Pranay Saptarangi - 21 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 21

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 21

સીમા ઘરે પહોંચી એવી તરતજ એની મંમી એ કહ્યું" સારુ થયું તું સમયસર આવી ગઇ તને ફોન પણ ના કરવો પડ્યો. ચાલ તું ફટાફટ થઇ કંઇ પીવું હોય પીને તૈયાર થઇ જા. મેં અમીને પણ વ્હેલી બોલાવી લીધી છે એ તૈયાર થવા જ ગઇ છે. તારાં પાપાં પણ અવતાં જ હશે સીમાએ કહ્યું" અરે માં તૈયાર થવા જાઊં છું પણ આમ ક્યાં જવાની તૈયારી છે ? સરલા બ્હેને હસતાં હસતાં કહ્યું "મારી ભોળી દીકરી તારાં સાસરે જવાની તૈયારી.......... સીમા કહ્યું સાસરે ? હજી એ સાસરું થવાની વાર છે સરલાબ્હેન કહે "હવે બધુ નક્કી જ છે પરંતુ અમારે સાગરનાં પેરેન્ટસ સાથે વાત થઇ ગઇ છે એ પ્રમાણે આજે સાંજે એમને ત્યાં જ જવાનું નક્કી હતું અને એનાં પાપાં પણ બપોર પછી ઘરે જ આપણી રાહ જોવાનાં છે. તમારાં લોકોનો સંબંધ આજે પાકો કરી દઇશું અને સામ સામે વટવ્યવહારની વાતો કરી લઇશું. જેથી કોઇ ગેરસમજના રહે.

સીમા તો રાજીની રેડ થઇ ગઇ એણે કહ્યું" અરે વાહ મંમી તમે લોકએ ક્યારે નક્કી કરી લીધું ? અને પેલી મારી ચાંપલી અમી પણ મને કંઇ કહી નથી રહી. એય માં એમ કહીને સીમા એની મંમીને વ્હાલથી વળગી ગઇ.

સરલાબ્હેન પણ સીમાને વ્હાલથી વળગાવીને માથે હાથ ફેરવવા માંડ્યા એમની આંખોમાં ભીનાશ આવી ગઇ એમણે સંવદેના સાથે કહ્યું "મારી દીકરી એટલી મોટી થઇ ગઇ કે અમે એનું આજે સગપણ નક્કી કરવા જઇ રહ્યાં છીએ એટલામાં અમી તૈયાર જઇને બહાર આવી એણે માં દીકરીનું લાગણીસભર દ્રશ્ય જોયું અને એ પણ થોડી ગંભીર થઇ ગઇ એ આ લોકોની નજીક આવીને સીમા અને માંને વળગીને બોલી "માં દીદી મોટી થઇ ગઇ તમે કહો છો એમ દીકરી પારકી થાપણ જ હોય છે ? માં દીદી હવે આપણી સાથે થોડોક સમયજ રહેશે પછી સાસરે જતી રહેશે ?

સરલાબ્હેન વધુ લાગણીસભર થઇ ગયાં એમણે કહું" દીકરી તો પારકી થાપણ કહેવાય અને આપણાં ઘરની શાન છે હવે પહેલાં જેવો સમય નથી એ આવતી જતી રહેવાની કોઇ ફરક નહીં. આપણે જેમ છોકરાં મોટાં થાય એમને એમનાં જીવનની મોકળાશમાં ઉડવા માટે અવકાશ આપવો જોઇએ. એ વિદાય થઇને પણ આપણી જ છે કારણ કે સાગર જેવો સમજુ છોકરો મળ્યો છે.

અમીએ પણ ભીની આંખે કહ્યું"દીદી સાચે જ તમે પરણીને જવાનાં ? હું તો પરણીશ જ નહીં. હું તો મા પાપાનો છોકરો બનીને જ રહીશ પછી મારી વિદાયનું તો વિચારશો જ નહીં.

સરલાબ્હેને કહ્યું "દરેક દીકરીએ જવું પડે છે... હજી તું નાની છું સમય આવે તને પણ વિદાય કરવી પડશે. અમી કહે તમે તો મારુ ભૂલીજ જજો. ઠીક છે. અત્યારે તમે લોકો ઇમોશનલ ના બનો મૂડ સરસ રાખો દીદીનાં સાસરે જવાનું છે અને દીદીનેતો ગમશે જ કેમકે એમને એમનો ગમતો વર મળી ગયો છે એકદમ માણસ... સીમાએ ભીની પણ હસતી આંખે કહ્યું "બેસ ચિબાવલી પોતાનું ઘર છોડીં કોને જવું ગમે ? હું તો અહીં આવતી જતી રહીશ અને સાગરને પણ બોલાવીશ. માં આવી વાતો ના કરો ચાલો તૈયાર થાવ હું તૈયાર થઇને આવું છું એમ એનાં પગમાં ઉત્સાહની ઝડપ જોઇને સરલા બ્હેનને ખૂબ આનંદ થયો.

સીમાનાં પાપા ભાવિનભાઇ પણ આવી ગયાં અને સીમા પણ તૈયાર થઇને આવી ગઇ. ખૂબ સુંદર ડ્રેસમાં આજે એ પરી જેવી લાગી રહી હતી. સીમાનાં પાપાએ કહ્યું "આજે મારી બંન્ને દીકરીઓ જાણે રાજકુંવરી જેવી શોભે છે. સીમા અને અમી બંન્ને જણાં ભાવિનભાઇને વળગી ગઇ. ભાવિનભાઇ પણ ગૌરવ સાથે પણ થોડાં લાગણીભીનાં થઇ ગયાં. એમની આંખો પણ આજે લાગણીસભર થઇ અને કહ્યું "સરલા બંન્ને દીકરીઓ મારું ગૌરવ છે અને આજ મારો સાચો ખજાનો છે આમ દીકરીઓ પારકાને આપી હું જાણે પાછો નિર્ધન થઇ જવાનો એમ કહીને તેઓ ગળગળા થઇ ગયાં એમની વાચા જ જાણે હણાય ગઇ. અમીએ કહ્યું "પાપા પ્લીઝ તમે લોકો આજે કેમ આટલાં ઢીલાં થાવ છો ? હજી તો લગનની વાત કરવા જઇએ છીએ. વિદાય નથી આપતાં. સીમાનાં પાપાએ કહ્યું" આવતીકાલ મારી નજર સામે આવી ગઇ શું કહ્યું દીકરીઓનો બાપ છું ને કયારે પરવશતા મારા ઉપર હાવી થઇ જાય છે.

અમી કહ્યું તમારે એક દીકરી સીમા અને દીકરો અમી છે હું પરણવાની જ નથી તમારો દીકરો થઇને રહેવાની છું, તમારી સેવા કરીશ તમારાં સપના પુરા કરીશ. મારી બ્હેન સીમા છે અને એનું પણ હું ખૂબ ધ્યાન રાખીશ તમે કોઇ ચિંતા ના કરો. સરલાબ્હેને કહ્યું ચલ ગાંડા જેવું ના બોલ અત્યારે તો આપણે જઇએ.

આખું શાહ ફેમીલી ગાડીમાં બેસીને સીધુ સાગરનાં ઘરે પહોંચ્યું સાગરનાં બંગલાનાં કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરી ત્યાંતો કંદર્પરાય કૌશલ્યા બ્હેન, સાગર, રામુકાકા બધાં બ્હાર વરન્ડામાં સીમાની ફેમીલીને આવકારવા બહાર આવી ગયાં.

કંદર્પરાયે નમસ્કાર મુદ્દામાં ભાવિનભાઇ, સરલાબ્હેનને આવકાર્યો. કૌશલ્યા બ્હેન કહ્યું આવો આવો પધારો આજે સાચાં અર્થમાં મારું આંગણું ભાવવિભોર અને આનંદી થઇ ગયું જાણે ભરી વસંતમાં બધુ રંગીન થઇ ગયું પછી એમણે સીમા અને અમીને કહ્યું" આવો દીકરા એમ કહીને ખૂબ વ્હાલથી બંન્ને ને ભેટીને આવકારી રામુકાકાએ હાથમાં ચાંદીની થાળી પકડેલી એમાં કંકુ ચોખા અને મીઠાઇ હતી. તેઓ બધાં જ ઊંબરો ઓળંગી ઘરમાં આવે એ પ્હેલાં જ કૌશલ્યા બ્હેને પ્રથમ સીમાને પછી બધાને કંકુ તિલક કરી અક્ષતથી આવકાર્યા અને મોં મીઠું કરાવી કહ્યું" હવે પધારો અંદર અમીતો આવું બધું જોયાં જ કરતી હતી. સીમા ખૂબ જ ખુશ હતી એણે ત્રાંસી નજરે સાગર તરફ જોઇ મીઠું મલકી રહી હતી એની આંખોમાં ફરિયાદ હતી કે તું જાણતો હતો તોય મને રેસ્ટોરન્ટમાં કંઇ કહેતો નથી... પછી વળી બધા અંદર ડ્રોઇગ્રરૃમમાં ગયાં.

કંદર્પરાય ભાવિનભાઇ સાથે વાર્તાલાપ ચાલુ કર્યો શરૃઆતમાં ફોર્મલ વાતોથી કરી. કેવું છે. તમારે કામનું પ્રેશર કેવું રહે છે. મારે ઘણું રહે છે છોકરાઓ મોટાં થઇ ગયાં છે અને બધાંનો ખૂબ સપોર્ટ છે એટલે તાણ નથી અનુભવાતા ભાવિનભાઇએ કહ્યું તમારી જેમ મારે પણ ખૂબ જવાબદારીનું કામ છે પણ મારો સ્ટાફ ખૂબ વફાદાર અને પ્રમાણિક હોવાથી મને એટલી તકલીફ ઓછી છે. થોડી ઘણી બીજી વાતો કરીને ભાવિનભાઇએ વ્યવહારની વાત શરૃ કરી. મારી દીકરી સીમાએ એની પસંદગી કરી લીધી છે અને એની પસંદગી અમને પસંદ છે એટલે આપણે તો હવે થપ્પો જ મારવાનો છે એમ કહી હસી પડ્યાં. કંદર્પરાયે કહ્યું "તમારી છે એજ સ્થિતિ મારી છે પરંતુ આનંદ એ વાતનો છે કે છોકરાઓએ જાતે નક્કી કર્યું હોવાં છતાં મારે કબૂલ કરવું પડે કે અમે શોધીએ પણ એનાં કરતાં વધુ સારું પાત્ર એમણે જાતે નક્કી કર્યું છે ભાવિનભાઇ કહ્યું હું તમારી વાતમાં સંપૂર્ણ સંમત છું.

થોડીવાતો કર્યાં પછી સરલાબ્હેન કહ્યું "સીમાનાં પપ્પા આપણે વિવાહ અને વ્યવહારની વાત કરી લઇએ ? ભાવિનભાઇએ કહ્યું "હાં એજ કરું છું. કૌશલ્યા બ્હેને કહ્યું" વિવાહની વાત માન્ય છે પણ વ્યવહાર શું ? અમારે કોઇ વ્યવહાર નથી જ લેવાનો કે કરવાનો. આપણે આપણાં છોકરાઓને ખુશી થી જે આપીશું એજ વ્યવહાર અને કોઇ લગ્નનાં રીવાજમાં કોઇ જ દહેજ કે બીજા ખોટાં વ્યવહાર કરાવવામાં માનતો નથી પ્રભુની દયાથી અહીં બધું જ છે અને તમારે તમારી દીકરીને ખૂબ વિશ્વાસથી અમને આપવાની અમારો દિકરો તમને પણ માંબાપનું જ માન આપશે અને પૂરી ફરજ નિભાવશે એજ આપણો વ્યવહાર બીજું કે અમે બ્રાહ્મણ છીએ શામવેદી કાશ્પય ગુરુનાં વંશજો એટલે વિધી પુરી કરીશું. પણ તમને ક્યાંય અગવડ નહીં પડવા દઇએ અમારો જે સાંસ્કૃતિક વારસો છે એ જાળવી શું અને તમારી પણ કોઇ માન્યતા હોય અમે માથે ચઢાવીશું.

સરલાબ્હેન સાંભળીને ખૂબ ખુશ થયાં મનમાં થયું કેટલુ સારું કુટુંબ મળ્યું છે મારી દીકરીને... એમણે કહ્યું અમે વાણીયા છીએ અને અમારાં ઇષ્ટદેવ શ્રીજીબાવા છે પણ બધાં રીવાજ આપણાં સરખા છે ખાસ ફેર નથી અને અમારે માટે બીજુ કોઇ ચૂસ્તતા નથી મારી દીકરી ખૂબ જ નસીબવંતી જ છે કે એને આવું કુટુંબ અને છોકરો મળ્યો. વ્યવહાર તમારાં તમે કરજો અમારાં અમે કરશું કોઇ વચ્ચે ત્રીજું બોલવાવાળું નહીં હોય કે ખોટો ખટરાગ ઉભો કરે.

કંદર્પરાયે ભાવિનભાઇને હસતાં હસતાં કહ્યું"આ લોકોએ બધુંજ પાર પાડી દીધું છે આપણે કંઇ બોલવા જેવું જ નથી. ભાવિનભાઇ કહે એજ સારું એ લોકોને વધું આ બધી સમજ હોય છે. રામુકાકા થાળીમાં ગોળ-સાંકર અને ધાણાં લઇ આવ્યાં અને કંદર્પરાયે સાકર ગોળધાણાં ભાવિનભાઇને ખવરાવ્યા ભાવિનભાઇએ કહ્યું આપણે બંન્ને વેવાઈ બની ગયાં અને ખૂબ આનંદપૂર્વક એકબીજાને ભેટમાં સરલાબ્હેને પણ કૌશલ્યાબ્હેનને અભિનંદન આપ્યા અને ભેટીને આનંદ વ્યક્ત કર્યો. સાગર અને સીમા એમનાં અને એકબીજાનાં માતાપિતાને પગે લાગ્યાં અને આશીર્વાદ લીધાં ગોળઘાણાં ખાઇને આજે સંબંધ પાકો કરી લીધાં અને કુટુંબ સમાજમાં બધાને જણાવવાનું પણ નક્કી કરી લીધું. અમી રેફરીની જેમ બધું જોઇ રહી હતી અને આનંદ લઇ રહી હતી અને મનમાં કંઇક વિચારી રહી હતી.

બધી વાતચીત અને ગોળધાણાં ખાઇને વડીલો વાતચીતમાં પડ્યાં. કૌશલ્યા બ્હેન અને સરલાબ્હેન પણ પોતપોતાનાં કુટુંબની વાતોમાં ગૂંથાયા રામુકાકા સાંજના જમણની તૈયારી કરવાં લાગ્યાં અને સીમા-સાગર અને અમી સાગરનાં રૂમમાં ઉપર આવીને બેઠાં.

સીમાએ સાગરને કહ્યું "અરે વાહ તમને લોકોને તો આજે કાચું લાયસન્સ મળી ગયું. ક્યા બાત હવે તો તમે કોઇને ગાંઠશો નહીં આમેય ક્યાં ગાંઠતાં હતાં. એમ કહીને મશ્કરી કરવા લાગી. સાગરે કહ્યું તારી વાત સાચી છે ચકલી હવે તો અમને લાયસન્સ મળી ગયું. છે કોઇ ચિંતા નથી હવે હું વધુ બેશરમ થવાનો શું કહે છે સીમા ? સીમાએ સાગર સામે જોઇ હસવા માંડી અને કહ્યું" બસ હવે તું ક્યારે લઇ જવાની રાહ જોતો હતો ? પછી આંખ મારીને કહ્યું પણ હવે અમીનું ધ્યાન રાખવું પડશે.

સાગરે કહ્યું "અરે તું તો મારી સાળી થઇ અને સાળી તો આધી ઘરવાળી મારે તો બંન્ને હાથમાં લાડુ શું કહે છે મારી અડધી ઘરવાળી ? અમી કહે બસ હવે હું તો એવી ભારે પડીશ કે ઘરવાળી જ ભૂલી જશો. જીજું આ કંઇક અલગ જ ખોંળીયું છે ખોળીયું ? કેવા કેવા ભારે શબ્દ વાપરે છે ? કંઇ નહીં બધાને પહોચી વળું એવો છું ચિંતા ના કર પણ એક વાત નક્કી છે ડાર્લીંગ કે તારે કોઇ પણ પ્રશ્ન હોય ફક્ત મને કહેવાનો હું ચપટીમાં સોલ્વ કરી દઇશ એટલી ખાત્રી આપું છું. આજથી જીજુ કહેવાનો નહીં. પણ મારું પ્રોટેકશન સંપૂર્ણ તને મળશે જ એ મારી ફરજ અને તારો હક્ક.

અમીને છેલ્લી લીટીઓ સાંભળવી ગમી એ પણ થોડી ઇમોશનલ થઇ ગઇ અને સાગરને આવીને ભેટી પડી. એની ભીની થયેલી આંખો સીમાએ જોઇ એ પણ અમીને આવીને ભેટી... સાગરે કહ્યું "એય ચકલી તું સીમાની બ્હેન હવે મારી પણ તું એટલી જ નજીક તારી ચિંતા હવે હું અને સીમા કરીશું ખાલી બોલવા નથી બોલતો પણ અમી હું બધાનું ખૂબ ધ્યાન રાખીશ આઇ પ્રોમીસ.

અમીએ આંખો લૂંછીને સાગરની આંખોમાં લાગણી વાંચી એને વિશ્વાસ બેઠો કે સાગર એક સાચું બોલનાર નિભાવે એવો છે એ કહે એ પાળનાર માણસ છે એને પણ અત્યારે સીમાની પસંદગી ઉપર ગૌરવ થવા લાગ્યો આજે અમીને કાંઇક અલગ જ લાગણી થઇ રહી હતી એને થયું મારું કુટુંબ એકદમ મોટું અને સુરક્ષિત થઇ ગયું છે એક સરસ સંપૂર્ણ સુરક્ષિત થઇ ગયું આજે એ ખૂબ જ સારું લાગી રહ્યું હતું. સાગરે બંન્ને બહેનોને બેસાડીને કહ્યું"ચાલો આપણે પત્તા રમવા છે ? લાગણીસભર વાતાવરણમાંથી થોડાં જુદાં વાતાવરણમાં લાવવા કહ્યું" સીમાએ કહ્યું "તમે બે જણાં રમો હું નીચે જઊં કંઇ કામ હોય તો મંમીને મદદ કરું આટલાં બધાં જણ જમવાનાં રામુકાકા એકલાં નહીં પ્હોચી વળે અને માં અને મંમી ભલે વાતો કરતાં.

અમીએ કહ્યું "ના સીમા આપણે બધાં નીચે જઇએ જીજુ તમે પાપા લોકો સાથે વાતો કરો અને કીચનમાં મદદ કરીશું મને આજે કીચનમાં જઇ મદદ કરવું સારું લાગી રહ્યું છે. સાગરે ખુશ થતાં કહ્યું ભલે આમેય સસરાજી સાથે વાતો કરવાનો મોકો ભાગ્યેજ મળે છે આજે થોડી ફીલ્મ ઉતારી લઊં એમ કહી હસવા લાગ્યો.

અમીએ કહ્યું "ફીલ્મ ઉતારતાં ઊતરી ના જાય જીજું મારાં પાપાને ઓછું નાં આંકતા એ લગભગ 60 માણસોને રોજ મેનેજ કરે છે બહુ મોટી ખોપડી છે. સાગરે કહ્યુ "હોયજને મને શંકા નથીજ એમની આ પ્રોડક્ટ જ પુરતી સાબિત કરવા. એમ કહીને હસ્યો બધાંજ એક સાથે હસી પડ્યાં. અને બધાં નીચે ગયાં.

સીમા અને અમીએ કહ્યું તમે લોકો નવાં નવાં વેવણ થયાં છો વાતો કરો અમે રામુકાકાને મદદ કરીએ છીએ અને જમવાની તૈયારી કરીએ છીએ. કૌશલ્યા બ્હેને સરલાબ્હેનને હસતાં હસતાં કહ્યું "જોયુને હજી હમણાં નક્કી થયું અને આ બંન્ને જણાએ મારાં કીચન પર કબજો કરી લીધો સરલાબ્હેને હસતાં હસતાં કહ્યું "સારુ ને માથે પડશે તો ખબર પડશે કેટલા વીસુ સો થાય છે આપણે શાંતિથી વાતો કરીએ અને હસતાં હસતાં વાતોમાં પડ્યાં.

સાગરે પણ આવીને પાપા અને સસરા ભાવિનભાઇની બાજુમાં જ જગ્યા જમાવી અને વાતોમાં પરોવાયો. સાંજટાળાં બધાએ સાથે મળીને જમણવાર કર્યો અને બંન્ને છોકરાઓને વિધીસર અંગેજમેન્ટ રીંગ ફંકશનમાં જ પહેરાવી દેવાનું નક્કી કર્યું અને એજ વખતે ડીક્લેર કરવાનું નક્કી કર્યું.

**********

રણજીત ફંકશનની આગલી રાત્રે પોતાનાં રીસોર્ટમાં એનાં પોતાનાં સ્યુટની બાલ્કનીમાં અક્ષય સાથે બેઠો હતો બંન્ને જણાં ગંભીર ચર્ચા કરી રહ્યા હતાં. બાલ્કનીમાં ઢળતાં સૂરજની સુરખી હતી આછું આછું અજવાળું હતું સંધ્યા ઢળી રહી હતી અને બંન્ને જણાં સ્કોચનાં પેગ ગટગટાવી રહેલાં. અક્ષયને તો હવે લગભગ લત જ લાગી ગઇ હતી અને લગ લગાડનાર રણજીત જ હતો.

રણજીતે અક્ષયે મોકલેલા ફોટાં અને વીડીયો પોતાનાં લેટેસ્ટ મોબાઇલમાં ચેક કરી રહ્યો હતો. ફોટાં અને વીડીયો જોતાં જોતાં બોલતો જતો હતો વાહ મસ્ત પોઝ લીધાં છે તે વાહ એને એ પણ ભાન નહોતું કે એ ફોટામાં એની જ સગી બ્હેનનાં ફોટાં વીડીઓ જોઇને હલકી મજાક કરી રહ્યો હતો.

રણજીતે અક્ષયને કહ્યું "સંયુક્તા પણ પાકી કલાકાર છે. એણે એવાં મસ્ત ગરમાગરમ પોઝ આપ્યા છે કે અજાણ્યાને એવું જ લાગે આ બે પ્રેમીપંખીડા છે અને બાઇકપર મસ્તી મારી રહ્યાં છે પેલા વરણાગીયાને સપનું પણ નહીં આવ્યું હોય કે એનો કેવો મસ્ત ઉપયોગ થઇ રહ્યો છે અને આ ફોટાં અને વીડીયોનો ઉપયોગ હવે કેવો થવાનો છે.

અક્ષય હવે ધીમે ધીમે વધુને વધુ નશામાં ઉતરી રહેલો એણે સાંભળ્યુ કે રણજીત કંઇક બોલી રહ્યો છે પણ એતો એની દુનિયામાં ડૂબવા લાગેલો રણજીતે એની સામે જોઇને કહ્યું" અલ્યા અક્ષય તું હજી કેટલું પીને કેમ વધારે પીએ છે ? માલ મારો છે પણ પેટતો તારું છે ને ? ઠીક છે તું તારે ઠોક કંઇ નહીં બધુ આપણું જ છે. અક્ષય થોડાં લથડાતાં સ્વરે બોલ્યો "અરે બોસ પીવા દો ને ચાર ત્રણ પેગ પછી મને એ મારી સામે સાક્ષાત દેખાય છે અને પછી મને એની સાથે મસ્તી અને પ્રેમ કરવાની મજા આવે છે.

રણજીતે કહ્યું "તારું આ કાયમનું છે આ તારો બબડાટ ક્યારે સાચો પડવાનો છે ? એમ એ તારાં હાથમાં નહીં આવે એનાં માટે પણ મોટું ચક્કર ચલાવું પડશે. પણ ધીરજ રાખ હમણાં નહીં પહેલાં મારો જેકપોટ લાગી જવા દે પછી બધી વાત અને હમણાં થોડાં દિવસ તો કોઇ નાટક કરતો જ નહીં તું. કાલે ફંકશન છે પછી 2/3 દિવસ પછી હું મારી ચાલ ચાલીશ અને એમાં તુ જ મારું મુખ્ય પેદુ છે. એટલે ધ્યાન રાખજે અક્ષય સાંભળી રહ્યો પણ એને કંઇ ખબર ના પડી પણ એટલુ બોલ્યો "બોસ તમે કહેશો એમ જ થશે હવે મારાં માટે મારાં બોસ અને અન્નદાતા તમે જ છો તમારો હુકમ જ સરઆંખો પર પોતે વિરાટ કે ચીફ કોઇ જ નહીં આમ પણ એ લોકો મને હવે જાણે બીજી નજરે જુએ છે મને ખાસ કામો સોપતા નથી કોણ જાણે કેમ. હું પણ કંઇ જેવો તેવો નથી એલોકોની માસ્ટરી મારી ચાલે છે. એ વિરાટ શું સમજે છે એનાં મનમાં જ્યારથી પેલો તમારો વરણાગીયો આવ્યો છે ત્યારથી મારાં તો જાણે ભાવ જ ગગડી ગયાં છે પણ હું મોટી તોપ છું. ખબર નથી એને.

રણજીત અક્ષયનો આ બડબડાટ સાંભળીને થોડો ચોંકી ગયો. એને થયું આ અક્ષયને ગ્રુપમાં મહત્વ ગુમાવી બેસસે તો મારે તો કોઇ કામનો જ નથી. ચીફ અને વિરાટને કોઇ વ્હેમ ગયો છે ? અક્ષય માટે ? અને આ પાછો અમીની પણ પાછળ પડ્યો છે મારે થોડો કંટ્રોલમાં રખાવીને ઉપયોગ કરવો પડશે વ્હેમ ક્યારેક મારી બાજી બગાડી બેસશે.

એણે અક્ષયને તુરંતજ માથેથી હલાવીને પૂછ્યું. અત્યારે તે શું કહ્યું ? વિરાટ અને ચીફને તારાં માટે કોઇ શંકા થઇ છે ? તું શું બોલે છે ? અક્ષયે પીધેલામાં પણ પોતાની જાત સંભાળીને કહ્યું" એમ નહીં બોસ આતો હમણાંથી મને કોઇ નવું કામ સોપયુ નથી એટલે વિચાર આવેલો પરંતુ મને વિરાટે કહેલું ભુરાની કંઇ લીંક હાથ આવે ત્યારે તારી જરૂર પડશે એટલે તને જણાવીશ. પણ પેલો ભૂરો પણ જાણે પાતાળમાં જતો રહ્યો છે એનાં કોઇ સગડ નથી પણ એનો નવો ફોન નંબર હાથ લાગ્યો છે મને તમે દીદી સાથે કન્ફ્રર્મ કરી લેજો કે એમની પાસે આવ્યો છે આ નંબર ?

રણજીતે કહ્યું "તારી પાસે કેવી રીતે આવ્યો ? અક્ષયે જંગ જીતી હોય એવો પ્રાઊડી ભાવ બતાવીને કહ્યું "આ મારું પોતાનું કારસ્તાન છે હું સમય આવ્યે કહીશ પણ વિશ્વાસ રાખો કે મારી માહિતી જડબેસલાક અને સાચી જ હશે હું તમને જે માહિતી આપીશ એ ખૂબજ ગુપ્ત રાખજો એમ કહીને એણે મોબાઇલ કાઢી એમાંથી એક નંબર રણજીતનાં ફોનમાં ફોરવર્ડ કર્યો અને પછી મોટો લાર્જ પેગ બનાવીને પીવા લાગ્યો. રણજીતે વિચાર્યુ આ પણ મોટી માયા છે એને નાનો કે ફાલતું સમજવાની ભૂલ નહીં કરી શકાય આજે પણ હાથમાં ને હાથમાં જ રાખવો પડશે. અક્ષય ત્રાંસી નજરે રણજીતની સામે જોઇ રહ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે બોસ મારે પણ મારી જાતને સાચવવા અને ઇમ્પોર્ટન્સ બનાવી રાખવા ખેલ ખેલવા પડશે નહીંતર આ સ્વાર્થી ગુંડો મને ચામાંથી માંખી કાઢી એમ મને કાઢી નાંખશે. જેવું એનું કામ થશે મારો ખાત્મો બોલાવી દેશે. હું સારી રીતે ઓળખું છું પરુતું મારું કામ કાઢવા જ હું આને સપોર્ટ કરી રહ્યો છું એક વાર મારું કામ પતી જાય પછી વાંધો નહીં.

રણજીત સામે વિચારવા લાગ્યો કે એકવાર મારું કામ નીકળી જાય પછી આને કીડી મંકોડાની જેમ કચડી નાંખીશ અને સાલાને કાયમ માટે ઉપર મોકલી દઇશ પછી કોઇ પુરાવો જ મારાં વિરુદ્ધનો નહીં રહે. એકવાર ભૂરો હાથમાં આવી જાય સાગરની બરબાદી અને સીમાને મેળવી લઊં. પછી મને જંપ થશે. સંયુક્તાને પણ ત્યાં સુધી સાગરનાં રમકડાંથી રમાડવી પડશે અને જો એનાં વચમાં વારો આવશે તો એને પણ....પછી એટલામાં એનાં ફોનમાં રીંગવાગી એણે જોયું સંયુક્તાનો ફોન છે એણે તરતજ ફોન ઉપાડ્યો.

સંયુક્તાએ કહ્યું "ભાઇ ક્યાં છું રીસોર્ટ ? કાલે તો ફંકશન છે બધી તૈયારી થઇ ગઇ છે તે કંઇ કાલનું વિચાર્યુ છે શું કરવાનું છે ? રણજીતે થોડાં નશામાં લહેકતા સ્વરે કહ્યું "ઓ ચીકુ તું ચિંતા ના કર બધું થઇ જશે. અત્યારે હું અને અક્ષય અહીં પાર્ટીમાં બેઠાં છે હવે રાત પડી ગઇ છે તું પણ સૂઇ જા અને મને ડીસ્ટર્બ ના કર. કાલનું બધુ જ ગોઠવાઇ ગયું છે ચિંતા ના કર પ્લીઝ લેટ મી એન્જોય માઇ સેલ્ફ એમ કહીને સંયુક્તાને આગળ સાંભળ્યા વિના જ ફોન કાપી દીધો.

*************

કંદર્પરાયે સિધ્ધાર્થને પોતાની ઓફીસમાં બોલાવીને પૂછ્યું "સિધ્ધાર્થ પેલા દિવસે પેલેસમાં ગયેલાં ત્યારે તે ચેક કરીને બધી સૂચનાઓ આપી દીધી છે ને ? આજે રાત્રે તો ફંકશન છે. સિધ્ધાર્થે કહ્યું " સર બધુ જ ઓકેજ છે અને આપણે સ્ટાફ અને અમુલખ સરનો સ્ટાફ બધોજ એની જગ્યાએ ગોઠવાઇ ગયો છે આ વખતે કોઇ ત્રૂટી નથી અને કોઇ નાની પણ ભૂલ નહીં થાય એટલે નિશ્ચિંત રહેજો. કંદર્પરાયે ખુશી દર્શાવી ઓકે તું પણ સમયસર હાજર રહેજે એમ કહીને કંદર્પરાયે ફોન ઉપાડી ડાયલ કર્યો. વિરભદ્રસિંહજી કેમ છો ? હવે બધી સીક્યુરીટીની તૈયારીઓ ફાઇનલ છે અને હું અને મારું ફેમીલી એક સાથે શાર્પ 7.30 વાગે આવી જઇશું. અને ખાસ સમાચાર આપવાનાં કે સાગરનું વેવીશાળ જ્યાં નક્કી કર્યું છે એ ફેમીલી એટલે કે મારાં વેવાઇ પણ મારી સાથે જ આવશે. એ ખાસ કહેવાજ આપને ફોન કર્યો છે.

વીરભદ્રસિંહએ કહ્યું "અરે આ તો સોનામાં સુગંધ ભળી તમે તો ખૂબ સરસ સમાચાર આપ્યાં છે તમે બધાને લઇને નિશ્ચિંત પધારો આપની અમે રાહ જોઇશું અને કંઇ પણ કામ હોય જણાવજો. બાકી પેલેસમાં તો બધીજ તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. બસ સમયસર આપની રાહ જોઇશું. એમ કહી ફોન મૂક્યો.

**********

કંદર્પરાયે એમની ફેમીલી સાગર સાથે અને ભાવિનભાઇ એમની ફેમીલી સીમા અમી સાથે બધાંજ એક સાથે સાંજે ફંકશનમાં સમયે પેલેસ જવા માટે નીકળ્યાં અને અમીએ પણ પોતાનાં ફોનથી કોઇને મેસેજ કર્યો કે અમે લોકો નીકળ્યાં છીએ. એનો ફોનમાં મેસેજ આવી ગયો કે કઈ નહીં તમે નિશ્ચિંત રહેજો અમારી નજર છે અમને જાણ છે તમે નીકળી ગયાં છો.

બંન્ને કાર પેલેસનાં ગેટ પર પહોચ્યાં અને પેલેસની સીક્યુરીટી અને પોલીસ સ્ટાફ બંન્ને કાર પાસે દોડી આવ્યા અને ડ્રાઇવરને પાર્ક કરીને ક્યાં જવાનું છે તે સમજાવ્યું હજી તો કાર પાર્ક થાય છે ત્યાંજ વીરભદ્રસિંહ અને સંયુક્તાં બંન્ને ફૂલોનાં બુકે લઇને હાજર થઇ ગયાં અને કંદર્પરાયને વધાવીને અંદર લઇ આવ્યાં. સંયુક્તાની નજર પડી કે સાથે સીમાની પણ ફેમીલી છે એટલામાં રણજીત અને એની માં રાજરાણી આવીને ફૂલો આપી એમણે બંન્ને ફેમીલીને આવકર્યા અને રણજીતની નજર સીમા પર હતી પણ કાબૂમાં રાખીને બધાને અંદર લઇ ગયો.

પ્રકરણ -21 સમાપ્ત.

પેલેસના ટેરેસ પરથી કોઇ ક દૂરબીન લગાડેલા કેમેરાથી રેકોર્ડ કરી રહેલો અને સીમા અને અમીને જોઇ રહેલો એ રણજીતનાં આદેશની રાહ જોઇ રહેલો. વધુ આવતા અંકે નવા પ્રસંગો સાથે....

""""""