Navi jindagi books and stories free download online pdf in Gujarati

નવી જીંદગી


નવી જીંદગી

લેખક : મનીષ ચુડાસમા

હું મારા કોમ્પ્યુટર ક્લાસની ઓફિસમાં મારૂ કામ કરી રહ્યો હતો, ત્યાં જ દરવાજો ખોલીને અજાણી ગર્લ બોલી, મે આઈ કમ ઇન સર....? મે કહ્યુ યસ....! તે એનુ એડમિશન ફોર્મ જમા કરાવવા આવી હતી, મે એડમિશન ફોર્મ મારા હાથમાં લઈને નામ, એડ્રેસ તથા અન્ય ડૉક્યુમેન્ટ ચેક કર્યા, તેનુ નામ રીંકલ હતુ, તેને છેક પાટણ થી અહી અમદાવાદ મારા ક્લાસમાં ટેલીનો કોર્ષ કરવા માટે એડમિશન લીધુ હતું.

એટલે મે સ્વભાવિક રીતે મજાક કરતા કહ્યુ કે રીંકલ તને પાટણમાં કોઈ ક્લાસ ના મળ્યા કે આટલે દુર થી અહિયાં કોર્ષ કરવા માટે આવી….? રીંકલે મને કીધુ સર એવુ નથી, હું બારમાં ધોરણની પરીક્ષા આપીને અહિયાં મારા માસીના ઘરે વેકેશન કરવા માટે આવી છુ, આતો મારા માસીએ મને કીધુ કે રીંકલ હમણાં તુ બે – ત્રણ મહિના ફ્રી જ છે તો કોમ્પ્યુટરના કોર્ષ કરી લે, તારે આગળ કામ લાગશે, એટલે મને માસીની વાત સાચી.

મે કીધુ કે ગુડ રીંકલ, આમ પણ આજના ટેક્નોલોજીના યુગમાં કોમ્પ્યુટરના નોલેજ વગર માણસ અધૂરો છે, રાઇટ સર.
આટલુ બોલીને રીંકલ જતી રહી, બીજા દિવસે નક્કી કરેલા ટાઇમ મુજબ રીંકલ ક્લાસમાં આવી, મે તેને કોમ્પ્યુટર તરફ ઈશારો કરતા કહ્યુ કે તુ કોમ્પ્યુટર ઓન કર હું આવુ છુ, ઓકે સર....! કહીને તે કોમ્પ્યુટર પાસે જઈને ચેર પર બેસીને કોમ્પ્યુટર ઓન કરીને મને બુમ પાડે છે, સર ઓન થઈ ગયુ, મે કહ્યુ વન મિનિટ આયો....! હું મારુ કામ પતાવીને રીંકલ પાસે જઈને બાજુની ચેર પર બેઠો, ટેલી સૉફ્ટવેર ઓન કરીને મે તેને માહિતી આપવાનુ સ્ટાર્ટ કર્યું, પંદર મિનિટ સુધી મે એને ટેલી સૉફ્ટવેર વિશે બેજીક માહિતી આપી અને હું ફરી મારી ઓફિસમાં આવી મારૂ કામ કરવા લાગ્યો, રાતના ૮:૦૦ વાગ્યા, એક કલાકનો સમય પુરો થઈ ગયો તેથી રીંકલ અને બીજી ગર્લ્સ પણ ચાલી ગઈ, અને હું પણ ઘરે જવા નીકળ્યો, ૭:૦૦ થી ૮:૦૦ ની લાસ્ટ બેન્ચ હતી.
આમ ને આમ સાત આઠ દિવસ થઈ ગયા, રીંકલ દરરોજ ક્લાસમાં આવતી, અને આ સાત આઠ દિવસ દરમ્યાન બધા બોઈઝ – ગર્લ્સની માફક રીંકલ પણ મારી સાથે ખૂબ સારી રીતે હળી મળી ગઈ હતી.
આજે રીંકલને આવ્યે પુરા પંદર દિવસ થઈ ગયા હતા, પણ છેલ્લા ચાર દિવસથી મે એક વાત નોટિસ કરી કે તેનુ મન કોમ્પ્યુટર શીખવામાં નહોતુ, કેમ જાણે પણ તેના ચહેરા પરના હાવભાવ કઈક અલગ જ તરી આવતા હતા, તેના ચહેરા પર એક અજબ પ્રકારની ઉદાસી છવાયેલી હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં હોય તેવુ મને લાગ્યુ, તે ક્લાસની કોઈ ગર્લ્સ જોડે બોલતી પણ નહી, મને થયુ નક્કી રીંકલ કઈક મુંજવણમા તો છે જ, અને મને કોઈ વ્યક્તિ તકલીફમાં હોય એમની મદદ કરવી ગમતી, એટલે મે નક્કી કર્યું કે મારે રીંકલનો પ્રોબ્લમ જાણવાની કોશીશ કરવી જોઈએ, કદાચ જો રીંકલ કોઈ પ્રોબ્લમમા હોય અને હું રીંકલને કોઈ મદદ કરી શકુ અને રીંકલ તકલીફ માથી બહાર આવી જાય.

રીંકલની બેંચ પુરી થયા બાદ મે એને મારી ઓફિસમાં બોલાવી, તે દરવાજા ખોલીને બોલી, મે આઈ કમ ઇન સર...? મે કહ્યુ યસ....! આવ રીંકલ બેસ, તે મારી સામેની ચેર પર બેઠી, મે પૂછ્યુ કે રીંકલ મારે તને એક વાત પૂછવી હતી....! શું હું પૂછી શકુ....? તે બોલી....! હા સર પુછો.

મે વાતની શરૂઆત કરતા કહ્યુ કે રીંકલ તને કઈ તકલીફ છે....? આઈ મીન કે તુ કોઈ પ્રોબ્લમમાં છે....? તે બોલી ના સર પણ કેમ આવુ પુછો છો....? મે કીધુ રીંકલ છેલ્લા ચાર દિવસથી હું જોવુ છુ કે તારુ ધ્યાન કોમ્પ્યુટર શીખવામાં નથી, કે ના તો તુ કોઈ જોડે વાત કરે છે, કોઈ તકલીફ હોય તો મને કહી શકે છે….! બની શકે હું તારી કોઈ મદદ કરી શકુ. રીંકલ કહે ના સર એવુ કઈ જ નથી….! મે કહ્યુ તો પછી ટેલી શીખવામાં ધ્યાન નહી આપવાનુ કે કોઈ જોડે નહી બોલવાનુ કારણ....? તો રીંકલ એટલુ જ બોલી સર એવુ કઈજ નથી, બસ ઘરની યાદ આવે છે એટલે, પણ રીંકલે જે જવાબ આપ્યો તે મારૂ મન માનવા તૈયાર નહોતુ, છતા વધારે પૂછવુ મને ઉચિત ના લાગ્યુ, કેમ કે રીંકલ તો માત્ર મારી સ્ટુડન્ટ હતી, અને મને કહેવુ એને યોગ્ય ના પણ લાગતુ હોય, તેથી મે રીંકલને કહ્યુ સારૂ તુ જઈ શકે છે.

રીંકલ ચાલી ગઈ, આમ ને આમ બીજા પાંચેક દિવસ વીતી ગયા, આજે પણ રીંકલ એના સમય મુજબ ક્લાસમાં આવી, પણ તેની લાલ આંખો જ કહી આવતી હતી કે તે આજે રડી છે, હું એને ટેલીના સૉફ્ટવેરમાં કઈ એન્ટ્રી ક્યાં કરવાની એ બતાવીને મારી ઓફિસમાં આવ્યો અને વિચારવા લાગ્યો કે રીંકલને એવો તો શું પ્રોબ્લમ હશે....? કે આટલી અપસેટ અપસેટ રહે છે....? મને થયુ જે હોય તે, પણ મારે હજી ફરી એકવાર રીંકલને પુછવુ જોઈએ.

આજે રીંકલની બેંચ પુરી થયા બાદ મે ફરી રીંકલને મારી ઓફિસમાં બોલાવી, તે મારી પરમીશન લઈને ધીમા પગલે અંદર આવી, મે તેને ચેર પર બેસવા કહ્યુ, તે નીચી નજરે મૌન બનીને ચેર પર બેઠી.

મે કહ્યુ કે રીંકલ તુ ભલે મને કઈ ના કહે, પણ તારા ચહેરા પર મને સ્પષ્ટ વંચાય છે કે તુ જરૂર કોઈ પ્રોબ્લમમાં છે, તે દિવસે પણ તે વાત ને ટાળી હતી, અને વધારે પુછવુ મને ઉચિત ના લાગ્યુ એટલે મે પણ વધારે ના પુછ્યુ.

રીંકલ હું કોઈ પણ વ્યક્તિ ને તકલીફમા હોય તો એને મદદ કરવામાં માનુ છુ, માનવ ધર્મમાં માનુ છુ, જો રીંકલ મને તારો દોસ્ત માનીને કહે, શું પ્રોબ્લમ છે….? જો તુ પ્રોબ્લમ કહીશ તો કઈક રસ્તો નીકળશે, આમ ને આમ મુંજાયા કરીશ તો કઈ નહી થાય, બની શકે કે હું તને કોઈ રસ્તો બતાવી શકુ.

રીંકલ એટલુ જ બોલી કે સર મારા પ્રોબ્લમનો કોઈ જ રસ્તો નથી, આટલુ બોલતા જ તેના ગળે એક ડૂમો ભરાઈ આવ્યો, મે મારી ચેર પરથી ઊભા થઈને રીંકલને પાણીનો ગ્લાસ આપી પાણી પીવા કહ્યુ, પાણી પી ને તે થોડી શાંત થઈ, પછી મે કહ્યુ જો રીંકલ સમસ્યા ગમે તેવી મોટી કેમ ના હોય, તેનો ઉપાય પણ હોય જ છે, જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાન એક દરવાજો તો ખુલ્લો રાખે જ છે, એમ સમજ કે એ દરવાજો હું છુ, જે કઈ પણ હોય તે નિ:શંકોચ પણે મને કહે, શું પ્રોબ્લમ છે...?

રીંકલ કહે સર, પહેલા મને પ્રોમિસ આપો કે તમે આ વાત કોઈને નહી કહો....! મે કહ્યુ રીંકલ વિશ્વાસ રાખ મારા પર હું કોઈને નહી કહુ, હું તો માત્ર તને પ્રોબલમમાં થી બહાર કાઢવા માંગુ છુ, તારી મદદ કરવા માંગુ છુ.
રીંકલે વાતની શરૂઆત કરતા કીધુ કે હું મારી સ્કૂલમાં, મારા જ ક્લાસમાં, મારી જોડે ભણતા પ્રગ્નેશને પ્રેમ કરુ છુ અને તે પણ મને એટલો જ પ્રેમ કરે છે, અમે બંને ત્રણ વર્ષથી એકબીજાને ચાહીએ છીએ, અને હું પ્રગ્નેશ જોડે લગ્ન કરવા માંગુ છુ, પણ અમારા લગ્ન થઈ શકે તેમ નથી કેમ કે અમારી બંનેની જ્ઞાતી અલગ છે માટે મારા પપ્પા અમારા મેરેજ માટે રાજી નહી થાય એની મને ખબર છે, કેમ કે એમને લવમેરેજ બિલકુલ પસંદ નથી.

મે કહ્યુ જો રીંકલ અત્યારે તમારી બન્નેની ઉમર તમારૂ કરિયર બનાવવાની છે, પહેલા તો તમારે બંનેએ તમારા કરિયર ઉપર ધ્યાન આપવુ જોઈએ અને વેલસેટ થવુ જોઈએ, અને એકવાર પ્રગ્નેશ પણ વેલસેટ થઈ જશે પછી કોઈ તકલીફ નહીં પડે, રીંકલ મારી તો તને એક જ સલાહ છે કે તમે બંને અત્યારે તો તમારા પોતાના કરિયર ઉપર ધ્યાન આપો અને વાત રહી તારા પપ્પાની, તો એતો પ્રગ્નેશ પણ વેલસેટ હશે અને બધી રીતે સારુ હશે તો તારા પપ્પા પણ માની જશે, આમ પણ કોઈ મા – બાપ પોતાના સંતાનનું ક્યારેય અહિત ના ઈચ્છે.

રીંકલે બોલી કે સર તમે તમારી જગ્યાએ રાઇટ છો, પણ હું મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખુ છુ, એકવાર અમારા જ સમાજમાં એક છોકરીએ ઘરેથી ભાગીને લવ મેરેજ કર્યા હતા ત્યારે પપ્પાને મે મમ્મી જોડે વાત કરતાં સાંભળ્યા હતા, તે એવુ કહેતા હતા કે આની જગ્યાએ જો આપડી રીંકલ હોય તો હું એની જોડે તમામ સંબંધ પૂરા કરી નાખુ.
મે રીંકલને પુછ્યુ કે તને પક્કી ખાતરી જ છે કે તારા પપ્પા નથી માનવાના, તો પછી તારો શું વિચાર છે....? મતલબ કે તારો નિર્ણય શું છે....? શું તુ પ્રગ્નેશ સાથે ઘરેથી ભાગીને લવ મેરેજ કરવા ઈચ્છે છે....?

રીંકલે મને કહ્યુ કે સર હું મારા પપ્પાની વિરુદ્ધમાં જઈને લવમેરેજ ના કરી શકુ, હું નથી ઇચ્છતી કે મારા કારણે મારા પપ્પાને સમાજમાં નીચુ જોવાનો વારો આવે કે એમની ઇજ્જત જાય, એટલે એવુ પગલુ હું ક્યારેય નહી ભરુ અને હું પ્રગ્નેશ વગર પણ હું રહી શકુ તેમ નથી, અને તેથી જ મે મારો નિર્ણય કરી લીધો છે.

શું નિર્ણય કર્યો છે તે....? રીંકલ, મે પુછ્યુ, પણ રીંકલ કઈ જ બોલી નહી, મે ફરી પુછ્યુ, રીંકલ હું તને પૂછુ છુ તે શું નિર્ણય કર્યો છે....?

રીંકલે કહ્યુ સર, હું આત્મહત્યા કરી લઇશ, એટલે કોઈ જ પ્રોબ્લમ નહી રહે.

રીંકલના આ જવાબથી મારો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો, થયુ રીંકલને બે તમાચા મારી દઉ, પણ હું ઊભો થઈને રીંકલ પાસે ગયો, તે રડતી હતી, મે એને આશ્વાસન આપતા કહ્યુ, રીંકલ હું જાણુ છુ કે અત્યારે તારા પર શું વીતે છે એ, પણ તુ એમ સમજે છે કે તુ આત્મહત્યા કરી લઇશ એટલે તારા પપ્પાની ઇજ્જત નહી જાય....? મે કહ્યુ તારા આત્મહત્યા કરવાથી તારા મા - બાપ પર શું વિતશે એનો તે વિચાર કર્યો છે ખરો...? તારા મા - બાપ ક્યાયના નહી રહે, તારા મા - બાપ જીવતે જીવ મરી જશે રીંકલ, એ તે વિચાર્યું છે ક્યારેય....? તે કોઈને મો બતાવવા પણ લાયક નહીં રહે, જે મા બાપે તને જન્મ આપ્યો, જે મા – બાપે તને મોટી કરી, તારી ખુશી માટે પણ એમને કેટલાય સપનાઓ જોયા હશે....! એ સપનાઓનુ શું...? રીંકલ, શું તારે તારા મા - બાપને જીવતે જીવ મારી નાખવા છે....? અને વાત રહી પ્રેમની તો પ્રેમમાં પામી લેવુ જ નથી હોતુ, પ્રેમમાં લગ્ન થાય એવુ પણ જરૂરી નથી હોતુ, પ્રેમમાં તો સમર્પણ હોય, અને હા રીંકલ એક વાત યાદ રાખજે, આત્મહત્યા કરવી એ કાયરતાની નિશાની છે, આત્મહત્યા કરવાથી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ નથી આવતુ અને તારે તારા મા – બાપનુ પણ વિચારવુ જોઈએ, રીંકલ ભીની આંખે મૌન બનીને મારી વાત સાંભળી રહી હતી.

લગભગ રાતના ૯:૧૫ થવા આવ્યા હતા, મે રીંકલને કહ્યુ, રીંકલ ઘરે તારા માસી રાહ જોતા હશે, બહુ મોડુ થઈ ગયું છે, તુ ઘરે જા અને હા મે કીધુ એના પર શાંત ચિત્તે વિચાર કરજે, તારી જ જાતને તુ સવાલ પૂછજે, તને જવાબ મળી જશે.

રીંકલ ઘરે ચાલી ગઈ, બીજા દિવસે તે એના ટાઈમે ક્લાસમાં આવી, રીંકલના ચહેરા પર આજે સ્મિત હતુ, એ જોઈને હું પણ ખુશ થયો, તેનો વારો આજે થિયરીકલ હતો, તે નોટેબૂકમા લખી રહી હતી, હું બીજા સ્ટુડન્ટને શીખડાવીને મારી ઓફિસમાં આવીને ચેર પર બેઠો, રાતના ૮:૦૦ વાગી ગયા એટલે સૌ ઘરે ચાલી ગયા, દરવાજો ખોલીને રીંકલ બોલી સર આવુ....? મે પણ મજાક કરતા કહ્યુ, કેમ આજે મે આઈ કમ ઇન સર નહી....? અને તે હસવા લાગી, રીંકલ અંદર આવીને ચેર પર બેઠી.

મને કહ્યુ સર, મે કાલે રાત્રે ખૂબ વિચાર કર્યો, અને તમારા કહ્યા મુજબ મે મારી જાતને જ સવાલ પૂછ્યા અને મને એ સવાલોના જવાબ પણ મળી ગયા, મે પુછ્યુ શું જવાબ મળ્યા....? રીંકલે કીધુ સર, તમારી વાત એકદમ સાચી છે, મારે મારા મા – બાપનું પણ વિચારવુ જોઈએ, મારે મારા મા – બાપને મારા લીધે થઈને તકલીફ ના આપવી જોઈએ.

રીંકલ બોલી, સર તમારો ખૂબ ખૂબ આભાર....! તમે મારો જીવ બચાવ્યો, મને નવી જીંદગી આપી....! નહિ તો ખબર નહી શું થાત, મારા કારણે મારા મા – બાપ જીવતે જીવ મરી જાત.
મે કહ્યુ, ખૂબ સરસ રીંકલ, તને સાચુ સમજાયુ એ જ ઘણું છે, અને હું કોણ તારો જીવ બચાવવા વાળો, જીવ બચાવવા વાળો તો ઉપર વાળો છે, હું તો માત્ર નિમિત બન્યો છુ, અને બીજી થોડી વાતો કરીને રીંકલ ઘરે ચાલી ગઈ.

હવે રીંકલ ખુશ રહેવા લાગી હતી અને તેનો કોર્ષ પણ પૂરો થઈ ગયો, અને આજે રીંકલની પરીક્ષા હતી સાથે સાથે રીંકલનો ક્લાસમાં છેલ્લો દિવસ હતો, રીંકલે પેપર પૂરુ કરીને મને મળવા મારી ઓફિસમાં આવી, પણ આ વખતે રજા લીધા વગર જ આવી અને કહ્યુ સર ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર મને નવી જીંદગી આપવા માટે, તે દિવસે રીંકલ ખૂબ રડી મારી પાસે અને એટલું જ બોલી કે જીંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તમને નહીં ભૂલુ.

હું કઈ બોલુ તે પહેલા રીંકલ ચાલી ગઈ, અને એ સમયમાં રીંકલ જોડે ફોન પણ નહોતો, ભાગ્યે જ કોઈ છોકરી ફોન રાખતી હશે, એક મહિના પછી રીંકલનું રિઝલ્ટ પણ તેના માસી આવીને લઈ ગયા, રીંકલના ઘરે લેંડલાઇન ફોન હતો તેથી રીંકલે મારી સાથે બે - ત્રણ વાર ફોનમાં વાત કરી હતી.

આજે એ વાતને પાંચ વર્ષ થઈ ગયા, હું મારી ઓફિસમાં કોમ્પ્યુટર પર મારૂ વર્ક કરી રહ્યો હતો અને મારા મોબાઇલ ફોનમાં રિંગ વાગી, મે જોયુ અનનોન નંબર હતો, મે ફોન રિસીવ કરતા કહ્યુ.
હેલો....કોણ....?
સામે છેડે કોઈ ગર્લ્સ બોલી....! કોણ મયુર સર....?
મે કીધુ હા....તમે કોણ....?
તે બોલી....! હું તમારી સ્ટુડન્ટ રીંકલ બોલું છુ, ભૂલી ગયા કે શું....?
મે કહ્યુ.....અરે હા રીંકલ બોલ....બોલ.... કેટલા વર્ષ પછી ફોન કર્યો તે....!
રીંકલે મારી સાથે થોડી અપૌચારિક વાતો કરી અને કહ્યુ, સર મારા મેરેજ થઈ ગયા, મે કહ્યુ congratulation....! રીંકલ….. એ બોલી સર thank you....! અને કહ્યુ કે અમારી કાસ્ટમાં જ ધામ ધૂમથી મેરેજ થયા અને મને મારા પતિ પણ ખૂબ સારા મળ્યા છે, મને સમજે એવા, અને વેલસેટ પણ છે, તે IT કંપનીમા જોબ કરે છે, મે કીધુ ગુડ રીંકલ તને સારુ પાત્ર મળી ગયુ, રીંકલે કહ્યુ હા સર, હું ખૂબ ખુશ છુ મારા પતિથી, અને બીજી એક વાત કે જે પ્રગ્નેશ પાછળ હું ગાંડી થઈ હતી તે તો એક નંબરનો હરામી નીકળ્યો, મને મારી ફ્રેંડ દ્વારા જાણવા મળ્યુ કે મારી પહેલા પણ એને મારી જેવી ત્રણ છોકરીઓને લગ્નના વચન આપીને એની જીંદગી બગાડી છે, અને તે દારૂનો વ્યસની છે, પણ એ ઉમર જ એવી હતી કે હું આકર્ષણ ને પ્રેમ સમજી બેઠી હતી, ખરેખર સર, જો તમે ના મળ્યા હોત તો ખબર નહી મારુ શું થાત….! અને થોડી વાત કર્યા બાદ રીંકલે ફોન મૂકી દીધો.

સમાપ્ત