મિસ્ટર યાદ - ભાગ ૪

      એક સાંજે દક્ષ એમજ જરા લટાર મારવા નીકળ્યો હતો. સાથે ગિટાર પણ લઈ લીધું. એક જગ્યાએ બાગમાં જઈ બેઠો. ગિટાર લઈ Song ગાવા લાગ્યો. 

પહેલા વરસાદની પહેલી આ વાત છે...
મારી વાતોમાં તારી યાદ...
પહેલા વરસાદની પહેલી આ વાત છે...
મારી વાતોમાં તારી યાદ...

ગીત તું સંગીત તું...
મારી જીત મારી પ્રિત...
ગીત તું સંગીત તું...
મારી જીત મારી પ્રિત...

કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉં
દુનિયા ભૂલાઉં તારા માટે
કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉં

ભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિ
સદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિ
ભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિ
સદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિ

મારા વર્તનમાં, મારા શ્વાસમાં...
અહેસાસમાં, તારી યાદ...

કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉં
દુનિયા ભૂલાઉં તારા માટે
કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉં

      દક્ષ ફરી ભૂતકાળમાં સરી પડ્યો. આવી જ એક સાંજે દક્ષ અનાયાસે જ મહેકના ઘરની આગળ પસાર થયો હતો.
   
     કેટલીય વાર દક્ષ પોતાના માટે સમય કાઢતો. કેટલીય વાર દક્ષ ચાલતા ચાલતા બાગમાં પહોંચી જતો. કોઈક શાંત જગ્યાએ બેસી નવી ધૂન બનાવતો. દક્ષ ચા પીને ગિટાર લઈને બહાર નીકળ્યો. આજે પણ દક્ષને કોઈ બાગમાં જવાની ઈચ્છા થઈ.

   બાગમાં જઈ એક શાંત જગ્યાએ બેસી ધૂન બનાવવા લાગ્યો. દક્ષ પોતાની સાથે હોય ત્યારે દક્ષ એક અલગ જ દુનિયામાં વિહરતો હોય.
બાગમાંથી પાછો આવતો હતો. વચ્ચે એક સોસાયટીમાં જઈ દક્ષે શોર્ટકટ લેવાનો વિચાર કર્યો.

      દક્ષ એ તરફ જતો હતો કે દક્ષની નજર બાલ્કનીમાં ઉભેલી યુવતી તરફ પડી. પોતાના ભીના વાળને સરખા કરતી આ યુવતી બીજુ કોઈ નહિ પણ મહેક જ હતી. મહેક અને દક્ષ બંનેની નજર મળી. મહેકે હાથ ઉંચો કરી Hi નો ઈશારો કર્યો. દક્ષે પણ સ્માઈલ આપી. 
એટલામાં જ બેત્રણ યુવતી અને ચાર પાંચ યુવકો દક્ષ પાસે આવીને બોલ્યા "તમે દક્ષ સુર્યવંશી છો ને? You tube પર તમારા Video જોયા છે."

દક્ષ:- "Thank you so much...મને આનંદ થયો કે તમે મારી કલાને લીધે મને ઓળખો છો."

તેમાંની એક યુવતી બોલી: " સર પ્લીઝ કંઈક સંભળાવો."

એ આખુ ગ્રુપ બોલી ઉઠ્યું "હા સર બે-ચાર લીટી ગાઈને સંભળાવો પ્લીઝ સર..."

દક્ષ:- "Ok...ok..."

દક્ષે ગિટાર લઈ ગાવાની શરૂઆત કરી.

घर से निकलते ही, कुछ दूर चलते ही 
रस्ते में है उसका घर
कल सुबह देखा तो, बाल बनाती वो
खिड़की में आई नज़र

मासूम चेहरा, नीची निगाहें
भोली सी लड़की, भोली अदायें
ना अप्सरा है, ना वो परी है
लेकिन यह उसकी जादूगरी है
दीवाना कर दे वो, इक रँग भर दे वो
शर्मा के देखे जिधर
घर से निकलते ही...

लड़की है जैसे, कोई पहेली
कल जो मिली मुझको उसकी सहेली
मैंने कहा उसको, जा के ये कहना
अच्छा नहीं है, यूँ दूर रहना
कल शाम निकले वो, घर से टहलने को
मिलना जो चाहे अगर
घर से निकलते ही...

મહેક બાલ્કનીમાંથી નીચે આવી દક્ષ પાસે જાય છે. 

મહેક:-"Hi."

દક્ષ:- "Hey."

મહેક:- "આ મારું ઘર છે...Come"

દક્ષ:- "ના આજે નહિ. પછી કોઈક દિવસ..."

મહેક:- "ઑહ હું તો ભૂલી જ ગઈ. daksh survanshi એક સામાન્ય છોકરીના ઘરમાં કેવી રીતના આવે? Right?"

દક્ષ:- "તું નહિ જ માને...Ok ચાલ..."

દક્ષ મહેક સાથે ઘરમાં પ્રવેશે છે. 

મહેક પોતાના મમ્મી પપ્પાનો પરિચય આપે છે. 
અને દક્ષની ઓળખાણ કરાવે છે. ઔપચારિક વાતો થાય છે. 

ઉષાબહેન:- "બેટા તમે લોકો વાતો કરો. હું જમવાનું બનાવું છું."

અમૃતભાઈ:- "હા મારે પણ થોડું કામ છે. હું પણ એ કામ પૂરું કરી લઉં."

ઉષાબહેન અને અમૃતભાઈ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. 

મહેક:- "તું બેસ હું ચા બનાવી લાઉં."

દક્ષ:- "ચા પીને જ નીકળ્યો છું."

મહેક:- "તો શું થયું. મારા હાથની તો ચા પીવી જ પડે...!!"

દક્ષ:- "ઑહ તો તને ચા બનાવતા આવડે છે એમ?"

મહેક:- "લાગે છે કે આજ સુધી તને જેટલી ફ્રેન્ડ મળી એને ચા બનાવતા નહિ આવડતી હોય. એટલે તને એમ લાગે છે કે મને ચા બનાવતા નહિ આવડતી હોય. પણ બચ્ચુ એક વાર મારા હાથની ચા પીશે તો વારંવાર માંગશે. સમજ્યો?"

દક્ષ:- "તો તો હવે તારા હાથની ચા પીવી જ પડશે."

મહેક:- "બસ પાંચ જ મિનિટમાં આવી."

દક્ષ અને મહેક ચા પીએ છે. 

દક્ષ:- "વાહ...શું વાત છે...! તારી ચાનો સ્વાદ તો જીભ પર રહી જશે."

"એવું છે તો તમે દરરોજ આવી શકો છો મારા હાથની ચા પીવા માટે મિ. દક્ષ..." મહેક પોતાના આગવા અંદાજમાં બોલી.

દક્ષ:- "હું તો દરરોજ આવવા માટે તૈયાર જ છું...પણ ક્યાંક લોકોને એવું ન લાગે કે આપણા વચ્ચે કંઈક છે."

મહેક:- "કુછ તો લોગ કહેંગે...લોગો કા કામ હૈ કહેના..."

દક્ષ:- "ચાલ તો કાલે મળીયે."

મહેક:- "Ok...bye..."

દક્ષ:- "Bye..."

એટલામાં જ અમૃતભાઈ નીચે આવ્યા. 

અમૃતભાઈ:- "દક્ષ બેટા ઘરે આવતો રહેજે."

દક્ષ:- "જી અંકલ...હવે તો આવવાનું થતું રહેશે."

દક્ષના ગયા પછી મહેક વિચારવા લાગી કે દક્ષે આવું કેમ કહ્યું કે "લોકોને એવું લાગશે કે આપણા બે વચ્ચે કંઈ છે." 

"મહેક શું વિચારે છે? દક્ષ તો નટખટ સ્વભાવનો છે. પોતાના સ્વભાવ પ્રમાણે મજાકમાં બોલી દીધું હશે." એમ વિચારી મહેક ઉષાબહેનને રસોઈમાં મદદ કરવા રસોડામાં જતી રહી. 

     બીજે દિવસે કૉલેજમાં લેક્ચર પતી ગયા પછી દક્ષ અને એના મિત્રો કેન્ટીનમાં બેઠા હતા. મહેક અને તેની બે ફ્રેન્ડ પણ કેન્ટીનમાં દક્ષ હોય ત્યાં જઈને બેસે છે. નાસ્તો કર્યા બાદ પછી મહેક કહે છે "દક્ષ ચાલને લાઈબ્રેરીમાં જઈને Mr.yaad ની ગઝલ વાંચીએ."

દક્ષ:- "Ok..."

દક્ષ અને મહેક લાઈબ્રેરીમાં જાય છે. 

દક્ષ:- "એક વાત પૂછું?"

મહેક:- "હા બોલ ને?"

દક્ષ:- "પહેલા એ પ્રોમિસ આપ કે તું થપ્પડ નહિ મારે."

મહેક:- "દક્ષ હવે તું મને guilty feel કરાવે છે. જે કહેવું હોય તે બોલને." 

દક્ષ:- "Ohk...ohk...તને Mr.yaad ગમવા તો નથી લાગ્યો ને..!! I mean કે ઈશ્ક વિશ્ક તો નથી થઈ ગયો ને?"

મહેક:- "એવી મારી કિસ્મત ક્યાં છે? એ છોકરી કેટલી લકી હશે.. જે Mr.yaad સાથે લગ્ન કરશે. I wish કે કાશ મારી આવી કિસ્મત હોત..!!"

દક્ષ:- "Come on મહેક...શું મૂર્ખા જેવી વાત કરે છે? શું ખબર કેવો દેખાતો હોય?"

મહેક:- "પ્રેમ ચહેરો જોઈને ન થાય mr.daksh."

દક્ષ:- "Are you serious. Don't tell me કે તને Mr.yaad સાથે પ્રેમ થઈ ગયો છે."

મહેક:- "હા હું Mr.yaad ને ચાહું છું. Mr.yaadની ગઝલમાં કેટલું ઊંડાણ હોય છે. એના દરેકે દરેક શબ્દોમાં કેટલું દર્દ હોય છે. અને આમ પણ મને મેચ્યોર અને સમજદાર વ્યક્તિ વધારે ગમે છે."

દક્ષ:- "not fair હા...mr.yaad અહીં નથી તો આપણે એની કેમ વાત કરીએ છીએ? હું છું તું છે તો આપણે આપણી વાતો કરવી જોઈએ."

મહેક:- "હા તો બોલ શું કહેવું છે?"

દક્ષ:- "તારો મોબાઈલ નંબર આપને."

મહેક:- "કેમ?"

દક્ષ:- "મેં અનુમાન કરેલું જ કે તું "કેમ" એમ તો પૂછશે જ. લેડી દબંગ છે તું તો."

મહેક:-"Ok..ok...તારો મોબાઈલ નંબર બોલ. હું રીંગ કરું છું. તું Save કરી લેજે." 

     સાંજે દક્ષે મહેકને મેસેજ કર્યો. મહેકે પણ રિપ્લાય આપ્યો. ધીરે ધીરે દક્ષ અને મહેકની મિત્રતા વધવા લાગી. દક્ષ તો સ્વભાવગત મહેક સાથે બિન્દાસથી બધી વાત શેર કરતો. પ્રમાણમાં શાંત અને ધીરગંભીર મહેકને દક્ષની વાત સાંભળવી ગમતી.

રવિવારની સાંજે દક્ષે મહેકને ફોન કર્યો.

દક્ષ:- "Hi મહેક ચાલને મારી સાથે."

મહેક:- "ક્યાં?"

દક્ષ:- "હું લઈ જાઉં ત્યાં."

મહેક:- "Ok હું તૈયાર થઈને આવું છું."

દક્ષ:- "હું તને લેવા આવું છું ઘરે."

મહેક:- "Ok.."

      દક્ષ મહેકને લેવા આવે છે. દક્ષ બાઈક હંકારી મૂકે છે. દક્ષ મહેકને એક નજીકના ગામમાં લઈ જાય છે. નદી કિનારે બાંકડા પર બેસે છે. એકદમ નિરવ શાંતિ હતી. 

મહેક:- "કેમ મને અહીં લઈ આવ્યો?"

દક્ષ:- "મારે ખુદને મળવું હોય તો હું એવી સુંદર જગ્યા શોધી લઉં છું જ્યાં નિરવ શાંતિ હોય. જેથી હું પોતાને મળી શકું."

મહેક:- "પણ આજે અહીં તું એકલો નથી. હું પણ છું. તો આજે તું મને કેમ લઈ આવ્યો?"

દક્ષ:- "મને તારી સાથે રહેવું ગમે છે." 

મહેક:- "એક્ચ્યુલી દક્ષ મારે પણ તને કંઈક કહેવું છે."

દક્ષ:- "બોલ શું કહેવું છે?"

મહેક થોડીવાર ચૂપ રહી. 

દક્ષ:- "શું થયું? બોલ ને."

મહેક:- "મને પણ..."

દક્ષ:- "મૂંઝાઈશ નહિ. જે કહેવું હોય તે બોલી દે."

મહેક:- "મને પણ તારી સાથે ગમે છે."

મહેકની વાત સાંભળી દક્ષ ખડખડાટ હસી પડ્યો. 

મહેક:- "કેમ હસે છે?"

દક્ષ:- "ખાલી આટલું કહેવામાં તને આટલી વાર લાગી તો વિચાર કર. તારે કોઈકને I love you કહેવું હશે તો તું શું કરીશ? એમ કહી દક્ષ ફરી હસવા લાગ્યો."

મહેક:- "જા તને તો કંઈ કહેવા જેવું જ નથી."

દક્ષ:- "જો તને મારી સાથે ગમે છે અને મને તારી સાથે ગમે છે. Simlpe જ વાત છે. એટલું કહેવા માટે તું કેમ અચકાઈ ગઈ? આ વાત તો મને ઘણી છોકરીઓએ કહી છે." 

"દક્ષ તને દરેક વાત મજાક લાગે છે? મારા માટે આ વાત Simple નથી. OK?" મહેકે થોડું ગુસ્સામાં કહ્યું.

દક્ષ:- "Ok ok relax મહેક."

"જો દક્ષ અત્યાર સુધી મારી જીંદગીમાં ઘણાં છોકરાઓને પાઠ ભણાવ્યો છે. મારી જીંદગીમાં ઘણા ઓછા Male friend છે. જીંદગીમાં પહેલી વખત મેં એક છોકરાને કહ્યું છે કે મને તારી સાથે ગમે છે અને એ છોકરો તું છે. તને ઘણી છોકરીઓએ કહ્યું હશે અને તે પણ ઘણી બધી છોકરીઓને કહ્યું હશે. પણ મારા માટે આ વાત મહત્વની છે. હું એ છોકરીઓ જેવી નથી. હું થોડી Different છું." આટલું કહ્યું ત્યાં તો મહેકની આંખના ખૂણા ભીના થઈ ગયા. 

દક્ષ:- "Hey I am sorry. મારો ઈરાદો તને Hurt કરવાનો બિલકુલ નહોતો." 

મહેક:- "હું ઠીક છું. હું કંઈ એટલી સહેલાઈથી Hurt થાઉં એવી નથી. સમજ્યો?"

દક્ષ:- "હા હું તો ભૂલી જ ગયો કે તું તો લેડી દબંગ છે. લેડી દબંગ એટલી સહેલાઈથી Hurt થોડી થાય!!"

મહેક:- "હા તારી પેલી high socity girl જેવી નથી કે handsome અને hifi છોકરાઓને જોય એટલે લાઈન મારવા લાગી જાય. હું થોડી Different છું. Ok?"

દક્ષ:- "actually બધી છોકરીઓ એવી જ હોય છે. અમીર છોકરાઓને ફસાવવા આવી જાય."

મહેક:- "તને આજ સુધી મારા જેવી કોઈ મળી નથી ને એટલે તને એવું લાગે છે કે બધી છોકરીઓ અમીર છોકરાની પાછળ હોય. દક્ષ બહુ ઓછી છોકરી હોય જેને માત્ર પ્રેમ અને માત્ર પ્રેમ જ જોઈતો હોય."

દક્ષ:- "જો કે આજ સુધી મને એવું કોઈ મળ્યું નથી."

મહેક:- "તારા કહેવાનો મતલબ શું છે કે હું પણ એ છોકરીઓ જેવી જ છું."

દક્ષ:- "અરે યાર છોડને એ વાત."

મહેક:- "ના પહેલા મને કહે કે તું એવું વિચારે છે કે હું પણ કોઈ અમીર છોકરાને ફસાવીશ એમ."

દક્ષ:- "Come on મહેક તું પણ શું આ વાત લઈને બેસી ગઈ."

મહેક:- "સારું ચલ તો હવે જઈએ."

દક્ષ:- "Ok...રસ્તામાં કશે નાસ્તો કરીને જઈશું." 

મહેક:- "Ok..."

નાસ્તો કરી દક્ષ મહેકને ઘરે મૂકી આવે છે. 

      થોડીવાર પછી ધીમે ધીમે વરસાદ પડવા લાગ્યો. દક્ષ મહેકની યાદોમાંથી બહાર આવ્યો.
એક ચાની લારી પાસેના ઝાડ નીચે ઉભો રહી વરસતા વરસાદને જોઈ રહ્યો.

થયું પલળુ વરસાદમાં મન મૂકીને
ગાલ પર પાણીનો સ્પર્શ થયો અને યાદ આવી તમારી...એ મુલાકાતો સંભારી આવી પલળ્યા હતા સાથે...એ જ જૂની યાદો અને એ જ જૂની લાગણી સાથે....પલળવું છે ફરી તમારા સાથે હાથમાં હાથ પરોવી...જિંદગીના છેલ્લાં વરસાદ સુધી...છેલ્લાં શ્વાસ સુધી...

એ ખૂણો ક્યારેય નહીં સુકાય...
જ્યાં તારા પ્રેમનો વરસાદ
બારે માસ વરસ્યા કરે છે..

ક્રમશઃ***