Premkunj - 19 books and stories free download online pdf in Gujarati

પ્રેમકુંજ - (ભાગ-૧૯)

પ્રેમકુંજ-(ભાગ-૧૯)

કુંજ અને રિયા શરીરસુખનો આનંદ લઇ બેડ પર નગ્ન અવસ્થામાં પડીયા હતા.રિયાનું ધ્યાન ઘડિયાળ પર ગયું.રાત્રીના ત્રણ વાગી ગયા હતા.તે કપડાં પહેરી જલદી ઉભી થઇ.રિયા મારે હવે ઘરે જાવું જોઈયે.
નહીં કુંજ રાત્રીના ત્રણ વાગે તારા ઘરે કેમ જશ?
તું સવારે વહેલા અહીંથી નીકળી જજે.

ઓકે રિયા..!!આમ પણ હું ઘરે કહીને જ આવિયો છું કે હું મારી પ્રેમિકાને મળવા જાવ છું.તો સવારે આવીશ.

કુંજ તું ખોટું ન બોલ તે એમ કહ્યું હશે કે હું મારા મિત્રને મળવા જાવ છું.પ્રેમિકાને નહીં.

હા,રિયા તું તો જાણકાર નીકળી...!!!બનવું પડે કુંજ.
કુંજ રાત્રીના ચાર વાગી ગયા,હવે તારે નિંદર કરવી જોઈએ.

નહીં રિયા આજ મને નિંદર નથી આવી રહી બસ તારી પાસે બેસી મને પ્રેમનો આનંદ માણવા દે.આજ હું ખુશ છું રિયા.આવી ખુશીનો અનુભવ મેં મારી જીંદગીમાં કયારેય કરયો નથી.

થોડીવારમાં જ કુંજ રિયાના શરીર પર હાથ અને માથું મુકી નિંદરમાં ચાલ્યો ગયો.પણ રિયા કુંજના સ્પર્શનો આનંદ અને શરીરસુખના આનંદની અનુભૂતિ હજુ પણ કરી રહી હતી.હા,મારે કુંજને પ્રેમ કરવો હતો
કુંજને હું પામવા માંગતી હતી એ ઈચ્છા આજ મારી પુરી થઈ.

મને હતું કે કુંજ મને નહીં પ્રેમ કરે મારી સાથે મિત્રતા જ રાખશે.પણ કુંજે આજ મારી સમક્ષ જ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો.

કુંજે તો હા,પાડી દીધી પણ તેના માતા-પિતા મને
અપનાવશે?રિયાને સવાલ થઈ રહીયો હતો.
એ પછીની વાત છે પણ અત્યારે તારે અને કુંજે પ્રેમનો આનંદ લેવો જોઇએ.એકબીજા પ્રત્યે પ્રેમમાં પાગલ બનવું જોઈએ.

મેં કુંજ સાથે ભાનભૂલી શરીરસુખનો આનંદ માણ્યો.
મેં આજ ખોટું તો નથી કર્યું ને?નહીં રિયા જે થઈ ગયું એ થઈ ગયું.એ વાતનો અફસોસ નહિ કર.કુંજ તને કઈ મૂકીને નહીં જાય.એ હમેશા તારો જ બની ને રહેશે.

આજ રિયા ખુશ હતી.તે ડાબી બાજુ ફરી ઘડિયાળ પર નજર કરી સવારના સાત વાગી ગયા હતા.રિયાને ડર લાગવા લાગીયો.હમણાં લાલજી આવીને દુકાન ખોલશે.કુંજ હજુ તેની રૂમમાં જ હતો.

જલ્દી જલ્દી રિયાએ કુંજને બેડ પરથી ઉભો કરીયો.
કુંજ..કુંજ..સવારના સાત વાગી ગયા.કુંજ પણ રિયાના અવાજથી જલ્દી બેઠો થઇ ગયો.

શું થયું રિયા..?

કુંજ સવારના સાત વાગી ગયા હમણા જ લાલજી આવશે તું જલ્દી પાછળના દરવાજેથી નીકળી જા.
હા,રિયા...!!!

કુંજ લાલજીની દુકાન પરથી જલ્દી બહાર નીકળ્યો.સવાર પડી ગઈ હતી.કુંજ લાલજીની દુકાનની પાછળના દરવાજા પરથી નીકળીયો એ સામેની બાજુ ચા ની દુકાન પર લોકો જોઈ રહીયા હતા.

કોઈ કહી રહયું હતું કોણ છે તે?
તો કોઈ કહી રહીયું હતું લાલજીની દુકાન પર સમોસાની જગ્યાએ બીજું ઘણુંબધું મળતું લાગે છે.
એ કોઈ નહીં પણ લાલજીના મિત્રો જ હતા. થોડીવારમાં જ લાલજી દુકાન પર આવિયો.લાલજી એ દુકાન ખોલી સાફ સફાઈ કરી તેની ખુરશી પર બેઠો.

ત્યાં જ ચા ની લારી પર બેઠો આખા સોસાયટીની પંસાયત કરતો મગનો લાલજી પાસે આવીયો.
કેમ મગના આજ સવાર સવારમાં મારી દુકાનના સમોસા ખાવાનું તને મન થયું કે શું?

નહિ જરાય નહિ લાલજી શેઠ..!!આજ સમોસા ખાવાનું મન નથી.મેં એવું મારી નજરે જોઈયું કે તમે
સમોસા સીવાય બીજું પણ ઘણુંબધું આપો છો.

મગના અત્યાર અત્યારમાં મગજનો દહીંનો કર તું.
જે હોઈ એ સીધી વાત જણાવ.આજ લાલજી શેઠ તમારી દુકાન પર મહેમાન આવિયાતા રાતવાસો કરવા અને તમને ખબર પણ નથી.

નહિ..!!!!!મગના તું શું બોલી રહીયો છે.

પહેલીનું નામ શું છે ઉપર રહે છે તેનું..?

રિયા..!!

હા,એ જ રિયાના રૂમમાં મહેમાન આવિયાતા.આખી રાત લીલા કરી સવારે પાછળના દરવાજેથી સાહેબ નીકળી ગયા.

લાલજી તેની ખુરશી પરથી ઉભો થઇ ગયો.તે પહેલા અહીં દુકાન પર આવી જગ્યા રોકી બેસી જતો એ જ નાલાયક હશે.આજ રિયાની ખેર નથી.અત્યારે જ તેને મારી આ દુકાનમાંથી બહાર નીકાળું છું.

નહીં નહીં લાલજી શેઠ ધીરજના ફળ હમેશાં મીઠા હોઈ છે.થોડી ધીરજ તો રાખો.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)