મિસ્ટર યાદ - ભાગ ૩

    સુમનબહેને દક્ષને જમવા માટે બોલાવ્યો. દક્ષ ડાઈનિંગ ટેબલ પર બેસવા જતો હતો કે દક્ષના હાથમાં રહેલો મોબાઈલ નીચે પડ્યો. દક્ષ મોબાઈલ લેવા નીચે નમ્યો. તે ક્ષણે દક્ષની નજર સામે મહેકનો ચહેરો તરવરવા લાગ્યો. આવી જ કોઈ ક્ષણે બંનેના મોબાઈલ નીચે પડ્યા હતા. 

आज भी कई सवाल है
इस दिल में
प्यार का गम बेशुमार है
इस दिल मे
कुछ कह नहीं पाता 
ये दिल मगर 
किसी दिल के लिए 
बहुत प्यार है इस दिल में ।

દક્ષ ફરી ભૂતકાળમાં સરી પડ્યો.

    એક દિવસે મહેક મોબાઈલમાં જોતા જોતા આવતી હતી. સામેથી દક્ષ પણ આવતો હતો. 
મહેક કે દક્ષ બંનેનું ધ્યાન નહોતું. બંને ભટકાયા. 

મહેકની બે-ત્રણ બુકો અને મોબાઈલ નીચે પડી ગયા. દક્ષનો મોબાઈલ પણ નીચે પડી ગયો. 

"SORRY" એમ કહી દક્ષ બુક અને મોબાઈલ આપવા જતો હતો કે મહેકને જોઈને બુક અને મોબાઈલ પાછા વ્યવસ્થિત રીતે નીચે મૂકી દીધા. 

"સારું કે મે એની નોટ્સબુક અને મોબાઈલ ન આપ્યા નહિ તો કહેતે મદદ કરવાના બહાને મારી સાથે વાત કરવાની કોશિશ કરે છે. આને તો હેલ્પ કરતા પણ વિચારવું પડે, નહિ તો બીજા ગાલે પણ થપ્પડ પડી ચૂકી હોત. આટલેથી જવામાં જ ભલાઈ છે." એમ સ્વગત જ બોલતા બોલતા દક્ષે પોતાનો નીચે પડેલો મોબાઈલ લીધો અને ચાલવા લાગ્યો. 

મહેક:- "ઑ હેલો મિ. દક્ષ શું કહ્યું તે?" 

દક્ષ:- "Look miss લેડી દબંગ મને તારી સાથે વાત કરવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. સમજી?"

મહેક:- "તો મને પણ કંઈ રસ નથી તારી સાથે વાત કરવામાં અને હા તું જે હમણા બોલ્યો ને એ બધુ સમજુ છું. જે બોલવું હોય તે મારી સામે બોલ."

"રહેવા દે...અને બોલી દઈશ તો શું ખબર તું મને બીજા ગાલે પણ થપ્પડ મારી દે." દક્ષ એની સામે જોઈને બોલ્યો.

     દક્ષના ચહેરા પરના હાવભાવ જોઈ અને દક્ષ અત્યારે જેવી રીતના બોલ્યો એ સાંભળી મહેક ખડખડાટ હસી પડી. મહેકને આ રીતે ખુલ્લા મનથી હસતા જોઈ દક્ષ પણ મંદ મંદ હસવા લાગ્યો. 

દક્ષ આ રીતે બોલ્યો એટલે મહેકને થોડું હ્દયમાં  સહેજ શૂળ વાગ્યું હોય એવી લાગણી થઈ. 

મહેક:- "Hey દક્ષ...Sorry...Look મારો ઈરાદો તને થપ્પડ મારવાનો જરાય નહોતો. મને લાગ્યું કે તું પણ બીજા લફંગા છોકરાઓની જેમ....."

"It's ok...આટલી સફાઈ આપવાની જરૂર નથી. તે દિવસ માટે I am really sorry." મહેકની વાત વચ્ચેથી કાપતા દક્ષે કહ્યું અને ત્યાંથી તરત જ જતો રહ્યો. 

    મહેક કંઈ કહેવાની હતી પણ એ પહેલાં જ દક્ષ જતો રહ્યો. ધીરે ધીરે મહેકને દક્ષને લઈને જે ગેરસમજ હતી તે દૂર થઈ જાય છે. ક્યારેક ક્યારેક એમજ  ગિટાર લઈ ગીત ગાતા દક્ષને મહેક જોતી. ખરેખર દક્ષના અવાજમાં એવી લાગણી હતી જે સામેનું હ્દય અનુભવી શકતું. દિવસમાં એકાદ-બે વાર અનાયાસે દક્ષ અને મહેકની નજર મળતી ત્યારે સ્માઈલની આપ લે થતી. 

     એક દિવસ મહેક ક્લાસમાંથી કિંજલ સાથે કેન્ટીનમાં જતી હતી ત્યારે મહેકના હાથથી બેંચ પર મૂકેલી દક્ષની નોટબુક નીચે પડી ગઈ.
મહેકે તરત નોટબુક લઈ દક્ષને આપતા કહ્યું
"Sorry"

"It'ok and thanks" દક્ષ આટલું કહી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. 

મહેક:- "દક્ષ બહુ બીઝી છે?"

દક્ષ:- "ના રે. બોલ...કંઈ કામ છે?"

મહેક:- "એક વાત કહેવી છે."

દક્ષ:- "શું...બોલ..."

મહેક:- "શું આપણે...."

"આપણે શું? બોલ...કેમ અટકી ગઈ?" દક્ષે શાંતિથી કહ્યું.

મહેક:- "આપણે ફ્રેન્ડ બની શકીએ. જો તારી ઈચ્છા હોય તો..!!"

"why not...!!" એમ કહી દક્ષ shake hand કરે છે. મહેક પણ દક્ષ સાથે હાથ મિલાવે છે. 

પછી મહેક, સ્વાતિ અને કિંજલ કેન્ટીનમાં નાસ્તો કરતા હોય છે. એટલામાં જ દક્ષ અને એના મિત્રો કેન્ટીનમાં આવે છે. 

મહેક:- "hey guys please join us."

    દક્ષ અને એના મિત્રો ખુરશી લઈ એમની સાથે બેસી ગયા. દક્ષ અને મહેકે એકબીજાના મિત્રોનો પરિચય કરાવ્યો. બધાએ એકબીજાને Hi hello કહ્યું. 

    નાસ્તો કરી બધા ક્લાસમાં જવા માટે ઉભા થયા. બધા ક્લાસમાં જ આવતા હતા ત્યારે જ ખબર પડી કે દામિની મેડમ તો નથી આવ્યા એટલે લેક્ચર ફ્રી છે. 

મહેક:- "ચાલો સારું થયું લેક્ચર ફ્રી છે. ચાલ કિંજલ-સ્વાતિ આપણે લાઈબ્રેરીમાં જઈએ."

સ્વાતિ:- "ના મને લાઈબ્રેરીમાં જવાનું બોરિંગ લાગે છે."

કિંજલ:- "મારી પણ જવાની ઈચ્છા નથી. મને પણ વાંચવાનું બોરિંગ લાગે."

સ્વાતિ:- "Guys ચાલોને આપણે કોલેજની પાછળના બાગમાં જઈને બેસીએ."

કાર્તિક:- "Good idea..."

દક્ષ,અજય,કેશવ,કાર્તિક,સ્વાતિ,કિંજલ બધા એ તરફ ચાલવા લાગે છે.

"Come on કેમ ઉભી છે? ચાલ..." દક્ષે પાછળ ફરીને જોતા ત્યાં જ ઉભેલી મહેકને કહ્યું.

મહેક:- "દક્ષ આપણે ફ્રેન્ડ છીએ ને?"

દક્ષ:- "Of course...પણ એમ કેમ પૂછ્યું?"

મહેક:- "તો ચાલ લાઈબ્રેરીમાં."

દક્ષ:- "પણ મને વાંચવાનું બહુ બોરિંગ લાગે."

મહેક:- "સ્વાતિ અને કિંજલને વાંચવામાં રસ નથી એ તો સમજી શકાય પણ તને પણ રસ નથી. તું તો સંગીતનો કદરદાન છે છતા પણ તને વાંચવામાં રસ નથી."

દક્ષ:- "સંગીતને અને વાંચનને શું લેવાદેવા?"

મહેક:- "કવિતા કે ગઝલ વાંચીને તને ઘણા Idea આવશે. તું ચાલ તો ખરો..!!"

દક્ષ:- "Ok ચાલ..."

દક્ષ:- "Hey guys તમે જાઓ બાગમાં...અમે થોડીવારમાં આવીએ."

દક્ષ અને મહેક લાઈબ્રેરીમાં ગયા. મહેકે હંમેશની જેમ મેગેઝિન લીધુ અને પાના ફેરવવા લાગી. 

દક્ષ:- "ક્યારની પાના ઉથલાવે છે...શું શોધે છે?"

"એક કવિ છે જે બહુ મસ્ત ગઝલ લખે છે. હું એની બહુ મોટી ફેન છું. શું ગઝલ લખે છે યાર..!!" મહેક ખુશ થતા બોલી. 

મહેક:- "આ રહ્યું...મળી ગયું..."

મહેકે પોતે એ ગઝલ વાંચી. દક્ષને પણ વાંચવા આપી. 

ક્યારેક કાંઈક એવું કેમ ખૂંચતું હશે?
હ્દય જે નથી પાસ એ જ કેમ ચાહતું હશે?

જે હતી ખબર, એક કલ્પના છે એ
છતાંય છે હકીકત, એવું તે કેમ માનતું હશે?

મુસ્કાન હતી એ ક્ષણભંગુર જ
આશા એ વાતની તોયે જીવનભર કેમ રાખતું હશે?

એક ઝલકની આડમાં વરસાદ તણી
ટાઢક એ ધોધમાર સમી કેમ માંગતું હશે?

દક્ષ આ ગઝલ વાંચીને મંદ મંદ હસ્યો.

મહેક:- "ગમી ને એ ગઝલ? એટલે જ તારા ચહેરા પર સ્માઈલ આવી ગઈ. RIGHT?"

દક્ષ:- "હા ખરેખર બહુ સરસ ગઝલ લખે છે."

મહેક:- "કાશ એ ગઝલકારને હું રૂબરૂ મળી શકતે. પણ એણે તો પોતાનું નામ સુધ્ધાં નથી જણાવ્યું. કોણ હશે આ Mr.yaad?"

દક્ષ:- "બહુ જલ્દી તારી આ વિશ પૂરી થશે... "

મહેક:- "Really? પણ કેવી રીતે? શું તું Mr.yaadને ઓળખે છે?"

દક્ષ:- "ના નથી ઓળખતો. પણ હું તારી મુલાકાત કરાવી દઈશ. એક સ્પેશિયલ ફ્રેન્ડ માટે  આટલું તો દક્ષ સુર્યવંશી કરી જ શકે."

મહેક:- "Thank you..."

દક્ષ:- "Ok ચાલ...બાગમાં જઈએ. આપણા ફ્રેન્ડસ આપણી રાહ જોતા હશે."

દક્ષ અને મહેકની મિત્રતા થઈ તેથી દક્ષ અને મહેક બંને ખુશ હતા.  

    સુમનબહેને દક્ષને જમવા માટે કહ્યું. પણ દક્ષ તો ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. સુમનબહેને દક્ષનો ખભો પકડી હલાવ્યો ત્યારે દક્ષ મહેકના વિચારોમાંથી બહાર આવ્યો.

કેવી અજીબ છે આ જીંદગી..!
એમાં પણ કેટલી Complicated છે આપણી Hopes..!
તારા ગયા પછી પણ,
તું પાછી આવીશ એવી થોડી Hope તો રહી જ ગઈ...
તું ગઈ એના કરતાં વધુ તકલીફ તો,
આ Hope જ આપે છે.
તું આવીશ કે નહિ? આવીશ તો ક્યારે આવીશ?
આટલા ઈન્તેજાર પછી પણ નહીં આવે તો?
ન જાણે એવા કેટલાંય પ્રશ્નો સતાવ્યા જ કરે છે..
તારા આવવાનો ઈન્તેજાર તો કરી લઈશ,
પણ જો તું નહીં આવે તો એ પહેલી વખતના સ્વપ્નોને,
કદાચ કોઈ બીજા જોડે માણી નહીં શકું...
કદાચ એ જ પ્રેમ છે,કોઈ બીજાને આપી નહીં શકું...
કદાચ અધૂરા રહી ગયેલા સ્વપ્નોવાળી જિંદગીને અપનાવી,
એમાં ખુશ નહીં રહી શકું...

ક્રમશઃ

***