Bade papa - 17 books and stories free download online pdf in Gujarati

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૭

' દિન કો સિસ્ટર રાત કો બિસ્તર ! '

' દિન કો દીદી રાત કો ! '

આ બે ટકોર સતત સત્યમના કાનમાં તમરાંની માફક
ગુંજી રહી હતી .

રમણની વાતે સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો . તે રમણને ચોપડાવા માંગતો હતો .પણ તેના બોલવાથી સ્થિતિ વધારે વણસી જશે .તે ખ્યાલે સત્યમે ચૂપ રહેવું મુનાસિબ લેખ્યું હતું !

સોન્યા ખુદ અનિકેતના ભાઈ સાથે સત્યમ અને ફ્લોરા જેવી આત્મીયતા ધરાવતી હતી . પોતે શું કરતી હતી ? . તે વાતથી અજાણ તે સત્યમ અને ફ્લોરા વિશે એલફેલ વાત કરતી હતી . પણ એટલું સમજતી નહોતી . તેમના સંબંધ વિશે પણ ' દિન કો સિસ્ટર રાતકો સિસ્ટર ' જેવી વાત કરી શકે !

લોકોની વાતો સાંભળી ફ્લોરા ભડકી જતી હતી ત્યારે સત્યમ તેને આશ્વસ્ત કરતો હતો !

, ' લોકો શું કહે છે ? તેના પર ધ્યાન આપવાની જરૂર નથી . કોઈ ગમે તે કહે , ગમે તેવું વિચારે તેથી સચ્ચાઈ બદલાઈ જતી નથી . લોકોની તો આદત હોય છે . કંઈને કંઈ ટકોર કરતા રહે છે ! આપણી વિશે ગંદી ગલીચ વાતો કરનાર સોન્યાને એટલો પણ વિચાર નથી થતો .તેમના સંબંધ માટે પણ કોઈ એવી વાત કરતું હશે ! હાથીની પાછળ કૂતરાતો ભસતાં જ રહેવાના . તેનો અફસોસ નહીં કરવાનો .આપણે સાચા હોઈએ તો દુનિયા જખ મારે છે ! '

મોકો મળતા તેણે રવિ સાથે મોકળાશથી ચર્ચા કરી તેના અનુસંધાનમાં તેણે પણ આવી જ વાત કરી હતી !

' આપણે સાચા હોઈએ તો લોકોની વાત પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી ! '

સત્યમે તેની વિચાર ધારાને બિરદાવી હતી .

' દોસ્ત ! તારી વાતમાં ઘણું જ તથ્ય છે . સાચા સંબંધો કદી કોઈનો અધિકાર છિનવી લેવાની ધૃષ્ટતા કરતા નથી .આવા સંબંધોની કોઈ એક્સપાઇરી તારીખ હોતી નથી !

ફ્લોરાને રઘુવંશ સાથે કોઈ પ્રોબ્લેમ હતો . તેણે આ અંગે સત્યમને વાત કરી હતી . અને ફ્લોરા પ્રત્યે તેને લાગણી હતી . આ જ કારણે તેણે આ મામલામાં દખલગીરી કરી હતી .જેનાથી ભડકી જઈને તેણે સોન્યાની પંગતમાં બેસી જઈ તેના જેવી જ અઘટિત ટકોર કરી હતી :

' દિન કો દીદી રાતકો બીવી ! '

તે ઓવર સ્માર્ટ હતો .દોઢ ડાહ્યો પણ હતો . મેનેજમેન્ટને મસ્કો મારી તે તેમનો લાડકો બની ગયો હતો . આ વાતનું તેને ગુમાન હતું , એક ગેર સમજણ હતી . આ કારણે તે હવામાં ઉડતો હતો !

આ મામલામાં સોન્યાએ વાંદરાને દારૂ પીવડાવવા જેવું કર્યું હતું !

તે લોકો શું ચાહતા હતા ?

સત્યમ કોઈ તર્ક લગાવી શકતો નહોતો !

શેઠ બ્રધરની એક અર્ધ સરકારી ફર્મમાં જગત નામનો એક છોકરો કામ કરતો હતો . સત્યમની તેની સાથે સારી ભાઈ બંધી થઈ ગઈ હતી . તે પરણેલો હતો . પણ તેની પત્ની ગમાર હતી . તેના માત પિતા એ જબરદસ્તી લગ્ન કરાવ્યા હતા .તેની પોતાનીજ ઑફિસમાં કામ કરતી એક પરિણીત કેથોલિક મહિલા જોડે ચક્કર ચાલું હતું . બંને ઑફિસમાંથી છૂટ્યા બાદ એક ગેસ્ટ હાઉસમાં જતાં હતા . આ વાતનો તેણે સત્યમની ઑફિસમાં ઢંઢેરો પણ પીટ્યો હતો . તે મહિલાને પટાવવા જગતે
પોર્ન સાહિત્યનો ઉપયોગ કર્યો હતો !

તેની મિશાલ આપતા ઑફિસમાં ફ્લોરા અને સત્યમના સંબંધને આજ લાઇન પર મૂલવવામાં આવી રહ્યા હતા !

બંને વચ્ચેના સંબંધ વિશે રવિ તેમજ નિરાલી સમ્પૂર્ણ રીતે વાકેફ હતા ! આથી તેમને લોકો શું બોલે છે ? તેમના વિશે વાતો કરે છે .? તે બાબત બિલકુલ નિર્ભય તેમજ નચિંત હતા ! બંનેને ભગવાન પર અપાર શ્રદ્ધા હતી .

ગીર્દી અને એકાંતમાં સ્ત્રીની છેડતી કરનાર સમુદાય પ્રત્યે ફ્લોરાને સખત ધૃણા હતી . આજ કારણે જેન્ટલસ ડબ્બામાં ટ્રાવેલ કરવાનું ટાળતી હતી .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ફ્લોરાએ ' શેઠ બ્રધર્સ ' જોઇન કર્યું અને ચોથે મહિને ફ્લોરા અને રવિના લગ્ન થઈ ગયા હતા .

બંને પક્ષ તરફથી સત્યમ અને તેના પરિવારને સહ પરિવાર લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યુ હતું . તે જોઈ ઑફિસનો સઘળો સ્ટાફ છક થઈ ગયો હતો ! તેમને અદેખાઈ પણ થઈ રહી હતી ! !


લગ્ન પહેલા ફ્લોરા વી ટી સ્ટેશનની બાજુમાં રહેતી હતી . લગ્ન બાદ તે વેસ્ટર્ન રેલવેમાં માહિમમાં રહેતી હતી . લગ્ન બાદ બંનેનો એક જ રસ્તો હતો . ત્રીજે મહિને જ તે પ્રેગ્નન્ટ થઈ હતી . તેણે સત્યમને ભલામણ કરી હતી .

' સવારના ઑફિસ આવતી વખતે અને સાંજના ઘરે જતી વખતે મને કંપની આપજો ! '

અને સત્યમે તેની વાત વિના દલીલ સ્વીકારી લીધી હતી .

પછીતો બંનેની જુગલ બંધી બની ગઈ હતી .

બંને સવારના એકમેકની ચર્ચગેટ સ્ટેશન પર વાટ નિહાળતા હતા ! તેઓ બહુધા બસમાં જ સાથે ઑફિસ પહોંચતા હતા . કોઈ વાર ચાલીને પણ જતાં હતા !

ખરીદીના કામમાં પણ બન્ને સાથે જ રહેતા હતા !

એક સાંજે ઑફિસ છૂટતી વખતે ફ્લોરાએ સત્યમને કહ્યું હતું ! ,,,

' ભારતીય ભાઈ ! મારું એક પાયલ ખોવાઈ ગયું છે ! '

સત્યમે ચિંતિત સ્વરે સવાલ કર્યો .

' ક્યાં ખોવાઈ ગયું ? '

' લાગે છે સવારના ગાડીમાં ચઢતી ઉતરતી વેળા નીકળી ગયું છે ! '


' ઠીક છે ! થનાર વસ્તુ થઈ ગઈ . આપણે તેને બદલી શકવાના નથી ! ઢોળાયેલ દૂધ પર અફસોસ કરવાનો કોઈ જ મતલબ નથી ! '

' ભારતીય ભાઈ તમે સાચું કહો છો . પણ રવિ પાયલને લઈને ઘણો જ ટચી છે . તેણે પોતાના પોકેટ ખર્ચમાંથી બચાવીને મને પાયલ અપાવ્યા હતા ! તે ખોવાઈ ગયાની જાણ થતાં ખૂબ જ નારાજ થઈ જશે ! મને ખબર નથી . તે કઈ રીતે રિયેક્ટ કરશે ! અગર બીજું આવું જ પાયલ મળી જાયતો હું તેને માનસિક ઝંઝાવાતથી બચાવી શકીશ ! '

' તને ખબર છે ને ? પાયલ ક્યાંથી ખરીદ્યા હતા ! '

' એ તો ખબર હોય જ ને . તે મને સાથે લઈ ગયો હતો ! '


' ઠીક છે . પછી તો કોઈ પ્રશ્ન નથી .આપણે તે દુકાને જઈ એવું જ પાયલ લઈ લેશું ! '

અને બંને બસ પકડીને જ્વેલર્સની શોપમાં પહોંચી ગયા !


' ભારતીય ભાઈ ! પ્લીઝ મારું પાયલ ખોવાઈ ગયાની વાત રવિના કાન સુધી ના જાય ! '

' તું ફિકર ના કરીશ . હું તેને કંઈ નહીં કહું ! '

' રવિએ પોતાના હાથે મને પાયલ પહેરાવ્યા હતા ! તેની સ્મૃતિ આજે પણ મારા હૈયે આનંદની લાગણી જગાડે છે ! '

' આ જ તો તના અપ્રતિમ પ્રેમની પરખ છે ! '

' હું તેની ફીલિંગ્સ હર્ટ કરવા નથી માંગતી ! '

' હું તારી લાગણીને બિરદાવું છું ! '

' હું પણ તમારી જેમ જૂઠું બોલી શક્તી નથી ! '

' મને ખબર છે . આપણા સ્ટારના લોકો જૂઠું બોલી શકતા તથી અને તેને પચાવી શકતા નથી ! આપણે ઘણા સંવેદનશીલ , ભાવુકો તેમજ નિખાલસ , નિષ્કપટ હોઈએ છીયે ! ઘણી સહેલાઈથી કોઈના પર પણ વિશ્વાસ કરી લઈયે છીયે .કોઈના પર સંદેહ કરવામાં સંકોચ અનુભવીએ છીએ ! કોઈને કંઈ કહેવામાં પણ પાપની લાગણી અનુભવીએ છીએ ! આ હાલતમાં બીજું પાયલ જ પરિસ્થિતિનો ઉકેલ છે . તેનાથી ના તો સાપ મરશે ના લાકડી ભાંગશે ! '

દુકાનમાં ઘણી જ ભીડ હતી . આ હાલતમાં તેમને થોડી રાહ જોવી પડી .

દસ મિનિટ બાદ તેમનો વારો આવ્યો !

ફ્લોરાએ કાઉંટર પર ઊભેલા છોકરાને પોતાનું પાયલ બતાવી સવાલ કર્યો .


' આવું જ બીજું પાયલ મળશે ? '

' એક મિનિટ ' કહી તે પાયલ લઈ દુકાનની અન્દર ચાલી ગયો !

એવું પાયલ ના મળ્યુ તો ? ' ફ્લોરાના દિમાગમાં સવાલ જાગ્યો !


તેની બોડી લેંગ્વેજ નિહાળી સત્યમે તેને સાંત્વન આપ્યું ..

' ડોન્ટ વરી ! ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી ! '

થોડી જ પળોમાં તે છોકરો બે પાયલ લઈ બહાર આવ્યો .તે જોઈ ફ્લોરા પણ ગૂંચવાઈ ગઈ . તે ખુદ નક્કી ના કરી શકી . બે માંથી કયું પાયલ તેનું હતું .?

બન્ને પાયલ જોઈ તેના ચહેરા પર ખુશી ઝગમગી ઊઠી !

ફ્લોરાએ પોતાના હાથે પાયલ પહેરવાની કોશિશ કરી પણ તેને ફાવટ ના આવી .આ હાલતમાં સત્યમે તેને મદદ કરી . તેણે ફ્લોરાને પાયલ પહેરાવી દીધું ! ફ્લોરાએ આંખોંની ભાષામાં જ તેનો આભાર માન્યો !

તે જ વખતે એક જાણીતો શખ્સ દરવાજો ખોલી દુકાનમાં ધસી આવ્યો !

તે જોઈ બન્ને ચોંકી ઊઠ્યા !

' આ બલા અહીં ક્યાંથી ટપકી પડી ? ! '

બંનેના દિમાગમાં એકી સાથે આવો જ સવાલ ઉદભવ્યો .

તે શાંતિલાલ હતો . તેમની ઑફિસમાં જ કામ કરતો હતો . તેની ગણના ઑફિસના જીવતા જાગતા અખબાર તરીકે થતી હતી . તે દરેક ચીજ પર કડી નજર રાખતો હતો . કોઈ પણ વાત તેનાથી છૂપી રહેતી નહોતી ! !

તે દુકાનમાં દાખલ થતાં વેંત જ પોતાની આગવી સ્ટાઇલમાં શરૂ થઈ ગયો !

' શાંતિલાલને કીધું હોત તો ? તે પણ તમારી સાથે ટેક્ષીમાં આવી ગયો હોત ! ! '

તેઓ બસમાં જ શોપ પહોંચ્યા હતા . તેને ભલા કોણે કહ્યું હતું .? આ તેના દિમાગની બગડેલી સોચની બલિહારી હતી . તેની તર્ક શક્તિનો નતીજોં હતો .

શાંતિલાલ એકીટશે ફ્લોરાને પગથી માથા સુધી તાકી રહ્યો હતો ! સત્યમે થોડી ક્ષણ પહેલા ફ્લોરાને પાયલ પહેરાવ્યું હતું . આ દ્રશ્ય તેની આંખોમાં વસી ગયું હતું ! તેની આગલી ટકોર સુણી સત્યમ સન્ન થઈ ગયો હતો !

' તમે ફ્લોરા મેડમને તમારા હાથે પાયલ પહેરાવ્યું તે જોઈ મને ' ગાઇડ ' ફિલ્મનો રોમાંટિક સીન યાદ આવી ગયો ! '

તે શું કહેવા માંગતો હતો ? સત્યમ બધું જ સમજતો હતો .તેનો ગુસ્સો બેકાબૂ બની રહ્યો હતો . તે જાણતો હતો . આવા માણસ જોડે જીભાજોડી કરવાનો કોઈ જ મતલબ નહોતો . તેને બસ એક જ વાતની ચિંતા થતી હતી .તે ઑફિસમાં જઈ કેવી વાતો ઉછાળશે ?

તે શું બોલી રહ્યો હતો ? શું કહેવા માંગતો હતો ? શાયદ તે ખુદ જાણતો નહોતો ! સત્યમે કદી તેને ભાવ આપ્યો નહોતો ! આ વાતથી પણ સતત શાંતિલાલનું અહમ ઘવાતું હતું . આ જ કારણે તે અવનવી હરકતો કરતો હતો !

સત્યમ અને ફ્લોરા પાસે તે જવાની કોશિશ કરતો હતો . પણ ખુદનો સ્વભાવ જ તેનો દુશ્મન બની ગયો હતો ! બીજાને જાણવાનો ઓળખવાનો દાવો કરનાર શાંતિલાલ ખુદને જ ઓળખતો નહોતો ! તે બધાની બધી જ વાતો જાણવા સદૈવ ઉત્સુક રહેતો હતો !


ઑફિસમાં અમુક લોકો સત્યમની જેમ તેનાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા ! તે ડબલ ઢોલકી હતો . દૂધ અને દહીં બન્નેમાં પગ રાખતો હતો ! આ તેની ગંદી આદત હતી ! સ્ટાફની નજરમાં હંમેશ સારા દેખાવાની કોશિશ કરતો હતો .અંદર જઈ મેનેજમેન્ટની કદમપોષી કરતો હતો ! બીજાની ચુગલી કરી પોતાના ગજવાં ભરતો હતો ! ઑફિસમાં બધા તેની આદતથી પરિચિત હતા ! સીધા લોકો તેને દૂરથી નમસ્કાર કરતા હતા !

' ચોરને કહે ચોરી કરો અને શાહુકારને કહે કે સાવધ રહો ! ' તેની ગંદી રાજનીતિ ઑફિસના વાતવરણને દૂષિત કરી રહ્યું હતું !

તેઓ બિલ ભરીને દુકાનની બહાર નીકળ્યા ! તેમની પાછળ શાંતિલાલ પણ તેમની બહાર નીકળ્યો ! તેણે ફ્લોરાને ઘૂરકતા , પાનની પિચકારી મારતા સવાલ કર્યો !

' કઈ તરફ જવાના ? '

સત્યમે તેનો કોઈ જ્વાબ ના આપ્યો . તેણે હાથના ઇશારે ટેક્ષી રોકી લીધી .તે જ વખતે શાંતિલાલે જાણકારી આપી :

' શાંતિલાલનો દીકરો અહીં જ કામ કરે છે . પહેલા જાણ કરી હોત તો ? ડિસકાઉંટ અપાવી દેત ! '


પણ તેમને ડિસકાઉંટમાં કોઈ દિલચસ્પી નહોતી . આથી ટેક્ષીનું બારણું ખોલી તેણે ફ્લોરાને ટેક્ષીમાં બેસાડી સત્યમ તેની પડખે ગોઠવાઈ ગયો અને ડ્રાઇવરને સૂચના આપી :

' સ્ટેશન લે લો ! '

અને પાંચ મિનિટમાં જ તેઓ સ્ટેશન પહોંચી ગયા . ફ્લોરાને લેડિઝ ડબ્બામાં ચઢાવી પોતે જેન્ટસના ડબ્બામાં ચઢી ગયો !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રક્ષા બંધનના આગલા દિવસે તેણે એક કાપલી લખી પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી :

' કાલે રક્ષા બંધન છે ! તું મને રાખડી બાંધીશ ? '

તેના આ સૂચનને ફ્લોરાએ હરખભેર વધાવી લીધું .

રસમ પ્રમાણે સત્યમે બંનેને ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું હતું .

તે વખતે સત્યમને સુહાનીની યાદ આવી ગઈ હતી !

પણ તેનો અસ્વીકાર કરતા ફ્લોરાએ કહ્યું હતું :

' હું રાખડી તો અવશ્ય તમને બાંધીશ . પણ આ વખતે તમારે ભાભીને લઈને મારા ઘરે આવવાનું છે !

' મને કોઈ પ્રોબ્લેમ નથી ! પણ તારી ભાભી નહીં આવી શકે . તેને પોતાના ભાઈના ઘરે જવાનું છે ! '

' કોઈ વાત નહીં . હું તમારી પરેશાની સમજી શકું છું ! '

ફ્લોરાને નિર્દોષ ભાવ રાખી બાંધવાના કરેલા પ્રસ્તાવ વિશે સત્યમે રશ્મિને જાણકારી આપી હતી ! તે સાંભળી તેની ભીતર છુપાયેલી રાખડી બાંધવાની ઇચ્છા સપાટી પર આવી ગઈ હતી . રવિ તેને ઓળખતો હતો . તેની જોડે વાતચીતનો પણ વ્યવહાર હતો ! પણ રમણની હાજરીમાં તેની મનસા મનમાં જ રહી જવા પામી હતી !

રશ્મિ અને તેની મા રમણના અહેસાન હેઠળ દબાઈ ગયા હતા . તેમની હાલત ઘરમાં એક બંધક કેદી જેવી હતી . તેમને કોઈ પણ પ્રકારની આઝાદી કે છૂટ નહોતી ! રમણે તો એક બે વાર રશ્મિનું યૌન શોષણ કર્યું હતું !


ફ્લોરા સાથે લગ્ન કરવા માટે રવિએ કેથોલિક ધર્મ અંગીકાર કર્યો હતો જેને કારણે રવિની સાવકી મા તેમ જ ભાઈ-બહેનોએ બહિષ્કાર કર્યો હતો ! લગ્ન બાદ તેમનો સંબંધ નહીવત હતો ! તેમના લગ્નની વાત સુણી ના જાણે કેમ રમણના દિમાગમાં કયું ભૂત ભરાઈ ગયું હતું ? કેથોલિક વિશે તેના દિમાગમાં ગેર સમજણ ઘર કરી ગઈ હતી . તેઓ બધાને જબરજસ્તી કેથોલિક બનાવવાનો અભિયાન ચલાવે છે !

રમણની જોહુકમી , તાનાશાહી સામે રશ્મિ લાચારીની લાગણી અનુભવતી હતી .તે ૩૦ વર્ષની થઈ ગઈ હતી પણ રમણે તેને પરણાવવાની કોઈ જ કોશિશ કરી નહોતી . હતાશ રશ્મિ સેક્સી પોર્ન સાહિત્યના રવાડે ચઢી ગઈ હતી !

રક્ષા બંધનના દિવસે તૈયાર થઈને સત્યમ રાખડી બંધાવવા ફ્લોરાના ઘરે પહોંચી ગયો હતો .પણ તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો .તેના ઘરે તાળું લટકતું હતું . ' પ્રથમ ગ્રાસે મક્ષિકા ' ના ખ્યાલે સત્યમનું મૂડ ઓફ થઈ ગયું હતું ! તેણે બાજુના ઘરમાં પૂછપરછ કરી હતી :


' ફ્લોરાની તબિયત સારી ના હોવાથી તેનો પતિ ગઈ કાલે રાતના જ તેને પોતાના માસીને ઘરે લઈ ગયો છે ! '


સત્યમ ના જાણે કેમ ફ્લોરા પાસે રાખડી બંધાવા આતુર થઈ રહ્યો હતો .વળી ફ્લોરાને શું થયું હતું ? તે વાતની પણ ચિંતા થઈ રહી હતી . આ હાલતમાં પડોશી પાસે સરનામું લઈ તે સીધો જ રવિના માસીના ઘરે દોડી ગયો હતો .પણ તે દિવસે બુધવાર હતો અને તે રવિ સાથે ચર્ચ ચાલી ગઈ હતી . આ હાલતમાં તેને ફરી વાર ડેલે હાથ દઈ પાછા આવવાની ફરજ પડી હતી !

તે વખતે તેના આંતરમનમાં સતત એક ગીત ગુંજી રહ્યું હતું !

' યે રાખી બંધન હૈઁ ઐસા ,
જૈસે ચંદા ઑર કિરન કા ,
જૈસે બદરી ઔર પવન કા ,
જૈસે ધરતી ઔર ગગન કા ,

તેની માસી સત્યમને ઓળખતી હતી ..

તેણે સત્યમને ઘરમાં આવકાર્યો હતો . તેણે કોફી પણ પીવડાવી હતી !

રવિની માસી વિશાળ હ્રદય ધરાવતી હતી . તે સત્યમને ખૂબ જ સન્માન આપતી હતી ! તેમના ઘરેથી નીકળતી વખતે રવિની માસીએ પૃચ્છા કરી હતી :

' કંઈ કામ હતું ? '

' હા આજે રક્ષા બંધન છે .હું ફ્લોરા પાસે રાખડી બંધાવવા આવ્યો હતો ! '

' ફ્લોરાએ પણ મને આ વાત કરી હતી . તેને તાવ આવતો હતો .આથી બંને ગઈ કાલે રાતના જ અહીં આવી ગયા હતા ! તેની તબિયત સારી ના હોવા છતાં તે આજે બુધવારે નોવિના માટે ચર્ચ ગઈ છે ! '

' ઠીક છે ! થન્ક્સ આંટી કહી સત્યમ ઘરમાંથી બહાર નીકળી આવ્યો !

અને ? દાદરો ઉતરતા શાંતિલાલ તેણે સામો ભટકાયો . તે જોઈ સત્યમ ચકિત થઈ ગયો ! અહીં ક્યાંથી ફૂટી નીકળ્યો . તે મનોમન બબડ્યો . તેણે જોઈ શાંતિલાલે માહિતી આપી :

શાંતિલાલ અહીં જ રહે છે ! ચાલો મારે ઘરે ! ચા પી ને જાવ ! '

પણ ' મને મોડું થાય છે ! ' તેવું કહી સત્યમ ઝડપથી દાદરો ઊતરી ગયો !
૦૦૦૦૦૦૦૦૦૦૦

બીજે દિવસે પણ ફ્લોરા ઑફિસમાં આવી નહોતી . પણ રવિએ ફોન કરી તેની માફી માંગી હતી અને સત્યમને સાંજના ઘરે બોલાવ્યો હતો .

અને તે સાંજના છૂટીને ફ્લોરાના ઘરે પહોંચી ગયો હતો !

ફ્લોરાએ અંત : કરણ પૂર્વક તેની માફી માંગી હતી !

આખરે ફ્લોરાના હાથે રાખડી બંધાવવાનું સત્યમનું સ્વપ્ન સાકાર થયું હતું . તેણે સત્યમના કાંડે રાખી તે વખતે જોગાનુજોગ રેડિઓ પર છોટી બહન ફિલ્મનું ગીત બજી રહ્યું હતું !

' ભાઈ કે ઉજલે માથે પર બહન લગાયે મંગળ ટીકા ,

ફ્લોરા માટે આ પહેલો રક્ષા બંધનનો તહેવાર હતો . તે બદલ તે અત્યંત ખુશહાલ જણાઈ રહી હતી ! તેણે ઘણી શ્રદ્ધા અને નિષ્ઠાથી રક્ષા બંધનની રસમ નિભાવી હતી .તેણે સત્યમના કપાળે ચાંલ્લો કરી તેના કાંડા પર રાખડી બાંધી હતી ! રાખડી પર ' મેરે ભૈયા ' શબ્દ કોતરાયેલો હતો .બેક ગ્રાઉંડમાં ભારતનો નકશો દેખાઈ રહ્યો હતો !

રાખડીએ સત્યમને અણમોલ સંદેશો આપ્યો હતો !

ફ્લોરાની આંખોમાં ખુશીના ભાવો છલકાઈ રહ્યા હતા ! જાણે તે કહી રહી હતી !

મારા ભારતીય ભાઈ મારી રક્ષા કરજો ! '

સત્યમે તેના માથા પર હાથ દઈ આશીર્વચનની લહાણી કરી હતી !

સત્યમના મોઢામાં મીઠાઇનો ટુકડો ખોસી તેનો ચરણ સ્પર્શ પણ કર્યો હતો !

આ તબક્કે સત્યમને સુહાની યાદ આવી ગઈ હતી ..

સત્યમે ફ્લોરાને પણ પોતાના હાથે મિઠાઈ ખવડાવી હતી .વીરપસલીની રસમ નિભાવતા તેના હાથમાં રોકડ રકમ મૂકી હતી . પણ તેણે પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો . તેનો હાથ પકડી તેને પૈસા આપતા સત્યમે તેને રક્ષા બંધનની આ રસમનો ઉલ્લેખ કર્યો હતો ! અને પ્રેમથી સમજાવી હતી .

' આજના દિવસે આ તો એક બહેનનો અધિકાર છે . તેનો કદી અનાદર નહીં કરવાનો ! '

અને ફ્લોરાએ વીરપસલીનો સ્વીકાર કરી લીધો હતો .

રક્ષા બંધનની રસમ નિહાળી રવિ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો ! તેની આંખોમાં હરખના આંસૂ ઉભરાઇ રહ્યા હતા ! જેને તે ચાહવા છતાં પણ રોકી શક્યો નહોતો ! તેના આંતરમનમાં એક ગીત ઉભરાઇ રહ્યું હતું . જાણે તે રવિની વેદનાને છતી કરી રહ્યું હતું !

આજ ખુશી કે દિન ભાઈ કે ભર ભર આયે નૈના ,
કદર બહન કી ઉનસે પૂછો જિનકી નહીં કોઈ બહના ,
તેણે રશ્મિને રાખડી બાંધવા બોલાવી હતી . પણ રમણે તેને જવા દીધી નહોતી .રવિ તેની મજબૂરી સમજતો હતો . એટલે બીજે દિવસે તેણે ઑફિસમાં આવી બધાની વચ્ચે રશ્મિ પાસે રાખડી બંધાવી હતી . ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )
' '