Premkunj - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમકુંજ - (ભાગ-૨૦)

પ્રેમકુંજ-(ભાગ-૨૦)

લાલજી તેની ખુરશી પરથી ઉભો થઇ ગયો.તે પહેલા અહીં દુકાન પર આવી જગ્યા રોકી બેસી જતો એ જ નાલાયક હશે.આજ રિયાની ખેર નથી.અત્યારે જ તેને મારી આ દુકાનમાંથી બહાર નીકાળું છું.

નહીં નહીં લાલજી શેઠ ધીરજના ફળ હમેશાં મીઠા હોઈ છે.થોડી ધીરજ તો રાખો.

આ દુકાનના કેટલા રૂપિયા બાકી છે લાલજી શેઠ?
હજુ તો ૧૫લાખ બાકી છે મગના.જો હું તને સમજાવું
એ રીતે સાહેબ તમે સમજી જાવ તો તમારી દુકાન ઘરની પણ થઈ જાય અને મારે જે વ્યાજ છે તે પણ ભરાય જાય.

એવો તો તારા મનમાં શું આઇડીયા છે.તું મને જલ્દી કે.આમ પણ હું હવે આ દુકાનનું વ્યાજ ભરી ભરીને
થાકી ગયો છું.જો આમાંથી છુંટકારો મળતો હોઈ તો
હું કઈ પણ કરવા ત્યાર છું.

રિયાનો મોસીનને ત્યાં હું વીસ લાખમાં સોદો કરાવી દવ.નહીં મગના મારુ મન માનતું નથી એને મેં ઘણા સમયથી અહીં રાખી છે.

સાહેબ એ હતી અહીં અને હવે તેને અહીંથી જતા વાર નહીં લાગે.મેં સાંભળ્યું છે કે એનું આ દુનિયામાં કોઇ નથી.તમને કોઈ પૂછવા પણ નહીં આવે કે રિયા ક્યાં ગઈ.

નહીં મગના બીજી કોઈ વાત હોઈ તો કહે પણ આ શક્ય નથી.તું મોસીન પાસે રિયાને મેકલવાની વાત કરે એ શક્ય નથી.

સાહેબ તમારી મરજી.હું એક દિવસનો તમને સમય આપું છું.વિચારી જોવો તમારી દુકાનના એક એક રૂપિયો તે ભરી શકે છે.અને મારુ થોડું વ્યાજ પણ.

સારું મગના હું વિચારીને તને કાલે જવાબ આપું.
તું મને સમય આપ.હા,પણ રિયાને તમે એક શબ્દ પણ અત્યારે નહીં કહેતા.એને લાગવું ન જોઈએ કે
આપણને તેની ખબર છે.સાહેબે તમે એ જ રીતે એની સાથે વર્તન કરજો જેમ તમે એની સાથે આવતા અઠવાડિયામાં કર્યું હતું.

ઓકે મગના...!!!!

આ બાજુ કુંજ પણ તેના ઘરની બાજુમાં જ એક નાનકડા મોલમાં રિયા માટે નોકરી અને ત્યાં જ રહેવાની સગવડની વાત કરી રહીયો હતો.કુંજ ખુશ થઈને મોલની બહાર આવીયો.કેમ રિયા માટે તેણે જગ્યા ગોતી લીધી હતી.અને કાલ સાંજે જ રિયાને હાજર થવાનું હતું.

લાલજી શેઠે પણ મોશીનને ત્યાં રિયા આપવી તે નક્કી કરી લીધું હતું કેમેકે તે દુકાનનું વ્યાજ ભરી ભરીને થાકી ગયો હતો.તે આવી પરિસ્થિતિ માંથી હવે તે બહાર નિકળવા માંગતો હતો.અને તેની પાસે આ સારો મોકો હતો તે પણ જાણતો હતો.

આજ શનિવાર હતો.કુંજ સવારે દોડતો દોડતો રિયા પાસે આવીયો.પાછળથી રિયાને પકડી લીધી.રિયાને ખબર હતી આવી રીતે કુંજ સીવાય મને કોઇ સ્પર્શ કરે નહિ.વાહ આજ શું બનાવી રહી છો.

મારા માટે થેપલા...!!
મને પણ પસંદ છે રિયા પણ આજ તને ખુશીના સમાસાર આપવા આવીયો છૂ.

જલ્દી બોલને કુંજ..!!!

અમારા ઘરની બાજુમાં જ એક નાનકડો મોલ છે.ત્યાં નોકરીનું તારું મેં ફિક્સ કરી નાખ્યું છે.અને ત્યાં જ રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી છે.હવે તો રિયા તું ના નહીં પાડને...

ના કુંજ હવે હું શા માટે "ના" પાડું કેમકે મારી ફિકર હવે તને છે.અને તું જે કરે તે સારા માટે જ હશે.
હા, કુંજ હું એ મોલ પર નોકરી પર જશ અને ત્યાં જ રશ.પણ તારે મને એક પ્રોમિસ કરવી પડશે. તું મને દરરોજ મળવા આવીશને.

હા,રિયા મારુ ઘર બાજુમાં જ છે,હું તને દરરોજ મળવા આવીશ.અને હા,રિયા આજ સાંજે જ અહીંથી રજા લઈ આપડે ત્યાં જવાનું છે.કેમ કુંજ એટલું બધું વહેલા મને લાલજી જોડે કમસે કમ એકવાર વાત તો કરવા દે.

આજે જ મોલ પર સાંજે હાજર થવાનું છે.માટે સાંજે નવ વાગે હું આવીશ તું બધો સામાન પેક કરી રાખજે.આમ પણ તને મળવા આવું દરરોજ ખૂબ દૂર પડે છે.માટે જલ્દી તને મારા ઘરની બાજુમાં જ બોલવી લેવી છે.બંને હસી પડીયા.રિયા કુંજને ભેટી પડી.હા અને બીજી એક વાત લાલજીને તું વાત નહિ કરતી નહીં તો એ તને અહીંથી જવા નહી દે.

હા,કુંજ...!!!

આજ લાલજી અને મગનાએ પણ મોસીન સાથે વાત કરી લીધી હતી.તે પણ રિયાને સાંજ સુધીમાં કેવી રીતે લાલજીની દુકાન પરથી લઈ જવી તે પ્લાન બનાવી સુક્યા હતા.

આજ રિયા ખુશ હતી.આજ મને કુંજ લેવા માટે આવશે.હું આવી પરિસ્થિતિમાંથીબહાર આવિશ.તે ઓરડાને આજ છેલ્લી વાર નીરખી નીરખીને જોઈ રહી હતી.તે લલાજીનો આભાર માની રહી હતી કે તેમણે વિકટ પરિસ્થિતિમાં મને રહેવા માટે જગ્યા આપી

એક બાજુ લાલજી અને મગનો રિયાની જાણ બહાર ખેલ ખેલી રહિયા હતા.રિયાને મોસીન પાસે મોકલી તેને એક વેશ્યા બનાવવા માંગતા હતા.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)