પ્રેમકુંજ - (ભાગ-૨૯)


રિયા ધીમે રહી પાછળ ફરી તેની સામે જોતો જ રિયાની આંખો પોહળી થઈ ગઈ.નહીં આ બની જ ન શકે.આ સંભવ નથી..!!!!

************

કેમ રાજેશ ખત્રીને જોઈને તને થોડો આંચકો લાગીયો ને.લાગે જ ને કેમ નહીં..!!!

તું જયારે મને મળવા આવીયો ત્યારે તો તે કઈ જણાવ્યું નોહતું કે તારી પાસે આટલી મિલકત છે.
તારી રેહવાની રીત જુદી છે.નહીં હું તારી સાથે લગ્ન એ રીતે નહિ કરું તું મને અહીં ખોટી રીતે લાવીયો છે.
અને આ તારી ડર લાગે તેવી હવેલી મને જરા પણ પસંદ નથી.મને આકાશ તરફ ઉડવાનું પસંદ છે.હા, હું તને ના નથી કહી રહી પણ તું મને થોડો સમય આપ તને જાણવાનો કેમકે હું જ્યાંથી આવી છું ત્યાંથી મને બહાર નીકળતા થોડો સમય લાગશે.

અને હા,હું જે કરતી હતી એ જ માટે તું મને અહીં લાવીયો હોઈ તો હું તૈયાર છું.મને શરમ પણ નથી.
પણ જો ખત્રી તારે મને પ્રેમ કરવો હશે.તો તારે મને પેહલા તારા પ્રેમમાં મને વંશ કરવી પડશે.ત્યારે જ હું તને પ્રેમ કરીશ.રિયા થોડી ખત્રીની નજીક ગઈ.
એકવાત ખત્રી તું યાદ રાખજે એક વેશ્યા સાથે સબંધ બાંધી તું આનંદ લે તેના કરતાં કોઈ સાથે પ્રેમ કરી આનંદ માણવાની મજા જ કંઈક અલગ હોઈ છે.

ખત્રી તને ક્યારેય કોઈ સાથે પ્રેમ થયો છે?

ખત્રીએ તેના ખીચા માંથી બીસ્ટોલ બહાર કાઢી લાઈટર જગવી બીસ્ટોલને આગ આપી.નહીં મને એકવાર પણ અત્યારે સુધીમાં કોઈ સાથે પ્રેમ નથી થયો.મેં ઘણી છોકરીને જોઈ છે,પણ તારા જેવી કોઈ છોકરી મેં જોઈ નથી.તારી શરત મને મંજુર છે.

આ હવેલીમાં તું એક જ રહે છે કે બીજું કોઈ છે.
નહીં આ હવેલી મારા શિવાય કોઈ નથી રહેતું.
ચાલ તને મારી હવેલી દેખાડું.

રિયા અને રાજેશ ખત્રી હવેલીની ડાબી બાજુથી ઉપર ગયા.આ જગીયા પર હું ક્યારેક જ આવું છે.હું ઘણા મહિના થઈ ગયા પણ કયારેય ઉપર નથી આવિયો આજ તારી સાથે પહેલી વાર હું ઉપર આવિયો છું.

તે આવડી મોટી હવેલી શા માટે બનાવી?

મેં નથી બનાવી મારા દાદા એ બનાવી છે.મારા દાદા તેમના મૃત્યુ સુધી અહીં જ રહેતા હતા.અને આ મારા દાદીની ફેવરીટ જગ્યા છે.અહીંથી મારી દાદી કુદરતને નિહાળતી તે કુદરત સાથે વાર્તાલાપ કરતી.સામે જે દેખાય તે સરોવર છે.તે સરોવરના પાણીનો સુંદર અવાજ તું અહીં બેસીને સાંભળી શકે છો.

સામે ઓરડો છે,એ કોનો છે?

મારા દાદી એ ઓરડામાં રહેતા.તે ઓરડો મારા દાદીનો છે.આવ અંદર,સામે જો ફોટો દેખાય તે મારા દાદીનો છે.જ્યારે પણ હું તે ફોટોને જોવ તે મારી સામે હસતા જ હોઈ.

સારું રિયા હું મારા કામ પર જાવ છું.સવારના નવ વાગી ગયા છે.રણછોડ નીચે આવી ગયો હોઈ એવું મને લાગે છે.

હા,તું જઈ શકે છો રાજેશ...!!!!

આજુ બાજુ જંગલ જેવું હતું.આ ખત્રીની ક્યાં હવેલી આવી એની મને જાણ પણ નોહતી.આ હવેલીમાં રણછોડ અને ખત્રી શિવાય બીજું કોઈ નહીં આવતું હોઈ એવું મને લાગી રહીયું હતું.

જે હોઈ તે પણ હું જયારથી બહાર નીકળી છું.
ત્યારથી કુંજની યાદ મને ભૂલાતી નથી.હું કુંજને મળવા માંગુ છું.હું કુંજને કેહવા માંગતી હતી.કુંજ હું તને કેવી રીતે છોડીને જઈ શકું.આ લાલજીએ 
રૂપિયા માટે મારા આવા હાલ કરીયા છે.એકવાર કુંજ મને મળે તો હું તેને બધી જ હકીકત કેહવા માંગતી હતી.

કુંજ મારા વિશે શું શું વિચાર તો હશે?શુ કુંજ હજુ પણ મને પ્રેમ કરતો હશે?શું કુંજને પણ હજુ મારી યાદ આવતી હશે.કુંજને મેં જોયો નથી એને એક વર્ષ થઈ ગયું.હું જલ્દી આ ખત્રીની હવેલીમાંથી બહાર નીકળી કુંજને મળવા માંગતી હતી.

નહીં નહીં લાલજી શેઠ તમારી દુકાનનું જે થવું હોઈ તે થાય.પણ હું આજે પોલીસને જાણ કરવાનો જ છું.
મને ખબર છે રિયા ક્યાં છે એ તમે બંને જાણો છો.
પણ તમે મને કહી નથી રહિયા.

કુંજ તું મને બે દિવસ આપ હું બે જ દિવસમાં રિયાને હાજર કરીશ તારી સામે.પણ તું પોલીસ પાસે જવાનું રહેવા દે આ લાલજીની સામે તો એકવાર તું જો.

નહીં નહીં મેં તમને ઘણા દિવસ આપીયા મને એમ હતું કે તમે રિયાને ગોતી આપશો પણ તમેં અસફળ રિયા.
પ્લીઝ હવે તમે મને મારુ કામ કરવા દો.મારા કામમાં તમે દખલ ગીરી ન કરો.

કુંજ તું ઊભો તો રહે.......કુંજ.....કુંજ.... કુંજ
મગના મેં તને કહ્યું હતું કે તું રેહવા દે આ ન કરાય
હવે તું અને હું બંને પોલીસના ધક્કા ખાશું.તું તો પરણેલ નથી.હું તો પરણેલો છું.મારી ઘરવાળીનું મારા છોકરાનું શું થાશે.

પૈસા આવતા હતા ત્યારે શેઠ તમને ઘરવાળી અને છોકરા યાદ ન આવિયા અને હવે તમને યાદ આવે છે.જે થવાનું હોઈ તે થશે.ગમે તેટલો માર પડે પણ મો માંથી એક શબ્દ પણ નહીં બોલતો નહીં તો જીવન ભર જેલમાં રહેવું પડશે.

મગના તું એક કામ કરને હું તારાને મારા બધા જ રૂપિયા આપી દવ.તું રિયાને અહીં લઈ આવ નહિ તો આ કુંજ જીવવા નહિ દે.મોસીન નહિ માને હું તેને જાણું છું શેઠ.....!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

Rate & Review

Verified icon

ATULCHADANIYA 2 months ago

Verified icon

Vasu Patel 2 months ago

Verified icon

Gopi 3 months ago

Verified icon

Nidhi Mehta 3 months ago

Verified icon

Daksha 3 months ago