મિસ્ટર યાદ - ભાગ ૯

        બીજા દિવસે દક્ષ પોતાની ઑફિસે હોય છે. દક્ષના મેનેજર પર્સનલ સેક્રેટરીના ઈન્ટરવ્યું લેવાના હોય છે. આખરે પચાસ કેન્ડીડેટ માંથી ત્રણ યુવતીઓને સેક્રેટરી તરીકે પસંદ કરી. ત્રણેયને પોતપોતાનું કાર્ય સમજાવી મેનેજર ચાલ્યા ગયા. દક્ષે ત્રણેય સેક્રેટરીને એક પછી એક વારાફરતી પોતાની કેબિનમાં બોલાવ્યા. બે સેક્રેટરી સ્માર્ટ અને ઈન્ટેલીજન્ટ લાગી. હવે એક સેક્રેટરી બાકી હતી. દક્ષ પોતાની કેબિનમાં ફાઈલ ખોલી પાછળની તરફ મોં ફેરવીને બેઠો હતો. કેબિનનો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને એક યુવતીએ " May i come in sir?" એવો અવાજ દક્ષના કાને પડ્યો. 

" Yes come in." આટલું કહી દક્ષ આગળ તરફ ફર્યો. ફાઈલ મૂકી દીધી અને એ યુવતી તરફ જોયું. એ યુવતીએ દક્ષ તરફ નજર કરી. બંનેની ધડકન વધી ગઈ. એ યુવતી બીજુ કોઈ નહિ પણ મહેક હતી. થોડી મિનીટો પછી બંને સ્વસ્થ થયા. આખરે દક્ષે મૌન તોડતા કહ્યું
"આજે સાંજે ૫:૦૦ વાગે એક Music કંપની સાથે મીટીંગ છે અને એ મીટીંગમાં miss mahek તમારે મારી સાથે આવવાનું છે.Ok?"

મહેક:- "જી સર..."

મહેક દક્ષની કેબિનમાંથી નીકળી ગઈ. જઈને પોતાની કેબિનમાં બેઠી અને વિચારવા લાગી
" Oh God!! ક્યાં ફસાઈ ગઈ. મને ખબર હોત કે આ કંપની દક્ષની છે તો અહીં Job કરવા જ ન આવતે..!"  

મહેક પોતાની કેબિનમાં અન્ય બે યુવતી સાથે કામ કરી રહી હતી. દક્ષ પોતાની કેબિનમાંથી થોડી થોડી વારે મહેક પર એક નજર કરી લેતો. ૪:૩૦ થયા. દક્ષે મહેકને પોતાની કેબિનમાં બોલાવી. 

દક્ષ:- "બધી તૈયારી થઈ ગઈ?"

મહેક:- "Yes sir...બધુ રેડી છે."

દક્ષ અને મહેક કારમાં રવાના થયા. મીટીંગ હોટેલમાં રાખી હતી. હોટલના ટેબલ પર મહેક અને દક્ષ ગોઠવાયા. મિ.કે.એન.બારૈયા સાથે ડીલ કરવાની હતી. મહેકે મિ. કે.એન.બારૈયાને ખૂબ સરસ રીતે સમજાવ્યું. ૬:૦૦ વાગી ગયા હતા. મહેકનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. આખરે ૭:૦૦ વાગી ગયા. કે.એન.બારૈયા રવાના થયા પછી તરત જ મહેકે કહ્યું " Sir...બહુ મોડું થઈ ગયું છે મારે નીકળવું જોઈએ."

દક્ષ:- "ચાલ હું તને મૂકવા આવું."

મહેક:- "No...thanks...હું જતી રહીશ."

દક્ષ:- "હું આવું છું મૂકવા. ચલ બેસી જા."

મહેક ચૂપચાપ કારમાં બેસી ગઈ. બંન્ને વચ્ચે મૌન છવાયેલું હતું. થોડી મીનીટો પછી દક્ષે વાતની શરૂઆત કરી.

દક્ષ:- "તું અચાનક મુંબઈમાં?"

મહેક:- "પપ્પાની બદલી ફરી મુંબઈમાં થઈ." 

દક્ષ:- "શું ચાલે બીજું?"

મહેક:- "કંઈ ખાસ નહિ."

મહેકના મોબાઈલની રીંગ વાગી. Screen ની Display પર સિધ્ધાર્થનું નામ હતું.

મહેકે ફોન રિસીવ કર્યો. થોડી વાતચીત પછી ફોન મૂકી દીધો. 

દક્ષ:- "કોણ? સિધ્ધાર્થ છે?"

મહેક:- "હા..."

સિધ્ધાર્થનું નામ યાદ આવતા જ દક્ષના માનસપટલ પર બધા સંસ્મરણો તાજા થઈ ગયા. દક્ષનું મન વલોવાઈ ગયું.

મહેક:- "સર...સર...ક્યાં ખોવાઈ ગયા? મારું ઘર પાછળ રહી ગયું."

દક્ષ:- "Sorry..."

મહેક:- "વાંધો નહિ હું આટલેથી જતી રહીશ."

દક્ષ:- "Bye..."

મહેક:- "Bye..."

     ઘરે જઈ દક્ષ મહેકના વિચારોમાં ખોવાઈ ગયો. 
મહેક પણ પથારીમાં સૂતા સૂતા દક્ષ વિશે વિચારવા લાગી. " પોતાની જાતને બહુ સમજદાર સમજે છે તું?  પોતાના પ્રેમ પર વિશ્વાસ કરવો જોઈએ. પણ તે શું કર્યું? દક્ષ પર  જરા પણ વિશ્વાસ ન કર્યો. આ તે બરાબર ન કર્યું. પ્રેમ તો દક્ષે કર્યો. અને તે? દક્ષ ભીતરથી કેટલો દુઃખી હતો...છે...અને કદાચ હંમેશા રહેશે...તારા લીધે...માત્ર તારા લીધે." આમ વિચારતા વિચારતા મહેકની આંખોમાં આંસુ આવી ગયા. " તું દક્ષને લાયક નથી. હવે એનાથી દૂર રહેજે. હું દૂર રહીશ તો કદાચ એના દિલને રાહત મળશે. એને મારા કરતા પણ કોઈ સારી યુવતી મળી જશે. "

     દક્ષને રહી રહીને સિધ્ધાર્થ અને મહેક યાદ આવતા હતા. દક્ષ વ્યથિત થઈ ગયો હતો. બીજા દિવસે ઑફિસમાં પહોંચ્યો. દક્ષ કોઈ કોઈ વાર મહેક તરફ નજર કરી લેતો. મહેક સાથે વાત કરવાનું મન થતું. પણ મહેક માત્ર કામ પૂરતી વાત કરતી. આજે સાંજે એક બિઝનેસ પાર્ટી હતી. દક્ષે આ પાર્ટીમાં મહેક સાથે જવાનું વિચાર્યું. 

     દક્ષે પોતાની કેબિનમાં મહેકને બોલાવીને પાર્ટીમાં આવવા તૈયાર કરી. થોડીવાર પછી મહેકને પાછી પોતાની કેબિનમાં બોલાવી એક પેકેટ આપતા કહ્યું " સાંજે પાર્ટીમાં આ ડ્રેસ પહેરીને આવવાનું છે." 

"જી સર." એમ કહી મહેક કેબિનમાંથી બહાર નીકળી ગઈ. મહેક ઑફિસની ફાઈલો ડ્રોઅરમાં મૂકી બધુ પેક કરતી હતી. મહેક હવે ઘરે જવાની તૈયારીમાં છે એવું લાગતા દક્ષ મહેકની પાસે આવ્યો અને કહ્યું " હું સાંજે તને ઘરે લેવા આવીશ." મહેકે "જી સર" કહીને નીકળી ગઈ. મહેકે ઘરે જઈને પેકેટ ખોલ્યું તો એક રેડ એન્ડ બ્લેક કલરનું સુંદર ગાઉન હતું. મહેક મનમાં જ બોલે છે " દક્ષને ખબર છે કે હું આવા કપડા નથી પહેરતી તો પણ આ ગાઉન આપ્યું. "

થોડીવાર પછી મહેક ઘરનો કોઈ દરવાજો ખખડાવે છે. મહેકે દરવાજો ખોલ્યો તો બે સુંદર યુવતીઓ સામાન લઈને બહાર ઉભી હતી. 

મહેક:- " કોનું કામ છે તમારે?"

બે યુવતીમાંથી એક યુવતી બોલી "તમે જ મહેક છો ને?

મહેક:- "હા બોલો શું કામ હતું મારું?"

બીજી યુવતી બોલી "અમે બ્યુટિપાર્લર વાળા છે.
મિ. દક્ષે અમને અહીં મોકલ્યા છે. સ્પેશિયલી તમને તૈયાર કરવા માટે."

મહેક વિચારવા લાગી " આવું કરવાનું દક્ષને વળી શું સૂઝ્યુ? બિઝનેસ પાર્ટી છે એટલે હાઈ સોસાયટીના લોકો આવશે. એટલે કદાચ દક્ષે આ લોકોને મોકલ્યા હશે."

મહેક:- "Ok...Ok...પણ એકદમ light મેક અપ કરજો."

સાંજે દક્ષ મહેકના ઘરે પહોંચી જાય છે. દક્ષ કારમાં બેસી મહેકની રાહ જોઈ રહ્યો હતો. મહેક આવે છે. દક્ષ તો મહેકને જોઈ જ રહ્યો. મહેક મેકઅપ વગર જ ખૂબ સુંદર લાગતી. Light મેકઅપમાં તો મહેકનું રૂપ વધારે ખીલી રહ્યું હતું. 

દક્ષ મનમાં જ બોલ્યો '' આને કહેવાય ક્લાસી બ્યુટિ."

     દક્ષ અને મહેક પાર્ટીમાં પહોંચ્યા. પાર્ટીમાં દક્ષ અને મહેકને બધાં જોઈ જ રહ્યા. પાર્ટીમાં જેટલા પણ દક્ષને મળ્યા તેટલા બધા જ મહેક વિશે પૂછતા. પાર્ટીમાં કપલ ડાન્સ કરતા હતા. એક યુવકે મહેક સાથે ડાન્સ કરવાની ઈચ્છા દર્શાવી. મહેક એની સાથે ડાન્સ કરવા ગઈ. દક્ષને ન ગમ્યું. થોડીવાર પછી મહેક પણ એ યુવક સાથે Uncomfertable feel કરવા લાગી. દક્ષને ખ્યાલ આવી ગયો. દક્ષ પોતે મહેક પાસે ગયો અને મહેક સાથે ડાન્સ કરવા લાગ્યો. ડાન્સ કરતા કરતા દક્ષને ખ્યાલ આવ્યો કે મહેક થોડી પરેશાન છે. 

દક્ષ:- "Are you ok?"

દક્ષે નોટીસ કર્યું કે મહેકનો હાથ કોઈક કોઈક વાર પીઠ પાછળ જતો.

મહેક:- "હા I am ok..."

દક્ષ:- "Ok તો લાગતી નથી? શું થયું?"

મહેક કંઈ બોલી ન શકી. 

દક્ષે ડાન્સ કરતા કરતા મહેકની પીઠ પાછળ હાથ કરી ગાઉનની ખૂલી ગયેલી ચેન બંધ કરી દીધી. મહેકને આશ્ચર્ય થયું.

દક્ષ:- "હવે તો Ok ને? તું ઠીક છે ને?"

મહેકને હાશકારો થયો. 

મહેક:- "હા હવે ઠીક છે. THANK YOU."

થોડી મિનીટો પછી મહેકે કહ્યું " સર હું ઘરે જઈ શકું?"

દક્ષ:- "પહેલી વાત તો એ કે તારે મને sir નહિ કહેવાનું. માત્ર દક્ષ કહેવાનું...Ok? હમણાં બહુ રાત થઈ ગઈ છે એટલે હું ઘરે મૂકવા આવીશ."

મહેક:- "Ok."

   દક્ષ મહેકને ઘરે મૂકી આવે છે. દક્ષ તો મહેકને કોલેજ સમયથી જ પ્રેમ કરતો હતો. બ્રેકઅપ થયા પછી પણ દક્ષ મહેકની યાદમાં ઝૂરતો હતો. અને હવે તો મહેક પોતાની ઓફિસમાં જ નોકરી કરતી હોવાથી દક્ષ મહેક સાથે વધુ ને વધુ સમય ગાળવા લાગ્યો. પાર્ટીમાં જવુ હોય તો મહેકને સાથે લઈ જાય. લંચ અને ડિનર પણ મહેક સાથે જ કરતો. ધીરે ધીરે દક્ષની લાગણી મહેક તરફ વધતી જાય છે. 

ક્રમશઃ

***

Rate & Review

Dimple Vakharia 1 month ago

Paladiya Sanjay 2 months ago

Tasleem Shal 2 months ago

Arpita Desai 3 months ago

Thakker Maahi 4 months ago