Pranay Saptarangi - 25 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 25

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 25

અક્ષય અમીને યાદ કરતાં પૂરાં દારૂનાં નશામાં નદીની રેતીમાં જ સૂઇ ગયો એને ઠંડા પવનની લ્હેરમાં ક્યારે નીંદર આવી ગઇ ખબંર જ ના રહી. આમને આમ આખી રાત એણે નદીનાં પટમાં વિતાવી સૂરજ માથે ચઢ્યો સવારે અને એનાં કિરણો તીખા બનતા ગયાં એનાં ચહેરાં પર પડ્યાં એનો નશો ઉતર્યો એને થયું બાબા આઇ રાહ જોતાં હશે. હું પણ પીવામાં સાવ જ પાગલ થયુ છું મને આઇ કાયમ કહે છે અક્ષય તું સુધરીજા તુ કેવો હતો કેવો થઇ ગયો છે ? મારો હોંશિયાર અને સીધો છોકરો કેમ ? તું કોની સંગતમાં છે ? કોણ તને દારૂ પીવડાવે છે ? તારી જીંદગી બરબાદ કેમ કરે છે તું પહેલાં આવો નહોતો. તને તારી પ્રમાણિકતા માટે મધોક ભાઊ સાથે લઇ ગયાં હતાં હું એમને જ તારી ફરિયાદ કરવાની છું.

અક્ષયને હજી બે દિવસ પ્હેલાની જ આઇની ફરિયાદ યાદ આવી ગઇ. એને થયું આજે શું બહાનું કરીશ ? મારો વેશ જોઇને જ એને ખબર પડી જશે. શું કહુ કંઇક તો વિચારવું પડશે મારે બહાનું ઘર તરફ ગયો. મનમાં વિચારોનો દોર તો ચાલુ જ હતો એને થયું સાચેજ હું બગડી રહ્યો છું સાવ બેવડો બની ગયો છું. અમી મારી જીંદગીમાં આવી જાયતો હું બધું જ છોડી દઊં. અને આ હરામી રણજીતને છોડીને પ્રમાણિકતાનું જ કામ કરું મધોક સરે મને ચાન્સ આપ્યો હતો અને હું એમની વિરૃધ્ધ જ રણજીતને બધાં સાચાં ખોટામાં સાથ આપી રહ્યો છું મધોક સરને મારી બધી સાચી ખબર પડી જશે તો એ પણ મને ગ્રુપમાંથી કાઢી મૂકશે પછી રણજીતનાં જ આશરે રહેવું પડશે. વિરાટભાઉ ખૂબ સારાં છે પણ ખૂબ શિસ્ત આગ્રહી અને કડક છે એમને પણ મારાં ઉપર પાકો વહેમ છે મારો ગ્રુપનો મોબાઇલ છે એમાં ઘણીવાર ટ્રેસ થયુ હશે એ અને સાગર જાણતાં જ હશે.

સાગરનું નામ મનમાં આવતાં જ એનું મન કડવું થઇ ગયું. સાગર જ્યારથી ગ્રુપમાં આવ્યો છે. બધી વાહવાહી એની જ થઇ રહી છે એક તો હોશિયાર છે બધી ટેકનોલોજી જાણે છે એ કેવી રીતે જાણે છે ખબર નથી એનાં પાપા કમીશ્નર છે બધી બાજુથી એનું પલ્લુ ભારે છે મસ્ત સુંદર છોકરી અમીની બ્હેન સીમા એની પાછળ પાગલ છે અને હવે આ સંયુક્તા પણ એને જ ઘાસ નાંખવા માંડી છે આ લોકો બધાંને થયું છે શું ? આમ વિચાર કરતો કરતો એની બાઇક સુધી પહોંચ્યો એક કીકે સ્ટાર્ટ કરીને ઘર તરફ હંકારી ગયો. એની બાઇકની સ્પીડ સાથે એનાં મનમાં વિચારો પણ ઝડપથી ભાગી રહ્યાં હતાં.

રણજીતનાં મનમાં પાપ જાગ્યું છે એ સાગરની પ્રેમીકા સીમાને ફસાવવાનાં પેંતરાં ઘડી રહ્યો છે બંન્ને ભાઇ બહેન આ સાગર સીમાની પ્રણય બેલડી તોડવા પાછળ પડ્યાં છે બેઉ સારસ બેલડી ને તોડવામાં હું પણ એ લોકોનો સાથી બની રહ્યો છું એકવાર મારું કામ નીકળી જાય પછી રણજીતને છોડી દઇશ. સાલાએ મારી નસ એવી દબાવી છે કે... થોડો સમય મારે આમ જ ચલાવવું પડશે એને સાથ આપવો પડશે. એકવાર મારું કામ નીકળી જાય... આમ વિચાર કરતો કરતો ક્યારે દરે પહોંચ્યો ખબર જ ના રહી.

અક્ષય મરાઠી બ્રાહ્મણ કુટુંબનનો છોકરો હતો. એ બે ભાઇ જ હતાં અને માં બાપ સરકારી નોકરીમાં હતાં. મોટોભાઇ ટીચર તરીકે હમણાં જ જોડાયો હતો હંમણાંની નોકરી લાગી હતી અને કાયમી થવા માટે સરકારી ક્ષણ વિભાગનો અધિકારી પાંચ લાખ માંગતો હતો ક્યાંથી લાવવા ? સાવ સામાન્ય કુટુંબ હતું શહેરનાં ગીચ વિસ્તારમાં મરાઠી મોહલ્લામાં બે રૂમનું ઘર હતું અને સપના ખૂબ મોટાં હતાં. એ સપના પુરાં કરવા માટે રણજીત પાસેથી એણે ખૂબ મોટી રકમની લોન માંગી હતી. અને રણજીતે ખૂબ લાંબુ વિચારીને એને મદદ કરવાં તૈયાર થયો હતો અને સ્પષ્ટ અને સીધુ જ કીધેલું કે તને મારાં એનજીઓ માંથી પૈસા અપાવીશ અને મારી પર્સનલ પણ આપીશ પણ સીધી જ વાત તારે હું કહું એમ જ કરવાનું તને મંજૂર હોયતો હું વિચારું તું હવનયજ્ઞ ગ્રુપમાં મધોક સરનો ખાસ માણસ છું અને હું ગ્રુપમાં હોવા છતાં મારી પાસે બધી માહિતી નથી હોતી મને ખાસ રસ નથી જાણવામાં પણ.... જ્યારે કઈ પણ જરૂર હોય ત્યારે તારે ફક્ત મારાં તરફ થી કામ કરવાનું બાકી હું જોઇ લઇશ.

અક્ષયે એને જવાબ આપતાં અઠવાડિયું કાઢી નાંખેલું કે એ રણજીત માટે કામ કરશે કે કેમ ? પણ ઘરમાં પૈસાની કાયમ તૂટ રહેતી હતી અને ગરીબ નબળી સ્થિતિને કારણે મોટાં ભાઇનાં લગ્ન નહોતાં થતાં બે રૂમનાં ઘરમાં કોઇ છોકરી આવવા તૈયાર નહોતી. પિતાની આવક સાવ સામાન્ય હતી અને અક્ષયનાં સ્વપ્ન ખૂબ મોટાં હતાં.

અક્ષયે જવાબ આપતાં એક અઠવાડીયું કર્યું હતું એણે રણજીત પાસે રૃપિયા મોટાં માંગેલા એણે કહ્યુ કમાઇને અને તમારી સેવા કરીને હું બધુ જ ચૂકની દઇશ એક વાર મારો ભાઇ સરકારી નોકરીમાં કાયમી થઇ જાય તો એનો પગાર ઘણો બધો મળશે અને અમારે અહીંથી નીકળીને બહારનાં વિસ્તારમાં નાનો ફલેટ લઇ લેવો છે ત્રણ બેડરૂમનો તો અમારાં બધાં પ્રશ્નો સોલ્વ થઇ જાય. રણજીતે કહ્યું "ડન" થઇ જશે તારું કામ પણ મેં શરત કીધી છે યાદ છે ને ? અક્ષયે કહેવું "મારો જીવ આપી દઇશ બોસ પણ મારું આ કામ કરી આપો. રણજીતે કહ્યું "જીવને શું કરું ? તારે મારાં જે બતાવું આ કામ શેના માટે કશું પૂછવાનું નઈ? અને આવું કામ હું નહી કરુ એ કહેવાનું નઈ... હું જે પણ કહું મારી મરજીનું કેમ ના હોય ? તારે ફક્ત મારો ઓર્ડર જ માનવાનો મારુ જ કામ કરવાનું.

અક્ષયે કહ્યું "થઇ જશે બોસ તમે કહેશો એમ જ કરીશ. બંન્ને જણાં વચ્ચે થયેલાં ડીલ પ્રમાણે રણજીતે મોટાં ભાઇની નોકરી કાયમી કરાવી અને એનજીઓ માંથી નબળા વર્ગનાં સવર્ણ લોકોનાં ઘરની મદદ થાય છે એમાં એનો ફલેટ કન્ફર્મ કરાવી આપ્યો અને જરૂર પડે એમ એને પૈસા ચુક્વતો. અક્ષય આમ રણજીતથી ખરીદાઇ ગયેલો અને રણજીત એને એનો ગુલામ જ માનતો અને એ રણજીતનો ખાસ વિશ્વાસુ પણ બની ગયો. સમય જતાં રણજીતને અક્ષયની કંપની પણ ગમવા માંડી હતી. બંન્ને મરાઠી હોવાથી એટલે સમરસતા ઝડપથી થઇ ગઇ અને અક્ષય કાયમ ચાંપલૂસી કર્યા કરતો અને થોડાં સમયમાં રણજીતનું દીલ જીતી લઇને એનો ખાસ માણસ બની ગયો હતો. અક્ષયે વિચારેલું કે ગ્રુપમાં એકવાર કાઢી મૂકશે તો રણજીતનાં રીસોર્ટના વહીવટમાં ગોઠવાઇ જઇશ હવે હું બરબાદ નહીં થઊ અને એશ આરાની જીંદગી પણ જીવી શકીશ.

બાઇક પાર્ક કરીને વિચારોનો પ્રવાહ અટકાવી ને અને ઘરનાં દરવાજાને ધક્કો મારી અંદર ગયો.

અક્ષય જેવો ઘરમાં ધૂરયો તરત જ એને જોઇને એની આઇ તડકી કુટન ગેલો ! કાઇ સાંગીતલા ! અક્ષયને ખબર પડી ગઇ આજે આક્રંદ ચાલવાનું છે એણે કહ્યું "આઇ હું રાજા સાથે કામ કરું છું ઘણીવાર આખી રાત નીકળી જાય છે. આમ રોજ રોજ કચ ના કર. એનો મોટો ભાઇ તૈયાર થઇને સ્કૂલ જવા માટે બસ જમવાની રાહ જોતો હતો. અક્ષયે એનને જોઇને કહ્યું "દાદા તમે આઇને સમજાવો રોજ આમ કકળાટ ના કરે. મોટોભાઇ કહે તું અને આઇ જાણો. તને આઇનો સ્વભાવ ખબર છે તો આટલો લેટ આજે તો છેક સવારે આવ્યો અને હું આઇને શું સમજાવું ? તારાં કપડા અને વાળમાં રેતી ચોંટેલી છે તારા મોઢામાંથી દારૂની વાસ આવે છે શું કહું હું આઇને ?

અક્ષયને લાગ્યું કંઇ બોલવા જેવું નથી એ રૂમમાં જઇને કપડાં લઇને સીધો બાથરૂમમાં ધૂસ્યો એનાં બાબા આવ્યા તમાશો જોઇને જમી સીધા જ નીકળી ગયાં એનો ભાઇ એનું ટીફીન લઇને નીકળી ગયો એની માં એનાં બાથરૂમમાંથી નીકળવાની રાહ જોઇ રહી. અક્ષય નીકળ્યો એવું બોલી.... તું આટલી મહેનત કરે છે અને રખડે છે એ લોકોની પાછળ પાછળ રહે છે તો, હવે નવા ફલેટમાં ક્યારે, જવાશે ? તું તો ગયા માહિનાથી કહે છે આ વખતે ચાવી મળી જશે ત્યારે એ કયારે થવાનુ છે ? આ તારાં દાદાનું સગપણ કરવું છે ને પછી તરત જ તારું. તારી સાથે પેલી છોકરી શું નામ ? હાં હાં અમી અમી.... એ સરસ છોકરી છે મને ખૂબ ગમે છે એની સાથે તારું લગ્ન થઇ જાય તો ગંગા ન્હાયાં.

અક્ષયે માંની ભોળી આંખમાં જોયું અને બોલ્યો "આઇ આમ બધાં સ્વપ્ન એક સાથે ના જોઇશ એ છોકરીને તો હજી ખબર પણ નથી કે હું... પછી અટકીને બોલ્યો ફલેટની ચાવીનો હું આજે જ સાંજે લઇને જ આવવનો છું. દાદાની નોકરીનું કામ તો પતાવી દીધું મે... આ પણ પતી જશે આપણે પછી નવા ફલેટ પર રહેવા જતાં રહીશું. ચિંતા ના કર.

અક્ષયે મનમાં વિચાર્યું આઇ સમજે છે એવું કામ હું ક્યાં કરું છું ? પણ આજે બોસની પાસે ફોન કરાવીને ફલેટની ચાવી તો લઇ જ લઇશ. બોસનાં કામ બધાં આમતો પાર પાડી જ દીધાં છે. પછી બોલ્યો “ખાવા આપ પછી હું જઊં કામે.

*********

પ્રો.મધોકે, વિરાટ, તારીકા અને સાગર આમ ચારે જણાં ચીફની કેબીનમાં બેઠાં હતાં. પ્રો.મધોકે કહ્યું સાગર તારાં પાપાનું ફેકશન પેલેસમાં ખૂબ સરસ રીતે પતી ગયું. સાચેજ ખૂબ સુંદર ફંકશન રહ્યું અને તારાં અને સીમાનાં ગીતો એ મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. ખૂબ સુંદર ગાવ છો તમે બન્ને. તારીકા એ કહ્યું સાચેજ ... આંખ બંધ કરીને સાંભળીએ તો જાણે ખોવાઇ જઇને જાણે ખૂબ મજા આવી તમે બંન્ને ખૂબ ટેલેન્ટેડ છો. સાગરે કહ્યું થેંકસ હાં સીમા ખૂબ મીઠું ગાય છે.

વિરાટે કહ્યું "સીમાનાં ગળામાં તો કોયલ છે અને માં સરસ્વતીનાં આશીર્વાદ પણ સાગર સાચે જ તેં ગાયકી પાછળ ઘણી મહેનત કરી છે અર્વાચીન સમયનો તાનસેન છે જાણે તું.... પણ મને સંયુક્તાનો અવાજ પણ ગમ્યો એણે પણ સરસ ગાયું બિરદાવવી પડે પણ રણજીતનું એંકરીંગ આશ્ચર્યજનક હતું અને મધ્યાંતર પછી તો...... એમ કહી અટકી ગયો.

પ્રો. મધોકે કહ્યું "હાં મેં આજ અગત્યની વાત કરવા માટે તમને બોલાવ્યા છે મેં સમજીને અક્ષય અને અમીને નથી બોલાવ્યા. ખાસ વાત એ છે કે મને ક્રાઇમ વડાનો ફોન હતો અમુલખ સરે કહ્યું "અક્ષય અમીને ગમે તેવા મેસેજ મોકલે છે એક વાત અને હવે એ ગ્રુપનો નહીં રણજીતનો વફાદાર છે એટલે ગ્રુપમાં રાખવો જોખમ કારક છે વળી એણે એનાં બીજા ફોન નંબરથી ભૂરાને કોઇ મેસેજ મોકલ્યા છે એનો બીજો નંબર તમને સાંજ સુધીમાં મળી જશે એને ટ્રેક પર મૂકાવી દેશો.

વિરાટે કહ્યું "આ વાતનો મને ભય હતો જ. અને મેં આજે જ મનમાં વિચારેલું કે ચીફને હું વાત કરીશ કારણ કે મને માહિતી મળી છે એ પ્રમાણે એ ભૂરા અને રણજીત બંન્ને ને વિશ્વાસમાં લઇને કોઇ રમત રમી રહ્યો છે આપણને વફાદાર તો રહ્યો જ નથી બીજું એને ખબર નથી કે એ આગ સાથે ખેલ ખેલી રહ્યો છે. એણે રણજીત પાસેથી કોઇ મોટી રકમ દબાવી છે અને એ નશામાં અમીની સામેજ બોલી ગયો છે જેની એને ખબર જ નથી.

સાગરે કહ્યું "ચીફ ગ્રુપ માટે તો જોખમી છેજ પણ મને અમી માટે પણ ચિંતા થાય છે હવે અક્ષયને અમી સાથે કોઇ કામે ના જ મોકલી શકાય.

તારીકાએ કહ્યું "અમીએ મને બધીજ વાત એકદમ વિશ્વાસ સાથે કીધી છે કે એકવાર બંન્ને જણાં ભૂરાની બાતમી માટે ગયાં હતાં અને અક્ષય મને કોઇનાં ઘર લઇ ગયેલો મને કહ્યું "આ ભૂરાનાં માણસો છે અને ભૂરો જેને છોકરી માની ઉછેરે છે એ સુંદરી પણ અહીં રહે છે. એ અંદર ગયેલો મળવા હું અંદર ના ગઇ એણેજ મને બહાર રાહ જેવો કીધેલું ઘણો સમય થઇ ગયો અને એ બહાર ના આવ્યો મેં ફોન કરેલો એણે કહ્યું "હું અગત્યની બાતમી લઇ રહ્યો છું અંદર માહોલ એવો છે તને બોલાવી શકું એમ નથી તો તું તારે જે કંઇ લેવાનું છે એ લઇ આવ અને મને પાછા વળતાં લેતી જજે. "એમ કહી હું કંઇ સમજ્યા વિના ત્યાથી અલકાપુરી થોડું કામ પતાવીને પાછી આવી ત્યારે પણ એ અંદર જ હતો મે ફરી ફોન કર્યો તો એ લથડતી ચાલે બહાર આવ્યો હું ભડકી... એ થોડો નજીક આવ્યો મને ખબર પડી ગઇ કે એણે ખૂબ દારૂ પીધો છે મેં કહ્યું તને શરમ છે ? તું મારી સાથ આવવા માંગે ? ફરીથી ક્યારેય હું તારી સાથે નહીં આવું.

અક્ષયે મને એ સમયે કરગરતાં હાથ જોડીને કહ્યું "અમી મને ગલત ના સમજ અહીં બાતમી કઢાવવા એ લોકો સાથે બેસવું જરૂરી છે અને હું આ બાતમી ચીફને અને વિરાટ ભાઇને આપીશ આપણું મોટું કામ થઇ જશે. મને એટલો ગુસ્સો આવેલો કે મેં કીધુ ગ્રુપમાં આપણને ક્યારેય શીખ્યું નથી આવું કરવા આ રસ્તો આપણો છે જ નહીં તું મારી સામે ખોટુ ના બોલ એટલે એ સમયે ઇમોશનલ થઇ ગયો અને રડતાં બોલ્યો અમી હું તારી સામે સાચું કરી દઊં છું કે હું રણજીત માટે અહીં આવેલો મારે રણજીતનું પણ કામ કરવું પડે છે મેં મોટી રકમ અને બીજું એક કામ એની પાસેથી કરાવ્યું છે. આશા રાખું છું આપણી મિત્રતાનાં દાવે તું આ વાત કોઇને કરીશ નહીં પ્લીઝ અમી મને આટલી વાર સાચવી લેજે હૂં કદી હવે ફરીથી ડ્રીંક નહીં લઊ પ્લીઝ અમી મને આટલો સમય સાચવી લેજે નહીંતર હું બરબાદ થઇ જઇશ.

અમી એ કહ્યું "તું જો ગ્રુપનું કે કોઇ નિર્દોષનું ખરાબ કરીશ તો તારું ખૂબ ખરાબ થશે. અત્યારે તો હું અહીંથી જઊં છું પણ તું અહીં ક્યા કામે આવ્યો છું એ સાચું કહીદે તોજ હું આ વાત ખાનગી રાખીશ.

અક્ષય થોડીવાર અમીની સામે જોઇ રહ્યો. પછી આંખમાં આંસુ સાથે બોલ્યો. "પ્રોમીશ ? તું કોઇને કહીશ નહી ને? હું તને સાચું જ કહું છું બધુજ અમીએ જોયેલું કે એ નશામાં છે અને કોઇ મૂડમાં બધુજ કહેવા તૈયાર થઇ ગયો છે એણે કહ્યું "અમી હું ફક્ત તારાં પર વિશ્વાસ રાખી શખું કારણ કે હું તને .......... એમ કહી થોડીવાર અટક્યો પછી બોલ્યો. રણજીતે સંયુક્તા અને ભૂરાનો સંબંધ કાયમી તોડવા અને ભૂરાને ઉશ્કેરવા માટે કોઇ પ્લાન બનાવ્યો છે અને એ પ્લાન પૈકી મારે આ લોકોનો વિશ્વાસ જીતીને ભૂરાનો નવો ફોન નં. મોબાઇલ નં. મેળવવાનો છે અને ભૂરાનો જે નંબર અગાઉનો જે નવો જ હતો એ પોલીસમાં ટ્રેકીંગમાં છે રણજીત કોઇ પ્લાન પાછળ રઘવાયો થયો છે. બસ આજ કામ છે પણ હું ઓછો નથી મેં સંયુક્તાનો નંબર ચાલાકીથી રણજીતનાં ફોનમાંથી લીધો છે જે કોન્ફીડેશીલ છે એ મેં ભૂરાને પહોચતો કર્યો છે.

અમી અક્ષય સામે નફરતથી જોઇ રહી પછી બોલી તું આ બધાં ખેલમાં ફસાઇ ગયો એ દિવસે તારી શું દશા થશે તે વિચાર્યું છે ? અક્ષયે કહ્યું "તું કોઇને આ વાત કરે તોજ હું ફસાઊં બાકી મારાં અને રણજીત સિવાય કોઇને કંઇજ ખબર નથી. અમી કહે "હું પ્રોમીસ કરું છું હું નહીં કહું અને આ છેલ્લી વાર પણ હજી મને આ પ્રશ્ન અધૂરો લાગે છે પણ રણજીતનો અસલ પ્લાન શું છે ?

અક્ષય કહે એતો ભેડીયો છે એક ચાલ આપ્યા પછી બીજી ચાલ કહેતો નથી આ કામ પુરું થયાં પછી એનું પીશાસી મગજ બીજી ચાલ ચાલશે અને એમાં જ્યારે મને સોંપવાનું હશે ત્યારે કહેશે બાકી એનાં મગજનાંજ બંધ હોય એ એટલો મોટો હરામી છે કે પોતાની સગી બ્હેનને ના કહે અને એટલો નીચ છે કે એની બ્હેનનો પણ ગમે તેવો ઉપયોગ કરી નાંખે એ કોઇનો નહીં થાય એમ. એની બ્હેન પણ એનાંથી ચાર ચંદરવા ચડે એવી છે. એકબીજાનો ઉપયોગ કરવાં જાય અને પોતાનું કામ કાઢતાં જાય. સમય આવે ભેંગા થાય અને ક્યારે એકબીજાને દગો દઇ દે. ખબર ના પડે.

અમી કહે તને આટલી સમજણ પડે છે તો આવા માણસોની ચુંગાલમાં કેમ ફસાયો છું એ લોકો સમય આવ્યે એમનાં સ્વાર્થમાં તારો ઘડો લાડવો કરી દેશે. અને અત્યારસુધી તારી સાથે કામ કર્યું છે એટલે મિત્રનાં ભાવે કહું છું. તારાં આઇ બાબાનો ખયાલ કરીને આ બધું છોડીને સીધે સીધુ કામ કર નહીતર એ લોકોને રોવાનો વારો આવશે બીજું કંઇ નહીં થાય.

અક્ષય હવે વધુ ભાવુક થઇ ગયો એણે કહ્યું "અમી શું આ બધું હું મારાં માટે કરું છં ? મારા ભાઇ મારાં આઇ બાબા માટે કરું છું મારાં કુટુંબ માટે કરું છું. ગ્રુપમાંથી મળતાં પૈસામાં હું આવતા જન્મે ઘર લઇ શકીશ. પણ એકવાર હું બધાં પૈસા ચૂકવી દઊં પછી રણજીતે મને સોપેલા કામ પુરાં કરું પછી બધું છોડી દઇશ. ભલે તું જા તને મોડું થશે હું મારી રીતે આવી જઇશ અને હાં કોઇને કહીશ નહીં. નહીંતર... એમ અધુરુ છોડી ધમકીનાં સૂરનાં બોલીને પાછો અંદર ઘરમાં જતો રહેલો.

તારીકા કહે "આ બધીજ ઝીણી ઝીણી મુદાસર માહિતી મને અમીએ કીધી હજી ગઇકાલે અને એ કહેતાં કહેતાં ઢીલી થઇ ગઇ હતી આટલી મજબૂત અમીને આવી ઢીલી અને ઇમોશનલ કદી નથી જોઇ.

સાગર કહે પણ એણે અક્ષયને પ્રોમીસ કરેલું કે એ કોઇને નહીં કહે તો તમારી પાસે કેમ બધું બોલી ગઇ ? એનું શું કારણ ? તારીકા કહે "એ કોઇને પણ નાજ કહેત પણ એનાં ફોનમાં એણે અક્ષયનો મેસજ વંચાવ્યો એમાં દારૂનાં નશામાં અક્ષયે એને આઇ લવ યું, હું તને ખૂબ પસંદ કરું છું. તુ આજે સુંદર લાગે છે વગરે વગેરે... ફંકશનમાં એ હતો નહીં છતાં એણે મને કેવી રીતે જોઇ હતી ? એને થયું અક્ષય એની પણ જાસુસી કરે છે ? આગળ જતાં એ ભધુ ફસાઇના જાય અને અક્ષય પણ કોઇ કરીને બચી જતો ન હોયતો એને અક્ષય માટે ખાસ લાગણી નથી પણ એનું સામાન્ય ઘર અને ખાસ આઇબાબાનો લાડકો છે એ લોકો પર કોઇ મોટી મુસીબત ના આવી પડે અને પોતે પણ ક્યાંક ફસાઇ ના જાય એટલે સમયસૂચકતાં વાપરીને એણે મને બધી જ વાત કરી દીધી છે.

વિરાટે કહ્યું "હાં વાત સાચી છે અને મને બધીજ વાત તારીકાએ કહી છે. મને પણ અમીની ચિંતા થઇ છે આજે આપણે અક્ષય અંગે ચર્ચા કરીએ કોઇ નિર્ણય પર આવીએ અને એટલેજ બધાં ચીફ સાથે ભેગાં થયાં છીએ.

વિરાટે આગળ ઉમેરતા કહ્યું "આ વખતનાં ફંકશનમાં આપણી ત્રણે પાંખનો ચૂસ્ત બંદોબસ્ત હતો. આપણાં ગ્રુપ તરફથી, પોલીસકમીશ્નર અને ક્રાઇમબ્રાંચ તરફથી એટલે ભૂરો કે એનો કોઇ માણસ ક્યાંય ફરક્યો નથી. અને હાં બધાં સીસીટીવી ફૂટેજ આવી ગયાં છે એટલે આપણે પછી એ પણ ચેક કરી લઇએ.

ચીફે કહ્યું આપણાં ત્રણે માંથી ક્રીઇમ શાકા વાળા ખૂબ જ એલર્ટ હતાં એમની પાસે બધી બાતમી જડબેસલાક આવે છે એમનાં એટલાં બધાં માણસોની જાળ છવાયેલી છે કે એ લોકો ખૂબજ જરૃરી માહિતી આપે છે અત્યાર સુધી એ લોકોની માહિતીથી જ બધી સફળતા મળી છે. આપણી નજર પણ પાકી જ હોય છે અને વધુ અપડેટ કરવા માટે જ સાગરને મારાં મિત્ર ડો.અગ્નિહોત્રી પાસે મોકલી રહ્યો છું એ ત્યાંથી શીખીને આવે ડો.અગ્નિહોત્રી પાસે એ માટે જ આપણે બધા પ્લાન કરી રહ્યાં છીએ અને બહારનાં NGO માંથી પણ આપણને આર્થિક મદદ વધુને વધુ મળી રહી છે એટલે સ્થાનિક NGO પર આધાર નથી રાખવો પડતો વધુ સ્પષ્ટ કહું તો હવે આપણે આ રાજવીઓનાં NGO નાં ઓથીયાળા નથી રહ્યાં.

શાંતિથી સાંબળી રહેલો સાગર બોલ્યો બધી જ વાત મેં સાંભળી મને એક વાતની વધુ ચિંતા છે કે લાલચનાં મોહમાં આવીને અક્ષય એનું જીવન ખતરનાક માણસોનાં હાથમાં આપી રહ્યો છે આપણે તો સાવધ થઇ જઇશું કે અંતે એને છૂટો કરવો પડે છૂટો કરીશું પણ એ એવી કઇ રમતમાં સામેલ થયો છે કે રણજીત એને આટલું પોસી રહ્યો છે ? રણજીતને એવો ક્યો મોટો ફાયદો થાય છે ? અને બીજી ચિંતા અમીની છે એણે સારું કર્યું કે તારીકા બહેનને બધી જવા કરી દીધી છે પણ હજી એણે મને કોઇ વાત નથી કરી મારી પાસે એણે ક્યારેય મોં ખોલ્યું નથી.

તારીકાએ કહ્યું "હમણાં હમણાં તમે પણ તમારાં ફંકશનમાં ને વિવાહનાં વાતાવરણમાં છો એટલે તમને ડીસ્ટર્બ કરવા નથી માંગતી એણે જ મને કીધેલું પણ છતાં કરવી જોઇએ અને એનાં મામાને એક એક વાતની માહિતી છે તેઓ બધું જ જાણે છે અને સજાગ છે એમની જ સલાહ છે કે અક્ષયને ગ્રુપમાંથી તમે એની સાથે ચર્ચા કરી જાણીને યોગ્ય લાગે તો છૂટો કરો અને અમી સાથે તો હવે ક્યાંય એને મોકલવો નહીં.

સાગરે કહ્યું "ફંકશન સમયે મને પુરો વહેમ છેજ કે એ ત્યાંજ ક્યાંક આસપાસ મ્હેલમાંજ હતો પણ એ સામે નથી આવ્યો અને રણજીતની ચાલમાં એ ક્યાંક એવોના ફસાઇ જાય કે એમાંથી બહાર નીકળી ના શકે અને આપણાંમાંથી કોઇને કે ખાસ અમીને કોઇ નુકશાન ના પહોચાડે કારણ કે અમીએ બોલવું બંધ કર્યું હોય તો એ વધારે જુગાડ કરશે.

વિરાટે કહ્યું "હવે વધુ સમય બગાડ્યાં વિના હું યોગ્ય સમય જોઇને બોલાવી લઇશ પછી બધી ચર્ચા કરીને ચીફ સામે લઇ આવીશ પછી આખરી નિર્ણય લઇ લઇશું.

ચીફે કહ્યું "ઓકે બરાબર છે અને હું એક અગત્યની મીટીંગ માટે જઇ રહ્યો છું તમે લોકો સીસીટીવી ફુટેજ જોઇ લો અને પેલી સુરતની ફાઇલ આવી ગઇ છે. એ જોઇ લો પછી આગળ વાત કરીએ. આમ ચર્ચા કરીને બધાં છુટાં પડ્યાં. સાગર અને વિરાટ તારીકાને સાથે રહેવા કહીને સાગરની ઓફીસમાં ગયાં.

*************

સંયુક્તાએ સીમાને ફોન કરીને કહેલું કે હુ તને લેવા આવું આપણે શોપીંગ માટે જઇએ છીએ. તૈયાર રહેજે. સીમાએ સાગરને ફોન કરીને જણાવ્યું કે સંયુક્તાનો ફોન હતો હું એની સાથે શોપીંગમાં જઊં છું તારાં માટે કંઇ લાવવાનું છે ? આમતો હું મારાં ગમતા ટીશર્ટ તારાં માટે લાવીશ જ. સાગરે કહ્યું "જેની કંપનીમાં જાય છે એનાંથી સાચવજે બાકી મારાં માટે કંઇ લાવવાનું નથી બધુ જ છે હા ખાસ તારી પસંદનું મારાં માટે પરફ્યુમ લાવજે મસ્ત.. મદમસ્ત... પેલું ફુઉસ વાળું બોડી ફેશનર નહીં. કહીને ફોન મૂક્યો.

સંયુક્તા સીમાનાં ઘરે એને લેવા માટે ગાડી લઇને આવી ગઇ. સીમા તૈયાર જ હતી. અને બંન્ને જણા શોપીંગ માટે નીકળી ગયાં. બંન્ને જણાં ખૂબ ખુશ હતાં.

પ્રકરણ - 25 - સમાપ્ત.

સીમા અને સંયુક્તા ગાડીમાં થોડે આગળ ગયાં અને સંયુકતાની ગાડી આંચકા ખાવા લાગી સંયુક્તાને થયું ગાડી બંધ પડી ગઇ છે પાછી સ્ટાર્ટ જ નથી થતી એણે ફોન જોડી રણજીત સાથે વાત કરી "ગાડી બંધ થઇ છે પ્લીઝ હેલ્પ અસ.