મોત ની સફર - 12

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 12

વિરાજ અને એનાં મિત્રોને માઈકલ જણાવે છે કે એ પણ લ્યુસીની સાથે ફિલોસોફર સ્ટોન શોધવા ગયો હતો.. જ્યાં એક પછી એક પાતાળ નાં આવરણોને પાર કરીને ડેવિલ બાઈબલ સુધી જઈ પહોંચે છે.. પણ કાર્તિક ની હાલત નાજુક હોવાથી એ લોકો ફિલોસોફર સ્ટોન સુધી પહોંચવા આગળ નીકળી પડે છે.. ફિલોસોફર સ્ટોન સુધી પહોંચ્યા બાદ એની મદદથી લ્યુસી કાર્તિક ને બચાવવાનું વિચારતી હોય છે પણ એક લખાણ પર નજર પડતાં એ કંઈક ચિંતામાં આવી જાય છે.

આગળ માઈકલ વિરાજ અને એનાં દોસ્તોને આગળ શું થયું એ જણાવતાં કહે છે.

"ફિલોસોફર સ્ટોન પડ્યો હતો એ જગ્યાસે શું લખ્યું હતું એ સવાલ મેં લ્યુસીને કર્યો તો લ્યુસીએ ત્યાં લખાયેલ લેટિન ને વાંચી સંભળાવ્યું અને પછી એનો મતલબ પણ જણાવ્યો. "Quod si aliquis vitam usura is lapis servabit.. Hic percutiat lapis lapidis virtus deficeret quadringentis annis"

"આ પથ્થરની મદદથી જો કોઈની જીંદગી બચાવવામાં આવશે તો આ પથ્થરની શક્તિઓ નષ્ટ થઈ જશે અને ચારસો વર્ષ સુધી આ પથ્થર અદ્રશ્ય જ રહેશે.. "

"લ્યુસીનાં કહેલાં શબ્દો કાને પડતાં ની સાથે જ મને પણ આંચકો લાગ્યો.. કેમકે અમારાં માટે કાર્તિક ને બચાવવો હોય તો ફિલોસોફર સ્ટોન ને ગુમાવવો પડે એવી સ્થિતિ આવી ચૂકી હતી.. "

"લ્યુસી, હવે શું કરીશું.. ? "મેં લ્યુસીને આગળ શું કરીશું એ અંગે સવાલ કર્યો.

"કરવાનું શું હોય.. હું મારાં મિત્ર ની જીંદગી માટે કંઈપણ કરી શકું છું.. અને આમ પણ અહીં સુધી પહોંચી શકી એ વાત જ મારાં માટે તો મમ્મી પપ્પા નાં સપના ને સાકાર કરવાં સમાન હતી.. "લ્યુસી એ જે કહ્યું એ સાંભળી મારી અને યાના ની આંખો લાગણીથી છલકાઈ ગઈ.

"લ્યુસી ફિલોસોફર સ્ટોન પોતાનાં હાથમાં લઈને કાર્તિક ની નજીક આવી અને એ સ્ટોન ને કાર્તિક નાં કપાળ પર રાખી દીધો.. આમ થતાં જ એક દિવ્ય પ્રકાશ એ સ્ટોનમાંથી પ્રગટ થયો અને બીજી જ ક્ષણે કાર્તિક જાણે ઉંઘમાંથી બેઠો થયો હોય એમ આળસ મરડી ઉભો થયો. એક તરફ કાર્તિક સાજોસારો થઈ ગયો હતો તો બીજી તરફ એ ફિલોસોફર સ્ટોન પોતાની શક્તિ ગુમાવી નિસ્તેજ થઈ ચૂક્યો હતો.. "

"લ્યુસી એ સ્ટોન ને પુનઃ એની જગ્યાએ રાખી આવી એ સાથે જ એક મોટો અવાજ થયો અને એ સ્ટોન જ્યાં રાખવામાં આવ્યો હતો એ બાજની પથ્થરની પ્રતિમા બે ભાગમાં વિભાજીત થઈ ગઈ અને ફિલોસોફર સ્ટોન પોતાની જગ્યાએથી ગાયબ થઈ ગયો.. બાજની પ્રતિમા જ્યાં હતી ત્યાં એક સુરંગ જેવું બની ગયું હતું.. અમે બધાં એ સુરંગ બની હતી એ તરફ આગળ વધ્યાં.. ત્યાં પહોંચીને અમે જોયું તો બાજ ની પ્રતિમા જ્યાંથી બે ભાગમાં વિભાજીત થઈ હતી ત્યાં કંઈક લખાણ લખેલું હતું.. "

"sicut superius et inferius"

લેટિનમાં લખેલાં એ લખાણનો મતલબ લ્યુસીએ કહ્યો જે હતો.. જેટલાં નીચે જશો એટલાં બહાર આવશો.. "

"લ્યુસી.. આનો મતલબ એવો છે કે આપણે સુરંગની અંદર જઈશું અને પાતાળમાં વધુ ઊંડે પહોંચીશું તો સીધાં ઉપર એટલે કે કેટાકોમ્બ ની બહાર આવી જઈશું.. "મેં એ લખાણનો મતલબ સાંભળતાં જ હરખભેર કહ્યું.

"હા, માઈકલ.. આનો મતલબ તો એવો જ નીકળે.. પણ જો એવું બન્યું નહીં તો આપણે એવી મુસીબતમાં ફસાઈશું જ્યાંથી બચવું શાયદ અશક્ય હોય.. "લ્યુસીએ ડર અને ચિંતા ના મિશ્રિત ભાવે કહ્યું.

"પણ લ્યુસી, હવે પાછું જવાય એ શક્ય નથી.. તો આ લખાણ ને સાચું માની આ સુરંગમાં કૂદી જવું જોઈએ.. બાકી જે મુશ્કેલીઓ વેઠી અહીં પહોંચ્યાં છીએ એ પછી તો હવે મોત થી ડર તો આપણાંમાંથી કોઈને રહ્યો જ નહીં હોય. "યાના પણ મારી વાત માં સાથ આપતાં બોલી.

"સારું.. તો હું સૌથી પહેલાં આ સુરંગમાં પ્રવેશ કરીશ.. "લ્યુસીએ અમારી સૌ ની તરફ જોતાં કહ્યું.

"અમારી સહમતી મળતાંની સાથે જ લ્યુસી ત્યાં મોજુદ સુરંગમાં કૂદી ગઈ.. લ્યુસી ની પાછળ હું, યાના અને કાર્તિક પણ એ સુરંગમાં કૂદી પડ્યાં.. હું મારો અંગત અનુભવ કહું તો એ સુરંગમાં કોઈ ચુંબકીય શક્તિ હતી.. કંઈક શક્તિશાળી તરંગો હતાં.. જેનાં લીધે અમે એ સુરંગમાં હતાં ત્યાં સુધી તો અમને ચારેયમાંથી કોઈને પણ કંઈપણ જાતની ખબર જ ના પડી.. લગભગ એકાદ મિનિટ પછી અમે લોકો જાણે હવામાંથી પડ્યાં હોઈએ એમ જમીન પર પછડાયાં. "

"કપડાં પર વળગેલી ધૂળ ખંખેરી અમે ઉભાં થયાં.. અમે ક્યાં હતાં એનું અનુમાન લગાવતાં અમને માલુમ પડ્યું કે અમે અત્યારે કેટાકોમ્બનાં પ્રવેશદ્વારની પાછળનાં ભાગમાં હતાં.. મને તો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે અમે લોકો કેટાકોમ્બમાંથી બહાર નીકળી ગયાં છીએ.. ખુશીનાં આવેગમાં અમે ચારેય જણા કૂદતાં કૂદતાં એકબીજાને ભેટી પડ્યાં. "

"લ્યુસી આપણે આખરે એ કરી બતાવ્યું જે આજ સુધી કોઈ નથી કરી શક્યું.. પાતાળનાં છેલ્લાં આવરણ ને ભેદીને આપણે ફિલોસોફર સ્ટોન લગી પહોંચી ગયાં.. "મેં લ્યુસીને ગળે લગાવી એનાં હોઠ પર હળવું ચુંબન કરતાં કહ્યું.

"પણ માઈકલ.. હું મમ્મી પપ્પા નું સપનું પૂરું ના કરી શકી.. "લ્યુસીનાં અવાજમાં હતાશા છલકાઈ રહી હતી

"તારાં માતા પિતાનું સપનું ભલે સંપૂર્ણ પૂરું નથી થયું પણ એ સાવ અધૂરું એ નથી રહ્યું.. "મેં લ્યુસી નાં ચહેરા ને મારી હથેળીમાં લઈને કહ્યું.

"માઈકલ, તું કહેવા શું માંગે છે.. ? "મારી વાત સાંભળી લ્યુસીએ નવાઈ સાથે સવાલ કર્યો.

"અરે આપણી જોડે ફિલોસોફર સ્ટોન નથી તો શું થયું પણ ડેવિલ બાઈબલ તો છે ને.. "મેં મારી બેગમાંથી ડેવિલ બાઈબલ નીકાળી લ્યુસીને બતાવતાં કહ્યું.

"હકીકતમાં હું જ્યારે મહાકાય સાપ જે ટનલમાં હતો એનું મુખ બરાબર બંધ થયું છે કે નહીં એ જોવાં ગયો ત્યારે પાછાં ફરતી વખતે મારી નજર ડેવિલ બાઈબલ પર પડી.. અનાયાસે જ મારાં પગ એ તરફ ઉપડી ગયાં અને મેં એ ડેવિલ બાઈબલ ને ત્યાંથી ઉઠાવી, બેગમાંથી થોડો નકામો સામાન નીકાળી મારી બેગમાં રાખી દીધી.. મેં જ્યારે આ વાત લ્યુસીને કરી તો એ તો આનંદથી ઉછળી જ પડી.. "

"માઈકલ.. તારો આભાર કઈ રીતે માનું.. ફિલોસોફર સ્ટોન ની લાયમાં હું આ રહસ્યમય પુસ્તક પણ ખૂબ જ મહત્વની શોધ છે એ વાત તો ભૂલી જ ગઈ હતી.. આખરે કેટાકોમ્બ ની આપણી સફર આખરે ફળી તો ખરી.. "મને જોરથી ગળે લગાવી લ્યુસી બોલી.

"લ્યુસી.. હવે સવાર પડવા આવી.. આપણે ફટાફટ અહીંથી નીકળી જવું જોઈએ.. અને કાલે જ પેરિસથી લંડન જતું રહેવું જોઈએ એવી મારી સલાહ છે.. "મેં ઘડિયાળમાં સમય જોતાં કહ્યું.

"પણ આ ડેવિલ બાઈબલ નું શું કરીશું.. ? "લ્યુસીએ મારી વાત સાંભળી પોતાનાં હાથમાં મોજુદ ડેવિલ બાઈબલ તરફ જોતાં સવાલ કર્યો.

"લ્યુસી, એ બધું પછી લંડન જઈને વિચારીશું.. હાલ તો આ જગ્યા અને આ શહેર જેમ-બને એમ જલ્દી છોડવામાં જ આપણી ભલાઈ છે.. "મોત નાં મુખમાંથી બચીને આવેલો કાર્તિક પણ મારી વાત માં સાથ આપતાં બોલ્યો.

"Ok.. તો ચાલો અહીંથી નીકળીએ.. "લ્યુસી નાં આમ બોલતાં જ અમે ચારેય લોકો ત્યાંથી રવાના થઈ ગયાં.

"કેટાકોમ્બ માં ફિલોસોફર સ્ટોન શોધવા પહોંચેલા અમે ચારેય જણા નસીબ અને સાહસ નાં દમ પર ત્યાંથી જીવતાં તો નીકળી આવ્યાં જ હતાં પણ સાથે એવી વસ્તુ લઈને આવ્યાં હતાં જેની હયાતી ઉપર હજારો પ્રશ્નાર્થચિહ્ન હતાં.. બીજાં દિવસે બપોરે અમે પેરિસની રોમાંચક સફરને પૂર્ણ કરી લંડન જવાં રવાનાં થઈ ગયાં. જ્યાં જઈને પોતે એ રહસ્યમય કિતાબ બ્રિટિશ મ્યુઝિયમમાં આપી દેશે એવી લ્યુસીની પ્રબળ ઈચ્છા હતી. "

***

"તો શું લ્યુસીએ એ કિતાબ બ્રિટિશ મ્યુઝિયમને આપી દીધી.. ? "માઈકલ ની વાત પૂર્ણ થતાં જ સાહિલે માઈકલ ને સવાલ કર્યો.

"ના.. લ્યુસીએ એ પુસ્તક મ્યુઝિયમમાં ના આપ્યું.. અને એ જ ભૂલ એને મોત ની સજા આપતી ગઈ.. "આમ કહી માઈકલે એ લોકોનાં લંડન પહોંચ્યાં બાદ શું થયું એનો વૃતાંત કહેવાનું શરૂ કર્યું.

"અમે લંડન મારાં ઘરે પહોંચીને ડિનર કર્યાં બાદ ડેવિલ બાઈબલ ને લઈને બેઠાં.. લ્યુસી એક પછી એક પન્ના જોતાં જોતાં એ રહસ્યમય પુસ્તક માં વધુ ઊંડે ડૂબતી જતી હતી.. ઘણો સમય સુધી એ પુસ્તકનાં પન્ના સુલટાયાં બાદ લ્યુસી આંખો ઝીણી કરતાં બોલી.. આ પુસ્તક કુલ 77 પન્નાનું હતું જે એનાં છેલ્લાં પન્નાનાં નંબર પરથી સાબિત થાય છે.. "

"પણ અત્યારે આ પુસ્તકમાં કુલ 60 પન્ના જ છે. 51 થી લઈને 67 નંબર સુધીનાં પન્ના આમાં મોજુદ નથી.. હવે આ પુસ્તક નાં કવર પન્નાની અંદર એક ચબરખી છે જેની ઉપર લખ્યું છે કે આ શૈતાની પુસ્તક ને કોઈ દુરુપયોગ ના કરે એ હેતુથી એનાં બધાં પન્નાને રોમન પાદરીઓ દ્વારા વિશ્વની અલગ-અલગ જગ્યાઓએ રાખી દેવામાં આવ્યાં હતાં.. પણ અમુક લોકોએ 60 પન્ના એકઠાં કરી લીધાં હોવાથી અહીં પેરિસનાં કેટાકોમ્બમાં છેલ્લે આ પુસ્તક ને દૈવી શક્તિઓ દ્વારા સુરક્ષિત કરીને રાખવામાં આવી હતી.. "

"તો પછી બાકીનાં 17 પન્ના ક્યાં છે.. ? લ્યુસીની વાત સાંભળી યાના એ પ્રશ્ન કર્યો.

"આ સવાલનો જવાબ આ પુસ્તક જ આપશે.. "આટલું કહી લ્યુસી અમને બધાં ને બધી લાઇટ બંધ કરી ચાર મીણબત્તી સળગાવવાનું કહ્યું.. સળગતી મીણબત્તીઓને પુસ્તક ની ચાર બાજુ મૂકી લ્યુસીએ મીણબત્તી નાં પ્રકાશમાં હિબ્રુ અને લેટિનમાં લખેલું એક વાક્ય પાંચ વખત પુનરાવર્તન કર્યું.. આમ કરતાં જ રૂમમાં ધ્રુજારી ઉત્તપન્ન થઈ અને એ પુસ્તકની અંદરથી અવાજ આવ્યો.. અને એમાં અમુક ન્યુમેરિકલ નંબર બોલવામાં આવ્યાં.. લ્યુસી એ ફટાફટ એક ચબરખી ઉપર એ નંબર લખી દીધાં. "

"લ્યુસીએ ફૂંક મારી મીણબત્તીઓ ઓલવી દીધી અને લાઈટ ઓન કરવાં કહ્યું.. હું, કાર્તિક અને યાના તો આ બધું શું થઈ રહ્યું છે એ સમજવામાં અસમર્થ હતાં.. અમારાં ચહેરા પર મોજુદ સવાલોનો અર્થ સમજી જતાં લ્યુસીએ પોતાનો I-pad હાથમાં લીધો અને એનું ગૂગલ સર્ચ બોક્સ ઓપન કર્યું.. "

"લ્યુસીએ ચબરખીમાં લખેલાં પ્રથમ નંબર ને અક્ષાંશ અને રેખાંશ મુજબ લખ્યાં.. એમ કરતાં જ ગૂગલ સર્ચ એન્જીન દ્વારા ઘડીનાં છઠ્ઠા ભાગમાં જે-તે સ્થળ ગૂગલ મેપ પર આવી જવું જોઈએ પણ એવું ના થતાં I-pad ની સ્ક્રીન ધ્રુજવા લાગી અને i-pad બંધ થઈ ગયું. "

"લ્યુસી.. તું કરવાં શું માંગે છે.. મને લાગે છે એ બધી નકામી લમણાંઝીંક માં પડ્યાં વગર આપણે આ ડેવિલ બાઈબલ ને કાલે જ જઈને નેશનલ મ્યુઝિયમ ઓફ લંડન માં આપી આવવી જોઈએ.. "મેં લ્યુસી ને આ બધું અહીં જ રોકવા કડક શબ્દોમાં કહી દીધું.

"પણ માઈકલ. , આ બુક અધૂરી છે.. અને મને ખ્યાલ છે કે એનાં બાકીનાં પન્ના ક્યાં હોવાં જોઈએ.. હું આનાં અધૂરાં પન્ના શોધીશ અને પછી આ પુસ્તક ને સંપૂર્ણ બનાવીને જ મ્યુઝિયમમાં આપીશ.. "પોતાનાં મનની વાત અમારી સમક્ષ રાખતાં લ્યુસી બોલી.

"હવે લ્યુસીએ જો કંઈક ધાર્યું જ હતું તો એ કરીને જ એ રહેવાની હતી એ વાત નક્કી હતી.. માટે મેં વધુ માથાકૂટ કર્યાં વગર એ સમયે બધાંને આરામ કરવાનું કહ્યું. પેરિસની સફરમાં હું એટલો બધો થાકી ગયો હતો કે લ્યુસી, યાના અને કાર્તિક નાં સુઈ ગયાં બાદ મેં એકલાં એ જ વહીસ્કીની અડધી થી વધારે બોટલ પુરી કરી દીધી અને પછી ઘસઘસાટ સુઈ ગયો.. સવારે આંખ ખુલી ત્યારે એક નવી સપ્રાઈઝ મારી વાટ જોઈને ઉભી હતી.. !!"

★★★

વધુ નવાં ભાગમાં.

માઈકલ કયાં સપ્રાઈઝ ની વાત કરી રહ્યો હતો... ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***

***

Rate & Review

Verified icon

Vandana Patel 3 weeks ago

Verified icon

Priyank 3 weeks ago

Verified icon

Manoj Patel 1 month ago

Verified icon
Verified icon

Rinkal Mehta 2 months ago