Mister yaad - 5 books and stories free download online pdf in Gujarati

મિસ્ટર યાદ - ભાગ ૫

तुमहारे साथ बिताये चन्द लम्हे वही
बन गई ज़िन्दगी हमारी
ज़िन्दगी किसे कहते है वो
अब हम नहीं जानना चाहते।

   પોતાની વાતોથી મહેકની લાગણીઓને ઠેસ પહોંચી હતી ત્યારે મહેક કેવી રિસાઈ ગઈ હતી. 

   મહેક એ જ વિચારતી રહી કે દક્ષ મારા વિશે આવુ કેમ વિચારે છે? તે દિવસે મહેકનું મન વ્યાકુળ થઈ ગયું હતું.

બીજા દિવસે કૉલેજમાં દક્ષ અને મહેકનું ગૃપ કેન્ટીનમા બેઠા હતા. 

સ્વાતિ:- "ચાલો યાર બાગમાં બેસીને કંઈ ઠંડુ પી લઈએ."

કાર્તિક:- "હા યાર ચાલો chill મારીએ."

દક્ષ મનમાં વિચારવા લાગ્યો કે મહેક તો પોતાની સાથે લાઈબ્રેરીમાં લઈ જશે. 

"Ok તમે બાગમાં જાઓ. હું પછી તમને Join કરીશ. હું એકવાર લાઈબ્રેરીમાં જઈ આવું." એમ કહી મહેક તરત જ લાઈબ્રેરી તરફ જવા લાગી.

દક્ષને આજે ખૂબ નવાઈ લાગી કે મહેક હંમેશા પોતાની સાથે આવવાનું કહેતી તો આજે કેમ ન બોલાવી ગઈ. 

"તમે જાઓ. હું બસ હમણાં આવ્યો." એમ કહી દક્ષ મહેકની પાછળ ગયો. 

દક્ષ:- "Hey મહેક."

મહેકે પાછળ ફરી જોયું. 

"ઑહ દક્ષ તું તારા ફ્રેન્ડ સાથે ગયો નહિ." મહેકે સ્માઈલ આપી કહ્યું.

દક્ષ:- "હું તો દરરોજ તારી સાથે લાઈબ્રેરી આવું છું ને..!!"

મહેક:- "ઓ હા...Sorry પણ મને એમ લાગ્યું કે હું તને દરરોજ જબરજસ્તી બોલાવી જાઉં છું ને. તો મેં વિચાર્યું કે આજે ન બોલાવું. એમ પણ તને વાંચવું બોરિંગ લાગે છે ને એટલે. જો તારી આવવાની ઈચ્છા હોય તો આવી શકે છે."

દક્ષ:- "Ok તું જઈ આવ. પણ પછી તો તું બાગમાં આવીશ ને?"

"Ok હું નોવેલ વાંચીને આવી જઈશ." આટલું કહી મહેક લાઈબ્રેરીમાં જતી રહી અને દક્ષ બાગમાં.

ખાસ્સી વાર થઈ ગઈ પણ મહેક બાગમાં ન આવી. દક્ષ પણ રાહ મહેકની રાહ જોઈને થાક્યો. 

સ્વાતિ:- "અરે આજે મહેક કેમ ન આવી. હવે તો બ્રેક ટાઈમ પણ પૂરો થઈ ગયો." 

"Ok હું ફોન કરું છું." એમ કહી કિંજલે ફોન કર્યો. વાત કર્યા પછી ફોન ડિસ્કનેક્ટ કર્યો.

કિંજલ:- "એ આપણને હવે ક્લાસમાં જ મળશે."

દક્ષને મહેકનું આ વર્તન ન ગમ્યું. 

     દક્ષ અને દક્ષનું ગૃપ બાગમાંથી ક્લાસમાં આવતા હતા. મહેક પણ લાઈબ્રેરીમાંથી ક્લાસમાં આવતી હતી. દક્ષે મહેક તરફ જોયું. દક્ષની આંખોમાં સવાલો હતા. મહેક સમજી ગઈ.

"દક્ષ Sorry હું આજે ન આવી શકી પણ શું કરું એટલી સરસ નવલકથા મને મળી ગઈ કે ત્યાંથી ઉઠવાનું મન જ ન થયું. એટલો બધો રસ પડી ગયો કે ટાઈમની ખબર જ ન રહી. Wow શું નોવેલ છે યાર!! હું તો કાલે જઈ પાછી વાંચીશ. હજી સુધી મે પૂરી નથી કરી." મહેક ખુશ થતા બોલી. 

      દક્ષને લાગ્યું કે ખરેખર મહેક વાંચવામા મગ્ન બની ગઈ હશે. ઘરે જઈ દક્ષે મહેકને મેસેજ કર્યો પણ મહેકે મોબાઈલના ડેટા ઑફ કર્યા હતા. રાતના ઊંઘવા ત્યારે મહેકે મોબાઈલમાં જોયું તો દક્ષનો મેસેજ હતો પણ મહેકે રિપ્લાય ન આપ્યો. બે-ત્રણ દિવસ દક્ષે અનુભવ્યું કે મહેક પોતાની સાથે પહેલાંની માફક નથી રહેતી. 
બીજા દિવસે દક્ષ અને એના મિત્રો દરરોજની જેમ કેન્ટીનમાં ગપ્પા મારતા નાસ્તો કરી રહ્યા હતા. કૉલેજની અન્ય યુવતીઓ પણ દક્ષના ટેબલ પાસે જઈને hi hello કરતી બેસી જાય છે. સ્વાતિ, કિંજલ અને મહેક કેન્ટીનમાં આવે છે. સ્વાતિ અને કિંજલ તો દક્ષનું ગૃપ હતું ત્યાં જતા હતા પણ મહેકે કહ્યું "ત્યાં વધારે ભીડ થઈ ગઈ છે. એમ પણ ત્યાં આપણા માટે જગ્યા નથી. તો આપણે  આટલે જ બેસી જઈએ." દક્ષ મહેકની રાહ જોઈ રહ્યો હતો. દક્ષે આમતેમ નજર કરી તો મહેક ખૂણામાં બેસી નાસ્તો કરી રહી હતી. 

દક્ષને થોડો ગુસ્સો આવ્યો. નાસ્તો કરી મહેક લાઈબ્રેરીમાં જતી હતી. એટલામાં જ ત્યાં દક્ષ આવ્યો અને કહ્યું " ક્યારની રાહ જોતો હતો તારી અને આજે કેમ ત્યાં જઈને બેસી ગઈ.?"

"તારી અન્ય ફ્રેન્ડ પણ હતી. અને ત્યાં જગ્યા નહોતી. એટલે અમે ખૂણામાં ખાલી ટેબલ હતું એટલે ત્યાં જ બેસી ગયા. અને અમે ત્યાં આવતે તો તારું નાસ્તાનું બિલ વધી જતે ને..!! અને હા જેટલા દિવસ નાસ્તો કર્યો તે બધા બિલનું મેં હિસાબ કરી લીધો છે. તો આ લે ત્રણ હજાર રૂપિયા. અને હિસાબમાં કંઈ ભૂલ હોય કે રૂપિયા ઓછા પડ્યા હોય તો કહી દેજે. હું કાલે આપી દઈશ. Ok?" એમ કહી મહેક જઈ રહી હતી કે દક્ષે મહેકને રોકી. 

દક્ષ:- "મહેક શું થઈ ગયું છે તને? કેમ આવી વાત કરે છે?"

મહેક:- "એ તારે વિચારવાનું છે દક્ષ."

દક્ષ:- "ઑહ I see...હવે મને ખબર પડી કે તું આમ કેમ behave કરે છે તે. Come on મહેક એવી નાની વાતમાં શું ખોટું લગાડવાનું."

"આ તારા માટે નાની વાત હશે. પણ મારા માટે નહિ. દક્ષ તે એવું વિચારી પણ કેમ લીધું કે હું પણ અન્ય યુવતીઓની જેમ પૈસાની પાછળ..." મહેક આનાથી વધારે આગળ બોલી ન શકી. 

દક્ષ:- "મહેક એ તો મે મજાક મજાકમાં કહ્યું હતું." 

"મજાકમાં કોઈ પોતાના મિત્રના સ્વાભિમાનને ઠેસ ન પહોંચાડે."  એમ કહી મહેક ત્યાંથી ઝડપથી જતી રહી. 

"મહેક Listen to me." એમ કહી મહેકની પાછળ પાછળ જાય છે. "શું કરું આ છોકરીનું? ગુસ્સો તો હંમેશા નાક પર જ હોય." દક્ષ મનમાં જ બોલ્યો. 

દક્ષ:- "મહેક I am really sorry." 

મહેક:- "It's ok...Sorry બોલવાની જરૂર નથી."

દક્ષ:- "સાચ્ચે બોલવાની જરૂર નથી કે પછી ગુસ્સામાં બોલે છે."

મહેક:- "It's ok...પ્લીઝ દક્ષ હવે તું મને gulty feel કરાવે છે." 

દક્ષ:- "ok તો આજે લાઈબ્રેરીમાં નહિ જઈએ. એમ પણ લાઈબ્રેરીમાં mr.yaadને  તારી રાહ જોવા દઈએ."

મહેક:- "ઑ પ્લીઝ મારા mr.yaad વિશે કંઈ જ નહિ કહેવાનું. સમજ્યો?"

દક્ષ:- "ok...ok..."

મહેક અને દક્ષ એમના મિત્રો પાસે જાય છે. 

દક્ષ:- "hey guys આજે રાતે movie જોવા જઈએ."

દક્ષની વાતને બધાએ વધાવી દીધી.

ઘરે જઈ સાંજે દક્ષ મહેકને ફોન કરે છે. 

દક્ષ:- "hey લેડી દબંગ. તું આવે છે ને મુવી જોવા?"

મહેક:- "કંઈ વિચાર્યું નથી." 

દક્ષ:- "ઑહ રહેવા દે. કંઈ વિચાર્યું નથી વાળી. ચૂપચાપ તૈયાર થઈ જજે. હું લેવા આવીશ."

મહેક:- "દક્ષ મારે મમ્મી પપ્પા પાસે પરમિશન લેવી પડશે."

દક્ષ:- "અને અંકલ આંટી ના પાડશે તો?"

મહેક:- "એમ તો ના નહિ પાડે પણ એકવાર પૂછી લઈશ."

દક્ષ:- "ok don't worry...ના પાડશે તો હું મનાવી લઈશ. બસ તું રેડી રહેજે...Ok?"

મહેક:- "Ok...bye..."

દક્ષ:- "bye..."

મહેક સમજદાર અને સ્વાભિમાની છોકરી હતી.
એટલે મહેકના મમ્મી પપ્પાએ મહેકને એના મિત્રો સાથે મુવી જવા પરમિશન આપી. 
 
દક્ષ મહેકના ઘરે પહોંચી ગયો. 

અમૃતભાઈ:- "દક્ષ મહેકનું ધ્યાન રાખજે."

દક્ષે નમ્રતાથી કહ્યું "અંકલ Don't worry. દક્ષ સૂર્યવંશી તમારી દિકરીને કંઈ જ નહિ થવા દે. આ દક્ષ સૂર્યવંશીનું પ્રોમિસ છે."

ઉષાબહેન:- "સંભાળીને જજો." 

દક્ષ અને મહેક બંને ત્યાંથી ચાર રસ્તે જાય છે. જ્યાં કિંજલ,સ્વાતિ,કાર્તિક,અજય,કેશવ આ પાંચેય દક્ષ અને મહેકની રાહ જોઈને ઉભા હતા. 

બધા મુવી જોઈને આવ્યા પછી સ્વાતિએ કહ્યું "કંઈક નાસ્તો કરીને ઘરે જઈએ."

કાર્તિક:- "ok..."

બધા નાસ્તો કરે છે. 

કાર્તિક કિંજલને અને કેશવ, અજય સ્વાતિને ઘરે મૂકવા જાય છે. 

દક્ષ:- "આટલી જલ્દી ઘરે નથી જવું યાર...!!"

મહેક:- "ઘરે નથી જવું એટલે? દક્ષ રાતના ૧૨:૩૦ થઈ છે."

દક્ષ:- "તો?"

મહેક:- "મને ઘરે મૂકી આવ."

દક્ષ:- "ચાલને થોડીવાર દરિયાકિનારે જઈએ."

મહેક:- "અત્યારે જવું જરૂરી છે."

દક્ષ:- "હા."

મહેક:- "ok."

બંને દરિયાકિનારાની રેતી પર બેસે છે.

દક્ષ:- "મુવી સરસ હતી."

મહેક:- "હા મુવી તો સરસ હતી પણ..."

દક્ષ:- "પણ શું?"

મહેક:- "પણ મને મુવી વધારે પડતી ફિલ્મી લાગી. જો કે મુવી તો વધારે ફિલ્મી જ હોય છે પણ મને જીંદગીની વાસ્તવિકતાને લગતી ફિલ્મ વધારે ગમે. અને વાંચન પણ." 

દક્ષ:- "Come on મહેક. તું તો એવી રીતના વાત કરે છે જાણે કે જીંદગીએ તને નાની ઉંમરમાં ઘણું સમજાવી દીધું છે. આ તો યુવાનીના દિવસો છે તો એને મનભરીને જીવી લેવાનું. પછી આપણે આ દિવસોને યાદ કરીને ખુશ થઈશું."

મહેક:- "હા તારી વાત સાચી પણ હું હું છું અને તું તું છે. એટલે જ મને તારો નટખટ સ્વભાવ ગમે છે."

દક્ષ:- "ઑહ ચાલો એટલિસ્ટ તને મારો સ્વભાવ તો ગમ્યો."

મહેક:- "એવું નથી દક્ષ...મને તારી દરેક બાબત ગમે છે." 

દક્ષ:- "વિચારી લે જે. હું બહુ Noughty છું." 

મહેક:- "હા તારાથી વધારે તો હું તને જાણું છું."

દક્ષ:- "તો મારી GF બની જા."

મહેક:- "કેટલી છોકરીઓને કહ્યું છે આવું?"

દક્ષ:- "મને યાદ નથી."

મહેક:- "દક્ષ ચાલ હવે બહુ મજાક થઈ ગયો."

દક્ષ:- "બેસને થોડીવાર. તારી સાથે મને ગમે છે." 

મહેક:- "દક્ષ બહુ મોડું થઈ ગયું છે. કોઈકવાર ફુરસદથી મળીશું પણ અત્યારે મને ઘરે મૂકી આવ."

દક્ષ:- "Ok."

    દક્ષ મહેકને ઘરે મૂકી આવે છે. મહેક જમીને પથારીમાં ઊંઘવા પડે છે. દક્ષે કહેલી વાત મહેકને યાદ આવે છે. દક્ષે ભલે મજાકમાં કહ્યું કે મારી GF બની જા પણ મહેકને આ વાત અંદરથી ખળભળાવી ગઈ. શું છે દક્ષના મનમાં? શું એના મનમાં મારા પ્રત્યે Soft corner છે? નહિ એવું નહિ હોય. તું પણ શું વિચારે છે મહેક..!! દક્ષ તો Flurty ટાઈપનો છે. દરેક છોકરી સાથે એ તો મજાક કરતો હોય. એની વાતને સિરીયસલી ના લેવાય. એ તો છોકરો છે કંઈપણ બોલે. પણ તું તો એક છોકરી છે. તારે જ સમજવાનું હોય.

ક્રમશઃ