AryRiddhi - 14 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૧૪

આગળ ના ભાગમાં જોયું કે વિપુલ અને નિમેશ વિપુલ ના આઇડેન્ટિટી કાર્ડ માં વિપુલ નું બદલાવી ને સંજય કરી દે છે. ઘરે આવી મૈત્રી નું આઇડેન્ટિટી કાર્ડ મૈત્રી ને આપે છે અને ફરી બીજી જગ્યા એ જવા માટે નીકળી જાય છે. અને મૈત્રી મીના સાથે મોલ માં શોપિંગ કરવા માટે જાય છે પણ ત્યારે તેમને ખબર નથી હોતી કે કોઈ તેમના પર નજર રાખી રહ્યું હોય છે. હવે આગળ..

મીના અને મૈત્રી શોપિંગ પુરી કરી ને મોલ ના પાર્કિંગ માં પહોંચ્યા. તેમણે ખરીદેલો સામાન કાર ડેકી માં મૂકીને જેવી મૈત્રી ડ્રાયવર સીટ પર બેસવા માટે આગળ વધી ત્યારે જ કોઈ પાછળ થી બેઝબોલ નું બેટ માથ માં મારવા ઘુમાવ્યું.

પણ મૈત્રી એ કાર ના સાઈડ વ્યુ મેરર માં જોઈ ને નીચે નમી ગઈ અને પાછળ ફરી ને એ બેટ મારનાર શખ્સ ના પેટ પર લાત મારી. એ શખ્સ નો બીજો સથી મીના સાથે બળજબરી કરવા નો પ્રયત્ન કરી રહ્યો હતો એટલે મૈત્રી મીના ની મદદ કરવા નું વિચારે તે પહેલાં મીના એ તે શખ્સ ને કરાટે કિક-પંચ મારી ને જમીન પર પાડી દીધો.

આ બધું જોઇને રિધ્ધી ખુશ થઇ ને કાર માં બેઠા તાળી ઓ પાડવા લાગી. તે બંને શખ્સ અત્યારે બેભાન થઇ ગયા હતા એટલે મીના એ તરત પોલીસ ને કોલ કર્યો. થોડી વાર માં પોલીસ આવી ગઈ.

પછી મીના એ પોલીસ ને જણાવ્યું કે કઈ રીતે તે બંને શખ્સે તેમના પર હુમલો કરવા ગયા અને તેણે મૈત્રી સાથે તે શખ્સો ને માત આપી ને બેભાન કરી દીધા. ત્યાર બાદ મીના એ પોલીસ ને એ શખ્સોનો ગુનાખોરી ના ઇતિહાસ વિશે પૂછ્યું.

ત્યારે પોલીસે જણાવ્યું કે તે બંને કોઈ પણ વ્યક્તિ ને શિકાર બનાવતા પહેલાં તે શિકાર તરીકે નક્કી કરેલી વ્યક્તિ પર નજર રાખીને ગમે ત્યારે તે વ્યક્તિ પર હુમલો કરી ને લૂંટી લેતા હતા.

પોલીસ ની વાત સાંભળી ને મૈત્રી ને ખયાલ આવી ગયો એ શખ્સો ઘરેથી અહીં સુધી તેમનો પીછો કરી રહ્યા હતા. થોડી વાર પછી તે બંને એકસાથે ત્યાં થી નીકળી ગયા. અત્યારે કાર મૈત્રી ચલાવી રહી હતી. તેણે કાર ચલાવતા મીના ને પૂછ્યું કે તમને લડવાની તાલીમ કોણે આપી છે ?

જવાબ માં મીના એ પહેલાં સ્માઈલ આપી પછી કહ્યું , નિમેશે મારી સાથે લગ્ન તે પહેલાં તેણે મારી પાસે કરાટે ની ટ્રેનિંગ લેવડાવી હતી અને તેના કારણે મારી પાસે કરાટે માં બ્લેક બેલ્ટ છે. 

મૈત્રી એ તેની વાત સાંભળી ને ખૂશ થઈ ગઈ અને તેઓ બીજી બધી વાતો કરતાં કરતાં ઘરે પહોંચી ગયા.  તેઓ ઘરે આવ્યા પછી જમવાનું બહાર થી ઓર્ડર કરી ને જમ્યા ત્યાં સુધી બપોર થઈ ગઈ હતી. એટલે મૈત્રી એ રિધ્ધી અને પાર્થ ને સુવડાવી દીધા પછી મીના સાથે બે કલાક સુધી ચેસ રમી.

ત્યાં સુધી નિમેશ અને વિપુલ માં થી કોઈ આવ્યું નહીં એટલે મીના એ નિમેશ ના મોબાઈલ પર કોલ કર્યો પણ નિમેશે ફોન રિસીવ કર્યો નહીં  પછી મૈત્રી એ નિમેશ ને ફરીથી બે ત્રણ વખત કોલ કાર્યો પણ નિમેશ નો ફોન રિસીવ થયો નહીં એટલે મીના ને હવે નિમેશ અને વિપુલ ની ચિંતા થવા લાગી.

મીના ને પરેશાન જોઇને મૈત્રી એ તેને પૂછ્યું થયું છે તું કેમ પરેશાન છે? ત્યારે મીના એ જણાવ્યું કે તે નિમેશ ને કોલ કર્યો પણ તે ફોન રિસીવ કરતો નથી એટલે મને તેની અને વિપુલ ભાઈ ની ચિંતા થાય છે.

મીના એ મૈત્રી ને આટલું કહ્યું ત્યાં જ ડોરબેલ રણકયો એટલે મૈત્રી એ ઊભી થઈ ને દરવાજો ખોલીને જોયું તો દરવાજા પર વિપુલ અને નિમેશ ઉભા હતા. નિમેશે દોડી ને મીના ને પોતાની બાહો માં ઉચકી લઈ ને તેનાં ગાલ પર એક હળવું ચુંબન કર્યું.

નિમેશ ની આવી અચાનક કરેલી હરકત થી મીના શરમાઈ ગઈ એટલે એ તરત પોતાને છોડાવી ને કિચન માં ચાલી ગઈ. મૈત્રી પણ આ જોઈ ને થોડું હસી લીધા નિમેશ ને આમ કરવા નું કારણ પૂછ્યું.

ત્યારે નિમેશે જણાવ્યું કે પોતે જે કંપની માં જોબ કરે છે ત્યાં વિપુલ ની આઇટી એક્સપર્ટ જોબ માટે એપોઇમેન્ટ લેટર મળી ગયો. એટલે હવે હું અને વિપુલ એક જ કંપની માં કામ કરીશું.

આ વાત સાંભળી ને મૈત્રી પણ ખુશ થઇ ગઇ. તે વિપુલ ગળે વળગી પડી. ઘણી વાર સુધી એમ વિપુલ ને વળગી ને ઊભી રહી. રાત્રે જમતી વખતે મૈત્રી એ વિપુલ અને નિમેશ ને જમતી વખતે શોપિંગ મોલ બનેલી ઘટના વિશે જણાવ્યું.

 નિમેશ પહેલાં મૈત્રી ની વાત સાંભળી ને ચોંકી ગયા પણ પછી મૈત્રી એ તેમને મીના સાથે તેણે કઈ રીતે એ બદમાશો નો સામનો કર્યો તે પણ જણાવ્યું. એ સાંભળીને વિપુલ હસ્યો. વિપુલ ને હસતાં જોઈ નિમેશે વિપુલ ને પૂછયું "આ વાત આટલી ગંભીર છે તો તું કેમ હસે છે?"

વિપુલ બોલ્યો "જો તે શખ્સ મૈત્રી ને ઓળખતા હોત તો તે આવું હુમલો કરવા નું વિચારતાં પણ નહીં. તે બંને શખ્સો ને એક સિક્રેટ એજન્ટ પર હુમલો કરતા નું પરિણામ ખબર હશે".

વિપુલ ની વાત સાંભળી ને કોઈ કઈ પણ બોલ્યું નહિં એટલે વિપુલ જમી લીધા પછી તેના રૂમ માં જઈને સુઈ ગયો. નિમેશ મીના સાથે થોડો સમય પસાર કરવા માંગતો હતો એટલે મીના નિમેશ સાથે વોક પર ગઈ. મૈત્રી  રિધ્ધી અને પાર્થ સાથે તેમના રૂમ બેસી ને તેમને દર વખત જેમ એક વાર્તા કહી ને સુવડાવી દીધા પછી તે પણ તેમના જ રૂમ સુઈ ગઈ.

પણ બીજા દિવસે સવારે મૈત્રી કિચન માં નાસ્તો બનાવતી હતી ત્યારે વિપુલ કિચન માં આવી ગયો. મૈત્રી ને કહ્યું આજે હું નાસ્તો બનાવવા માં તારી મદદ કરીશ. મૈત્રી ને આ વાત થોડી અજીબ લાગી પણ તેણે જોયું કે આજે વિપુલ નો મૂળ ઘણો સારો હતો. વર્ધમાન નું ઘર છોડ્યા પછી વિપુલ પહેલી વાર આટલા સારા મૂડ માં હતો. તેથી મૈત્રી હા પાડી અને બીજું કંઈ કહ્યું નહીં.

નાસ્તો કરતી વખતે મીના અને નિમેશ વિપુલ ની તારીફ કરવા લાગ્યા કે વિપુલે ખૂબ જ ટેસ્ટી બેકફાસ્ટ બનાવ્યો છે. વિપુલ તેમની વાત સાંભળી ને થોડું હસ્યો પછી તે અને નિમેશ ઓફીસ માં જવા માટે નીકળી ગયા. 

આજે મૈત્રી ને ઘણી રાહત લાગી રહી હતી કેમકે હવે વિપુલ નો સ્વભાવ ફરી થી પહેલાં જેવો મસ્તીવાળો થઈ ગયો હતો અને રિધ્ધી પણ હવે વર્ધમાન ના ઘર ને ભૂલી ગઈ હતી. એટલે તે ભગવાન ને પ્રાર્થના કરતી હતી હવે તેમના જીવનમાં લાંબા સમય સુધી કોઈ સમસ્યા ના આવે.

ભગવાને તેની પ્રાર્થના જાણે સાંભળી લીધી હોય તેમ લાંબા સમય સુધી તેમના જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવી નહીં પણ જ્યારે મોટી આફત આવી ત્યારે તેમનું સર્વસ્વ લઈને જતી રહી.