Dago ke Majburi books and stories free download online pdf in Gujarati

દગો કે મજબૂરી - (ભાગ -૨)

[આપે આગળ જોયું ..
કેશવભાઈ ના ઘરે ફોન આવે છે કે એમની વહાલસોયી દીકરી એ એમના ને દીકરા વિરૃદ્ધ ફરિયાદ લખાવેલ છે ને તાત્કાલિક હાજર થવા જણાવે છે. સાથે સાથે એમનો ભૂતકાળ દર્શાવવા માં આવેલ છે.]


હવે આગળ..

(૨)..✍️


શરૂઆત ના એ દિવસો માં ઊર્મિલા ને એટલી તકલીફ નતી પડતી ને એ સમયે કેશવ ના લગન ની વાત ચાલવા લાગી. એ જમાના માં તો પરિવાર ના મોટા સભ્યો કે એ પાક્કું જ હોય, અત્યાર ના સમય મુજબ પસંદગી નો મોકો ન મળે. ને એમ પણ કેશવ ૨૫ વર્ષ નો થઈ ગયો હતો.

ને જોતા જોતા માં કેશવ ના ગોળ ધાણા વિરમગામ નજીક ના સોકલી ગામે ઇન્દુ (૧૮ વર્ષ ની રૂપાળી છોકરી) સાથે કરી નાખ્યાં. પરિવાર ના નામાંકિત લોકો એકઠા થયા ને નક્કી કર્યું. એ જમાના માં છોકરો છોકરી એક સાથે મળી ના શકે, એવા સંસાર ના નિયમો ને સમાજ ની બીક.

હવે આપ જ કહો, આવા સમય માં છોકરો છોકરી કેવી રીતે એક બીજા ને સમજી શકે? છોકરી કે છોકરો એના પરિવાર ની શાખ બચવા કે વચેટ નું માન રાખવા એ બાબત માં સમંત થઈ જતા.

બસ એમ જ કરતા કરતા એ લગ્ન ની ઘડી આવી ગઈ. સોકલી ની સફર ધ્રાંગધ્રા એ અટકી ને નવી જિંદગી ની શરૂઆત થઈ.

કેશવ ની જીંદગી માં ઇન્દુ નું આગમન થયું. સંસાર ચલાવવા થોડી માથાકૂટ થવા લાગી પણ ઇન્દુ એ બધું જ પોતાનું સમજી ને જેમ સાકર ચા માં ભળી જાય એમ ભળી ગઈ.

ઇન્દુ સ્વભાવે ખૂબ જ શાંત અને બુદ્ધિપૂર્વક ના નિર્ણયો લેવામાં માહિર. કોઈ પણ પરિસ્થિતી માં એ યોગ્ય રસ્તો કાઢવાનો એ એની દાદીમાએ શીખવ્યું હતું ને એ આજે પણ એ જ સંસ્કાર ને વળગી રહી. ને એનાથી તદ્દન વિરુદ્ધ કેશવ, માણસ તરીકે એક નંબર પણ સ્વભાવે ઉગ્ર, એ પોતાના નિયમો ને વળગી રહે ને કોઈ ને સાચો ના માને (હા, ના જ માને ને, નાની ઉંમર માં ઘણું બધું ગુમાવી દીધું તો વિશ્વાસ કોના પર મૂકવો?)

સંસાર ચાલવામાં થોડી તકલીફો વધવા માંડી, કારણકે હવે નવા વ્યક્તિ નું આગમન થયું ને ઘણા લોકો થી આ સારી ઘડી ના જોઈ શકાતી. ગામ ના શેઠ લાભુભાઈ ને ગામ ના લોકો કાન ભંભેરની કરવા લાગ્યા કે કેશવ હાથ સફાઈ કરે છે (હકીકતે ફરિયાદ કરનાર એ એક લોકો હતા કે જે કદી સમયસર ધંધા માં પૈસા ના આપે ને ઘરવખરી લઈ જતા. કેશવ ઉધારી ની બાબત માં બહુ જ કડક કારણકે મામા એ ઘણા પૈસા ઉધારી કરીને ખોયેલા). પણ લાભુભાઈ સમજણા હતા, એમને આ વાત ની દરકાર ના કરી ને આ વાત ગળે ઉતરી પણ નહિ. વાત આટલે અટકી નહિ ને કહેવાય જ છે કે "મળે ૨ ચોટલા ને ભાંગે કોઈ ના ઓટલા". બસ એ જ સમય માં કોઈ એ આવી વાતો મામા ના ઘર માં ફેલાવી ને એવામાં ઘરમાંથી કોઈ ને આ વાત પસંદ ના આવી ને કેશવ ને આ વાત ની ગંધ આવી ગઈ. કેશવ આત્મસન્માનની હતો ને સંબધ ના બગડે એટલે બહુ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો હતો.

તારીખ કદાચ ૧૦-૦૬-૧૯૮૭ જ હશે.

પરિસ્થિતિ વધુ બગડે એના પહેલા કેશવ એ મામા ને મળી ને અલગ રહેવા જવાની વાત કરી. ને યોગ્ય કારણ દર્શાવી કેશવ એના મામાં ના ઘરથી અલગ થયો ને હવે પોતાનું ઘર બાંધવા જઈ રહ્યો હતો, પોતાના સપનાંનું, પોતાની મહેનત થી. મામા એક ના બે ના થયા ને ઘણી વિનંતી કરી ને આ બધું મન પર ના લેવા જણાયું કારણકે કેશવ નો બહુ જ મોટો ફાળો હતો આ ધંધા ને ટકાવી રાખવા, ખરાબ સમય માં સાથ આપી ને.

પણ કેશવ ને હવે ઝાઝું ચાલે એમ ન લાગ્યું ને એને મામાં ના બંને છોકરાને થોડા દિવસો માં ધંધાનું જ્ઞાન આપી ને, સમજ આપી ને, માફી માંગી ને જુદા જવાનો નિર્ણય માન્ય રાખવા સમજાવ્યા અને એક બહુ જ કડક સરત પણ મૂકી કે એ આત્મસન્માન સાથે ને ખાલી ખીચા એજ જસે.

"કેશવ ને ઇન્દુ"

એ દિવસો બહુ જ વિકટ હતા. એ જુદાઈ ના દિવસે જેટલું કોઈ પોતાના છોકરા માટે નહિ રડેલ હોય એટલું મામાં એના ભાણિયાને મનાવા રડેલા. એ બંને ભાઈ પર પણ આભ ફાટી પડ્યું કે સગા ભાઈ કરતા પણ વધુ ગણતા ભાઈ હવે એમની સાથે નહિ રહે ને રામ લખન ની જુદાઈ થઈ જશે.

બધાની શંકા દૂર કરવા ને આત્મસન્માન સભર જીવવા નીકળી પડેલ એ કેશવ ની હવે પોતાની ઓળખ જાતે ઉભી કરવાની હતી. કોઈ ને ખબર ના પડે એમ એ ને એની જીવન સંગિની ઇન્દુ, મામાં ના ગામ થી ૬૯ કિલોમીટર દૂર અખિયાના ગામે પોતાના બિલકુલ નવા જીવન ની શરૂઆત કરવા નિર્ણય લીધો.

જેમ ખાલી ખીચું અને ભૂખ માનવી ને ઘણું બધું શીખવી જાણે એમ જ કેશવ ને કોણ પોતાના ને કોણ પારકા એ બધું પોતાના જીવન માં પોતાની પરિસ્થિતિ થી શીખી લીધું હતું. હવે તો જિંદગી બસ જલારામબાપા ને ભરોશે.

અખિયાના ગામે એક નાની દુકાન ખોલી ને દુકાન શરૂ કરી. દુકાન એમનેમ તો ચાલે નહિ, માલ સમાન લાવવો પડે. ક્યાંથી લાવવો?

ઘણા બધા સવાલ આવવા લાગ્યા, પણ કંઈ સુજતું નહિ.

અખિયાના થી માલ સામાન લેવા નજીક ની માર્કેટ માં જવું પડતું. એ નજીક ની માર્કેટ સુરેન્દ્રનગર હતી. કેશવ એ ત્યાં  જઈ ને માલસામાન લઈ આવવાનો નિર્ણય લીધો.

એટલા સમયમાં જ ગામનો એક વ્યક્તિ કે જેનો ચહેરો કેશવનો નાનપણ નો મિત્ર રાજુ સાથે મળતો આવતો ને ત્યાં ઓળખાણ થઈ ને દુકાન પર મુલાકાત થઈ.

નાનપણ માં રાજુ એ કેશવ પાસેથી ૧૦ રૂપિયા લીધેલ પણ એ સમયે રાજુ ની પરત દેવાની પરિસ્થિતિ નહોતી, પણ આજે એ ભગવાન બની ને કેશવ પાસે આવી ને ૧૦૦ રૂપિયા દીધા. કેશવ ને ૧૦ રૂપિયા લેવા ઉચિત લાગ્યા પણ બાકી ના પૈસા લેવા માટે ના પાડી, પણ રાજુ કેશવ ના સ્વભાવ ને સમજી ગયો હતો તો એને સાંજે  ત્યાંથી લઈ જશે એમ કરીને ત્યાંથી નીકળી ગયો.

કેશવ રાજુ નો આભાર માનતો રહ્યો ને હવે થોડો રસ્તો આસાન દેખાતો લાગ્યો. પણ કેશવ ને ક્યાં ખબર હતી કે આગળ ની પરિસ્થિતિ શું હશે?

કેશવ સુરેન્દ્રનગર ખરીદી કરવા નીકળ્યો. એણે ૧૦૦ રૂપિયામાં સહુથી વધુ ને સારી કમાણીવાળી જરૂરિયાતવાળી વસ્તુ નક્કી કરી કે જે જલ્દી થી વહેચાઈ જાય.

ત્યાં પહોંચતા જ પહેલા કરિયાણા ની વસ્તુ ખરીદી ને એક થેલો ભરી લીધો ને અખીયાના આવા રવાનો થયો.

આવી ને તરત જ માલ સમાન ગોઠવણી કરી ને ઓછા નફે જલ્દી થી ધંધો ચાલુ કર્યો. ૧૦૦ રૂપિયા ના ૧૨૦ કર્યા ને આ ચક્ર ચાલતું જ રહ્યું.

હવે ધંધો થોડો સારો ચાલતો હતો તો થોડો વસ્તુ માં વધારો કરવામાટે ધ્રાંગધ્રા જવાનું નક્કી કર્યું ને ત્યાંથી અમુક માલ સામાન લેવા માટે મહેતા માર્કેટ માં જવાની શરૂઆત કરી.


********


હવે પછી નું ૩ જા ભાગ માં ..

આપ આપનો પ્રેમ દર્શાવો, કોમેન્ટ, લાઈક કરી ને અને આપ આપના અમૂલ્ય મંતવ્ય આપી શકો છો.