજન્ટ છે. આ બધીજ સૂચનાઓ અને માહિતીઓ ભેગી કરવામાં આવે છે અને આર્યન રાજપૂતની ટીમને રાત્રે ડિનર આપવા આવેલ RAW એજન્ટ દ્વારા બધીજ પરિસ્થિતિઓ અને આગળના પ્લાનિંગની માહિતીનો લેટર આપવામાં આવે છે. 

ડિનર કરી આર્યન લેટર વાંચે છે અને એના ફેસ ઉપર થોડી ચિંતાની રેખા ઉપસે છે. તે આગળનો પ્લાન ડિસ્કસ કરે છે અને તે મુજબ બધા તૈયારીઓમાં પડી જાય છે. આખરી તબક્કો મુશ્કેલ થવાનો છે એ એના મનમાં ઉભરાઈ આવે છે. અને તરતજ મન સ્થિર કરી પ્લાન વિશે વિચારવા લાગે છે. 


જાનની  બાજી  ખેલવી  છે  હવે, 

નાપાકને સબક શિખવાડવો છે હવે. 

ભલે ને લાખ અવરોધો આવે હવે, 

પુલવામાના શહીદોનો બદલો લેવો છે હવે.


*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન હશે?
AKASH ટીમ નો આગળનો શું પ્લાન હશે?
શાયોના શું ટીમ માટે અવરોધ સાબિત થશે? 
આર્યન અને શાયોના શું નજીક જઈ રહ્યા છે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં પ્રતિલિપિ ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ..... જય જીનેન્દ્ર.....