Aryariddhi - 22 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૨૨

મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ ની ત્રીજી કવિતા અહીં રજૂ કરું છું. આપ આ સંગ્રહ ની બીજી કવિતા પ્રતિલિપિ અને માતૃભારતી પર વાંચી શકો છો.

જોઈ રહ્યો છું રાહ તારી
મળ્યા વિના તને, સાથે યાદ તારી

મુલાકાત થઇ એક, સાથે તારી
સમજાઈ નહીં તું, ન સમજાઇ કિંમત તારી

રહી અધૂરી મુલાકાત તારી
જોઇ રહ્યો છું રાહ તારી

ન હતી દોસ્તી સાથે તારી
દોસ્ત બનાવી દીધો , એ મુસ્કાને તારી

ગંભીર હતો, રમુજી બનાવ્યો
એ હતી કુશળતા તારી

ન ઓળખતી , ન જાણતી
છતાં બનાવ્યો તારો, એ હતી ખૂબી તારી

યુવક હતો, લેખક બનાવ્યો
એ હતી ક્ષમતા, એ નામ ની
માટે તું પ્રેમિકા છે આર્યવર્ધન ની
આગળના ભાગમાં જોયું કે રિધ્ધી આર્યવર્ધન ને મળવા માટે ગાર્ડન માં જાય છે. આર્યવર્ધન ને જ્યારે તે મળે છે ત્યારે આર્યવર્ધન ને કહે છે કે તેની પાસે આર્યવર્ધન માટે ગીફ્ટ છે આમ કહી ને રિધ્ધી એક પિસ્તોલ આર્યવર્ધન ની છાતી પર રાખી દે છે. ત્યારે આર્યવર્ધન હસી ને રિધ્ધી ને એ પિસ્તોલ નું મેગેઝીન ચેક કરવા માટે કહે છે. એટલે રિધ્ધી એની પિસ્તોલ નું મેગેઝિન ચેક છે પણ તે ખાલી હોય છે.

રિધ્ધી પિસ્તોલ ને ખરીદી ત્યાર થી અત્યાર સુધીની ઘટના ઓ યાદ કરે છે પણ તે સમજી શકતી નથી બધી બુલેટ્સ ક્યાં ગઈ. એટલે આર્યવર્ધન પર ગુસ્સો કરે છે. થોડી વાર પછી આર્યવર્ધન રિધ્ધી ને બુલેટ્સ ભરેલું મેગેઝીન આપે છે. એટલે રિધ્ધી તે મેગેઝિન ને પિસ્તોલ માં લોડ કરી તેને આર્યવર્ધન તરફ નિશાન તાકે છે.

આ જોઈ આર્યવર્ધન હસીને રિધ્ધી ની નજીક આવી પિસ્તોલ ની નોઝલ તેના કપાળ માં મૂકે છે. પણ રિધ્ધી ગોળી ચલાવી શકતી નથી એટલે આર્યવર્ધન રિધ્ધી ના હાથ માં થી પિસ્તોલ લઈ જાતે પોતાના લમણે મૂકી દે છે અને તેનું ટ્રિગર દબાવે છે ત્યારે મોટો અવાજ થાય છે. હવે આગળ...

ગાર્ડન માં રહેલા લોકો પિસ્તોલ ના ફાયરિંગ નો અવાજ સાંભળી ને જ્યાં રિધ્ધી અને આર્યવર્ધન ઉભા હતા ત્યાં આવ્યા ત્યારે તેમને જે જોયું તે જોવા માટે તેઓ વધારે સમય સુધી ઉભા ન રહેતા તરત જતાં રહ્યાં

લોકો ત્યાં જોયું કે રિધ્ધી અને આર્યવર્ધન બંને એકબીજા ના અધરો ચૂમી રહ્યા હતા. એટલે બધા વ્યક્તિ ઓ તેમને આ રીતે જોઈ ને તરત ત્યાં થી જતાં રહ્યા. કેમકે જયારે આર્યવર્ધને ટ્રિગર દબાવવા માટે પોતાની આંગળી ટ્રિગર પર મુકી કે તરત રિધ્ધી એ આર્યવર્ધન નો પિસ્તોલ વાળો હાથ પકડીને ઉપર ઊઠાવી દીધો અને પોતાના અધર આર્યવર્ધન ના અધર પર મૂકી દીધા. રિધ્ધી એ પિસ્તોલ ઉપર ની બાજુ એ કરી તેને લીધે ગોળી ઉપર આકાશ બાજુ ફાયર થઈ.

આર્યવર્ધને પોતાને રિધ્ધી થી અલગ કરવા ગયો પણ રિધ્ધી એ તેના બંને હાથ થી આર્યવર્ધન નું માથું પકડી લીધું જાણે કે રિધ્ધી આ ક્ષણ ને માણી લેવા માંગતી હોય તેમ તે આર્યવર્ધન ને છોડવા માટે માંગતી નહતી. એટલે આર્યવર્ધને પણ પોતાને છોડાવવા નો પ્રયત્ન કર્યો નહીં.

રિધ્ધી એ જ્યારે જોયું કે આજુબાજુ કોઈ નથી એટલે તેણે આર્યવર્ધન નું માથું છોડી તેને ધક્કો મારી ને પોતાના થી દુર કરી દીધો. આર્યવર્ધને રિધ્ધી ના ધક્કો માર્યો પછી પોતાને સાંભળી લીધા પછી તેણે રિધ્ધી ની આંખો માં જોયું તો તેને રિધ્ધી ની આંખો ફક્ત આસું અને પસ્તાવો દેખાયા.

રિધ્ધી રડતી હતી પણ તેણે પોતાની આંખો લૂછીને ત્યાં થી જવા લાગી ત્યારે આર્યવર્ધને તેનો હાથ પકડી લીધો એટલે રિધ્ધી હાથ છોડવવા માટે પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યો એટલે આર્યવર્ધન ને હાથ છોડવા માટે કહ્યું પણ આર્યવર્ધને હાથ છોડ્યો નહીં.

આર્યવર્ધને રિધ્ધી નો હાથ પકડી રાખીને રિધ્ધી ને કહ્યું,
" આજે તું મારી તારું દિલ ખોલી નાખ, તને કોઈ નહીં રોકે તારા હૃદય નો ઉભરો ઠાલવી નાખ. દિલ પર કોઈ પણ ભાર રાખીશ નહિ. હું આજે તારી અંદર પહેલાં ની હસતી રમતી ખુશ રહેતી રિધ્ધી ને જોવા માંગુ છું."

રિધ્ધી ની આંખો માં થી આંસુ વહેવા લાગ્યા. તે આર્યવર્ધન ને વળગી પડી ને રડવા લાગી. તેણે આર્યવર્ધન ને એક જ સવાલ પૂછ્યો કે તે મમ્મી પપ્પા મારા અને તારા થી દુર કેમ કરી દીધા ? અત્યારે આર્યવર્ધન નો ચહેરો ગંભીર હતો. તે ખૂબ ધીરે થી બોલ્યો, એ કારણ હું તને અત્યારે નહીં જણાવી શકું.

આ સાંભળી ને રિધ્ધી ઘણા વાર સુધી રડી હતી એટલે આર્યવર્ધને પહેલાં તેંને રડવા દીધી. પણ આ દરમિયાન તે આર્યવર્ધન ને વળગેલી હતી અને આર્યવર્ધન તેને શાંત કરવા તેના માથા પર હાથ ફેરવતો હતો.

પછી રિધ્ધી થોડી શાંત થઈ ત્યારે આર્યવર્ધન તેને ગાર્ડન માં આવેલા ફાઉન્ટ પાસે લઈ ગયો. ત્યાં રિધ્ધી ને તેનો ચહેરો ધોવા માટે કહ્યું એટલે રિધ્ધી એ ફાઉન્ટ ના ઠંડા પાણીથી તેનો ચહેરો સાફ કાર્યો. એ સમયે ધીમો ધીમો પવન વહી રહ્યો હતો અને એ પવન માં રિધ્ધી ના વાળ ઉડી રહ્યા હતા ત્યારે રિધ્ધી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આર્યવર્ધન અને રિધ્ધી ફાઉન્ટ પાસેની એક બેન્ચ પર બેઠા. વાતાવરણ ને થોડું હળવું બનાવવા માટે આર્યવર્ધને રિધ્ધી ને થોડા જોક્સ કહ્યા પણ રિધ્ધી થોડુ હસી એટલે આર્યવર્ધને રિધ્ધી ને તેમની બાળપણ માં કરેલી મસ્તી યાદ કરાવી એ વિશે યાદ કરી ને રિધ્ધી હસી પડી. તેના ચહેરા પર મુશકુરાહટ જોઈ ને આર્યવર્ધન ને એક અજીબ આનંદ ની લાગણી અનુભવી.

ત્યારે જ આર્યવર્ધન ના ફોન ની રિંગ વાગી એટલે આર્યવર્ધને તેનો ફોન જોયો. સ્ક્રીન પર રાજવર્ધન નું નામ બતાવતું હતું. એ નામ જોઈ આર્યવર્ધન ઉત્સાહ માં આવી ગયો અને કોલ રિસીવ કર્યો. રાજવર્ધને સવાલ પૂછ્યો, " આપ ક્યાં છો અત્યારે ?" એટલે આર્યવર્ધને જવાબ આપ્યો, " હું અત્યારે ગાર્ડન માં છું એટલે તમે બંને અહીં આવો." આટલો જવાબ આપી આર્યવર્ધને કોલ કાપી નાખ્યો અને રિધ્ધી હસતા હસતા રિધ્ધી સામે જોયું.

રિધ્ધી એ આર્યવર્ધને આમ ઉત્સાહ માં જોઈ ને પૂછ્યું કે કોણ આવી રહ્યું છે ? એટલે આર્યવર્ધને રિધ્ધી ને થોડી વાર રાહ જોવા માટે કહ્યું. 5 મિનિટ પછી એક કપલ યુવક-યુવતી ગાર્ડનમાં આવ્યા. તે બંને આર્યવર્ધન ની પાસે આવ્યા પછી તેને પગે લાગ્યા.

રિધ્ધી તે બંને ને ધ્યાન થી જોયા. તે યુવક આર્કશક બાંધો ધરાવતો હતો. ઉંચી કાઠી નું શરીર તેને સોહામણો બનાવતા હતા. તે યુવક નો ચહેરો આર્યવર્ધન ને મળતો હતો એટલે તેને ખ્યાલ આવી ગયો કે આ યુવક આર્યવર્ધન નો ભાઈ છે પણ તેની સાથે રહેલી યુવતી ને ઓળખી ના શકી. પણ તે યુવતી અપ્સરા જેવી સુંદરતા ધરાવતી હતી. લાંબા કાળા વાળ, ગુલાબી હોઠ, સુંદર બ્રાઉન આંખો તેના પર બ્લેક ફ્રેમ વાળા ચશ્માં પહેરેલા હતા.

એટલે આર્યવર્ધને રિધ્ધી ને તે બંને નો પરીચય આપતાં કહ્યું, "રિધ્ધી , આ મારો ભાઈ રાજવર્ધન છે. અને આ તેની "" મેગના "" છે.

વહાલા વાંચકમિત્રો આશા રાખું છું કે આ ભાગ તમને પસંદ આવશે. આ ભાગ માં રિધ્ધી અને મેગના પહેલી વાર એકબીજા ની સામે આવ્યા છે. તેમની પહેલી વાર એકબીજા સાથે મુલાકાત થઈ છે.

જે વાંચકમિત્રો એ ફક્ત આ નોવેલ વાંચી છે તેમને હું વિનંતી કરીશ કે જો આપ આ નોવેલ નો પૂરો આનંદ લેવા માંગતા હોય તો એકવાર મારી બીજી નોવેલ "મેગના" જરૂર વાંચજો.

અને આપ આપના કિંમતી પ્રતિભાવ 8238332583 નંબર પર whatsapp પર મેસેજ કરી ને મને આપી શકો છો.