Pranay Saptarangi - 27 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 27

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 27

સીમા ઘરમાં પ્રવેશતા સાથેજ સાગરનાં ફોન આવવાની રીંગ સાંભળી ત્યાંજ સામે સરલા બહેને પ્રશ્ન કર્યો અરે દીકરા શું શું ખરીદી લાવી ? સીમાથી ફોન ઉપાડવાની જગ્યાએ કેન્સલ થઇ ગયો અને એણે હડબાડાટમાં ફોન કટ કર્યો. અને સામે મંમીને કહ્યું "અરે માં બસ થોડાં ડ્રેસ અને સાગર માટે ટીશર્ટ લીધાં છે. માં એ કહ્યું "સારું કર્યું ચાલ તારે હવે બહાર જવા આવવાનું વધુ જવાનું સારું કર્યું લઇ આવી. અને કહ્યું ચાલ તારાં માટે ગરમા ગરમ કોફી બનાવવા કહ્યું. અને એમણે બૂમ પાડી મહારાજને બે કોફી બનાવવા કહ્યું.

સીમાએ કહ્યું "માં બે કોફી કેમ ? "અરે હું પણ પીશ તારી સાથે તારે લંચનું શું થયું કંઇ ખાધું કે નહીં ? સીમાએ કીધું હા માં ત્યાં ફુડકોર્ટમાં પીઝા ખાધાં છે પેટ ફુલ છે અને જો આ હું ડ્રેસ ખરીદી લાવી બતાવું. બતાવવાનાં ઉત્સાહમાં ભૂલી કે સાગરનો કોલ હતો અને ભૂલમાં કટ થયો છે અને ઉત્સાહમાં એ બધા ડ્રેસ બેગ્સમાંથી કાઢીને બતાવવા લાગી માં એ કીધું સરસ લીધાં છે બધાંજ અને આમેય આ જગ્યાનાં વખણાય છે મને ખબર છે.

સીમાએ બીજી બેગ ખોલીને એમાંથી સાગર માટે લીધેલાં ટીશર્ટ બતાવ્યા. સરલાબ્હેને કહ્યું "ખૂબ સરસ લીધાં છે. સાગરને ખૂબ શોભશે. સીમાએ જોયું હજી ત્રીજી બેગ છે એણે આશ્ચર્ય સાથે જોઇ અને એમાં પણ ડ્રેસ હતો એકદમ સરસ પીંક કલરનો એકદમ લેટેસ્ટ ડીઝાઇનનો થોડો વધારે બોલ્ડ ડીઝાઇન હતી પણ એકમદ સરસ હતો. બેગમાંથી કાઢતાં એનાંથી બોલાઇ ગયું વાઉં. "વાઉ" સું મસ્ત ડ્રેસ છે. પણ મેં આ લીધો નથી અને હું આવો સીલેક્ટ પણ ના કરું ભલે છે ખૂબ જ સુંદર એણે વિચાર્યુ નક્કી સંયુક્તાનો ડ્રેસ ભૂલમાં મારી પાસે આવી ગયો છે. એ સંયુક્તાને ફોન કરવા જાય ત્યાંજ ફરી સાગરનો ફોન આવ્યો એણે તરત જ ઉપાડ્યો.

સાગર કહે ક્યારનો તને ફોન કરું છું. ક્યાં છું તું રીસીવ નથી કરતી ? સીમાએ કહ્યું સોરી સાગર હું શોપીંગમાં ગઇ હતી જસ્ટ ઘરે આવીને તારો ફોન આવેલો રીસીવ કરવા જતાં ભૂલમાં કટ થયો ત્યારેજ માં મારી સાથે વાતો કરતી હતી એટલે વિચાર્યું હમણાં કરું છું. માં ને હું ખરીદી લાવી એ મારાં ડ્રેસ અને તારાં ટીશર્ટ બનાવતી હતી અને સંયુક્તાનાં ડ્રેસની બેગ ભૂલમાં મારી સાથે આવી ગઇ લાગે છે એટલે એને ફોન કરવા જતી હતી અને તારો ફરી ફોન આવી ગયો. સોરી ડાર્લીંગ લવ યું પણ તેં ફોન કેમ કરેલો શું થયું ?

સાગરે કહ્યું "તું તો બસ ક્યાં ને ક્યાંક અટવાયેલી જ રહે છે હવે તો વિવાહ થઇ ગયાં હવે તો મને સમય આપ. અને ફોન એટલે જ કરેલો કે મારે બે દિવસમાં જ બેંગ્લોર જવાનું થવાનું છે એજ સમાચાર આપવા ફોન કરેલો. એટલે તું ત્યાં પરવારીને પછી ઘરે આવી જા સાંજે તારાં મા પાપા અને અમીને સાંજે અહીં જ જમવા આવવા માં ફોન કરવાની જ છે.

સીમાએ કહ્યું "ના નથી જવાનું આમ એકદમ જ હું નહી જવા દઊ. પછી હું શું કરીશ અહીં એકલી સાગર પ્લીઝ આવા જવાના સમાચાર ના આપ. સાગરે કહ્યું માત્ર 15 દિવસ માટે જ જવાનું છે અને આપણાં જીવન માટે પણ જરૂરી છે. મને નવી નવી ટ્રેઇનીંગ મળશે સ્વીટું અને અમારા NGO માટે જરૂરી પણ છે પછી તો હું પાછો આવીને તરતજ જાન લઇને આવીશ અને મારી જાનને મારી પાસે લઇ આવીશ પછી તો રોજ રોજ ... આપણે દિવાળી જ છે. એય મીઠી લવ યુ બસ તું ફટાફટ અહીં આવી જા હું તારી રાહ જોઊં છું.

સીમાએ કહ્યું ઓકે હું કોફી પીને માં સાથે વાત કરીને ત્યાં આવવા નીકળું છું અને તારાં ટીશર્ટ લેતી આવું છું. મારાં ડ્રેસ તો હું પ્હેરીને બતાવીશ એટલી એ સરપ્રાઇઝ રહેશે. ઓકે લવ યું ચાલ હું આવું છું થોડીવારમાં

સાગર સાથે વાત કર્યા પછી સીમાએ તરતજ સંયુક્તાને ફોન જોડ્યો. "બોલ ડાલીંગ શું થયું ? ઘરે બરાબર પહોંચી ગઇને ભાઇએ કંઇ .... એટલે કે બધું ઓકે છે ને.... સીમા કહે ભાઇ બરાબર જ છે અને મેં ખાસ એટલે ફોન કર્યો કે આ કોઇ એક ડ્રેસ છે તારો ભૂલમાં મારી સાથે એ બેગ આવી ગઇ છે એટલે તું આવતા જતાં લેતી જ્જે. બીજું કાંઇ કામ નથી અને હું થોડા વખતમાં સાગરનાં ઘરે જાઊં છું ડ્રાઇવર જોડે મંગાવતી હોયતો એક કલાકમાં મંગાવી લેજો પછી સાંજે કોઇ ઘરે નથી નહીંતર પછી કાલે મંગાવી લેજે. બાકી ડ્રેસ ખૂબ જ સરસ આવ્યાં છે માંને પણ ખૂબ ગમ્યાં છે અને તારો પીંક ડ્રેસ પણ ખૂબ સરસ છે. સંયુક્તાએ સીમાને કહ્યું "એ ડ્રેસ મારો નહીં પણ તારોજ છે એમાં કોઇ ભૂલ નથી થઇ. એટલે જ એ બેગ તારી સાથે જ આવી છે. સીમાએ આનંદઆશ્ચર્યમાં બોલી "અરે મારો ક્યાંથી હોય ? મેં તો લીધો જ નથી. આ મારો છે જ નહીં.

સંયુક્તા એ કહ્યું "અરે એ ડ્રેસ ખાસ તારાં માટે ભાઇએ લીધો હતો અને એનાં તરફથી જ ગીફ્ટ છે. એટલે એમાં મારું કંઇ નથી ભાઇની સરપ્રાઇઝ ગીફ્ટ છે. તું રાખીલે પ્લીઝ.

સીમાએ કહ્યું પણ હું આવા ડ્રેસ નથી પહેરતી. અરે ડાર્લીગ મેં ભાઇને કીધેલું પણ એણે કીધું. સીમા એટલી સુંદર છે કે એને આ ડ્રેસ જ ખૂબ શોભશે. પછી મારાંથી કંઇ બોલાયું નહીં ભાઇ જાણે અને તું જાણે. ચાલ સીમા મોમને કામ છે પછી હું ફોન કરું વાંધો ના હોયતો પ્લીઝ.

સીમાએ કહ્યું "ઓકે ઠીક છે પછી વાત કરીએ હું જોઊં શું કરું આમ મારાથી કેવી રીતે લેવાય ? સંયુક્તાએ વાત પુરી કરતાં કહ્યું "સીમા ભાઇ આમતો કોઇ માટે કંઇ નથી લેતો પણ તું મારી ખાસ ફ્રેન્ડ છે અને ખબર નહીં તારાં માટે એને... મારું માને તો એનું દીલ ના દુખાવીશ પછી તારી મરજી. એમ કહીને ફોન મૂક્યો.

સીમા વિચારોમાં અટવાઇ અને એટલામાં અમીનો અવાજ આવ્યો. અમી હસતાં હસતાં સીમા પાસે દોડી આવી અને બોલી "અરે વાહ દીદી તમે તો સરસ ખરીદીને આવ્યાને બધું તમારાં ડ્રેસ તો બતાવો અને જીજું ને ત્યાં જવાનું છે ને આપણે ?

સીમાએ કહ્યું "હાં હું હમણાંજ જઊં છું. તમે લોકો આવી જજો આપણે બધાએ સાથે ત્યાં ડીનર લેવાનું છે તને ખબર છેને સાગર તો બે દિવસમાં પંદર દિવસ માટે બેંગ્લોર જવાનો છે. અમી સાચું કહું મને કઇ ગમી નથી રહ્યું. અમી કહે "અરે દીદી આમ કેમ કરો ? એ ક્યાં કાયમ માટે જાય છે. માત્ર પંદર દિવસ ટ્રેઇનીંગ છે પછી આવી જ જશે ને. હું સમજુ છું તમારો બધો જ સમય જીજુંમાં જ જાય છે. અમીએ સીમાનો મૂડ બદલવા માટે કહ્યું "દીદી ખરીદી તો બતાવો ?

સીમાએ એણે લીધેલાં ડ્રેસ બતાવ્યાં પછી અમીએ પીન્ક ડ્રેસ જોઇને કહ્યું "વાઊં દીદી આતો ફેન્ટાસ્ટીક છે તમે સારી પસંદ કરી મસ્ત ડ્રેસ છે તમે શોભી ઉઠશો. સીમાએ એને કહ્યું થેંકસ સાચી હકીકત કંઇ ના કીધી.

સીમાને સાગરનું જવાનું યાદ આવ્યું અને સાવ મૂડ ગયો સાથે સંયુક્તાની ચોખવટથી એનું મન વધુ ડહોળાયું હવે શું કરું ? એણે સાગરનાં ટીશર્ટ અને પોતાનાં લીધેલા ડ્રેસ સાથે લીધાં અને પછી કંઇક વિચારી પોતાનાં ડ્રેસ પાછાં મૂકીને માત્ર સાગરનાં ડ્રેસની થેલી સાથે લીધી. અમી કહે "દીદી વાંધો ના હોય તો હું પણ તમારી સાથે આવું ? મારે પણ જીજુ સાથે એક વાત કરવાની છે સીમા પહેલાં ખચકાઇ પછી કહ્યું ઠીક છે ચાલ સાથે જ જઇએ. પછી મનમાં વિચાર્યું આજે મારા કાબૂ બહાર જ બધું થઇ રહ્યું છે.

સીમા અને અમી માં ને કહીને સાગરનાં ઘરે એમની બાઇક પર આવવા નીકળ્યા અને અમીએ બાઇક પુર ઝડપે દોડાવી થોડે આગળનાં ચાર રસ્તે અમીની બાઇક કોઇક બાઇક સાથે માંડ અથડાતા રહી ગઇ અને પેલાએ જાણીને જ કટ મારી હતી અમી માંડ સંભાળી શકી પણ એનાં મોઢામાંથી જોરથી ગાળ નીકળી ગઇ એણે કહ્યું "યું બાસ્ટર્ડ દેખાતું નથી. પેલો બાઇકર હેલમેટ પહેરેલો હતો એ થોડે આગળ જઇને ઉભો રહ્યો એણે અમીને આંતરીને ઉભી રાખી અને બોલ્યો "એય મેડમ તમે શું બોલ્યા ? મેં શું કર્યું ?

અમીએ કહ્યું "મને શું પૂછે છે તને સમજણ નથી પડતી ? આમ આંતરીતે કટ મારીને બાઇક ચલાવે છે હું અથડાઇને પડી ગઇ હોત તો ? તું તારાં મનમાં શું સમજે છે ? છોકરી છે તો હું ડરી જઇશ ? તારાં જેવાં ઘણાં જોયા ચાલ ચાલતી પકડ અહીંથી બહું મારાં મોઢેના થઇશ નહીંતર જોવા જેવી થશે. અને તારી આ બહાદુરી બીજા પાસે બતાવજે. ચાલ અહીંથી.

સીમા તો ખૂબ જ ગભરાઇ ગઇ હતી. પણ પેલો બાઇકર વિચારમાં પડ્યો એને આશા જ નહોતી કે આ છોકરી આ રીતે સામનો કરશે એ થોડો ડઘાઇને પણ પલડું સરખુ રાખવા જતાં બોલ્યો "ઠીક અત્યરે જઊં છું પણ જોઇ લઇશ. સીમાએ અમીને કહ્યું "જતો હોય તો જવા દે વધુ ના બોલીશ.

અમી કહે "જા જા જોઇ લેજે હેંડ તારા જેવા જોઇ લેવો વાળાં ઘણાં આવ્યા ને ગયા. અને દીદી તમે શાંત રહો આપણો કોઇ વાંક જ નથી આમ કોઇનાથી દબાઇ ના જવાય અને કોઇની હોંશ કે દાબ નીચે દબાઇ ના જવાય પછી એ ગાળ-ધમકી હોય કે પ્રભાવ સમજી ?

અમીએ સીમાને ડાયલોગ મારીને બાઇક દોડાવી મૂકી અને થોડીવારમાં સાગરનાં કમ્પાઉન્ડમાં આવી પહોંચી અને પાર્ક કરી. સાગર બહાર વરન્ડમાં જ બેઠો હતો અને માં એ કાપી આપેલી કેરીની લહેજત માણતો હતો. અમીને જે સ્ટાઇલથી કમ્પાઊન્ડમાં એન્ટ્રી મારતી જોઇને એ ખુશ થઇ ગયો હતો. એણે અમીને કહ્યું "કહેવું પડે તારું ડ્રાઇવીંગ અને કોન્ફીડન્સ જોરદાર છે. "સીમાએ કહ્યું "બોલીશ નહીં એનું લડવું પણ જોરદાર છે હમણાં થોડી વાર પહેલાંજ એક બાઇકવાળાને બરાબર લડીને આવી છે. સાગરે થોડી ચિંતા સાથે પૂછ્યું "કેમ શું થયું અમી ? કોણ હતો ? આ લોકોની વાતો સાંભળતાં સાંભળતા ડ્રોઇંગરૂમમાં બેઠેલાં કંદર્પરાય પણ બહાર આવી ગયા. એમણે સીમાને પૂછ્યું કેમ દીકરા શું થયું ? કોની સાથે બોલવાનું થયું ?

અમીએ "કંદર્પરાયને નમીને નમસ્કાર કર્યા અને સીમા પગે લાગી. અમીએ કહ્યું "કંઇ નહીં અંકલ એતો કોઇ અજાણ્યો છોકરો હતો મારી બાઇક આંતરી ને ગયો એટલે મારાથી બોલાઇ ગયું એટલે દમ ભીડવવા આગળ જઇને ઉભો રહ્યો પણ મેં એવી મરમત કરી કે એ જતો રહ્યો.

કંદર્પરાયે કહ્યું "આવા પ્રસંગ વધવાં લાગ્યાં છે ફરિયાદો ઘણી આવે છે એનો બાઇક નંબર લીધો છે ? એમાં સીમા બોલી ઉઠી હાં હાં મને યાદ છે GJ64387. અમી કહે ક્યા બાત હૈ દીદી સારું યાદ કરી લીધું. કંઇ નહી અંકલ પતી ગયું કંદર્પરાયે કહ્યું બેટા મને એ નંબર SMS કરી દેજો.

સાગર શાંતિતી સાંભળી રહેલો એણે થોડું વિચારીને પછી કહ્યું "ઠીક છે ચાલો આપણે અંદર જઇએ અને સીમા એ નંબર મને પણ Text કરી દેજો. બધાં અંદર ગયાં. કૌશલ્યા બ્હેન અને કંદર્પરાય વાતોમાં પરોવાયાં અને એમણે કહ્યું "છોકરાઓ તમે ઉપર જઇને બેસો. સરલાબેન લોકો આવશે, ત્યારે તમને બોલાવીશું.

સીમાએ કહ્યું "મંમી હું મારા થોડાં ડ્રેસ લાવી છું પણ હમણાં અહીયાં નથી લાવી પણ આ સાગરનાં ટીશર્ટ, કૌશલ્યા બ્હેને જોયાં કહ્યું "ખૂબ સરસ બધાં છે બધાંજ રંગ સાગરનાં ખૂબ ગમતાં લીધાં છે. જાવ ઉપર લઇ જાવ અને શાંતિથી બેસો હું રામુકાકા જોડે બધુ મોકલું છું.

સાગર-અમી અને સીમા ત્રણે ઉપર ગયાં. સીમાએ સાગરનાં ટીશર્ટ બતાવ્યાં સાગરે કહ્યું "થેક્સ મીઠી બધાંજ મને ખૂબ ગમ્યાં છે. એમ કહી ટીશર્ટ બેડ પર મૂક્યાં પછી કહ્યું ચાલો બહાર બાલ્કીનીમાં જ બેસીએ શાંતિથી વાતો કરીએ ખાસ એટલેજ ઓફીસથી વ્હેલો નીકળી ગયો અને પાપાને પણ આજે ઘરે વહેલાં આવવાં રીક્વેસ્ટ કરી જેથી તેઓ બધાં સાથે બેસી શકે. આમ ત્રણે બાલ્કનીમાં જઇને બેઠાં.

સાગરે સીમા સામે જોઇને કહ્યું" કેમ તું મૂડમાં નથી શું થયું ? અમીએ સીમા બોલે પહેલા કહ્યું "કયાંથી મૂડમાં હોય ? જ્યાં બેજણની વચ્ચે આ ત્રીજી હડ્ડી આવી ગઇ છે તો ? સીમાએ અરે અમી એવું કંઇ નથી. સાગરે કહ્યું "તો શું થયું છે ? સીમાએ કહ્યું" જાણે પોતાને કંઇ ખબર નથી. પોતે તો હોંશે હોંશે બેંગ્લોર જવા માટે તૈયાર બેઠો છે તને ક્યાં એવું કંઇ છે ? તને ત્યાં રહેવું બહુ ગમશે. અહીં મારો સમય કેવી રીતે જશે એ વિચાર્યું છે ? અને મને કંઇ કામ આપીને જજે એટલે મારો સમય જાય બસ હું શું કરીશ તારા વિના એજ પ્રશ્ન મને ખાયે જાય છે. સાગરે અમી સામે જોયું અને કંઇ બોલવા જાય એ પહેલાં અમી બોલી "દીદી ચલો તમારું સોલ્યુશનુ મેં કાઢી લીધું બસ ? તારે અને જીજુને વાતચીતને બધું સવારે અને રાત્રેજ હશેને બાકીનાં સમયમાં હું તમને મારી સાથે બધે લઇ જઇશ. તમને પણ મજા આવશે અને નવું જોવા શીખવા મળશે આમેય સાગર જીજુનું આવુંજ બધું કામ હોય છે તો તમને અંદાજ પણ આવશે.

સાગરે કહ્યું "વાહ શું વાત છે ? સરસ ઉપાય તે કર્યો મને પણ નિશ્ચિંતતા આવી ગઇ કે સીમા શું કરશે ? બસને સીમા તારો પ્રોબ્લેમ સોલ્વ ? મને જ્યારે જ્યારે વચ્ચે કામમાં પણ સમય મળશે હું તારી સાથે વાત અને ચેટ કરી શજ આમેય રાતતો આપણીજ છેને ડાર્લીંગ બસ હવે મોં ના ફૂલાવીશ ચલ તારી બહેનને જ મસ્ત સોલ્યુશન આપ્યું છે તારાં માટે.

સીમાએ કહ્યું "તારી બેંગ કપડાં બધુ તૈયાર કરવાનું હશે ને ? ચાલ હું પહેલાં બધું કરી આપું પછી મંમી લોકો આવશે નીચે જમવા બોલાવશે. સાગરે કહ્યું "મારુ વોડરોબ ખૂલ્લું છે અને મેં બેગ બેડ પર મૂકી છે થોડું હું મૂક્તો હતો અને અટકેલો કે તને લાભ આપું. આમતો કાયમ જ મોમ બધું ગોઠવતી હોય છે. આ વખતે સમજીને એણે કંઇ કીધું નથી અને મને કહ્યું તમે લોક ગોઠવી લેજો હવે એટલે હું સમજી ગયેલો. સીમા ઉભી થઇને અંદર રૂમમાં આવી અને સાગરનાં બધાં કપડાં જોવા લાગી એમાંથી પંદર દિવસ માટેનાં કપડાં એના ગમતાં અને સાગરને કમ્પર્ટ રહે એવા જોઇ જોઈને ગોઠવવા માંડી સાગરનો કટલરી સામાન પરફ્યુમ, હાથરૂમાલ, મોજા, કોમ્બ, ક્રીમ પરફ્યુમ, બેલ્ટ, નાઇટ ડ્રેસ, ઇનર્સ બધુ જ ગોઠવવા માંડ્યું અને સાગરની એક કાયમની ફાઇલ જેમાં સાગર ગીતો, શાયરી, કોટ બધું લખતો અને માં નો ફોટો હોય એ એણે છેક ઉપર મૂક્યો જે જતી વખતે મૂકી શકાય. પછી યાદ કરીને 3-4 નેપકીન્સ લઇ આવી અને મૂક્યાં પછી કહ્યું "કંઇ રહે છે હવે સાગર ? સાગરે અમી સામે આંખ મારીને પછી સીમાને બાહોમાં લઇને કહ્યું "બસ તું" સીમાએ ખોટો ગુસ્સો કરતા કહ્યું "જાને હવે" બધું બોલવાનું છે. આમેય તને બોલવામાં ક્યારેય હું નહીં પહોચું એમાં તું પારંગત છે એટલે મારે કોઇ સંવાદ નથી કરવા.

સાગરે કહ્યું "કેમ હું ખોટો હોઉં છું ક્યારેય ? સીમાએ કહ્યું "મે ક્યાં એવુ કીધું ? અત્યારે સુધી અમી બધું આનંદથી જોયાં કરતી હતી પછી એણે કંઇક વિચારીને કહ્યું "દીદી તમે લોકો યાદ કરીને બધું ગોઠવો હું નીચે ડીનર માટે મદદ કરવા જઊં અને મંમી પાપા પણ થોડીવારમાં આવી જશે જીજુ સાથે પછી હું વાત કરીશ.

સાગરે કહ્યું "ઓકે અમી હુ તારી સાથે શાંતિથી વાત કરવા માંગુ છું પહેલાં તારી દીદીને મનાવી લઊં એમ કહીને આંખ મારી. અમી હસતી હસતી નીચે દાદર ઉતરી ગઇ અને સાગરે એનાં બેડરૂમનો દરવાજો બંધ કરવા જાય ત્યાં રામુકા કોફી લઇને આવ્યાં. અમીએ નીચેથી કહ્યું "મેં મારી કોફી નીચે લઇ લીધી એટલે રામુકાકા નીચે જતાં રહ્યાં રામુકાકા ગયા તરતજ સાગરે બેડરૂમમાં દરવાજો બંધ કર્યો અને ટ્રે ને ટીપોય પર મૂકી દીધી.

સાગરે ટ્રે મૂકી કહ્યું "હું દરવાજો બંધ કરું ત્યારે પણ ટ્રે ના લીધી મારાં હાથમાંથી ગરમ કોફી ધોળાઈ અને હું દાઝી ગયો હોત તો ?

સીમાએ ભીની આંખે કહ્યું "એમ તને કંઇ નથી થવાનું બસ મને જ હેરાન કર. સાગર સીમા પાસે ગયો અને એને બાહોમાં ભરી લીધી અને અને ચહેરા પર અસંખ્ય ચુંબન કરવા લાગ્યો. સીમાનાં હોઠને સદીયોથી તરસ્યો હોય એમ ચૂમવાં ચૂસવા લાગ્યો સીમા પણ ધીમે ધીમે પીગળતી સાગરને વશ થવા લાગી એનામાં પણ પ્રેમ ઉમટયો અને સાગરને ભીંસ થી વળગી ગઇ એની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી એ બોલી "સાગર હું સમજું છું તું કામથી જાય છે છતાં મને નથી સમજાતું હું તારાં વિના કેવી રીતે રહીશ ? સાગર આનાં કરતાં મોત સારું આવું વિરહમાં તડપાવીને તું ના જા. ક્યાંય પ્લીઝ મારાથી નહીં સહેવાય.

સાગર એને ચૂમતો જતો હતો અને ખૂબ પ્રેમ કરતો જાણે હતો એણે કહ્યું એય સીમા આમ તને છોડીને જવાનું મને પણ નથી પસંદ પણ મારાં પોતાના અને કંપની બંન્ને માટે જરૂરી કામ છે અને હું તારી સાથેજ રહીશ તારામાં જીવીશ જ્યારે ચાન્સ મળશે વાત કરીશ અને ચેટ કરીશું હું ના હોઉ ત્યારે તું અહીં માં પાસે ખાસ આવજે એને પણ નહીં ગમે. એ કાંઇ બોલતી નથી પણ જ્યારથી જાણ્યુ છે એ સરખુ ખાતી નથી અને જાણે હું પાછો ના આવવાનો હોઊં એમ મને જોયાં કરે છે એ પણ ખૂબ મજબૂર એણે મને ક્યારેય આમ એકલો નથી મૂક્યો એટલે તું અહીં એની પાસે આવજે સમય એનો પણ કાઢી આપજે પ્લીઝ.

સીમાએ સાગરની આંખમાં આંખ પરોવી કહ્યું "સાગર ફરી નહીં કહેવું પડે હું પણ મંમીની સ્થિતિ સમજુ છું. એ પણ આપણને ખૂબ સમજે છે કાયમ એકાંત આપે છે કામમાં પણ નથી બોલાવતાં. હું મંમી પાસે જ રોજ આવીને રહીશ પ્રોમીસ.

સાગરે સીમાને વ્હાલથી હોઠ પર ચૂમી લીધી અને સીમા અને સાગર એકબીજાનાં તનમાં પરોવાઇને અલગ જ દુનિયામાં ખોવા લાગ્યાં. ધીમે ધીમે સાગરનાં હાથ સીમાનાં તનને બધે જ સ્પર્શવા લાગ્યાં અને હોઠ બધેજ ચૂમવાં લાગ્યાં સીમા આછા સીસકારા સાથે સાગરને સાથે આપવા માંડી થોડીવાર પ્રણય રસમાં ડૂબીને બધી જ સીમા ઓળંગીને સ્વર્ગીય આનંદમાં ડૂબી ગયાં. ક્યાંય સુધી એકમેકને વળગીને પડી રહ્યાં. જાણે આમજ વિરહ કાઢીને પ્રણય સાગરમાં સીમા સાગર ડૂબી ગયાં ના કોઇ સીમા રહી ના કોઇ સાગર.

સીમાએ સાગરની આંખોમાં જોઇને એનાં વાળમાં આંગળીઓ ફેરવતાં કહ્યું "તું વધુ લૂચ્ચો છે આપણે શું નક્કી કરેલું કે લગ્ન સુધી હવે કંઇ નહીં પણ તું કાયમ સીમા લાંધે છે. સાગર કહ્યું "જ્યારે સીમા જ મારી થઇ ગઇ છે પછી સાગરને કોણ અટકાવે ? આપણે ક્યાં અજાણ્યાં છીએ કે કોઇ આવતી કાલે પ્રોબ્લેમ થાય ? અને આપણે બધી કાળજી લઇએ જ છીએ પછી શું ચિંતા ?

સીમ્એ કહ્યું તું બધુ લૂચ્ચો અને જબરો છે ક્યાંય ક્યારેય બંધાતો નથી. સાગરે કહ્યું "જે છું જેવો છું હું ફક્ત ફક્ત તારો જ છું. સીમાએ સાગરને ગળે વળગાવી વ્હાલથી કહ્યું "તારી સીમા ફક્ત તારી છે બસ તારી જ મારાં એક એક કણમાં સાગર છે અને મારાં રૂંવે રૂંવે તારુ જ નામ છે બસ હું તારાંમાં જીવું છું અને જીવીશ મારા સાગર પ્રોમીસ.

સાગરે કહ્યું "એય મીઠી તું આમ આજે બધાં પ્રોમીસ આપવાનાં મૂડમાં કેમ છે ? મને તારાં પર ભગવાન જેવો ભરોસો છે કદાચ એનાંથી વિશેષ તારે કોઇ પ્રોમીસ આપવાની જરૂર નથી તું જે બોલે એ બોલ જ મારાં માટે વિશ્વાસનું પ્રતિક છે અને એજ પ્રોમીસ ડાર્લીંગ તું જીવ આપે પણ મને ના ગમતું ક્યારેય ના કરે મને પૂરો વિશ્વાસ છે માય લવ. એમ બોલીને સાગરે સીમાનાં કપાળ, પાંપણ, નાક અને હોઠ પર સિસુક પર બંધે ભીનાં ચુંબન કર્યા. સીમા સાગરને આંખો બંધ કરીને વળગી ગઇ. બંન્ને પ્રણય પંખીડાં, તૃપ્તિની પરાકાષ્ઠા માણીને આનંદ લઇ રહ્યાં હતાં. જાણે એકબીજાને છોડવાં જ નથી. બંન્ને આંખો બંધ કરીને સુખ માણી રહ્યાં હતાં અને સીમાનાં ફોનમાં અમીનો કોલ આવ્યો. સીમાએ ઉપાડ્યો અમી કહે "દીદી તમે લોકો નીચે આવજો પાપા મંમી પણ આવી ગયાં છે સીમાએ ક્યું "ઓકે આવીએ. સીમા પુરી સ્વસ્થતા સાથે વાત કરી અને પછી સાગર સામે જોયું એણે કહ્યું "મારાં રાજા ઉઠો નીચેથી આદેશ આવી ગયો છે તમારા અને મારાં માતૃશ્રી અને પિતાશ્રી રાહ જોવે છે. રાજકુંવર વિના ક્યા દરબાર હોલ ખાલી જણાય છે માટે કપડાં પહેરો તૈયાર થાવ.

સાગરે કહ્યું" મારી અપ્સરાં તમે પણ તૈયાર થઇ નીચે જતાં થાવ હું પાછળ જ આવું છું એમ કહીને સીમાને ફરી ચૂમી અને એ બાથરૂમમાં ધૂસ્યો.

સીમા નીચે આવી અને તરત કીચનમાં ગઇ જ્યાં સરલાબેન અને કૌશલ્યા બ્હેન હતાં. અમી પાપા અને અંકલ સાથે વાતો માં હતી પાછળ સાગર આવ્યો અને એ લોકોની સાથે વાતોમાં પરોવાયો.

કંદર્પરાયે કહ્યું "દીકરા તમારે 2 દિવસમાં જવાનું છે બધી તૈયારી થઇ ગઇ ? સાગરે કહ્યું "હાં પાપા થઇ ગઇ છે બસ કાલે ઓફીસથી બે/ત્રણ ફાઇલ લાવવાની છે એ લેતો આવીશ ભાવિનભાઇએ કહ્યું મારે સરલાનાં ભાઇ સાથે પણ બધી વાત થઇ ચૂકી છે સાગર માટે ઘણી સારી ઓપોચ્યુનીટી છે અને ભવિષ્યમાં પણ ખૂબ લાગશે. એટલે મને આ ઘણુ ગમ્યુ છે. કંદર્પરાયે અમીને કહ્યં "સાગર જાય પછી તમે લોકો તું અ સીમા અહીં આવતાં જતાં રહેજો નહીંતર આંટીને એકલું લાગશે. સાગરને આજ સુધી બે દિવસ પણ એકલો મૂક્યો નથી હજી જાણે એમનાં નજરે નાનો જ છે.

અમીએ કહ્યું હા અંકલ શ્યોર આવી હુ જ ને એટલામાં સરલાબ્હેન સીમા અ કૌશલ્યા બ્હેન પણ આવી ગયાં કૌશલ્યા બ્હેને કંદર્પરાયનાં છેલ્લા શબ્દો સાંભળ્યાં અને એમની આંખો ભીની થઇ ગઇ થોડાં સ્વસ્થ થઇને બોલ્યાં "ભલે પણ તમે જ એવી ટ્રેઇનીંગ આપી છે કે હવે તૈયાર થઇ છું તમે કેટલીયે વાર અમને લોકોને મૂકીને ટ્રેઇનીંગમાં ગયાં છો ઘણો સમય મેં જીંદગીમાં કાઢ્યો છે પણ હવે સાગરને ક્યાંયચ દૂર જવાનું થાય તો જીવને તકલીફ થાય છે એમ બોલતાં બોલતાં અશ્રુ સરી પડ્યાં. સરલા બ્હેને કહ્યું" અરે વેવાણ તમે તો બહુ ઢીલા છો સાગર ક્યાં નાનાં છે હવે પંદર દિવસ તો ક્યાંયચ નીકળી જશે. તમે કોઇ ચિંતા ના કરો અમે બધાં છીએને. .

સીમા બોલી "મંમી હું રોજ આવીશ તમારી પાસે આપણે બંધે ફરીશું મૂવી જોઇશું શોપીંગ કરીશું. કારણકે સમય તો મારે પણ કાઢવાનો છે ને... એમ બોલી ચૂપ થઇ ગઇ.

પ્રકરણ - 27 સમાપ્ત.

રણજીત આજે ખૂબ ખુશ હતો એને થયું મેં તો આજે અડધી બાજી મારી લીધી છે અને આ ફોટા વીડીયો સામ સામે એનાં યોગ્ય સમયે ઉપયોગમાં આવશે પછી તો મારી જીત એકદમ નિશ્ચિત છે પછી મને કોઇ નહીં રોકી શકે સીમા ફક્ત મારી જ છે પછી.....