AKASH - 9 books and stories free download online pdf in Gujarati

આકાશ - ભાગ - ૯

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે આઠમા ભાગમાં જોયું કે અહેમદ ખાન અને શાયોના ભારતીય દૂતાવાસમાં પહોંચીને પોતાના કામે લાગી જાય છે. આર્યન રાજપૂત જ્યાં આતંકીઓની પાર્ટી હોય છે એ જગ્યાએ પહોંચવા કેટરીંગ સ્ટાફમાં જોડાઈ જાય છે. હનુમંત અને કરણ યાદવ પણ પોતાના કામમાં લાગી જાય છે. મિશનનો અંતિમ તબક્કો માણવા વાંચતા રહો આકાશ. 

*****

સ્મિતા સિંઘલ (શાયોના) અને અર્જુન સિંઘલ (અહેમદ ખાન) ૪/૪/૨૦૧૯ ગુરુવારની રાત્રે ભારતીય દૂતાવાસમાં કામ કરતા પાકિસ્તાની એજન્ટને શોધી કાઢવા પ્લાન બનાવે છે. 

અર્જુન સિંઘલ (અહેમદ ખાન) બીજા દિવસે ભારતીય દૂતાવાસમાં પહોંચી જાય છે. અને પોતાના કામે લાગી જાય છે. 

સૌ પ્રથમ એ પોતાનો ચાર્જ સંભાળી લે છે. એને મળેલી માહિતી મુજબ ગદ્દાર દૂતાવાસમાં કોઈ હાયર લેવલની પોસ્ટમાં જ હોય છે એટલે એ વારાફરથી બધાને પોતાની કેબિનમાં બોલાવે છે અને બધાને પોતાના વિશ્વાસમાં લઈને એક જ વાત કહે છે કે આપણા દૂતાવાસમાં એક ગદ્દાર છે અને એને પકડવા માટે હેલ્પ જોઈએ છે. આ કહેતી વખતે એ જેતે ઓફિસરના હાવભાવ માર્ક કરે છે. એમના ફોન કોલ્સ અને મેઈલ એકાઉન્ટમાં થતી હલચલ ઉપર પણ નજર રાખવાનું ચાલુ કરી દે છે. RAW એ એને બધાની આખી કુંડળી આપી હતી એ પણ એને બહુ ઉપયોગી થઇ અને ફાઈનલી એણે ત્રણ નામ શોર્ટ લીસ્ટ કર્યા.

ત્યાં સુધીમાં તો શાયોના પણ ટિફિનનું બહાનું કરીને લંચ ટાઈમમાં દૂતાવાસમાં આવી જાય છે. ત્યાં બધા આ નવા ઓફિસરની વાઇફને વેલકમ કરે છે. એક ઓફિસર એને આખી ઓફીસ બતાવે છે અને બધા જોડે ઈન્ટ્રો પણ કરાવે છે. ચપળ શાયોનાની નજર ચારે બાજુ ફરતી હોય છે અને મનમાંને મનમાં એનું પૃથક્કરણ ચાલતું હોય છે. એટલામાં એક બંધ કેબિન આગળથી પસાર થતા એને કોઈના દબાયેલો સ્વરમાં અર્જુન સિંઘલ નામ સંભળાય છે. અને એની નજર તરત નેમ પ્લેટ ઉપર પડે છે. વિક્રમ આહુજા... એ ધીમા આવજે નામ વાંચે છે એટલે એની જોડે આવેલો ઓફિસર માહિતી આપે છે કે વિક્રમ સરને આજે કામ હતું એટલે એમણે પોતાની કેબિનમાં જ લંચ પતાવ્યું. 

એ સાંભળીને શાયોના ખોટું ખોટું સ્મિત આપતા કહે છે કે, "કંઈ નહિ એમની જોડે ફરી ક્યારેક મુલાકાત કરી લઈશું અને એમ કહીને એ અર્જુનની કેબિન તરફ જાય છે એટલે સમજીને પેલો ઓફિસર પણ પોતાની જગ્યાએ જતો રહે છે.

અર્જુન એટલે એહમદ ખાનની કેબિનમાં જઈને શાયોના વિક્રમ આહુજાની વાત કરે છે જે સાંભળીને તરતજ એહમદ ખાન બોલી ઊઠે છે કે એણે જે ત્રણ નામ શોર્ટ લીસ્ટ કર્યા છે એમાં આજ સૌથી વધારે શંકાસ્પદ લાગે છે.

પ્રૂફ મેળવવા માટે એની કેબીનની તપાસ કરવી જરૂરી હતી એટલે એહમદ અને શાયોના એક પ્લાન બનાવે છે અને એને અમલમાં મુકતા શાયોના વિક્રમની કેબિનમાં જાય છે. ત્યાં જઈને એ પોતાની અર્જુન સિંઘલની વાઇફ સ્મિતા સિંઘલ તરીકેની ઓળખાણ જાતે જ આપે છે. વિક્રમને આ જોઈને થોડું અસાધારણ લાગે છે અને એની ઉપર થોડો શક પણ જાય છે. પણ શાયોના તો જાણે જૂની ઓળખાણ હોય એમ વાતો કરવા લાગી જાય છે. આ જોઈને વિક્રમ પણ એને શાયોનાનો સ્વભાવ સમજીને એની જોડે વાતો એ વળગે છે. જોકે આની પાછળ એનો આશય શાયોના જોડે ઘરોબો કરીને માહિતી કઢાવવાનો હોય છે. થોડી વાર થાય છે ને પ્લાન મુજબ એહમદ ફોન કરીને એને ગદ્દાર વિશે માહિતીની ચર્ચા કરવા એની કેબિનમાં બોલાવે છે. 

ફોન મૂકતા એ શાયોના તરફ જોઈને સહેજ અચકાતા કહે છે, " મને અર્જુન સરે બોલાવ્યો છે તો મારે એમને મળવા જવું પડશે. તમે..."

એનો સ્પષ્ટ ઈશારો શાયોનાને કેબિનમાંથી નીકળવા માટે નો હતો પણ શાયોના તો જાણે સમજ જ ના પાડતી હોય એવું વર્તન કરીને ધૂનમાં ને ધૂનમાં બોલે જતી હતી. " હા તમે ત્યાં જઈ આવો. આમ પણ ઓફિશિયલ વાત હશે તો મારે ત્યાં બેસવું જરૂરી નથી. એના કરતાં તો હું અહીંયા તમારી રાહ જોઇશ. વાંધો તો નથી ને તમને, હું અહીંયા બેસું તો...!?"

વિક્રમ જોડે હા પાડયા સિવાય છૂટકો જ નહતો અને આમ પણ એના મગજમાં શાયોનાની છાપ થોડી કમક્કલ અને વધારે પડતું બોલતી સ્ત્રીના રૂપમાં પડી હતી એટલે ખતરાનું કોઈ કારણ ના હોવાથી એ શાયોનાને ત્યાંજ બેસવાની પરમિશન આપીને અર્જુનની કેબિન તરફ જાય છે.

શાયોનાના ચેહરા ઉપર પોતાની ભોળી ઈમેજ બનાવીને વિક્રમને છેતરવાના પ્લાનની સફળતાનું સ્મિત આવી જાય છે.

વિક્રમના બહાર નીકળ્યા પછી પાંચ જ મિનિટમાં શાયોના પોતાનું કામ ચાલુ કરી દે છે. સૌથી પહેલા એ વિક્રમના કોમ્પ્યુટરનો પાસવર્ડ ક્રેક કરવા પ્રયત્ન કરે છે. જેવો પાસવર્ડ ક્રેક થાય છે એ આખું વિક્રમનું કોમ્પ્યુટર ફેંદી વળે છે. એમાંથી હિડન ફાઇલસ અને ફોલ્ડર્સ બધું જ શોધી શોધીને એની પેન ડ્રાઈવમાં કોપી કરી લે છે. એના માટે આમ તો આ રમત વાત હતી પણ ઘણો વધારે ડેટા હોવાથી બધું ટ્રાન્સફર કરવામાં અડધો કલાક જેટલો સમય ગયો. 

એક બાજુ આ કામ ચાલતું હતું અને બીજી બાજુ શાયોના આખી કેબીનના ખૂણે ખૂણાની ચેકીંગ કરી રહી હતી અને એના હાથમાં ફાઇલોની વચ્ચે સંતાડેલો એક મોબાઇલ આવે છે. શાયોના એને હાથમાં લે છે તો એ સ્વીચ ઓફ હોય છે. એને સ્વીચ ઓન કરીને શાયોના એની કોન્ટેક્ટ ડીટેઈલ ચેક કરે છે. ઇનકમિંગ કોલની ડીટેઈલ બ્લેન્ક હોય છે જ્યારે આઉટ ગોઈંગમાં પણ ફક્ત એક જ કોલની ડીટેઈલ હોય છે, જેનો સમય શાયોનાના વિક્રમને મળવા આવ્યાનો જ દર્શાવે છે. શાયોના સમજી જાય છે કે અહીંયા આવી એ વખતે ઉતાવળમાં જ વિક્રમે ફોન સ્વીચ ઓફ કરીને મૂકી દીધો હશે જેથી આ નંબર ડિલીટ કરવાનો રહી ગયો હશે. શાયોના એ નંબર નોટ કરી લે છે અને એમાંથી એક મિસકોલ પોતાના ફોનમાં મારે છે જેથી એ નંબર પોતાના ફોનમાં આવી જાય. પછી શાયોના પોતાનો નંબર ડિલીટ કરે છે. મોબાઇલને પાછો એની મૂળ સ્થિતિમાં કરીને ફાઇલોની વચ્ચે એવો ગોઠવી દે છે કે વિક્રમ જોવે તો એને પણ ખબર ના પડે કે કોઈયે એની જોડે છેડખાની કરી છે.

બીજી બાજુ એહમદ ખાને, વિક્રમને એની કેબિનમાં જેમ બને એમ વધારે રોકી રાખવાનો હોય છે એટલે એ બે ઓફિસરના ખોટા નામ બતાવીને વિક્રમ જોડે એની ચર્ચા કરતો હોય છે. ખાસી એવી લાંબી ચર્ચાના અંતે એહમદ એ બંને ઓફિસર ઉપર ચાંપતી નજર રાખવાની જવાબદારી વિક્રમને સોંપે છે. આ સાંભળી વિક્રમ થોડો પોરસાઈ જાય છે. એ જ્યારે કેબીનની બહાર નીકળતો હોય છે ત્યારે ફરી વાર એહમદ એને અંદર બોલાવીને ઇન્ડિયા કારગીલ બોર્ડર ઉપર ગોળીબારી કરવાનું છે એવી માહિતી આપે છે. આ સાંભળીને વિક્રમનું લોમડી જેવું દિમાગ તરત કામે લાગી જાય છે. એ જ્યારે એની કેબિનમાં પહોંચે છે ત્યારે શાયોના ટેબલ ઉપર માથું મૂકીને ઊંઘવાનું નાટક કરતી હોય છે. જ્યારે એ શાયોનાને ઉઠાડે છે ત્યારે શાયોના લેટ થવાનું બહાનું નીકળીને એહમદની કેબિનમાં જતી રહે છે.

શાયોનાઆ બધી જ વાતની એહમદ ખાન જોડે ચર્ચા કરે છે. અને એહમદ તરત જ NSA માં મનજીત સિંહ જોડે વાત કરીને બંને ફોનને ટ્રેસિંગમાં મૂકવી દે છે. પંદર મિનિટની અંદર અંદર તો બંને ફોન ટ્રેસિંગમાં મુકાઈ પણ જાય છે. 

વિક્રમ હજી પણ એહમદ ખાને આપેલું કામ પતાવવા વ્યસ્ત હોય છે. જ્યારે ફ્રી પડીને એ કોલ કરવા માટે મોબાઇલ લે છે ત્યાં સુધીમાં તો બંને ટ્રેસ થવાના ચાલુ થઈ ગયા હોય છે. એ પાકિસ્તાનના કોઈ આર્મી ઓફિસરને ફોન કરીને ભારત કારગીલથી ફાયરિંગ કરવાનું છે એવી માહિતી આપે છે અને ઉમેરે છે કે આ એક દમ આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી છે. એમની આ વાતચીતની ડીટેઈલ NSA દ્વારા એહમદ અને શાયોનાને મળી જાય છે. વિક્રમના લેપટોપના ડેટામાંથી પણ ઘણી સ્ફોટક માહિતી મળે છે જેના ઉપરથી એ જ ગદ્દાર છે એ સાબિત થઈ જાય છે. 

હવે એહમદ અને શાયોનાને એક મહત્વનું કામ કરવાનું હતું. વિક્રમને એવી રીતે ઠેકાણે પાડવાનું કે કોઈને એમની ઉપર શક ના જાય. એના માટે એમને રવિવાર સુધી રાહ જોવાની હતી અને આ પ્લાનનો બધો આધાર હતો હનુમંત ગુર્જર.

હનુમંત ગુર્જર રવિવારે સવાર સુધીમાં એટલે કે ૭/૦૪/૨૦૧૯ ના દિવસ સુધીમાં પોતાને સોપેલું કામ બોમ્બ બનાવવાનું અને પ્લાંટ કરવાનું પતાવી દે છે. આ બોમ્બ ભારતીય દૂતાવાસની આસપાસ તથા ભારતીય દૂતાવાસના કર્મીઓના ક્વાટરની આસપાસ નિશ્ચિત જગ્યાએ પ્લાંટ કરવામાં આવે છે. માત્ર એક ફોન કોલ આ બોમ્બ સ્ટાર્ટ કરવા પૂરતો હોય એવી વ્યવસ્થા અને ડિઝાઇન કરવામાં આવે છે. આ કામ પૂરું થતાંજ હનુમંત ગુર્જર A-set મારફત એ મેસેજ શાયોનાને પહોંચાડી દે છે. 

શાયોના તરત પોતાના કામે લાગી જાય છે અને બોમ્બમાંથી નીકળતા સિગ્નલ કોડ સાથે ટ્રેક કરી પોતાના કંટ્રોલમાં લે છે. ત્યારબાદ હનુમંતની નાપાકમાં લાસ્ટ અઠવાડિયાની ફ્લાઇટમાં એક વ્યાપારી તરીકે એન્ટ્રી બતાવી દે છે અને અત્યારે પાછા જવાની ટિકીટ પણ બૂક કરાવી દે છે. આમ હનુમંત નવી ઓળખાણ અને પાસપોર્ટ સાથે પાકિસ્તાન એરપોર્ટ ઉપર દુબઈ જવાની ફ્લાઇટમાં બેસી દુબઈ રવાના થઈ જાય છે. ત્યાંથી આગળની વ્યવસ્થા પણ બીજા નામના પાસપોર્ટ સાથે કરવામાં આવી હોય છે. અને ત્યાંથી એ જ દિવસે ભારત જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે. 

આ તરફ પાકિસ્તાની જાસૂસ જે ભારતીય દૂતાવાસમાં હોય છે એની પળ પળની ખબર સાંભળી પાકિસ્તાની એજન્સીઓ હરકતમાં આવે છે. બીજી તરફ NSA ના પ્લાન મુજબ કારગિલ સેક્ટરમાંથી ગોળીબારી શરૂ કરી દેવામાં આવે છે. નાપાક પણ એવુંજ સમજે છે કે એમના જાસૂસે આપેલા સમાચાર સાચા નીકળ્યા અને એ પણ કારગિલમાં ભારે ગોળાબારી ચાલુ કરે છે. આ માત્ર એમનું ધ્યાન ભટકાવવાનું કાવતરું હોય છે. 

પૂંછ, રાજૌરી, દ્રાશ બધાજ સેક્ટરમાંથી ગોળીબારી શરૂ કરવામાં આવે છે. આ ઘટનાના એટલા ઘેરા પ્રત્યાઘાત પડે છે કે પાકિસ્તાની મીડિયા, સરકાર અને ભારતીય મીડિયામાં આ જ સમાચારો ફ્લેશ થવા લાગે છે.

*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન હશે?
AKASH ટીમ નો આગળનો શું પ્લાન હશે?
ગદ્દાર વિક્રમ નો સફાયો કઈ રીતે કરે છે?
આર્યનનો નવો પ્લાન શું છે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં માતૃભારતી ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ... જય જીનેન્દ્ર...