Ek iccha - kai kari chutwani - 17 books and stories free download online pdf in Gujarati

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૭

નીરવ થોડો ગંભીર થયો ને ખુશી ની આંખ માં આંખ પોરોવી ને બોલ્યો બોલ તો સહી કે શું છે તારા સપના , હું જરૂર એ પુરા કરીશ.આટલું સાંભળતા ખુશી નીરવ ને લપેટાયી ગયી

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૭

નીરવ આજ પેહલા મેં ક્યારે ય મારા ભણતર સિવાય કશું જ વિચાર્યું ના હતું , તમે મને ગમતા હતા પણ પેહેલા ભણતર અને પછી બીજું બધું એવું વિચારી ને જ હું આગળ વધી છું , મારા માતા પિતા એ ખુબ મેહનત કરી ને મને ભણાવી છે તમે તો ધનિક પરિવાર માં ઉછર્યા છો , મારા પપ્પા પણ અત્યારે તો પૈસાવાળા છે પણ જયારે હું નાની હતી ત્યારે અમારી પાસે આટલો રૂપિયો નતો. મારા પપ્પા એ મહેનત કરી ને આટલી સંપત્તિ ભેગી કરી છે અને મને પણ એક એક પૈસા ને ખુબ સાચવી ને વાપરવા અને બચાવાનું સીખ્વાડ્યું છે . હું જયારે પી એચ ડી નું ભણતર પુરુ કર્યું એટલે મારા પપ્પા એ મને લગ્ન કરવાનો પ્રસ્થાવ મુક્યો હતો જે મેં નકારી કાઢ્યો હતો મારે મારુ જીવન એવું બનાવું હતું કે જેના થી હું જરૂરિયાત મંદ વ્યક્તિ નો ને મદદ કરી શકું.આજે જયારે તમે મને તમારા પ્રેમ નો ઈઝહાર કર્યો એટલે હું પણ તમારા માટે ના મારા દિલ માં રહેલા પ્રેમ ને ના રોકી શકી. હું પ્રેમ માં તો વહી ગયી તમને પ્રેમ તો હું આખી જિંદગી કરવાની જ છું .તમારા સપનાઓ હશે કે તમે એક હસતો ખેલતો પરિવાર મળે પ્રેમ કરવા વાળી પત્ની મળે ખુબ પ્રેમ કરવા વાળા બાળકો મળે , તો હું આ બધું એક સાથે કેમ નું પુરુ કરીશ? .તમારા સપના અને મારા સપના નો તાલમેલ કેમ નો બેસાડીશ. કદાચ હું બંને સપના પુરા કરવામાં અસમર્થ રહી તો? એ પેહેલા નીરવ એ ખુશી ના હોઠ પર આંગળી મૂકી ને બોલ્યો ખુશી તારા સપના , તારી ઈચ્છા હું પુરી કરીશ જ . હા હું તારા દરેક કામ માં સાથ આપીશ અને આ મારુ વચન છે .નીરવ બોલ્યો ખુશી તારા રૂપ અને સંસ્કાર નો તો હું દીવાનો હતો જ પણ મારી ખુશી હું આજ થી તારા આદર્શો નો પણ દીવાનો બની ગયો . ફરી પાછા બંને એક બીજા ને પ્રેમ કરવા માંડ્યા.

સવાર ક્યાં થયી એ તો નીરવ અને ખુશી ને ખબર જ ના રહી . સવાર ના અજવાળા ની સાથે જ જાણે બંને ના જીવન માં પણ નવો સૂર્યઉદય થયો। બધા જે ટેન્ટ સુતા હતા એ પણ સવાર ની સાથે ઉઠી ને બહાર આવ્યા , બહાર આવી ને જોયું તો નીરવ અને ખુશી રાત્રે જ્યાં બેઠા હતા ત્યાં જ હજી બેઠા હતા । સમીર નીરવ ની નજીક જઈ ને મસ્તી માં બોલ્યો કે કાલ ની રાત "બિન ફેરે હમ તેરે એવું તો કઈ નથી ને" ખુશી તો સર્માઈ ગયી ને ત્યાં થી કાકા કાકી ના ઘર તરફ ભાગી ને અંદર જતી રહી .જેવી ખુશી અંદર ગયી ત્યાં એને કાકા ને જોયા પણ કાકી ક્યાં ય દેખાય ના એટલે કાકા ને પૂછવા લાગી કાકી ક્યાં ગયા .કાકા એ થોડો ખરખરો કરી ને બોલ્યા એની એક ઈચ્છા - કઈ કરી છૂટવાની ના માર્ગ પર .કાલે સાંજ સુધી માં કાકા એ પોતાના વિષે તો બધી વાત કરી પણ આગળ ની હજી વાત બાકી હતી , બધા ને જ આગળ ની વાત જાણવાનો બહુ જ ઉત્સાહ હતો એટલે ખુશી એ કાકા ને કીધું કાકા ,હસુમતિકાકી તો બહાર ગયા છે અમને જણાવો ને કે તમે પાછા કાકી ને કેવી રીતે મળ્યા અને અહીં ક્યાંથી આવ્યા .


ખુશી ની વાત માની ને આગળ ની બધી જ હકીકત જણાવા તૈયાર થયા .ખુશી,નીરવ ,સમીર , ખુશ્બુ , નેહા અને બીજા બધા જ મિત્રો વાતો સાંભળવા બેસી ગયા . હસમુખ કાકા એ વાત આગળ વધારી , યુ એસ એ માં લુસી ને લાફો માર્યો હતો એના પરિણામ સ્વરૂપે એને મને જેલ ભેગો કરી દીધો અને મારા ઉપર બળજબરી થી એની સાથે લગન કરવાના અને ખોટી રીતે વિઝા મેળવાનો કેસ કર્યો , પોલીસે એ મને મારી મારી ને અધમુવો કરી નાખ્યો , એટલું જ નહિ , લુસી એ કરેલા કેસ ના લીધે મારા વિઝા અને લગન ખારીઝ કરી દેવામાં આવ્યા .મને ૧૨ મહિના જેલ માં રાખ્યો , ના હું કોઈ ને મળી શકું ના કોઈ ને ફોન કરી શકું આમ પણ મેં મારા યુ એસ એ ના સપના ના લીધે મારા ઘરવાળા બધા ને તરછોડી દીધા હતા .હું મારી વેદના કોને કહું , ૧૨ મહિના પછી જેલ માંથી મને મુક્ત કર્યો અને ડિપોર્ટ કરી ને ઇન્ડિયા પાછો મોકલી દીધો । હું ક્યાં જવું કોની પાસે મદદ માંગુ એ પણ મને નહતી ખબર , મેં જેવો વ્યવહાર મારા ઘર ના સભ્યો સાથે કર્યો હતો એ પછી તો હું મારા ઘરે પણ પાછો નાટો જઈ શકતો । હું ઇન્ડિયા આવી ને ઇડર ગયો પણ હું કોઈ ને મળ્યો નહિ , હવે મારે જીવન નિર્વાહ માટે કામ કરવાનું હતું , જેલ માં રહી ને મારુ શરીર બિલકુલ નબળું પડી ગયું , મેં ઘણી જગ્યા એ કામ મેળવા પ્રયત્ન કર્યો પણ બધી જગ્યા એ મારી ઓળખ પુછાતી, જે હું આપી શકે તેમ નહતું , મેં કંટાળીને મજૂરી કામ ચાલુ કર્યું. રહેવા માટે જગ્યા હું શોધતો હતો , ત્યાં એક બીજા મજુર પાસે થી " મેરે સાઈ" સંસ્થા વિષે જાણવા મળ્યું। જરૂરિયાત હતી એટલે મેં એ સંસ્થા માં આશ્રય મળશે એ ઈરાદા થી ગયો। ત્યાં "મેરે સાઈ " સંસ્થા એ મને જમવાનું અને રહેવાનું સ્થાન આપ્યું , સાથે જણાવ્યું કે મારે નિશ્વાર્થ સેવા કરવાની । હું પણ ખુશ થયો મારુ કામ થયી ગયું જમવાનું અને રેહવાની ચિંતા મટી ગયી એટલે હું પણ આ સંસ્થા જોડે જોડાઈ ગયો।

વરસાદ ની ઋતુ ચાલુ થયી ને નજીક ના ગામ માં ભારે વરસાદ ના કારણે પૂર આવ્યો હતું,અને આખેઆખું ગામ તણાઈ ગયું ,એટલે "મેરે સાઈ " સંસ્થા એ એ ગામ લોકો ને મદદે દોડી ગયા , આ દિવસ મારી જિંદગી નો એવો દિવસ હતો કે હું ક્યારે ય ના ભૂલી શકું. પૂર માં બધા જ મદદ એ આવ્યા હતા ત્યાં તમારા કાકી મારી હસું પણ ત્યાં આવી હતી , હું બીજા ગામ લોકો ની જોડે જોડે પુરસહાય માં લાગેલો હતો.

ત્યાં સમાચાર આવ્યા કે જે શાળા માં ગામલોકો ને આશ્રય આપ્યો હતો એની છત તૂટી પડવા આવી છે , બધા બાળકો અને સ્ત્રીઓ ની ચીસો અમને સંભળાયી એટલે અમે થોડા એ તરફ દોડ્યા , ત્યાં બધી અફરાતફરી મચી ગયી હતી , બધા બાળકો ને બહાર કાઢવામાં આવી રહ્યા હતા , બધા ને જ ધીરે ધીરે હેમખેમ કાઢી લીધા , ત્યાં એક બાળક બોલ્યું ,એક દીદી હાજી અંદર રહી ગયા છે જે અમને બચાવા છત ને લાકડા ના ટેકે પકડી ને ઉભા હતા , એટલું હજી તો બાળક બોલ્યું ત્યાં છત પાડવાનો જોરદાર અવાજ આવ્યો , અને બધા ની ચીસ નીકળી પડી , બધા ને લાગ્યું કે એ દીદી આ છત ની નીચે દબાઈ ગયા , એટલે અમે ચાર પાંચ જાણ અંદર કાટમાળ માં જોવા ગયા , અંધારું ઘોર અને વરસતા વરસાદ માં કાટમાળ ની નીચે દબાયેલા બેન ને કેમ કરી કાઢવા , અમે થોડી વાર શોધ્યું પણ ક્યાં ય કોઈ ના દેખાયું , બધા બાર આવતા હતા.

ક્રમશ: