Nathani Khovani - 28 books and stories free download online pdf in Gujarati

નથણી ખોવાણી - પ્રકરણ - ૨૮

  શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવા દમયંતીબહેન ની સહેલીઓ  આવી.  " દમયંતી ! તું તો નસીબદાર છે . પૌત્ર અને પૌત્રી બેય સાથે ! નામ પણ બહુ સરસ પાડયા છે. " 

" હા ! ભાઈ અને ભાભી બન્ને નાં નામ નાં એક  -  એક અક્ષર લઈને પાડયા છે. અમોલ ભાઈ નો ' મો ' અને આકાંક્ષા ભાભી નો  ' ક્ષા ' . " કૃતિ એ ખુશ થઈ ને કહ્યું .  

" વાહ ! સરસ ! પણ‌ એમનાં પપ્પા ક્યાં છે ? "  એમાં થી એક જણે પૂછ્યું . 

" અહીં જ ક્યાંક હશે !! બીજા મહેમાનો સાથે હશે . " દમયંતી બહેને કહ્યું  અને ડિનર તરફ દોરી ગયા. 

સહેજ વાર રહી  ને અમોલ આવ્યો ;  સાથે તન્વી હતી .  બન્ને  સીધા આકાંક્ષા પાસે  જ  આવ્યા .  " બાળકો માટે ગીફ્ટ લાવી છું "  , કહી તન્વી એ આકાંક્ષા તરફ હાથ લંબાવ્યો. આકાંક્ષા એ સ્મિત આપી ને ગીફ્ટ લીધી.   મોક્ષ ને હાથ માં લીધો અને કહ્યું , "  ખૂબ સરસ લાગે છે ! " 

" હા ! બધાં કહે છે  અમોલ  જેવો  જ  લાગે છે .    તને શું કહી ને બોલાવે  એ  ? ફોઈ કે માસી ? માસી વધારે સારું રહેશે નહીં ? ફોઈ તો  કેવીરીતે  કહેવાય   હવે   નૈ ?  " આકાંક્ષા નાં   શબ્દો  માં કટાક્ષ  ભારોભાર હતી . 

તન્વી નાં ચહેરા પર નો રંગ જાણે એકાએક  ઉડી ગયો  . શું બોલવું એ  કાંઈ સમજાયું નહીં  .  " મારે  નીકળવું જોઈએ  , હવે ! " તન્વી એ વાત ને  ટાળતા  કહ્યું . 

" હું આવું   છું  મૂકવા .   " કહી  અમોલ ઊભો થયો .  

" કેમ  ? તન્વી ને જાતે જતા નહીં આવડે ???? અહીંયા બધાં તમારા વિશે પૂછે છે ..…એમને શું જવાબ આપવાનો. ?  એ મને  કહી ને જજો…. પછી…..  નહીં રોકું તમને !!!!  " આકાંક્ષા એ સહેજ ટોકતા કહ્યું . 

" હું જતી રહીશ . મળી જશે ટેક્સી !!! "  તન્વી એ દયામણા ચહેરે કહ્યું અને  ઊઠી ને  ચાલી  ગઈ. અમોલ  ને શું બોલવું એ સમજાતું નહોતું . આકાંક્ષા પણ ખોટી નહોતી . મહેમાનો પૂછે એ સ્વાભાવિક હતું  પરંતુ તન્વી ને એકલી મોકલવા ની પણ ઈચ્છા નહોતી . તન્વી એ અમોલ માટે  પોતાના  માતા-પિતા સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને એ વાત થી અમોલ ને તન્વી પ્રત્યે નો લગાવ વધતો જ  જતો હતો. 

         પ્રસંગ પત્યો અને બધાં ઘરે પહોંચ્યા . થાક્યા હતાં , સૂવા ની તૈયારી કરતા હતા . અમોલ બૅડરુમ માં જઈને તન્વી ને ફોન લગાવતો હતો પરંતુ તન્વી ફોન ઉપાડી રહી નહોતી . તન્વી ની  એ  હંમેશા ની  આદત‌ હતી, એ જ્યારે પણ અમોલ થી નારાજ હોય અમોલ‌ નો ફોન ઉઠાવે નહીં . અમોલ પણ‌ એની આ‌ આદત  જાણતો હતો . પરંતુ આ વખતે આકાંક્ષા નાં મહેણાં ના લીધે એ નારાજ હતી . 

          બાળકો સૂઈ ગયા હતાં અને આકાંક્ષા ને પણ આરામ ની જરૂર હતી . એ જરા સૂવા જ જતી હતી કે અમોલે  ગુસ્સા માં  કહ્યું , " શું જરૂર હતી તારે ડહાપણ‌ કરવા ની ? તારા લીધે હવે એ મારો ફોન નથી ઉપાડતી ? "  આકાંક્ષા નાં દિલ ને ધક્કો જ લાગી ગયો .

" હું શું ખોટું બોલી‌ હતી ? બધાં  મહેમાનો તમારા વિશે પૂછતાં હતાં.  હજુ તો હું  ક્યાં કશું બોલી જ  છું એને કે તમને  ??? અને એ ફોન નાં ઉપાડે એમાં ય મારી ભૂલ ?  તમારા બન્ને ની તો કશી  ભૂલ છે જ નહીં ને…. !!!!!!    " આકાંક્ષા એ કહ્યું . 

"  બોલ !!!  તું પણ બોલ…!!!!!  એમ‌ પણ   તું જ  બાકી રહી ગઈ હતી બોલવા માટે !!!! " અમોલે કહ્યું .

આકાંક્ષા મૌન  થઈ ગઈ . અમોલ ને નિહાળી રહી . એનું દિલ જાણે  બેસી ગયું . 
' અમોલ ને આ શું થઈ ગયું છે ?  હું ચૂપ હતી  એનો અર્થ એવો  નહોતો  કે હું હંમેશા ચૂપ જ રહું ? અને  કેમ ચૂપ રહું ?   એ આ બાળકો નો પિતા છે એટલે હું એમને માફ   કરી શકું ;  પરંતુ એક પત્ની તરીકે શું મને કશું જ બોલવા નો હક નથી ?  ' 

      અમોલ નું ધ્યાન તન્વી તરફ જ હતું .  તન્વી ઘરે સહી સલામત પહોંચી કે નહીં,   ફક્ત એ જાણવા અમોલ ફોન કરે જ  જતો  હતો.  પરંતુ તન્વી  ફોન નહોતી ઉપાડી રહી અને  તેથી  અમોલ  ચિંતિત  થઈ રહ્યો હતો .  આકાંક્ષા એ સૂઈ જવા ની તૈયારી કરી .અમોલ રુમ ની બહાર  નીકળી  ગયો.  આકાંક્ષા  એ બહાર  જઈ  ને જોયું  તો  અમોલ બહાર  નહોતો . આકાંક્ષા ને અંદાજો આવી ગયો કે અમોલ તન્વી ના ઘરે ગયો હશે . 

        આકાંક્ષા રુમ‌ માં જઈ ને સૂવા નો પ્રયત્ન કરતી રહી  . વહેલી સવારે ઉઠી ને ચા બનાવી . બધાં વારાફરતી ઉઠી ને ચા પી રહ્યા હતા. આકાંક્ષા  એ પણ ચા પીધી અને તૈયાર થવા  રુમ‌ માં ગઈ .  એટલા માં બૅલ વાગ્યો .  ભરતભાઈ એ બારણું ખોલ્યું અને  પૂછ્યું  ,  
 
" અમોલ!  ક્યાં ગયો હતો ? " 

અમોલ કશું પણ બોલ્યા વગર રુમ‌ માં ગયો . આકાંક્ષા  જાણે  કશી જ ખબર  ના  હોય  તેમ  મોક્ષ અને મોક્ષા નાં  કપડાં  વ્યવસ્થિત રીતે ગોઠવતી હતી . અમોલે હિંમત એકઠી કરી અને આકાંક્ષા ને કહ્યું , " આકાંક્ષા !!! તારી સાથે સહેજ વાત કરવી છે . " 

આકાંક્ષા  જાણે ધબકાર  ચૂકી ગઈ કારણ કે અમોલ જે કાંઈ પણ કહેવા નો હતો એનો એને પૂરેપૂરો   અંદાજો   હતો , પરંતુ સાંભળવા ની હિંમત નહોતી . એનાં હાથ એકદમ ઠંડા પડી ગયા  . છતાં સહેજ મન મક્કમ કર્યું અને કહ્યું , " હા ! બોલો ને !  આ બન્ને સૂવે છે ત્યાં સુધી  વાત   થશે . પછી તો  મુશ્કેલ છે .   " બાળકો તરફ ઈશારો કરતા કહ્યું . 


" હું અને તન્વી લીવ ઈન રીલેશનશીપ માં રહેવા માંગીએ છીએ . " અમોલે એક જ શ્વાસે કહ્યું . 

"  મારા તરફ થી કોઈ  કમી રહી ગઇ હતી ? " આકાંક્ષા નો અવાજ થોડો ભારે થઇ ગયો હતો .

" કોઇ કમી નો પ્રશ્ન નથી  , આકાંક્ષા. ! પણ હું  તન્વી ને  મળ્યો  , અને એની નજીક ક્યારે  થતો ગયો , એની  મને પણ  જાણ ના રહી  !!!   કેમ થયું ?  કેવી રીતે થયું  ? એની ખબર નથી .  તારા તરફ  મને કોઈ ફરિયાદ નથી  ?" અમોલે કહ્યું. 

" જો હું આ લીવ ઈન રીલેશનશીપ માટે  ના પાડું તો ?" આકાંક્ષા એ પૂછ્યું.

" આકાંક્ષા !!  તન્વી ને અત્યારે મારી જરૂર છે . એના મમ્મી પપ્પા એ પણ એની સાથે સંબંધ તોડી નાખ્યો છે. એનું આ દુનિયા માં બીજું કોઈ નથી .  "  અમોલે કહ્યું . 

" અને મને  ????    મને તમારી જરૂર નથી ? આ બાળકો ને  એમના  પિતા ની જરૂર નથી ?  " આકાંક્ષા એ પૂછ્યું  . 

" આકાંક્ષા ! તારી પાસે તો બધાં છે જ ને ?  અને આ ઘર  ... !!!!     એ પણ તો તારું જ છે ને !  " અમોલે કહ્યું . 

" હા! સાચી વાત કહી તમે ! બધું જ મારું છે . સિવાય કે પતિ !!!!  " આકાંક્ષા એ  નિઃસાસો નાખ્યો .

" હું ક્યાં દૂર છું. વચ્ચે વચ્ચે આવતો રહીશ તમને બધાં ને મળવા . બસ મને તારા તરફ થી પરવાનગી જોઈએ છે . " અમોલે આશ્વાસન આપતાં કહ્યું. 

" પરવાનગી !!!  "આકાંક્ષા  ની આંખો માં આંસુ ભરાઈ તો આવ્યા પણ જાણે અટકી ગયા . 

" હા ! તારી પરવાનગી મળશે પછી જ હું કોઈ પણ કાર્યવાહી કરીશ . " અમોલે કહ્યું. 

" ફક્ત એક પ્રશ્ન  છે. !!!  જો મારો આવો  સંબંધ  હોય તો તમે પરવાનગી આપો  ???? " આકાંક્ષા એ પૂછ્યું. 

અમોલ સહેજ વાર ચૂપ રહ્યો અને પછી જવાબ આપ્યો " ના " ! 

" તો તમે એ કેવીરીતે વિચારી લીધું કે હું આ સંબંધ ને સ્વીકારીશ અને તમને તન્વી સાથે લીવ ઈન રીલેશનશીપ માં રહેવા માટે પરવાનગી આપીશ ????    સ્ત્રી - પુરુષ સમાન છે એ ફકત ભદ્ર સમાજ ની  પોકળ  વાતો છે . છતાં પણ….. હું  આપું છું પરવાનગી …..   કેમ ખબર છે ? કેમ કે તમને કોઈ પણ સંજોગો માં ખુશ રાખવા નું  વચન મેં આપ્યું હતું . ભલે તમે તમારા વચનો ભૂલ્યા હો ! પરંતુ હું કેમ ભૂલું !!! પરંતુ એક વાત ની પરવાનગી  હું  નથી  આપી શકતી   !!!   આકાંક્ષા  એ કહ્યું .

" કંઈ વાત ની ?  " અમોલે આશ્વર્ય થી પૂછ્યું. 

" આ રુમ‌ માં આવવા ની ?  આ ઘર તમારું છે . તમે જ્યારે ચાહો આવી શકો છો . બાળકો પણ તમારા છે . જ્યારે ચાહો મળી શકો છો . પરંતુ આ રુમ માં  તમને પ્રવેશવા ની પરવાનગી નહીં  મળે .  આજ થી આપણે ફક્ત મોક્ષ અને મોક્ષા નાં માતા પિતા બની ને રહીશું . પરંતુ આપણા વચ્ચે  પતિ પત્ની નો સંબંધ નહીં રહે .   જો મંજૂર હોય તો તમારા લીવ ઈન રીલેશનશીપ માટે   કાર્યવાહી  બેજીજક કરી લેજો . " આકાંક્ષા એ  મક્કમ સૂર થી પોતાની વાત મૂકી . 

        અમોલ અવાક્ બની ને આકાંક્ષા નાં આ નવીન  રુપ ને જોઈ રહ્યો .  તન્વી ને વચન આપી ચૂક્યો હતો.      ' જિંદગી ભર સાથ નિભાવવા નો !'        અગ્નિ ની  સાક્ષી એ  આપેલા વચન  ,  દિલ થી આપેલા વચન આગળ નર્યા  પોકળ સાબિત થયા .  બે માં થી જો એક જ સાથે રહેવા નું હોય તો … દિલ આગળ ઝુકવા નો નિર્ણય કરી  , અમોલે  બૅગ પૅક કરી . અને રુમ‌ ની બહાર નીકળ્યો .  દમયંતી બહેને પૂછ્યું ,  " ક્યાં જાય છે ? "  અમોલ  ને કોઈ જ જવાબ સુઝી  નહોતો રહ્યો,  એણે કહ્યું ,. " મમ્મી ! હું કહેવા નું ભૂલી ગયો હતો. મારે થોડા દિવસ બહાર જવાનું છે .  હમણાં મેસેજ  ચેક કર્યો  તો યાદ આવ્યું  એક અઠવાડિયા માટે જવું પડશે  . " 

 આકાંક્ષા બહાર આવી  અને બોલી  , " એ ખોટું બોલે છે ! એ  કોઈ ટૂર પર   નથી જતાં. એ તન્વી સાથે રહેવા જાય છે . " 

" અને  તું જવા  દઉં છું…. ??? કેમ ?  આકાંક્ષા આવું  અનર્થ ના  થવા દઈશ . રોકી લે એને ?  " દમયંતી બહેન નાં અવાજ માં આજીજી હતી. 

"  જેણે જવાનું નક્કી કરી જ લીધું  હોય !  … એને બળજબરી થી   રોકી ને શું કરી લઈશું ?  જવા દો એમને !!!      મારે વહેંચાયેલો પતિ નથી જોઈતો !!!!     અને   જે મારું છે જ નહીં  !!!  એને  ક્યા હક થી રોકું ??? " આકાંક્ષા એ ભીની આંખે કહ્યું . 

( ક્રમશઃ )