Pranay Saptarangi - 18 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી - પ્રકરણ -18

પ્રણય સપ્તરંગી 
પ્રકરણ - 18
સંયુક્તા સાગર અને ભૂરાનાં વિચારોની વચ્ચેજ અટવાયેલી રહી. એને થયું હું શું કરુ ? એને ભૂરાનાં ફોનમાં થયેલી વાતો મનમાં આવી ગઇ એણે કહેલું કે હું તારા સિવાય કોઇને પ્રેમ કરતો નથી તું મારીજ છે મારું બગાડનાર તારો ભાઇ છે મેં કોઇનાં બળાત્કાર નથી કર્યા હું તને ક્યારેય નહીં છોડું મારી પાસે પણ બધી માહિતી છે ભલે તમારાં જેવું એમ્પાયર ના હોય વિગેરે વિગેરે.... સંયુક્તાને ખરેખર ખૂબ ડર લાગી રહેલો કે ભૂરો શું કરશે ? એ ખૂબ મક્કમ છે એ ધારે એ કરે એવો છે હું શું કરું ? હું એની ચૂંગલમાંથી કેવી રીતે છુટું. કોની મદદ લઊ ? એણે મનમાં વિચાર કર્યો અને ફોન ઉપાડી સીધો ફોન કર્યો. 
"હાં સર ! હું સંયુક્તા બોલું છું. સર, મારે તમારી ખાસ હેલ્પની જરૂર છે. મારે અંગત હેલ્પ જોઇએ છે. મારાં ઉપર... સામેથી કંદર્પરાયે કહ્યું બોલો દીકરા શું થયું કેવી મદદ જોઇએ છે ? સંયુક્તાએ કહ્યું મારાં ઉપર ભૂરા એટલે કે ભૂપેન્દ્રનાં હજુ ફોન આવે છે. જુદા જુદા નવા નંબરોથી ફોન કરે છે મને ધમકાવે છે હજી મને ઉપાડી જવાની ધમકીઓ આપે છે સર ! મને ખૂબ ડર લાગે છે તમે મારી મદદ કરો. મારે એની સાથે કોઇ જાતનાં સંબંધ નથી અને ક્યારેય નહોતો એજ મારી પાછળ પડી ગયો છે કોઇને કોઇ રીતે મને ફસાવવા માંગે છે કોલેજમાં હતો ત્યારે હાય હેલો થયેલું એમાં તો એણે કાગનો વાઘ બનાવી આખી કોલેજમાં અફવા ફેલાવી કે મારે એની સાથે સંબંધ છે બસ ત્યારથી હું ખૂબ હેરાન થઊં છું. ખોટાં કામોમાં એ જેલમાં પણ જઇ આવ્યો છે અને હવે જેલમાંથી ભાગી જઇને ભાગતો ફરે છે. સર એ બહાર છે મને ખૂબ ડર લાગે છે અને કોઇનાં કોઇ રીતે મારો પીછો કરે છે. 
મને લાગ્યું મારે તમને વાત કરવી જોઇએ. હું પછી પાપા અને ભાઇને વાત કરીશ. મારાં લીધે એ લોકો પણ હેરાન થાય છે. સર હું સીમા અને સાગર ગીતોની પ્રેક્ટીસ માટે ભેગા થયેલાં આપનાં ફંકશન અંગે ત્યાંથી ઘરે આવીને તરત એનાં (ભૂરાનાં) ફોન ચાલુ થઇ ગયાં સર હું ખૂબજ ડરી ગઇ છું. મારી હેલ્પ કરો. મારે એનાંથી પીછો છોડાવવો છે અને હવે જીવનમાં ઠરીઠામ થવું છે. 
કંદર્પરાયે એની બધી વાત શાંતિથી સાંભળી પછી કહું ? દિકરા તમે કોઇ ચિંતા ના કરો અને તમારો મોબાઇલ નંબર અને બીજી માહિતી અહીં કચેરી આવીને લખાવી જાવ એક ફરિયાદ પણ લખાવી દો ભૂરા વિરૃધ્ધ તમારો ફોન જે અંગત છે એ નંબર સ્ટેશનમાં આપી દો એને અમે સર્વેલન્સમાં મૂકી દઇએ છીએ એટલે અમને પણ જાણ થશે કે એ ક્યા ક્યા નંબરથી ફોન કરે છે એનાં ફોન પરથી અને એને ટ્રેક કરીને એનું લોકેશન જાણીને એને પકડી લઇશું. એટલે સત્વરે કચેરી આવીને લખાવી જા બાકી તારી સલામતિની જવાબદારી આજથી મારી ઓકે ? તું નિશ્ચિંત થઇ જા ભૂરો તારો વાળ વાંકો નહીં કરી શકે. 
સંયુક્તાએ કહ્યું "ઓકે સર. થેક્યું હું પછીથી આવી જાઊં છું અને ફરિયાદ લખાવી દઊં છું. 
સંયુક્તાએ વિચાર કર્યો મેં જો કર્યું છે એ બરાબર કર્યું છે ને ? એ લોકો મારો ફોન ઓલોકેશન અને સર્વેલાન્સમાં મૂકશે પછી બધાંજ ફોન પર નિગરાની રહેશે તો મારે બીજું કોઇ ચાલ ચાલવી હશે તો શું કરીશ ? પણ મેં ફરિયાદ કરી છે. એટલે મૂકવો જ પડશે. ભૂરા પાસે જે નંબર છે મારો એ હું મૂકી દઊં અને બીજો મારો ખાસ નંબરથી હું સીમા-સાગર બધાં સાથે વાત કરીશ એમ મનમાં બધાં પ્લાન વિચારીને એણે તરંત સાગરને ફોન કર્યો. થોડીવાર રીંગ વાગતી રહી પછી સાગરે રીસ્પોન્સ કર્યો. સાગરે કહ્યું "કોણ ? સંયુક્તાએ કહ્યું" અરે સાગર હું સંયુક્તા.... કેમ તે કોણ પૂછ્યું ? મારો નંબર સેવ નથી કરેલો ? આટલી બધી જુદાઇ ? મારો નંબર પણ તારાં ફોનમાં સેવ કરેલો નથી. 
સાગરે કહ્યું "સોરી સેવ નથી કારણ કે મારે ખાસ જરૂર નથી પડતી અને હું બધાનાં નંબર સેવ નથી કરતો કારણ કે વારે ઘડીએ જરૂર પડતી નથી. બોલો શું કામ હતું ?
સંયુક્તાતો સાગરનો રુખો જવાબ સાંભળીને તો સાવ છોભીલી પડી ગઇ છતાં એણે સંયમ દાખવી કહ્યું" મિત્રો સાથે સાવ આવું વર્તન કરવાનું ? તારે જરૂર નાં હોય અમારે જરૂર પડે તો ? ઓકે સારું છે આ નંબર સેવ નથી કર્યો હું તને મારો સાવ અંગત નંબર આપુ છું ઓકે ?
સાગરે થોડાં કંટાળા સાથે કહ્યું" સંયુક્તા વાત શું છે ? ક્યા કામસર મને ફોન કર્યો ? હું અત્યારે ઓફીસનાં કામમાં છું ખાસ કોઇ વાત હોય તો ડર નહીંતર હું પછી ફ્રી થઇને ફોન કરુ. હું ચાલુ ઓફીસે આમ લાંબી વાત ના કરી શકું. અને નંબરની જરૂર પડેશે તો સીમા પાસેથી તમારો નંબર લઇ લઇશ. ઓકે ? ફોન મૂકૂ....
સંયુક્તાએ તરત કહ્યું "અરે અરે એક મીનીટ શું ફોન મૂકું ! એક મિત્ર તકલીફમાં છે અને તને ઓફીસનું કામ સૂઝે છે ? કેટલી આશા સાથે મેં ફોન કર્યો છે. 
હવે સાગર અકળાયો. એણે કહ્યું "તો કામની વાત કરને બેન શું કામ બીજી વાતોમાં સમય બગાડે ? સંયુક્તાએ બેન સાંભળી ભડકી એણે કહ્યું ? બેન ? એમ સાગર મારે એકજ ભાઇ છે આખા ગામને ભાઇ નથી બનાવતી બાય ધ વે મારે તારી અત્યારે જ ખાસ જરૂર પડી છે અને મારે પોલીસ કમીશ્નર ઓફીસ જવાનું છે હું ઇચ્છુ કે તું મારી સાથે આવ પ્લીઝ મને ડર લાગે છે. અને ત્યાં તારાં પાપા છે એટલે મેં વિચાયું તને સાથે લઇને જઊં" તું કહે ત્યાં હુ તને લેવા આવી જઊં પ્લીઝ હેલ્પ મી. 
સાગર વિચારમાં પડ્યો એને પાપાની જરૂર કેમ પડી ? અને કમીશ્નર ઓફીસ અત્યારે ? એને થયું નહીં જઊં તો વધુ ગળે પડશે અને ચાપલાશ કરશે એનાં કરતાં જવા દે અને મને વાત પણ જાણવા દે કે શું રંધાઇ રહ્યું છે. એનાં ભાઇ અંગે હશે ? એણે કહ્યું એક કામ કર તું કાળાઘોડા સર્કલ આવી જા હું ત્યાંજ આવું છું ત્યાંથી સાથે જઇશું એમ કહી ફોન મૂક્યો. 
સાગરે ફોન મૂકીને વિરાટની સામે જોયું. વિરાટ એની સામેજ બેઠેલો ક્યારનો એ બંન્ને જણની વાતો સાંભળી રહેલો વિરાટે કહ્યું "કેમ રાજકુમારી ક્યાં લઇ જાય છે તને ? સાગરે એ બધી જ વાત કરી વિરાટ કહે ભલે તું જઇ આવ અને બધીજ પૂછપચ્છ કરજે ભલે બીજા ના કરે તું કરજે બધી જ સાગર હું કંઇક કહું ? સાગરે કહ્યું "એમાં ભાઇ તમારે પૂછવાનું હોય ?
વિરાટ કહ્યું "આનાથી સાચવજે. આ બલા એ ઘણાં શિકાર પાડ્યા છે મારે સ્ત્રીચરીત્ર અંગે વધુ નથી બોલવું પરંતુ આનાથી સાચવજે. મને એવું લાગે એણે તને મળવા એકલાં જ કારણ ઉભું કર્યું છે નહીંતર આવા કેસમાં રણજીતને જ સાથે લઇ જાય અથવા પાપાને સાથે રાખે તને નહીં.
સાગરે કહ્યું" હું બધુ સમજુ છું જે હશે મારી સામે આવી જ જશે ભાઇ મેં તમને મારાં ઘરે આવી હતી એ બધી વાત કરીજ હતી હવે પાપાનું ફંકશન પુરું થાય એટલે ગંગા ન્હાયા. એનાં પિતાજી એ એટલે કે વિરભદ્રસિંહે જાતે જ પાપાને કહી દીધેલું છે કે તમારાં પ્રમોસનની પાર્ટી એજ એરેન્જ કરશે અને ભલે ખાસ અંગતને બોલાવશે ખૂબ મોટું ફંકશન નહીં કરે અને પાર્ટીમાં અમને લોકોને પરફોર્મ કરવા કહ્યું પાપાનાં જીવનનું ખાસ ફંકશન હતું એટલે મેં ખૂબ આનંદ સાથે સ્વીકારી લીધુ છે પછી થોડા વર્ષમાં પાપા પણ રીટાયર્ડ થઇ જવાનાં એમનાં જીવનમાં ફંકશન યાદગાર રહી જાય એજ ઇચ્છાએ હું આ બધાને સહી રહ્યો છું. 
વિરાટ કહે તેઓની સાથે જે રુક્ષતાથી વાત કરી એટલે હું સમજી જ ગયો કે તને આ બલાનો ફોન આવ્યો ગમ્યું નથી. કંઇ નહીં તુ શાંતિથી જઇ આવ બધી જ માહિતી લેજે બીજું ખાસ કહું તને કે તું એને જતાવ નહીં કે તું એનાં પ્રત્યે સાવ રુક્ષ કે અતડો છે. મિત્રની જેમ જ વર્તજે. અને આવી બલાઓ પ્રેમમાં ભલભલી ભૂલો કરે છે જે આપણને ખૂબ કામ લાગશે એટલે થોડાં નાટક કરી લેજે અને થોડાં સહી લેજે. 
સાગરે હસતાં હસતાં કહ્યું "ભલે ભાઇ એમ કહીને હાઇફાઇ કરી હાથ મિલાવીને સાગર બાઇકની ચાવી લઇને ઓફીસથી નીકળી ગયો. અને રસ્તામાં વિરાટે કીધેલી વાતો મનમાં મમળાવી રહ્યો અને એ ઊંડા વિચારોમાં ઉતરી ગયો. 
કાળાઘોડા સર્કલ પાસે આવીને સાગરે ગાર્ડન સાઇડ અંદર પાર્કીંગમાં બાઇક મૂકવા જતો હતો અને એણે સંયુક્તાની બૂમ સાંભળી. સંયુક્તાએ કહ્યું "એય સાગર કચેરી સુધી ખૂબ ટ્રાફીક હશે મારી કાર લઇને જવાનું અગવડ પડશે તારી બાઇક પર જઇ આવીએ પ્લીઝ. 
સાગરે કમને હા પાડી અને એણે બાઇક પાછી ફરી રોડ પર લીધી. ત્યાં સુધીમાં સંયુક્તાએ એનાં ફોનથી ક્યાંક મેસેજ કર્યો હું જઇ રહી છું. મેં કીધું છે એ કામ પાછળને પાછળ પુરુ કરો. મેસેજ લખી ફોન બંધ કરીને સાગર બાઇક લઇને આવ્યો અને એ પાછલ જ બેસી ગઇ. સંયુક્તા હાથે કરીને સાગરની પાછળ ચપોચપ બેસી અને સાગરની પીઠ અને એની છાતી એકબીજાનાં સ્પર્શમાં આવી ગયાં. 
સાગરને એટલો ગુસ્સો આવ્યો એ થોડો આગળની તરફ સરકતો જેથી સંયુક્તાનો સ્પર્શ ના થાય. પરંતુ એનાં નસીબે આગળ મોટો રોડ પર બમ્પ  આવ્યો અને આંચકા સાથે બાઇક એને પસાર કરી ગઇ પણ સંયુક્તા વધુ જોરથી એનાં તરફ સરકી ગઇ અને જાણે ડરી ગઇ હોયએમ એણે સાગરને બે હાથે જોરથી વળગીને પકડી લીધો. એજ પાંચ સેકન્ડ એણે સાગરનો સ્પર્શ કરીને ભીસી દીધો. પછી સાગરે કહ્યું "સાચવીને બેસ શું કરે છે ? સંયુક્તાએ કહ્યું "અરે સોરી યાર ! તેં કેવી બાઇક ચલાવી આ બમ્પ આવ્યો  અને હું હવે ધ્યાન રાખીશ એમ કહીને મનમાં મલકાવા લાગી. 
સંયુક્તાએ સાગરની બાઇકનાં મીરરમાંથી પાછળ જોયું એનાં પ્લાન પ્રમાણે બધુ ચાલી રહેલું અક્ષય થોડે દૂરથી એ લોકોની પાછળ જ હતો ને ફોટા અને વીડીઓ લેતો હતો બાઇક કોઇ બીજું ચલાવતું હતું એ ખુશ થઇ ગઇ કે ભાઇએ બરોબર ગોઠવ્યું છે. 
ટ્રાફીકમાં અચાનક કોઇ બાજુમાંથી નીકળી જાય કે એકદમ બ્રેક મારવી પડે ત્યારે સંયુક્તા આંચકાં વખતે હાથે કરીને સાગરને સ્પર્શ કરતી અને કરાવતી. સાગરને બધી જ સમજ હતી સંયુક્તાનાં શરીરમાં અને કપડાં ઉપર છાંટેલા પરફ્યુમની સ્ટ્રોગ સુગંધ એની નાકમાં પેસી ગયેલી સંયુક્તાનાં ઉભારનો મુલાયમ સ્પર્શ એને અંદરથી વિચલીત કરતો હતો. એને થયું આ મને શું થાય છે ? આ બલા હવે ક્યારે છૂટશે એણે ઝડપથી કચેરી પહોચવા બાઇક દોડાવી અને થોડાં સમયમાં કચેરી આવી એણે સાઇડમાં બાઇક પાર્ક કરી. સંયુક્તાએ મીઠું હસ્તાં કહ્યું " સાગર તું સાચેજ ખૂબ જ સરસ બાઇક ચલાવે છે આટલામાં સંતોષ ના થયો. કોઇવાર લોંગ ડ્રાઇવ તારી સાથે બાઇકપર જવું પડશે." સાગરે કહ્યું "તમારાં મોટાં લોકોને બાઇક પર થોડું ફરાય ? તમારે મર્સીડીઝમાં જ ફરવાનું હોય અને બાઇક પર પાછળની સીટ સીમા માટે રીઝવર્ડ છે. 
સીમાનું નામ સાંભળી સંયુક્તા અંદર અંદર સળગી ગઇ એણે મનમાં નક્કી કર્યું બહુ સીમા સીમા કરે છે હું તમને લોકોને જુદા કરીને ઝંપીશ. અને હું તારી બાઇક પર તને વળગીને જ ફરીશ હું પણ જોઊં છું તું કેવો ના પાડે છે. અમારાં ચક્રવ્યુહમાં ફસાયા પછી તું નીકળી નહીં શકે. અને એણે ગુમાનમાં સાગર સામે કટાક્ષ ભયું હાસ્ય કર્યું પછી બોલી મારે ક્યાં એની જગ્યા જોઇએ છે ? મેં તો માત્ર એક મિત્ર તરીકે કહ્યું છે ? સીમાની જગ્યા થોડી કોઇ લઇ શકે ? અને એ પણ મારી ખાસ મિત્ર છે મેં તો આપણી મિત્રતાનાં વાદે કીધું. મને ખબર છે સીમા સાગરની છે અને સાગર... આગળ બોલે પહેલાં સામેથી કંદર્પરાયનો ખાસ માણસ આવતો જોયો એટલે બંન્ને જણાની વાત અટકી... પરંતુ સંયુક્તાએ મનમાં કહ્યું અને સાગર ફક્ત મારો થઇને જ રહેશે. 
સાગરે કહ્યું" પાપા છે ને ઓફીસમાં ? રાઇટરે કહ્યું હાં સર ઉપરજ છે આપ ઉપર જાવ તેઓ રાહ જ જુએ છે. સાગરે આશ્ચર્ય સાથે કહ્યું " કેમ એમને ખબર છે ? હું આવવાનો છું ? રાઇટરે કહ્યું "સરને ખબર છે કોઇનો ફોન આવેલો કે મેમ સાથે તમે પણ આવો છો એટલે રાહ જુએ છે. 
સાગરે થોડાં આશ્ચર્ય સાથે કહ્યું "ભલે થેક્યું અને સંયુક્તાની સામે જોતાં કહ્યું "તે કીધુ છે પાપાને કે આપણે સાથે આવી રહ્યાં છીએ ? સયુંકતાએ કહ્યું મારે અંકલ સાથે વાત થઇ હતી પણ તું સાથે આવવાનો છે એવી વાત નથી થઇ. પણ હું સાથે આવવાનો છે એવી વાત નથી થઇ પરંતુ હું ઓફીસમાં રીપોર્ટ કરીને નીકળી હતી એટલે સરની એપોઇન્ટમેન્ટ લેવા ફોન થયો હશે એટલે કદાચ ઓફીસમાંથી કહ્યું હોય કે આપણે બંન્ને સાથે આવીએ છીએ. મારી ઓફીસમાં ખબર છે કે હું તારી સાથે કમીશ્નર ઓફીસ જઇ રહી છું. 
સાગરે કહ્યું "ઓહ ઓકે" પછી મનમાં વિચાર્યું આતો બહુ પહોચેલી છે ક્યાંય પુરાવા બાકી નથી રાખતી. સાચવવુ પડશે એની હોંશિયારી જ એને પછાડશે એ વાત નક્કી જ. પછી બોલ્યો "ચાલ પાપા પાસે જઇએ.
કંદર્પરાયે સાગર અને સંયુક્તાને જોઇને કહ્યું" આવો દિકરા સાગરે કહ્યું તમે કહો છો? એટલે કંદર્પરાય કહ્યું તમે બન્ને મારાં બચ્ચાં જ છો. અને પ્યુન ઠંડુ પાણી લઇને આવી આપીને ગયો. પછી કંદર્પરાયે ઇન્ટરકોમથી કહ્યું કે રાઇટરને બોલાવો. થોડીવાર પછી સામે મળેલાં એ રાઇટરજ આવી ગયાં અને કંદર્પરાયે સંયુક્તાની ફરિયાદ ઝીણવટી લખવા સૂચના આપી અને પછી ફોન કરીને એમનાં ખાસ માણસ સિધ્ધાર્થ ને બોલાવ્યો. સિધ્ધાર્થ આવીને અદબથી ઉભો રહ્યો. કંદર્પરાયે પ્રેમથી કહ્યું" સિધ્ધાર્થ સંયુક્તાના ફોન નંબર વગેરે ડીટેલ્સ લઇને તાત્કાલીક રીતે એનો ફોન સર્વેલન્સ અને ઓબઝર્વેશનમાં મૂકી દો. આ નંબર ઉપર જેટલાં ફોન આવે એ બધાની નોંધ લો અને બધાંજ નંબરનાં લોકેશન કાઢો. મને બધાંજ રીપોર્ટ તાત્કાલીક મળે એવી વ્યવસ્થા કરો. સંયુક્તાનાં અંગત ફોન હશે ઘરનાં ફ્રેન્ડ્રસ કે સગાનાં એ લોકોનાં તો સ્ક્રીનપર નામ આવશે જ એટલે કોઇ ચિંતા નથી. 
સંયુક્તાએ વચ્ચે બોલતાં કહ્યું" આ ફોન પર હવે મારાં અંગત કોઇ નહીં આવે મને જે ડર છે અને પ્રોબ્લેમ કરે છે એવાં જ ફોન આવશે કારણ કે મારાં આ બીજા નંબરની ખાસ અંગત અને જણાને અવગત કરાવી દીધાં છે અને નવો નંબર આપી દીધો છે. પછી સાગર સામે જોઇને કહ્યું. સાગરમેં તને નવા નંબરનો મેસેજ મોકલી દીધો છે પછી સાગરનાં હાવભાવ જોવાની પરવા કર્યા વિના કંદર્પરાયને કહ્યું" સર મને ખૂબ ડર લાગી ગયો છે એ માણસની તમે ચોક્કસ પગલા લઇ એને પકડી લો મારે કોઇજ સંબંધ નથી અને ક્યારેય નહોતો પછી રડવાનું નાટક ચાલુ કર્યું. કંદર્પરાયે સાગર સામે જોયું અને થોડીવાર એને રડવા દીધી. પછી સાગરને ઇશારો કર્યો ના છૂટકે સાગરે સંયુક્તાને ખભે થાભડીને કહ્યું "રડ નહીં. હવે બંધુ લખાઇ ગયું છે કોઇ ચિંતાનું કારણ નથી. સાગરને સ્પર્શ કરવો નહોતો ગમતો પછી સંયુક્તાએ એનાં હાથરૂમાલથી આંસુ લૂછી કહ્યું "થેંક્યુ સર.
કંદર્પરાયે કહ્યું " સાગર તમે લોકો જાવ બાકીનું અમે જોઇ લઇશું. કંદર્પરાયેનાં ખાસ માણસે સિધ્ધાર્થે બધુ જ માર્ક કર્યું એને ખબર પડી જ ગઇ કે આ નાટક જ કરતી હતી. એને પણ ગુસ્સો આવ્યો. સાગરની સામે એવી રીતે જોયું સાગર સમજી ગયો અને કટાક્ષમાં હસીને જવાબ આપ્યો. પછી સાગરે કહ્યું ઓકે સર અમે જઇએ... કંદર્પરાયે કહ્યું ઓકે પછી વાત કરશું. 
સાગર અને સંયુક્તા બંન્ને નીચે આવ્યા. સાગર બાઇક પાસે આવ્યો અને સંયુક્તા એકદમ જ સાગરનાં ખભે માથું મૂકીને રડવા લાગી. સાગરને સમજાયું જ નહીં કે એ શું કરે ? કચેરી કમ્પાઉન્ડમાં પણ બધા જોયાં કરતાં હતાં બધા માટે એક જોવાલાયક સીન બની ગયો. સાગરને શરમ આવતી હતી એ સંકોચમાં પડી ગયો એણે સંયુક્તાને કહ્યું "અરે શું શું કેમ રડે છે ? પાછું શું થયું ? સંયુક્તાએ નાટક આગળ ચલાવતા સાગરનાં ગળામાં હાથ ભેરવીને રડવાનું ચાલુ રાખ્યું સાગરે હળવેથી એનો હાથ કાઢ્યો અને કહ્યું હવે કોઇ ચિંતાનું કારણ નથી સ્વસ્થ થા..
સાગર સંયુક્તાનો હાથ છોડાવે ત્યાં સુધીમાં ફોટાં પડી ગેયલાં અને વીડીયો ઉતરી ગયેલો સંયુક્તાએ સ્વસ્થ થતાં કહ્યું "સાગર સોરી હું થોડી ઇમોશનલ થઇ ગઇ હતી. તને ખબર છે હું સાવ એકલી છું મને સમજનાર કોઇ નથી મારી સંવેદનાઓ મને તડપાવે છે. ભાઇ એનાં જીવનમાં બીઝી છે પાપા મંમી એ લોકોમાં કોલેજ પછી મિત્રો પણ પોતપોતાની લાઇફમાં. હું તો સાવ મારી લાઇફ સ્પોઇલ કરી બેઠી છું. મારું કોઇ નથી ઉપરથી આ ભૂપેન્દ્રનો ડર મને એણે ક્યાંયની નથી રાખી. સાગર હું ખૂબ જ દુઃખી છું સાવ એકલી છું બધાને ઉપરથી લાગે કે હું કેટલી સુખી છું બધુ જ છે મારી પાસે, પરંતુ મારુ પ્રેમભર્યુ દીલ સાવ ભાંગી ગયુ છે મને અસલ પીડા છે. તારાં જેવાં મિત્ર સાથે દીલ ખોલીને વાત કરીને મને સારું લાગે છે. તને ખબર છે મને રડવુ કેમ આવ્યું ? હું ગમે તેટલી તકલીફમાં હોય હું ક્યારેય રડી નથી પરંતુ તારાં પિતા ભલે કમીશ્નર છે પણ એમની માયાળુ વાતો અને તમારા સંસ્કાર મને સ્પર્શી ગયાં તમારાં જેવું કુટુંબ કાશ મને મળ્યું હોત. સીમા ખરેખર ખૂબ જ ખુશનસીબ છે સાચું કહું મને એની મીઠી ઇર્ષ્યા આવે છે પરંતુ મારી ખાસ મિત્ર છે હું એનું ખૂબ સારું જ ઇચ્છું છું. 
"તારાં ખભા પર માથું રાખીને રડવાથી સાગર મને કેટલી સાંત્વના મળી છે એ હું જ જાણું છું. સોરી બધાની સામે હું મારાં ઇમોશન કાબૂ ના કરી શકી. માફ કરજે. મેં તને ખૂબ તકલીફ આપી સાગર. થેક્યુ. અગેઇન કે તું મારી સાથે આવ્યો મને મદદ કરી. હવે હું અહીંથી રીક્ષામાં કાર પાસે જતી રહીશ તું ઓફીસ છોડીને આવ્યો છે તારું કામ બગડશે જાતે જતી રહીશ. 
સાગરને થયું આમ આને એકલીને... એ ખૂબ ડીસ્ટર્બ છે હું જ ડ્રોપ કરી દઊં. સાગરનાં સંસ્કાર આડા આવ્યા અને એણે મૂકી જવા ઓફર કરી. સંયુક્તા ઓળખતી જ હતી કે સાગર મને એકલી નહીં જ મોકલે એટલે એણે હાથે કરીને એકલી જવા કહ્યું. એણે કહ્યું. "શ્યોર તારે લેટ નહીં થાયને તો જ આવ. સાગરે કહ્યું ના હું તને કાર પાસે ડ્રોપ કરીને જતો રહીશ કારણેકે રસ્તો તો એજ છે પાછા જવા માટે. 
સંયુક્તા આનંદથી જાણે એ જંગ જીતી હોય એમ સાગરની પાછળ બેસી ગઇ  અને થોડીવારમાં પોતાનાં રંગમાં આવી ગઇ પાછી સાગરને સ્પર્શતી ચપોચપ પક્ડીને બેસી ગઇ. 
સાગરે સંયુક્તાની હરકતો સહી લીધી અને એને એની કાર પાસે ડ્રોપ કરી સંયુક્તાએ કહ્યું" સાગર થેક્યું વેરી મચ તારી સાથેની આવી મસ્ત સવારી હું ક્યારેય નહીં ભૂલૂ અને નટફટની જેમ એક આંખ મારી કહ્યું આશા છે તું પણ નહીં ભૂલે. થેક્યું ડીયર એમ કહીને પાછળ જોયા વિના કાર તરફ જતી રહી. સાગર એને ડ્રોપ કરીને ઓફીસ તરફ બાઇક લઇ લીધી. એને થયું આજનો દિવસ મને જાણે ગમતો જ નથી. સંયુક્તાએ મિત્રનાં ઓછા હેઠળ ઘણી છુટઠાટ લીધી છે મને ગમ્યુ નથી અને સીમા પ્રત્યેની વફાદારીમાં આ અડચણ જ ગણાય. પણ આમાં મારો વાંક પણ નથી. સંજોગોએ મારો લાભ ઉઠાવ્યો છે હું ફરી ક્યારેય આવું નહીં જ થવા દઊં આમ વિચારતાં વિચારતાં ઓફીસ આવી ગઇ અને એ ઉપર એની ચેમ્બરમાં આવી બેઠો. 
સાગરને આવેલો જોઇને વિરાટ પાછળ પાછળ જ એની ચેમ્બરમાં આવ્યો અને બધો રીપોર્ટ પૂછ્યો. સાગરે બધી જ વાત જણાવી કે એણે ભૂરાની ફરિયાદ લખાવી છે અને નંબર સર્વેલાન્સમાં મૂક્યો છે. બધી વાત કરી રડી અને આશ્વાસન વિગેરે આપ્યું પણ સાગરે આવતા જતાં સંયુક્તાએ કરેલી હરકતોનો ક્યાંય ઉલ્લેખ ના કર્યો ના એવું કીધું કે કાળાઘોડા સર્કલની બાઇક પર સાથે ગયેલાં વિરાટે કહ્યું એક રીતે સારું થયું ફોન નંબર ઓબઝર્વેશનમાં મૂક્યો ભૂરાનું પગેરું એનાંથી ચોક્સ મળી જશે. હું પણ કમીશ્નર ઓફીસમાં સિધ્ધાર્થ સાથે વાત કરી લઊં છું કે બિલની જે થાય બધીજ ડીટેલ્સ અહીં આપણી સાથે શેર કરે કારણ કે એ ભૂરાને તો મારે જ પકડવો છે એવી ઇચ્છા છે અને સાગર તારાં બોર્ડ પર પણ બધી માહિતી આવશે જ એટલે તું પણ એલર્ટ રહેજે. 
સાગરે કહ્યું હા ભાઇ હું એલર્ટ જ છું. મને બસ હવે આ ત્રણ દિવસ નીકળી જાય એજ છે. પાપાનું ફંકશન સરસ રીતે પતી જાય એટલે શાંતિ પછી હું ખાઇખપુચીને આ લોકોની પાછળ પડી જવાનો છું આટલાં બધાં બળાત્કાર થાય છે એમાંય સુરતમાં તો નાની નાની બાળકીઓ પર રેપ થાય છે પછી મારી નાંખે છે આ સમસ્યાને જળમૂળથી ઉખેડી નાંખવી છે. 
વિરાટે કહ્યું તારી વાત સાચી છે પણ આ રેપકાંડમાં ભૂરો નથી એ ચોક્કસ છે. ઇમરાનની ટોળી હતી અને હવે એનાં છુટાછવાય ગુંડાઓ અને સ્થાનિક લુખાઓ જ છે. 
વિરાટ અને સાગર ચર્ચા કરતાં રહ્યાં અને ફંકશન સમયે શું તકેદારી રાખવી એની ચર્ચા કરી. ખાસ કરીને સંયુક્તાનાં પ્રોટેકશન માટે વિચાર્યું હતું. સાગરે કહ્યું હવે બે દિવસ મને સમય આપવો પડશે અમે રીહર્સલ કરીને પ્રોગ્રામની તૈયારી ફાઇનલ કરી લઇએ વિરાટે કહ્યું "અરે બિન્દાસ તું તારું કરી લે હું અહીં બધુ જ જોઇ લઇશ કંઇ પણ જરૃર પડશે તો જ તને ડીસ્ટર્બ કરીશ તું નિશ્ચિંત થઇ જા અ હાં અક્ષ્યથી સાવધ રહેજે જે એ તારી પાસે આવે અને કંઇ કહે તો મને જાણ કરજે કારણ કે હવે એ સાવ ખરીદાઇ ગયો છે એ હવે આપણાં ગ્રુપ કરતાં રણજીતનો જ ખાસ માણસ થઇ ગયો છે. મને તો જાણવા મળ્યું છે કે હવે રણજીત જોડે રહીને એની રાતો પણ રંગીન કરી રહ્યો છે અને બેસુમાર ડ્રીંક પણ લઇ રહ્યો છે એટલે એનાંથી ખાસ સાવચેત રહેજે. એની એક વીડીયો ક્લીપ મારી પાસે આવવાની છે આવશે એટલે જણાવીશ બતાવીશ. સાગર કહે તમારી પાસે ક્યાંથી આવી જાય છે આટલી સોલીડ માહિતી ? મને જણાવશો બતાવો જ.
વિરાટે કહ્યું આજકાલમાં રીસોર્ટ પર પાર્ટી છે એવું જાણવા મળ્યું છે એ સમયે મારાં ખાસ માણસને સૂચના આપી છે કે એ પાર્ટીનો વીડીઓ ઉતારીને મને મોકલશે. એટલે ઉતરશે એટલે આપણી પાસે આવી જ જશે. સાગરે આતુરતા બતાવી પૂછ્યું કોણ છે એ તમારો ખાસ માણસ ?"
વિરાટે કહ્યું "એ સમય આવશે કહીશ. પણ એટલું કહું કે રણજીતનાં સ્ટાફનો જ માણસ ફોડેલો છે એમ કહીને હસવા લાગ્યો સાગરે કહ્યું "અરે ભાઇ તમારું કામકાજ તો ભારે છે." વિરાટે કહ્યું આગળ જો બધુ કેવું કેવું બ્હાર આવે છે.....
પ્રકરણ -18 સમાપ્ત
સંયુક્તાએ કારમાં બેસીને રણજીતને ફોન લગાવ્યો. રણજીતે કહ્યું "બ્હેના જોરદાર એક્ટીંગ બધી જ વીડીયો ઉતરી બધાંજ ફોટાં પડી ગયાં હવે જો તું આપણે કેવો ચક્રવ્યુહ રચીએ છીએ. સાગર તારાં ચરણોમાં અને સીમા મારી બાહોમાં.... સંયુક્તાએ કહ્યું "ભાઇ સાચવીને સાગર ખૂબ ચતુર છે અને એક ખરોચ ના આવે ના વાળ વાંકો થાય બાકી એ હવે મારો જ થઇને રહેશે.