pruthvi ek prem katha bhag 36 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-36

આગળ ના ભાગ માં આપણે જોયું કે ....... અંગદ એ આખા પરિવાર ને પૃથ્વી અને નંદની ના વિવાહ માટે માયાપૂર જવા માટે એવી રીતે મનાવી લીધા કે નંદની સ્વરલેખા અને અરુણરૂપા ,માયાપૂર માં રહેશે અને પૃથ્વી સહ બીજા લોકો વિવાહ માટે નઝરગઢ થી માયાપૂર જશે ,આ યોજના થી પૃથ્વી અંગદ પર ખૂબ ખુશ થયો.ત્યારબાદ અંગદ એ સુબાહુ સાથે મુલાકાત કરી .....

ક્રમશ:.........

અંગદ : હવે સમય આવી ગયો છે સુબાહુ આપની યોજના ના બીજા ચરણ માં પ્રવેશ કરવાનો.

સુબાહુ : બીજું ચરણ ?

અંગદ : હા .....ટૂંક સમય માં તને જાણ થઈ જશે.

સુબાહુ : ઠીક છે .....પણ એક વાત ધ્યાન રાખજે અંગદ ..... આજે અમે લોકો એ તારા ઘર ની સુરક્ષા કરી છે ,એ વાત ની જાણ ખડગ ને અવશ્ય થઈ ગઈ હશે , અને આ વાત પાવક સુધી પહોચતા વાર નહીં લાગે , અને એ સમજી જશે કે તમે લોકો એની યોજના વિષે જાણી ગયા છો ..... જેથી ત્વરિત અસર થી એ હુમલો કરી શકે છે.

અંગદ : નહીં .....સુબાહુ ,બે દિવસ પછી વિવાહ છે... જેથી કરીને એ લોકો ને આટલા દિવસ તો રોકી રાખવા પડશે.જ્યાં સુધી પૃથ્વી માયાપૂર ના પહોચી જાય ત્યાં સુધી પાવક ની સેના અહી પહોચવી જોઈએ નહીં.

સુબાહુ : પણ એ કઈ રીતે શક્ય બનશે ?

થોડુક વિચાર્યા બાદ ....

અંગદ : એ કામ એક જ વ્યક્તિ કરી શકે છે ?

સુબાહુ : કોણ ?

અંગદ : તું ...

હા તું ...સુબાહુ .... હજુ પણ ખડગ પાવક સુધી પહોચ્યો નહીં હોય ..... તું એને શોધી ને એને તારી રીતે સમજાવવા ની કોશિશ કર.

સુબાહુ : પણ જો એ નહીં માને તો ....

અંગદ : તો..... આ જંગ માં સૌથી પહેલું રક્ત આપણે વહેવડાવીશું.

સુબાહુ : ઠીક છે ...

સુબાહુ અને તેના સાથી જંગલ માં ખડગ ની શોધ માં લાગી ગયા.

અહી આ બાજુ .....

નંદિની : પૃથ્વી ...... આશ્ચર્ય થાય છે ને ......એક એક કરતાં આપનો પરિવાર કેટલો વિશાળ થઈ ગયો ?

પૃથ્વી : હા ..... બસ હવે એજ ઈચ્છું છું કે ,સદાય માટે આપનો પરિવાર આવી જ રીતે ખુશી થી રહે.

નંદની : હા એતો છે .... પણ મારે તને એક વાત જણાવવી છે ...

પૃથ્વી : હા બોલ ....

નંદિની : મને સપનું આવ્યું હતું કે.......

કે ........... આપણાં પરિવાર પર કોઈ મોટું સંકટ આવી પડ્યું છે ..... કોઈ વિકરાળ લોકો ના અવાજ સંભળાય છે .... જેના વિષે આપણ ને જાણ નથી.

પૃથ્વી : નંદની ..... એ એક દૂ:સ્વપ્ન હતું , તું કારણ વગર ચિંતિત થઈ રહી છે.

નંદિની : છતાં પણ પૃથ્વી............. યાદ છે જ્યારે .... અંગદ , આપણ ને પહેલી વાર મળ્યો હતો ત્યારે એણે કહ્યું હતું કે ,દુષ્ટ વિદ્યુત ના પુત્રો જે અંગદ ના સાવકા ભાઈઓ છે એ આપણાં પ્રાણ ના દુશ્મન છે, એ લોકો એમના પિતા ના મોત નો બદલો લેવા અવશ્ય આવશે.

પૃથ્વી : હા એ વાત ની તો મને જાણ જ છે ....

હું એક વાર અંગદ સાથે આ વિષય પર અવશ્ય ચર્ચા કરી લઇશ.

તું જરા પણ ચિંતા ના કરીશ નંદની ....આપનો આખો પરિવાર એક સાથે છે.આપની એકતા જ આપની શક્તિ છે.

તું ચિંતા કર્યા વગર માયાપૂર જઈ શકે છે.

નંદિની : ઠીક છે.... છતાં પણ ....મારી વાત નું ધ્યાન રાખજે અને એક વખત ....

પૃથ્વી : નંદની .....

વિશ્વા પાછળ થી પ્રવેશ કરે છે .....

વિશ્વા : નંદની......... જવાનો સમય થઈ ગયો છે.

નંદની : હા ..... હવે હું જાવ છું પૃથ્વી.

નંદની સ્વરલેખા ,અને અરુણરૂપા માયાપૂર જવા માટે રવાના થયા.

અહી આ બાજુ જંગલ માં.

ખડગ કેટલાય સમય થી પૃથ્વી ના ઘર ની નજીક રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ,પરંતુ સુબાહુ અને એના મિત્રો ની પહેરેદારી ને જોઈ ને ખડગ ને શંકા ગઈ કે અંગદ એની ગુપ્તચરી વિષે જાણી ગયો છે. એટ્લે ત્યાં થી નીકળી ગયો અને પાવક ની ગુફા તરફ જઈ રહ્યો હતો.અંગદ ના આદેશ મુજબ ...... સુબાહુ એ ખડગ નો પીછો કર્યો.

ખડગ પાવક પાસે પહોચે એ પહેલા જ સુબાહુ અને એના સાથીઓ એ ખડગ ને ઘેરી લીધો.

ખડગ : ક.... કોણ છો તમે ?

સુબાહુ : હું પણ એજ છું જે તું છે ..... હું પણ એક wolf છું ,તારા જેમ હું પણ કેટલાક સમય પહેલા વિદ્યુત નો વફાદાર હતો.

સુબાહુ એ બધી હકીકત ખડગ ને જણાવી.

ખડગ : મારી પાસે થી શું અપેક્ષા છે ?

સુબાહુ : એ જ કે તું જે પણ કઈ જાણે છે અને આજે તે જે કઈ પણ જોયું એ પાવક ને ખબર પડવી જોઈએ નહીં.

ખડગ : તો તું મને વિશ્વાસઘાત કરવાનું કહે છે .... ?

સુબાહુ : હું તો ફક્ત તારા પ્રાણ રક્ષણ માટે કહી રહ્યો છું.

ખડગ : મતલબ ?

સુબાહુ : મતલબ એમ કે ... જ્યારે પાવક ને જાણ થશે કે અંગદ ને એ વાત ની જાણ થઈ ગઈ છે કે તું એ લોકો ની ગુપ્તચરી કરી રહ્યો છે , એટ્લે અંગદ એ પોતાની સુરક્ષા વધારી દીધી છે. એનો સીધો મતલબ એમ થાય છે કે તું પોતાના કામ માં નિષ્ફળ થયો છે . તારી ભૂલ ના કારણે પાવક ની આખી યોજના પર પાણી ફરી વળ્યું છે.તો શું એ તને આ વાત ની શાબાશી આપશે ?

તું ખુદ પણ જાણે છે કે પાવક કેટલો દુષ્ટ અને ક્રૂર છે.તારી વાત પૂરી થાય એ પહેલા જ તારું શીશ તારા ધડ થી અલગ હશે.

ખડગ વિચાર માં પડી ગયો ...... એણે પરસેવો છૂટવા લાગ્યો.

ખડગ: જે પણ હોય , હું પાવક સાથે ગદ્દારી ના કરી શકું ... એ મારા કર્મ વિરુધ્ધ છે ....

સુબાહુ : વિચારી લે ખડગ છેલ્લો અવસર છે .... મારી વાત માનીશ તો ફાયદા માં રહીશ.અન્યથા મૃત્યુ તો તારું નિશ્ચિત છે.

ખડગ : મને વિશ્વાસ છે .... કે હું પાવક ને સત્ય જણાવીશ તો એ મારા પ્રાણ બક્ષી દેશે.

સુબાહુ : તું તારા પ્રાણ ના બદલા માં હજારો લોકો ના પ્રાણ સંકટ માં મૂકી રહ્યો છે.........

ખડગ : મને બીજા કોઈ ની પરવાહ નથી ..... હું મારૂ કામ કરીશ જ.

સુબાહુ : ઠીક છે ...કદાચ પાવક તારા પ્રાણ બક્ષી દે .... પણ એ ત્યારે જ્યારે તું એની પાસે પહોચે .....

ખડગ : મતલબ ?

સુબાહુ : મતલબ તું સારી રીતે જાણે છે ખડગ ....મે તને અવસર આપ્યો ...સત્ય નો સાથ આપવાનો પણ અફસોસ ..... તે પણ પાપી પાવક નો જ એંઠો ખોરાક ખાધો છે .... તારા પણ એજ ગુણ છે જે પાવક માં ..... તમારા બંને નો અંત તો નિશ્ચિત છે.

ખડગ ધીમેક થી એની પાછળ થી ખંજર કાઢી ને સુબાહુ પર પ્રહાર કરવા ગયો.

સુબાહુ એ પોતાના તીક્ષ્ણ નખ થી એક વાર માં ખડગ નું શીશ ધડ થી અલગ કરી નાખ્યું.

રક્ત ની પિચકારી સુબાહુ ના મુખ પર પડી ......

સુબાહુ : યુધ્ધ નો શંખનાદ થઈ ચૂક્યો છે પાવક ....

સાંજ પડી ....

અંગદ જંગલ માં ઊભો હતો.

પાછળ થી સુબાહુ આવ્યો ....

અંગદ : શું સમાચાર છે સુબાહુ ?

સુબાહુ એ એક શબ્દ પણ બોલ્યા વગર રક્ત થી રંજાયેલા એના હાથ અંગદ ને બતાવ્યા.

અંગદ : અફસોસ ..... એ માની ગયો હોત ....

હવે એ વાત નું ધ્યાન રહે કે ખડગ ના મોત ની ખબર પાવક સુધી ના પહોચવી જોઈએ .....

સુબાહુ : પરંતુ .... અંગદ, હરરોજ રાત્રિ દરમિયાન ..... ખડગ આખા દિવસ ના સમાચાર પાવક સુધી પહોચાડે છે .... આજે એ નહીં જાય એટ્લે પાવક ને શંકા અવશ્ય થશે.

અંગદ : હા હું જાણું છું ..... બસ આવતી કાલ નો એક દિવસ વચ્ચે છે .... એના બીજા દિવસે પૃથ્વી સહ પરિવાર માયાપૂર જવા રવાના થશે.

આજે ખડગ નહીં જાય તો .... તો કાલે એ કોઈ બીજા ગુપ્તચર ને મોકલશે .... એની તપાસ કરવા ..... અને કાલે જ્યારે એણે સંપૂર્ણ સત્ય ની જાણ થશે તો બીજા દિવસે એ સંપૂર્ણ સેના સાથે આક્રમણ કરશે.અને સેના તૈયાર કરતાં જેટલો સમય એણે લાગશે એટલામાં તો મારો પરિવાર માયાપૂર પહોચી ગયો હશે.

સુબાહુ : ઠીક છે ...... હવે બસ કાલ ની રાહ છે.

અંગદ : કોઈક ના આવવા નો અવાજ સંભળાય છે ..... તું છુપાઈ જા ... તુરંત .

સુબાહુ ક્ષણ માં જંગલ ના અંધકાર માં અંતર્ધ્યાન થઈ ગયો

પાછળ થી અવિનાશ આવ્યો ....

અવિનાશ : અંગદ ,...... તું આટલા અંધકાર માં અહી કેમ ઊભો છે .... મને લાગ્યું તું કોઈ ની સાથે વાત કરતો હતો ?

અંગદ : .....ક .... કઈ નહીં

અવિનાશ : તું કઈ છુપાવી તો નથી રહ્યો ને ?

અંગદ : ના .,.... ના .... અવિનાશ એવું કઈ નથી

પણ જે તે જોયું એ સત્ય છે .... જે ગુપ્તચર આપની પર નઝર રાખી રહ્યો હતો .... એના થી બચવા માટે મે મારા એક જૂના મિત્ર ની મદદ માંગી છે ,જેથી કરીને ખડગ ને જાણ ના થાય કે આપણે માયાપૂર જઈ રહ્યા છે.હું અત્યારે એની સાથે જ ચર્ચા કરી રહી હતો.

અવિનાશ : તો મારા આવતા જ એ ભાગી કેમ ગયો ?.

અંગદ : મારા મિત્ર ને એવું લાગ્યું કે કોઈક નજીક આવી રહ્યું છે .....એટ્લે એ ભાગી ગયો,કારણ કે મે એણે કહી રાખ્યું છે કે આપણાં ઘર માં થી કોઈ ને ખબર ના પડવી જોઈએ.

અવિનાશ : ઠીક છે .... આ કામ સારું કર્યું .... જ્યાં સુધી આપણે માયાપૂર ના પહોચી જઈએ .... ત્યાં સુધી કોઈ ને જાણ ના થવી જોઈએ.

અંગદ : હા ... એમ જ ...

અવિનાશ એક વાત જણાવ ..... મે સાંભળ્યુ છે કે તું તમારી દુનિયા નો સૌથી શક્તિશાળી Warlock છે. સત્ય છે ?

અવિનાશ : હા બિલકુલ સત્ય છે ..... તને કોઈ શંકા છે ?

અંગદ : ના એમ નહીં ..... તને જાણ હશે કે અમે ભાઈઓ પણ મારા પિતા વિદ્યુત ની જેમ અમુક મંત્રો નો ઉપયોગ કરી શકીએ છે.

અવિનાશ : હા જાણ છે ...

અંગદ : અને સ્વરલેખાજી એ મને જણાવ્યુ હતું કે માયાપૂર જવાના ઘણા ગુપ્ત રસ્તા છે.

અવિનાશ : હા

અંગદ : હા તો ...કદાચ એવું બની શકે કે કોઈક કારણસર પાવક જાણી જાય કે આપણે બધા માયાપૂર માં છુપાયા છીએ તો ..... એ એની સમગ્ર સેના સાથે માયાપુર માં ઘૂસી જશે અને આખા નગર ને તહેસ નહેસ કરી નાખશે.

અવિનાશ : હું સમજી રહ્યો છું ..... પણ તું કહેવા શું માંગે છે .

અંગદ : હું કહેવા એમ માંગુ છું અવિનાશ કે તું અત્યંત શક્તિશાળી છે ....તારી પાસે એવો કોઈ મંત્ર છે જેના થી માયાપૂર ના દરવાજા સદાય માટે બંધ થઈ જાય જેથી કરીને એમાં કોઈ આરપાર જઈ ના શકે.

અવિનાશ વિચાર માં પડી ગયો.

અંગદ : શું વિચારે છે અવિનાશ ?

અવિનાશ : તું જે કહી રહ્યો છે એ શક્ય તો છે પરંતુ .... અત્યંત ગંભીર છે ..... બધા દરવાજા બંધ કરવા મતલબ માયાપૂર આખા સંસાર થી વિખૂટું અને અદ્રશ્ય થઈ જશે ....માયાપૂર માં અસંખ્ય લોકો નિવાસ કરે જે એ રસ્તા નો ઉપયોગ કરે છે .... એમને રોકવાથી હાહાકાર મચી જશે.

અંગદ : સદાય માટે નહીં તો અમુક દિવસ માટે તો તું આ દરવાજા બંધ કરી શકે છે ને ?

અવિનાશ : હા પણ ..... માયાપૂર માં આ મંત્ર નો ઉપયોગ એ ગંભીર અપરાધ છે ....જે પણ માયાપૂર નો નિવાસી આ મંત્ર નો ઉપયોગ કરે એણે મૃત્યુ દંડ પણ થઈ શકે છે.

અંગદ : માયાપૂર નો નિવાસી હોય તો દંડ થઈ શકે, મને તો નહીં ને ?

અવિનાશ : મતલબ તું એમ કહેવા માંગે છે કે આ શક્તિશાળી મંત્ર નો ઉપયોગ તું કરીશ ?

અંગદ : હા .... હું તારી અમુક શક્તિઓ નો ઉપયોગ કરીને આપની બંને ની શક્તિ જોડી ને માયાપૂર ના દરવાજા અમુક સમય માટે બંધ કરી દઇશ.જેવા પૃથ્વી ના વિવાહ સંપન્ન થશે ,આપણે પુનઃ બધુ યથાવત કરી નાખીશું.કોઈ ને જરા પણ શંકા નહીં જાય કારણ કે આખું માયાપૂર પૃથ્વી અને નંદની ના વિવાહ માં મસ્ત હશે. પણ આપણાં આ એક પગલાં થી એમના વિવાહ કોઈ પણ વિઘ્ન વગર સંપન્ન થઈ જશે.

અવિનાશ : વાત તારી ઉચિત છે .... પણ તું મારી શક્તિ ઓને તારી સાથે કઈ રીતે જોડીશ?.

અંગદ : એ બધુ તું મારા પર છોડી દે .... બસ તું ખાલી કાલે સવારે મારી સાથે આવજે અને એ મંત્ર મને જણાવજે.

અવિનાશ : ઠીક છે .....

અંગદ : આ વાત ની જાણ વિશ્વા ને પણ ના થવી જોઈએ.

અવિનાશ : હા ...

અંગદ : હું જંગલ તરફ જાવ છું .... એક વખત મારા મિત્ર ને મળી ને બધી પુષ્ટિ કરી લવ.

અવિનાશ ઘર તરફ ગયો.

અંગદ જેવો પાછળ ફર્યો .... ત્યાં સુબાહુ પાછળ ઊભો હતો.

સુબાહુ : તો આ હતું ......તારી યોજના નું બીજું ચરણ ?.....

કે તું બધા ને માયાપુર મોકલી ને ત્યાં જવાના રસ્તા જ બંધ કરી દઇશ ....જેથી પાવક ત્યાં પહોચી જ ન શકે.અને તું ?

અંગદ : મે અવિનાશ ને કહ્યું છે કે ..... આપણે ત્યાં પહોચ્યા બાદ રસ્તા બંદ કરી દઇશું .... પણ એવું થશે નહીં ...હું અહી રહીશ જેથી એ લોકો સુરક્ષિત ત્યાં પહોચી શકે.

સુબાહુ : હવે ?

અંગદ : હવે હું અવિનાશ ની સંપૂર્ણ શક્તિ ખેંચી લઇશ જેથી એ દ્વાર પુનઃ ખોલી ના શકે .....

ક્રમશ ......................................