kalpvrux - ek kalpana ke hakikat - part 2 books and stories free download online pdf in Gujarati

કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત - પાર્ટ-૨

(આગળ જોયું કે ચાંદની કેવી રીતે જીવન જીવે છે તે એક પુસ્તક વાંચતી હોય છે.તે એક યુવાન સાથે ટકરાઈ હવે આગળ......)

સવારનો ખુશનુમા માહોલ છે.ચાંદની બારી પાસે બેઠી બેઠી પુસ્તક વાંચી રહી છે અને અચાનક તેને કાલ વાળો બનાવ યાદ આવતો હતો.

તેણી રોજની માફક વાંચવા પુસ્તક લઈ ને જતી હતી.ત્યાં ફરી એક યુવાન જોડે ટકરાઈ તેના પુસ્તકો અને સાહિત્ય બધું વેરવિખેર પડ્યું,અને પવનમાં આમતેમ ઉડવા લાગ્યું ચાંદની બધું ભેગું કરવા લાગી પેલો યુવાન કાન પકડી ને ચાલતો ચાલતો જતો હતો ચાંદની તે જોઈ રહી આતો કાલ વાળો જ યુવાન છે.

ચાલી એતો કલ્પવૃક્ષ વાંચવા.
તે આ વખતે વાંચતી હતી તે કાલ વાંચ્યું હતું.

તેની આગળનું વાંચતા વાંચતા અચાનક ચમકી તેણે પેલા વાંચ્યું હતું તે પાનું કાઢ્યું અને યાદ કર્યું તો તેમાં જેમ લખ્યું હતું તેમ જ તેની લાઈફમાં બન્યું હતું.

તેની પછી ના દિવસનું પાનું કાઢયું તો પેલા માસી વાળી વાત બની હતી.કાલ વાંચ્યું હતું તેવું જ તેની જોડે બન્યું હતું.

તેને થોડો વહેમ ગયો કે આ બધુંતો તેની સાથે જ બનતું હોય તેવું લાગ્યું.તે હવે વાંચવા ઉત્સુક બની.

તેણે વાંચ્યું કે જે છોકરી જોડે પેલો છોકરો ભટકાયો અને ચહેરો બતાવ્યા વગર જતો રહ્યો તે છોકરા સાથે છોકરીની મુલાકાત થશે.ચાંદનીને થયું કે જોઈએ કાલ એ છોકરો મળે તો આ પુસ્તક રહસ્યમય હશે.

ચાંદની જતી રહી.ઘરકામ પતાવ્યું.ત્યાં જ મોબાઈલની રિંગ વાગી.કાલ તમારે કપૂર ઇન્ડ્સટીઝ માં ઓપરેટરની પોસ્ટ માટે એપ્લિકેશન આપી છે તો ઇન્ટરવ્યૂ આપવા આવવાનું છે.અને ચાંદની તો ખુશ થઈ ગઈ.સવારે શંકર ભાગવાન ના મંદિર એ ગઈ.

પ્રદક્ષિણા કરતી હતી.ત્યાં થોડું લપસણુ હતું તો જરાક લપસી ત્યાં પાછળથી કોઈએ તેનો હાથ પકડી લીધો અને પડતા પડતા બચાવી.

ચાંદની તેનો આભાર માનવા જાય તે પહેલાં તે યુવાન જેણે ચાંદનીને પડતા બચાવી તે પોતાના હાથમાં રહેલી ચાવી હવામાં ગોળગોળ ફેરવતો ચાલ્યો ગયો.

ચંદનીએ પુસ્તક વાંચ્યું હતું તે પ્રમાણે જ થયું.પરંતુ હવે ચાંદની તે યુવાનને ઓળખી જાય તેવી એક વસ્તુ તેનામાં જોઈ ગઈ તે ચાવી ફેરવતો હતો ત્યારે તેના હાથમાં રહેલ tettu જોઈ ગઈ.તેના હાથ પર એક અક્ષર લખેલો હતો અને તે હતો અંગ્રેજી S.

ચાંદની બપોરના સમયે દોઢ વાગ્યે ઇન્ટરવ્યૂ દેવા નીકળી...

પહોંચી કપૂર ઇન્ડસ્ટ્રીઝ પાસે.ઊંચી આલીશાન બિલ્ડીંગ.ગેટ પાર એક યુનિફોર્મમાં પહેરેદાર છે.ચાંદની અંદર ગઈ.

રિસેપ્સનિષ્ટ પાસે ગઈ અને કહ્યુ કે અહીંયાથી કોલ આવ્યો હતો.ઇન્ટરવ્યૂ માટે એ હું પોતે છું ચાંદની શર્મા.સામેથી જવાબ આવ્યો બેસો હમણાં સર બોલાવશે.

થોડીવાર માં અંદર બોલાવવામાં આવી.ચાંદનીએ પૂછ્યું મેં આઈ કામ ઇન સર.સામેથી જવાબ આયો હા.સર નું મોઢું નહતું દેખાતું સર ની ખુરશી ચાંદનીના મો તરફ નહતી.

સર આ બધું પૂછ્યું ચાંદનીએ જવાબ આપ્યા.સર એ  ઇન્ટરવ્યૂ પૂરું કર્યું.ને ચાંદની બહાર નીકળી.ઘરે ગઈ.

તે રાત્રે સુતી ત્યારે કલ્પવૃક્ષ પુસ્તક યાદ આવ્યું તે વાંચવામાટે પુસ્તક ઘરે લઈ આવી હતી તો તેણે પુસ્તક ખોલ્યું આગળ વાંચ્યું.તેની આંખો પહોળી ની પહોળી રહી ગઈ.


એવું તે શું વાંચ્યું ચાંદની એ કે તેંની આખો ફાટી રહી??કલ્પવૃક્ષ પુસ્તક સાચુ કોઈ ની કલ્પના છે કે હકીકત છે ????

તે જાણવા માટે વધું પછી જોઈશું....

ઘણી વાર આપણી આસપાસ કશું બની રહ્યું છે તે આપણા માટે કેવું છે સારું છે કે ખરાબ તેનો નિર્ણય આપણે લઈ શકતા નથી.માટે ક્યારેક અમુક વસ્તુ નસીબ પર છોડો તો અમુક વસ્તુ પોતે પસંદ કરો..


આશા છે કે તમને આ વાર્તા પસંદ આવે અને તમે વાર્તા વાંચી ને પ્રતિભાવ આપો...


લિ. સ્વાતિ