AKASH - 10 books and stories free download online pdf in Gujarati

આકાશ - ભાગ - ૧૦

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે નવમાં ભાગમાં જોયું કે શાયોના અને એહમદ કેવી રીતે દૂતાવાસમાં રહેલા પાકિસ્તાની એજન્ટને શોધે છે ને હનુમંત ગુર્જર એનું કામ સફળતા પૂર્વક પાર પાડીને ભારત પરત ફરે છે. આર્યન પણ રાવત પહોંચીને રો ના એજન્ટ એઝાઝ એહમદની જગ્યાએ કેટરિંગ સ્ટાફમાં જોઇન્ટ થઈ ગયો હોય છે. ત્યાં એને બીજો રો એજન્ટ ઇમરાન આ કામમાં મદદ કરવાનો હોય છે. મિશનનો અંતિમ તબક્કો માણવા વાંચતા રહો આકાશ... 

*****

આપણે આગળના ભાગમાં જોયું કે આર્યન કેટરિંગ સ્ટાફમાં એઝાઝ અહમદની જગ્યાએ જોઇન્ટ થઈ ગયો હોય અને હવે પહેલેથી કાર્યરત બીજો રો એજન્ટ ઇમરાન બધા જોડે આર્યનને મળાવે છે. કેટરિંગ મેનેજરના કહ્યા પ્રમાણે એ આર્યનને રસોઈયાના મેઈન હેલ્પરની કામગીરી સમજાવી દે છે અને બધા જોડે  ઓળખાણ પણ કરાવી દે છે. એમાં ને એમાં રાત પડી જાય છે. આર્યનની સૂવાની વ્યવસ્થા બધા સ્ટાફ જોડે એક ખુલ્લા મેદાનમાં કરવામાં આવી હોય છે એટલે એ ત્યાં સુવા જતો રહે છે. 

ઘણા સમય પછી આર્યન આમ ખુલ્લા મેદાનમાં સૂતો હતો. એને પહેલેથી જ ચાંદ તારાનું અનેરું આકર્ષણ હતું. એ એને કલાકો સુધી જોઈને એમાં ખોવાઈ શકતો. એની પત્ની રાજવી સાથે આવી અણમોલ પળો કેટલીએ વાર વ્યતીત કરી હતી. એના ગયા પછી જ્યારે એ યાદોમાં ઘેરાતો ત્યારે આ રીતેજ એ એની પત્નીને યાદ કરતો અને પોતાની પાસે મહેસુસ કરતો. 

લગભગ બધો જ સ્ટાફ ઊંઘી ગયો હોય છે. પણ આર્યનની આંખોમાંથી ઊંઘ ગાયબ છે. એ ઇમરાને એના કેટરિંગને લગતા કામની સમજાવેલી બધી વાતો મનમાં યાદ કરી લે છે,  અને પછી તારા જોવામાં ખોવાઈ જાય છે. એ જોતા જોતા એનો ભૂતકાળ એક પિક્ચરની રીલની જેમ એની નજર સમક્ષ ફરવા માંડે છે. બાળપણથી લઈને અત્યાર સુધીની સારી નરસી યાદો એના મગજ ઉપર કબજો લઈ લે છે. 

યાદોમાં સફર કરતા કરતા કરતા એને શાયોનાની યાદ આવી જાય છે. એની પત્ની રાજવીની યાદમાં શાયોનાની યાદ..!! અહીંયા આવતા પહેલા એમની ટ્રેનિંગના એ દિવસો... શરૂઆતમાં એની જોડે થયેલી નોકજોક અને પછી થયેલું પરફેક્ટ ટ્યુનિંગ... પહેલા એની આંખોમાં દેખાતી એકલતા... અને પછી આંખોની ઉંડાણમાં પ્રેમ, લાગણીઓ અને સ્નેહનો વરસાદ... 

રાજવીના ગયા પછી સ્ત્રીમાત્રના પડછાયાથી પણ દૂર રહેનાર આર્યન આજે એક સ્ત્રીના વિચારમાં ખોવાઈ ગયો. એને એ પળ યાદ આવી ગઈ જ્યારે કલ્લર સિદાનમાં આખી રાત શાયોનાની કાળજી રાખ્યા પછી શાયોનાના ચેહરા પર અલગ ભાવ દેખાતા હતા. "આ મને શું થઈ રહ્યું છે..!? કેમ ના ઈચ્છવા છતાં પણ શાયોના મારા વિચારોમાં કબ્જો જમાવી લે છે..!? શું હું એની તરફ આકર્ષિત થયો છું કે આ ફક્ત એનો ભૂતકાળ જાણ્યાં પછી થયેલી માત્ર સહાનુભૂતિ..!? શું આ કોઈ નવોજ સંકેત છે અને રાજવી પણ આમાં સહમત છે.!? આ બધાજ વિચારો કરતા કરતા એ જાત સાથેજ સંવાદ કરવા લાગ્યો.

"ના મારા જીવનમાં રાજવીનું સ્થાન કોઈ ના લઈ શકે. હું એ જગ્યા કોઈને ના આપી શકું."  એમ સ્વગત બોલ્યાં પછી એણે શાયોનાના વિચારને ખંખેરવા પ્રયત્ન કર્યો પણ જેટલો એ વિચારોને ખંખેરવા પ્રયત્ન કરતો એટલો વધુને વધુ એ વિચાર એની ઉપર કબજો જમાવી રહ્યા હતા. અને જાણે રાજવીની યાદો પણ એને આજે રોકી રહી નહોતી પણ જાણે ખુશ થઈ રહી હતી એવોજ એક અનોખો અહેસાસ થયો. 

આ વિચારોમાં ને વિચારોમાં એને ક્યારે ઊંઘ આવી જાય છે એ ખબર જ નથી પડતી. સવારે ઉઠીને પણ એના મનમાં પહેલો વિચાર શાયોનાનો જ આવે છે. શાયોનાએ એહમદ ખાન જોડે મળીને જે રીતે દૂતાવાસમાં રહેલા પાકિસ્તાની એજન્ટને શોધી નાખ્યો એ વાતથી એ ખાસ્સો પ્રભાવિત થયો હોય છે. શાયોનાની લાગણીઓ અને કાર્ય કુશળતા આર્યનને બહુજ પ્રભાવિત કરે છે. એ વિચારોમાં જ હોય છે અને ઇમરાન એને બોલવા આવે છે. 

ઇમરાન આખો દિવસ આર્યનને પાર્ટી માટેના મેનુ અને બીજી શું તૈયારી છે એની જાણકારીમાં સાથે રાખે છે. આર્યન હવે મિશનની સફળતામાં કોઈ પણ કચાશ છોડવા માંગતો નહોતો. આથી નાનામાં નાની વસ્તુની પણ એ ઉંડાણથી તપાસ કરતો હોય છે. એણે હેડ કુક જોડે પણ સારી એવી દોસ્તી કરી લીધી હોય છે. એની જોડેથી એ કેટલા જણ પાર્ટીમાં આવવાના છે એ જાણી લે છે. એને બીજી એક ખાનગી વાત પણ જાણવા મળે છે કે એ પાર્ટીના કર્તાહર્તા માટે સ્પેશિયલ કરાચી હલવો બનાવવાનો છે, જેનો ટેસ્ટ એક દમ ઓથેન્ટિક એટલે કે પરંપરાગત હોવો જોઈએ એવી ખાસ સૂચના મળી છે. આ હલવો શરુવાતમાં સ્વાગતની મિઠાઈમાં બધાને સાથે આપવાનો હોય છે. એના પછી શરાબ, શબાબ પણ વ્યવસ્થામાં હોય છે. આ બધીજ માહિતી આર્યન માટે કાળીનો એક્કો સાબિત થવાની હોય છે. હવે બસ મિશનના એ પળની જ રાહ જોવાની બાકી છે. 

તારીખ ૭/૪/૨૦૧૯ રવિવાર, મિશનનો અંતિમ દિવસ

ઇસ્લામાબાદમાં હનુમંત ગુર્જરની વ્યવસ્થા પુર્ણ કર્યાં પછી મિશનનો આગળનો તબક્કો શરૂ થવામાં હજુ ત્રણ કલાકનો સમય હોય છે. શાયોના પોતાના તૈયાર કરેલા સાઇબર વૉર રૂમમાં શાંતિથી બેઠી હોય છે. 

એના મનમાં ફરી એકવાર આર્યન આવી જાય છે. એનું મન પોતાના જૂના પ્રેમી અને આર્યનની સરખામણી કરવાં લાગે છે. આમતો દરેકે દરેક પાત્ર પોતાની કોઈક વિશેષતા ધરાવતું હોય છતાં પણ અત્યારે એને પોતાને છોડીને ગયેલા પ્રેમી કરતા આર્યન વધુ મહત્વનો લાગે છે. શાયોનાના મનમાં આ વાત વધુને વધુ બેસતી જાય છે. 

મિશન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીનો બધોજ ઘટનાક્રમ શાયોનાના મગજમાં ચાલી જાય છે. આર્યનની કાળજી, એની બહાદુરી બધુંજ શાયોના માટે એક સપનાના રાજકુમારમાં જોયેલું હોય એવું લાગે છે. એમાં પણ આર્યનનો પત્ની રાજવી માટેનો પ્રેમ અને સમર્પણ એને માનભરી નજરે જોવા માટે મજબૂર કરે છે. 

શાયોના મનમાં વિચારે છે કે, "આ શું થઈ રહ્યું છે મને..! હું કેમ આર્યનને આટલું મહત્વ આપું છું. શું મને એનાથી પ્રેમ થઈ ગયો છે.!?" 

જે મળવાનું નથી તેના વિચારો પણ ના કરવા જોઈએ એમ મન મારીને શાયોના પોતાનું ધ્યાન બીજી તરફ વાળવા પ્રયત્ન કરે છે. અને અંતિમ મિશનની તૈયારીમાં ધ્યાન આપવા લાગે છે. 

મિશનનું ફાઇનલ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું હોય છે. આ તરફ આર્યન કેટરીંગ ટીમ સાથે રાવત પહોંચી ગયો હોય છે એની સાથે RAW નો એજન્ટ ઇમરાન પણ હોય છે. પાર્ટી શરૂ થવાની તૈયારીમાં બધા લાગેલા હોય છે. આર્યન આ તૈયારીઓ જોઈ ચોકી જાય છે આટલી બધી તૈયારીઓ એ પણ આપણા જવાનો શહીદ થયા એની ખુશીમાં. આર્યનનું લોહી ઊકળી ઊઠે છે અને ફાઇનલ મેસેજ A-set માં મોકલે છે. 

બધા અલગ અલગ આતંકી કમાન્ડરો આવવાના શરૂ થઈ ગયા હોય છે. ટોટલ ટોપના આતંકીઓ અને કમાંડર થઈ ૪૦ ટોપ આતંકીઓ એકજ જગ્યાએ ભેગા થવાના હોય છે. આખરે આટલા બધા ભારતીય સૈનિકોને આતંકી હુમલાનો ભોગ બનાવ્યાની ઉજવણી જ જોરદાર કરવાની હોય છે. અને પોતાની આતંકી તાકાતથી નવા જુવાનિયાઓનો પ્રભાવિત કરી આતંકી પ્રવૃત્તિમાં જોડવાના હોય છે. 

હવે A-set, NSA, PMO, AKASH બધાની પરીક્ષાનો સમય આવી ગયો હોય છે. આજે ભલે રવિવારનો દિવસ રહ્યો છતાં ભારત અને પાકિસ્તાનમાં હિલચાલ તેજ થઈ ગઈ હોય છે. એક તરફ ચીન પાકિસ્તાનને મદદ કરવા તત્પર હોય છે પણ કોઈજ નક્કર જાણકારીના અભાવમાં એ મદદ કરી શકતું નથી બીજી તરફ ભારત ચીન અને પાકિસ્તાન ને ભરમાવવા દરેકે દરેક ક્ષેત્રે તૈયારીઓ કરીને બેઠું હોય છે. આ એજ માહિતી કામ આવી હોય છે જે આતંકીને પકડીને ભારતીય એજન્સીઓ એ ભેગી કરી હોય છે. 

એક તરફ ભારત સરહદેથી દરેક ક્ષેત્રમાં હુમલાઓ તેજ કરી રહ્યું હોય છે. તો અહીં પાકિસ્તાનના મનમાં એક વાત ચાલી રહી હતી કે ભારત આથી વિશેષ કરી શું શકશે. આમપણ ચીનના સાથના નશામાં કાંઈક વધુ પડતું જ હોશ ખોઈ બેઠું હોય છે. 

ભારત રવિવાર ૭/૦૪/૨૦૧૯ રવિવારે સાંજે ૫ વાગતાજ બીજો પ્રહાર કરે છે સાઇબર હુમલો. પાકિસ્તાન સરકારની બધીજ સરકારી વેબસાઇટ ભારતીય હેકરો હેક કરી અસ્તવ્યસ્ત કરી નાખે છે. આ મિશનમાં ભારત ક્યાય કસર છોડવા માગતું નથી. ત્યાંજ લુચ્ચું ચીન અને એના હેકરો નાપાકની મદદ કરવા લાગી જાય છે. અને ભારતના આ પ્લાનમાં ફસાઈ જાય છે. એક તરફ નાપાકના ટોચના અધિકારીઓ સરહદ ઉપરના હુમલાઓના ક્યાસમાં લાગે છે તો બીજી તરફ ચીનના અધિકારીઓ સાઇબર હુમલામાંથી ઉગારવા વ્યસ્ત થઈ જાય છે. મોટા ગજાના બધાજ અધિકારીઓ આ સરહદી અને સાઇબર હુમલામાંથી નાપાકને ઉગારવામાં લાગી જાય છે. પણ એમની નાક નીચે શું થઈ રહ્યું હોય છે એ બાબતથી તદ્દન અજાણ હોય છે. 

આ તરફ A-set "All ok as per plan. Go ahead" નો મેસેજ આકાશની ટીમને પાસ કરે છે અને આકાશની ટીમ પોતાના કામમાં લાગી જાય છે. 

આ તરફ રાવતમાં અબ્દુલ ઝફર, સરફરાઝ હુસેન, આતંકી હેડ ઝાફર ખાન અને મનસૂર એઝાઝ સહિત ટોપ બધાજ આતંકીઓ આવી ગયા હોય છે અને પાર્ટીની શરુવાત થઈ ગઈ હોય છે. શાયોના રાવતનું નેટવર્ક જામ અને સર્વર ડાઉન કરી નાખે છે જેથી કરીને બદલાયેલા સમીકરણોની બધી અપડેટ જલ્દી આ આતંકીઓ પાસે ના પહોંચે. 

આર્યન શાહ અને એક RAW એજન્ટ એમની હિલચાલ ઉપર નજર રાખીને બેઠા હોય છે. આર્યન શાહ આતંકીઓને વેલકમ ડ્રિંક વહેંચવાના કામ ઉપર ધ્યાન રાખી રહ્યા હોય છે. ચારે તરફ રોશની અને ઝાકમઝોળ વચ્ચે પાર્ટી શરૂ થઈ ગઈ હોય છે. 

આટલું બધું ધ્યાન રાખવા છતાં કોઈપણ રીતે આતંકીઓ પાસે સરહદ ઉપર થયેલા હુમલા અને સાઇબર હુમલાની ખબર પહોંચી જાય છે. એટલે આતંકીઓ પણ સચેત થઈ જાય છે અને પાર્ટી ટૂંકાવવાનું નક્કી કરે છે. આ તરફ આર્યન અને RAW એજન્ટ બદલાયેલા સમીકરણો વચ્ચે પ્લાન મુજબ આગળ વધવાનું નક્કી કરે છે. 

*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન હશે?
AKASH ટીમ નો આગળનો શું પ્લાન હશે?
શું દૂતાવાસમાં રહેલો ગદ્દાર પકડાઈ જાય છે?
બદલાયેલા સમીકરણોમાં શું કોઈ મુશ્કેલીઓ આવશે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં માતૃભારતી  ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી)  એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ... જય જીનેન્દ્ર...