pruthvi - 35 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 35

આગળ ના ભાગ માં આપણે જોયું કે અંગદ અને સુબાહુ ની મુલાકાત બાદ અંગદ ને એના ભાઈ પાવક ના દુષ્ટ ષડયંત્ર ની જાણ થઈ ગઈ ,એટ્લે પોતાના પરિવાર ની રક્ષા માટે અંગદ એ પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવી , પરંતુ ઘરે પહોચતા જ અંગદ ના ચહેરા ના ભાવ અને એની વાતો પર થી વિશ્વા ને અંગદ પર સંદેહ થયો કે એને પાવક ના ગુપ્તચર વિશે કઈ રીતે જાણ થઈ ....એના પ્રશ્નો થી અંગદ મુંજાઈ ગયો ....

ક્રમશ ...........

વિશ્વા : અંગદ તને કઈ રીતે જાણ થઈ કે એનું નામ ખડગ છે અને એ પાવક નો ગુપ્તચર છે ?

અંગદ : આ.....અરે મે કહ્યું ને હું જંગલ માં હતો .......એ વખતે હું એ વ્યક્તિ નો પીછો કરીને સત્ય જાણવા માંગતો હતો ......પીછો કરતાં કરતાં જોયું કે એ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિ ને સંદેશ પહોચાડી રહ્યો છે ....એ બંને ની વાત પર થી સંપૂર્ણ સત્ય ની મને જાણ થઈ.

અવિનાશ : તો તે શું સાંભળ્યુ ?

અંગદ : મે સાંભળ્યુ કે ખડગ બીજા વ્યક્તિ ને કહી રહ્યો હતો કે એ લોકો ના ઘર માં કોઈ મોટી ઉત્સવ ની તૈયારી ચાલી રહી છે ,એટ્લે સમય સૂચક્તા વાપરી આપણે એમના પર હુમલો કરી દઇશું ,એટ્લે પાવક ને કહો તૈયાર રહે.

પાવક નું નામ સાંભળતા જ હું સર્વ વાત જાણી ગયો .

અવિનાશ : જો આ જ વાત છે તો .....આપણે પાવક ના હુમલા માટે તૈયાર રહેવું જોઈએ.

અંગદ : ફક્ત પાવક જ નહીં.....મને શંકા છે કે મારા બીજા ભાઈઓ પણ આ હુમલા અને ષડયંત્ર માં સંડોવાયેલા છે.

અવિનાશ : તો આજ થી આત્મરક્ષણ ની તૈયારી માં લાગી જાવ.

વિશ્વા : હા....એમનો સામનો કરવા આપણે વધારે લોકો ની મદદ ની જરૂર પડશે.

અંગદ : ના વિશ્વા.........આપણે કોઈ યુદ્ધ ની તૈયારી કરવાની જરૂર નથી .આપણે એમની વિશાળકાય સેના નો સામનો નહીં કરી શકીએ.

અવિનાશ : કદાચ તું ભૂલે છે અંગદ ......આપણે એક વાર પેહલા પણ તારા પિતા વિદ્યુત ની વિશાળકાય સેના ને હરાવી ચૂક્યા છે ....તું આપની શક્તિ ને ઓછી આંકી રહ્યો છે.

અંગદ : હું કોઈ ની શક્તિ ને ઓછી આંકી નથી રહ્યો ... ભૂતકાળ માં થયેલા યુદ્ધ ના પરિણામ યાદ છે .....તમને બંને ને ગુમાવી ચૂક્યા હતા ....પૃથ્વી અને નંદિની પાગલો ની જેમ અહી તહી તમારી શોધ માં ભટકતાં હતા ,સ્વરલેખા અને અરુણરૂપા તારા મૃત્યુ પછી વિરહ માં નઝરગઢ ચાલ્યા ગયા.

તમને પાછા લાવવા ખૂબ ભટક્યા છીએ ......હવે કોઈ પણ સંકટ વહોરી લેવા નથી વિશ્વા ......

વિશ્વા : પરંતુ .....

અંગદ : પરંતુ કઈ નહીં વિશ્વા ....... સદીયો પછી પૃથ્વી અને નંદની એક થવા જઈ રહયા છે,યુદ્ધ ના સમાચાર સાંભળતા શું તે વિવાહ માટે રાજી થશે ? શું આ મહાવિનાશક યુદ્ધ પછી આખો પરિવાર સહી સલામત હશે ?

અંગદ ના વચનો સાંભળી વિશ્વા અને અવિનાશ વિચાર માં પડી ગયા.

અવિનાશ : અંગદ સાચું કહી રહ્યો છે વિશ્વા .......

અંગદ : હવે બસ એક જ ઉપાય છે ......જેમાં તમારે મારો સાથ આપવાનો છે .....

વિશ્વા : ઠીક છે.

અંગદ એ બધી સવિસ્તર વાત વિશ્વા અને અવિનાશ ને જણાવી.

એ બંને એની વાત થી સહમત થયા.

બીજા દિવસ સવાર નો સમય થયો બધા એક બાજુ બેઠા.

વીરસિંઘ : બોલો ....અવિનાશ કેમ બોલાવ્યા છે તમે અમને અહી.

પૃથ્વી : હા ......કોઈ ખાસ વાત જણાવવી છે ?

વિશ્વા : હા ભાઈ ......વાત એમ છે કે હું ,અવિનાશ અને અંગદ તારા વિવાહ માટે સૌથી સુંદર જગ્યા શોધી રહ્યા હતા.

નંદિની : તો શું થયું જગ્યા મળી ?

અંગદ : હા જગ્યા તો મળી જ ગઈ છે..........પણ

નંદની : પણ શું ?

અવિનાશ : વાત એમ છે કે એ જગ્યા નઝરગઢ થી દૂર છે.

નંદિની : દૂર છે મતલબ ? કેટલી દૂર છે ? તમે ક્યાં શોધી આવ્યા છો ?

વિશ્વા : એ જગ્યા નું નામ છે માયાપૂર......

બધા ચોંકી ને ઊભા થઈ ગયા,એમના ચહેરા પર ખુશી કે દૂ:ખ સ્પષ્ટ દેખાતા નહોતા.

પૃથ્વી : પણ વિશ્વા .....માયાપૂર કેમ ?

નંદની : નઝરગઢ માં શું વાંધો છે ?

અવિનાશ : વાંધો કઈ નથી નંદની ....પણ

વિશ્વા : પણ અમારા બધા ની ઈચ્છા હતી કે તમારા બંને ના વિવાહ દુનિયા ની સૌથી સુંદર જગ્યા એ થાય.

નંદની : માફ કરજે વિશ્વા પરંતુ ......નઝરગઢ અમારો પ્રાણ છે.અમારા બંને માટે નઝરગઢ થી વધુ સુંદર જગ્યા કોઈ હોય જ ના શકે.ના જાણે કેટલા વર્ષો અહી વિતાવ્યા છે આપણે.

પૃથ્વી : અને વિશ્વા તું એવું કઈ રીતે વિચારી શકે કે નઝરગઢ સુંદર નથી.

વિશ્વા : ના ભાઈ તું ખોટું સમજે છે ...... નઝરગઢ મને પણ એટલું જ પ્રિય છે જેટલું તને છે ......

અવિનાશ : વિશ્વા સાચું કહી રહી છે ....માયાપૂર નક્કી કરવા પાછળ મુખ્ય કારણ એ હતું કે ......નઝરગઢ ફક્ત જંગલો થી ઘેરાયેલું છે જ્યારે માયાપૂર વસ્યું વસાયેલું નગર છે.ત્યાં વિવાહ લાયક દરેક સામાન મળી રહશે ,આપણે તારા વિવાહ સરસ રીતે આયોજન કરી શકીશું.

પૃથ્વી : આપણે જંગલ ના જીવ છીએ અવિનાશ ....આ જંગલ જ આપનું ઘર છે ,અને આ જંગલ જ વર્ષો થી આપનું પોષણ કરતું આવ્યુ છે ......

નંદની : અવિનાશ ......જ્યારે અમે અહી નઝરગઢ સૌ પ્રથમ વાર આવ્યા ત્યારે ...... પૃથ્વી એ મને વચન આપ્યું હતું કે જ્યારે પણ આપના વિવાહ થશે ત્યારે આ નઝરગઢ નું આખું જંગલ શણગારેલું હશે.ત્યારે તું દુલ્હન રૂપે હઈશ અને હું આવીશ અને તને વિવાહ કરીને લાવીશ.

અવિનાશ : હું સમજુ છું ..... નંદની

પૃથ્વી : બસ તો પછી તમે માયાપૂર જવાની જીદ છોડી ને નઝરગઢ માં જ વિવાહ ની તૈયારી કરો.

અવિનાશ અને વિશ્વા એ હારેલા ચહેરા એ અંગદ સામે જોયું અને ઈશારો કર્યો કે આપણે હવે કશું કરી શકીએ એમ નથી.

અંગદ એ ઊંડો શ્વાસ ભર્યો અને પોતાનું અંતિમ શસ્ત્ર વાપર્યુ.

અંગદ બોલ્યો “ અવિનાશ ......આપણે વાત શું થઈ હતી અને તું પૃથ્વી ને કઈ રીતે વાત સમજાવે છે”.

અવિનાશ અને વિશ્વા પણ મુંજાઈ ગયા કે અંગદ શેના વિષે વાત કરી રહ્યો છે.

અંગદ : તું રહેવા દે ......હું સમજાવું છું.

વાત એમ છે પૃથ્વી ....... તું જાણે છે ......કે નંદની અને તારા પોતાના સગા કોઈ માતા પિતા નથી. પણ સ્વરલેખાજી નંદિની ને પોતાની દીકરી સમાન માને છે અને વીરસિંઘજી તને પોતાનો પુત્ર.

સ્વરલેખા : હા એતો સત્ય જ છે ,નંદની મારી પુત્રી સમાન નહીં ,પુત્રી જ છે.

વીરસિંઘ : પૃથ્વી, વિશ્વા મારા સંતાન જ છે.

અંગદ : હા તો બસ એ જ પ્રમાણે વિધિ અનુસાર ,પૃથ્વી એ નંદની સાથે વિવાહ કરવા પિતા ના ઘર એટ્લે નઝરગઢ થી સ્વરલેખાજી ના ઘરે માયાપુર જવું પડશે.

વિશ્વા અંગદ નો પ્રસ્તાવ સમજી ગઈ.

વિશ્વા : હા ....અને એ રીતે પૃથ્વી નઝરગઢ થી માયાપૂર સુધી નંદની જોડે વિવાહ માટે પ્રસ્થાન કરશે.એટ્લે તમારું વચન પણ જળવાઈ રહેશે.

અવિનાશ : એટ્લે આપણે નઝરગઢ ને પણ એટલું જ શણગારીશું અને માયાપૂર ને પણ.

બધા લોકો વિચાર માં પડી ગયા.

સ્વરલેખા : આ તો અતિ ઉત્તમ છે,

વીરસિંઘ : શ્રેષ્ઠ છે .....આનાથી સારું શું હોય શકે.

નંદની અને પૃથ્વી પણ એકબીજા ની સામે જોયું.અંગદ ,અવિનાશ અને વિશ્વા પૃથ્વી ના ઉત્તર ની જ રાહ જોઈ રહયા હતા અને એકટસે એના હાવભાવ સામે જોઈ રહ્યા હતા.

પૃથ્વી થોડો ગંભીર હતો.નંદની પૃથ્વી સામે જોઈ ને થોડું મુસકાઈ.પૃથ્વી પણ સામે હસીને પ્રત્યુત્તર આપ્યો.

પૃથ્વી : ઠીક છે તમારી આ યોજના અતિ ઉત્તમ છે.માફ કરજે વિશ્વા અને અવિનાશ અમે જાણ્યા વિના તમારી વાત ને નકારી કાઢી.

અવિનાશ : ના ના ....એમાં તમારો કોઈ વાંક નથી.અમે જ સમજાવવામાં થોડી ગડબડ કરી.

અરુણરૂપા : સારું છે કે અંગદ તમારા બંને કરતાં સમજદાર છે ,કે એને વાત સમજાવતા આવડે છે .... અને તમે બંને એકજેવા જ છો.

બધા હસવા લાગ્યા....

મનસા : મતલબ કે હવે આપણે નઝરગઢ ના શૃંગાર ની તૈયારી કરવાની છે.

અંગદ : હા ......આવનારા ત્રણ દિવસ બાદ વિવાહ છે ....... જેટલું બને એટલું ઉતાવળ રાખવી પડશે,

સ્વરલેખાજી ,અરુણ રૂપાજી આપણે વિનતિ છે કે આપ બંને સત્વરે માયપુર પહોચી ને સ્વાગત અને વિવાહ ની તૈયારી કરો ,કારણ કે સંપૂર્ણ વિવાહ માયાપુર માં જ આયોજિત છે.

સ્વરલેખા : ઠીક છે .....

અંગદ : બાકી ના અહી ના કામ અમે મળી ને સંભાળી લઈશું.

અને નંદિની .......માફ કરજે પરંતુ ........વિવાહ પર્યંત તારે પણ માયાપૂર જ રહેવું પડશે.હવે તું ફક્ત વિવાહ પછી જ નઝરગઢ આવી શકીશ.

નંદિની વિચાર માં પડી ગઈ

અરુણ રૂપા : અંગદ સત્ય કહે છે ....... નંદની , એટલી તો પૃથ્વી ની વિરહ ની વેદના તારે સહેવી જ પડશે.

બધા જોર જોર થી હસવા લાગ્યા.નંદની શરમાઈ ગઈ.અને ઘર માં ચાલી ગઈ.

પૃથ્વી : ઠીક છે ,તમને લોકો ને જેમ યોગ્ય લાગે તેમ કરો.

અવિનાશ એ ધીમેક થી અંગદ સામે આંખ થી ઈશારો કર્યો કે એની યોજના સફળ રહી.બધા ધીમે ધીમે ત્યાથી નીકળી ગયો.

અંગદ એકલો ઊભો હતો અને બહાર તરફ જતો હતો ,ત્યાં પાછળ થી પૃથ્વી એ અવાજ નાખ્યો.અને એના પાસે ગયો અને એના ખભા પર હાથ મૂક્યો.

પૃથ્વી : અંગદ ...... મને સમજાતું નથી કે તારો ધન્યવાદ કઈ રીતે કરું ..... તું જ્યાર થી અમારા જીવન માં આવ્યો ત્યાર થી ફક્ત ખુશીઓ જ લાવ્યો છે,તારા માર્ગદર્શન હેઠળ અમે વિશ્વા અને અવિનાશ ને શોધી શક્યા .... અને આજે અમારા વિવાહ ની સંપૂર્ણ જવાબદારી તું પોતાના માથે ઉઠાવી ને ફરે છે.

અંગદ : પૃથ્વી ....તું ધન્યવાદ કહી ને મને પારકો કરી રહયો છે .......તે એક દુશ્મન ના દીકરા ને પોતાના ઘર માં સ્થાન આપ્યું,અને તે મને જે આપ્યું છે એ મને આજીવન ક્યાય મળ્યું નથી.

પરિવાર .....અને પરિવાર નો સ્નેહ .....

તારા સમાન પ્રાણ પ્રિય ભાઈ ,નંદની સમાન બહેન ,વીરસિંઘ અને સ્વરલેખા સમાન માતા પિતા ,અવિનાશ અને વિશ્વા સમાન મિત્ર ..... એક વ્યક્તિ ને જીવન માં બીજું શું જોઈએ ?

પૃથ્વી :તે એક પરિવાર ના આદર્શ સભ્ય તરીકે પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવી છે અમને આનંદ છે કે તું અમારા પરિવાર નો ભાગ છે ...... તું મારા સગા ભાઈ કરતાં પણ ખૂબ વધી ગયો છે ,આશા રાખીશ કે તારી બધી મનોકામના પૂર્ણ થાય.

પૃથ્વી એ અંગદ ને ગળે લગાડી દીધો.

અંગદ ની આંખો ભરાઈ આવી .મનમાં બોલ્યો ( હું પણ આશા રાખીશ કે મારી બધી મનોકામના પૂર્ણ થાય )

અંગદ : હજુ સંપૂર્ણ જવાબદારી નિભાવી નથી પૃથ્વી .......

પૃથ્વી : મતલબ ?

અંગદ : હજુ તારા વિવાહ કરાવવાના બાકી છે.

પૃથ્વી હસવા લાગ્યો.

પૃથ્વી : ઠીક છે હવે હું વધારે કઈ કહેવા નથી માંગતો ......પણ તારે કઈ પણ વસ્તુ ની જરૂર હોય તો બેજીજક માંગી લેજે.

અંગદ : મારે કઈ જોઈતું નથી ..........બસ એક વચન આપ.

પૃથ્વી : કેવું વચન ?

અંગદ : એ જ કે વિવાહ પછી ....સદાય નંદિની અને આખા સંપૂર્ણ પરિવાર ની રક્ષા કરીશ, અને સૌથી પહેલા પોતાના પરિવાર ની પ્રાણ રક્ષા ને જ મહત્વ આપીશ.

પૃથ્વી : પરિવાર માટે તો પૃથ્વી જીવે છે ......

અંગદ : અંગદ પણ .........પરિવાર માટે જ જીવે છે અને પરિવાર માટે જ ...........(અટકી ગયો )

ઠીક છે પૃથ્વી ...મારે નીકળવું જોઈએ .....ઘણું કામ છે.

પૃથ્વી : ઠીક છે.

અંગદ ત્યાંથી નીકળી ગયો.

પૃથ્વી : અંગદ ના વાક્યો .......અમુક વાર અચરજ માં મૂકી દે છે.

આ બાજુ અંગદ જંગલ તરફ વધ્યો ....

થોડેક દૂર ચાલતા એને જોયું કે ત્રણ wolf એની સામે ઊભા હતા.

અંગદ એ એમની સામે જોયું.

અંગદ : તમે તમારા અસલી રૂપ માં આવી શકો છો.

એ ત્રણ wolf ધીમે ધીમે માનવ રૂપ માં પરિવર્તિત થયા.

એ ત્રણ લોકો સુબાહુ અને એના સાથિયો હતા.

સુબાહુ : અંગદ ..... તે કહ્યું હતું એ પ્રમાણે ....... અમે તારા ઘર ને સવાર થી ઘેરી ને ફરી એ છીએ.જેથી કરી ને એ ગુપ્તચર અહી પ્રવેશ ના કરી શકે અને એને તમારા માયાપૂર જવા વિષે કોઈ જાણ ન થાય.

અંગદ : આભાર મિત્ર .....આશા છે કે આપની યોજના સફળ રહશે.

સુબાહુ : તું એમને બચાવવા આટલું કરી રહ્યો છે ...તારી યોજના અવશ્ય સફળ રહેશે.

એક વાત કહું મિત્ર ..... મે તમારા અને પૃથ્વી ના સંવાદ સાંભળ્યા......તારી વાત સત્ય છે ...આવા પરિવાર ના પ્રેમ માટે તો હું પણ પોતાના પ્રાણ ન્યોછાવર કરી નાખું.

અંગદ : પૃથ્વી .......મારા ભાઈ સામાન છે સુબાહુ ......જ્યાં સુધી મારા શરીર માં પ્રાણ છે ત્યાં સુધી .....હું મારા ભાઈઓ ને પૃથ્વી સુધી કે મારા પરિવાર સુધી નહીં પહોચવા દવ.

સુબાહુ : અંગદ ......... અવિનાશ અને વિશ્વા ને સંદેહ તો નથી ને કે તે એમની જાણ બહાર એક બીજી મોટી યોજના ઘડી રાખી છે.

અંગદ : ના સુબાહુ ....અને એમને જાણ થવી પણ ન જોઈએ ,અન્યથા અનર્થ થઈ જશે.

સુબાહુ : તો હવે.......

અંગદ : હવે સમય આવી ગયો છે આપણી યોજના ના બીજા ચરણ ને શરૂ કરવાનો.

ક્રમશ ...................

નમસ્કાર ....

આપ સૌ વાચક મિત્રો ના સલાહ સૂચનો વાંચ્યા બાદ આનંદ થયો , જેમાં થી અમુક સૂચનો પ્રમાણે ..... નવા ભાગ ની શરૂઆત માં પાછળ ના ભાગ ની ઝાંખી વિદ્યમાન છે અમુક મિત્રો અનુસાર આ ભાગ ને થોડો લાંબો રાખવાનો પ્રયત્ન કર્યો છે . પરંતુ અમુક વખતે સમય ના અભાવે તથા વાર્તા ના વળાંક ને ધ્યાન માં રાખીને વાર્તા ના ભાગ ને ટૂંકમાં રોકવો પડે છે.છતાં પણ આપ લોગો નું મનોરંજન પ્રાથમિકતા રહેશે.

અને આપના વધુ નવા સૂચનો આવકાર્ય છે, આપ વાચક મિત્રો ની લાગણીસભર comments પ્રેરણાદાયક છે.

આભાર.