Imagination world : Secret of the Magical biography - 1 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 1

"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"

લેખક - કુલદીપ સોમપુરા






"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"
આ નવલકથાનો કોઈપણ ભાગ કોઈપણ પ્રકારે,કોઈપણ માધ્યમ માં જાહેર કે ખાનગી,વ્યવસાયિક કે બિન વ્યવસાયિક રીતે પ્રિન્ટ/ડિજિટલ ઓડીઓ કે વિડિઓ રૂપે લેખકની
પરવાનગી વગર પ્રસ્તુત કરવું ગેરકાનૂની છે.

©કુલદીપ સોમપુરા
આ નવલકથા મારી પરવાનગીથી મેં આ સાઇટ પર પ્રસ્તુત કરી છે.




લેખક વિષે

સૌ પ્રથમ તો હું તમને સૌને પોતાનો પરિચય આપીશ.મારુ નામ કુલદીપ સોમપુરા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.મેં જ્યારે આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારે એન્જીનીયરીંગ પતવાની એક વર્ષની વાર હતી.હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો પણ મેં ક્યારે કોઈ દિવસ લખવા વિષે વિચાર્યું ના હતું.પણ જયારે હું કોલેજ માં આવ્યો ત્યારે મારી મિત્રતા એક એવા મિત્ર સાથે થઈ જેણે મને વધુ અને વધુ વાંચવા અને લખવા પ્રત્યે પ્રેરણા આપી.ધીમે ધીમે મેં શરૂઆત માં નાની નાની વાર્તા ત્યારબાદ કેટલીક કવિતાઓ,શાયરીઓ લખવાનું શરૂ કર્યું પણ મારે એક એવી વાર્તાની તલાશ હતી.જેથી હું મારા લેખન કાર્ય માં ઉત્કૃષ્ટતા લાવી શકુ અને જેમાંથી મને વધુ શીખવા મળે ત્યારબાદ હું જે વાર્તા ની તલાશ કરી રહ્યો હતો તે આખરે મને મળી ગઈ "કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય".જેની પાછળ હું એકાદ વર્ષ થી કામ કરી રહ્યો હતો.તે એક વર્ષની અંદર ઘણી વખત એવો સમય આવ્યો જ્યારે મને એવું લાગ્યું કે આની આગળ હવે મારાથી નહીં લખાય.તો કેટલીકવાર દિવસો કપરા હતા તો ઘણીવાર વાર્તા ની આગળની કળી સુજતી નહીં પણ જીવનની કેટલીક ઘટનાઓ એ મને સતત લખવા પ્રેર્યો.આ બદલ હું મારા માતાપિતા,ભગવાન,મિત્રો તથા તે દરેક જણ નો આભાર માનું છું જેમણે મને હંમેશા કંઈક નવું કરવાની તાકાત અને પ્રેરણા આપી.આ ઉપરાંત લેખક જે.કે રોલિંગ એ મારી માટે પ્રેરણા સમાન છે મને તેમના માંથી ઘણું બધું શીખવા મળ્યું છે.
માફી
દરેક વાંચકોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે મને ગુજરાતી ભાષા સારી આવડે છે.પણ તે વિષે તેટલું ઊંડું જ્ઞાન નથી.હું શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું.તેથી આ વાર્તામાં મારી જોડણી અને અન્ય કોઈ શબ્દોની અઢળક ભૂલો હોઈ શકે છે તેના માટેમાફ કરજો.મારો અર્થ ગુજરાતી ભાષાને માનહાનિ કરવાનો બિલકુલ નથી.

આભાર
આ નવલકથાનું મુખ્ય પૃષ્ઠ મારા પિતા કિશોર સોમપુરા એ તૈયાર કર્યું છે. જેની માટે હું તેમનો દિલ થી આભારી છું. આ ઉપરાંત કેટલાક નવલકથા ને લગતા ચિત્રો મેં મારા ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટમાં રજૂ કરેલા છે. @kuldeepsompura1.2


હું મારા દરેક મિત્રોનો આભાર માનું છું જેમણે મને પ્રેરણા આપી.
આ નવલકથા હું મારા પ્રિય ભાઈ જય સોમપુરા ને સમર્પિત કરું છું.


“હું માનું છુ કે વાસ્તવિકતામાં સત્ય રહેલું છે
પણ હું કોઈ દિવસ મારી કલ્પનાઓ માં રડયો નથી”




પ્રસ્તાવના

"કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય" ના તમામ વાંચકોને ખાસ જણાવવાનું કે આ કથા એક કાલ્પનિક કથા છે.તેથી તેનું જીવિત કે મૃતક વ્યકિત સાથે કોઈ સંબંધ નથી. ઉપરાંત આ વાર્તામાં દર્શાવેલ દરેક પાત્રના નામ ઘટનાક્રમ પણ કાલ્પનિક છે.આ વાર્તા નો ઉદ્દેશ કોઈને માન હાની પહોંચાડવાનો નથી. આ વાર્તાની અમુક નાનકડી બાબતો છે જે વાર્તા “હેરી પોટર એન્ડ ફિલોસોફર સ્ટોન” સાથે મેળ ખાતી હશે.જે હું સ્વીકારું છું પણ તે માત્ર વાર્તાને વધુ રસપ્રદ બનાવવા હેતુ છે.આ વાર્તા એક પંદર વર્ષના અનાથ બાળક ની છે.જે પોતાના જીવન થી પરેશાન હતો કારણકે તેને માતાપિતા નો પ્રેમ નહોતો મળ્યો.તે સતત માતાપિતાના પ્રેમની ઝંખના માં રહેતો અને સતત ભગવાન ને ફરિયાદ કરતો રહેતો.પણ તે દિલનો સાફ અને ભોળો હતો.તેણે નાનપણથી કાલ્પનિકતા ની દુનિયા વિષે સાંભળ્યું હતું પણ તેને ખબર ના હતી કે ત્યાં કંઈ રીતે જવાય છે.ત્યારબાદ તેની ઈચ્છા પૂર્ણ થાય છે અને થાય છે નવા ધ્યેયની શરૂઆત.આ એક સાહસ અને રહસ્યમય કથા છે.તેથી દરેક વાંચકોને મારી નમ્ર વિનંતી છે કે છેક સુધી વાર્તા સાથે જોડાઈ રહે અને એકપણ અધ્યાય અધુરો ના છુટે નહીતો આગળ ની વાર્તા માં તમે ઘણું બધું ગુમાવશો.આ વાર્તા દરેક લોકો વાંચી શકે તે માટે ક્યાંય પણ અભદ્રતા અને ખરાબ શબ્દોને સ્થાન આપ્યું નથી અને જો હોય તો પાત્રનું જુનૂન જળવાઈ રહે તે માટે છે.









અધ્યાય-1 એક વિશ્વાસુ સેવક

ઘોર અંધારું છવાયેલું છે.લગભગ રાત ના ત્રણ વાગ્યા છે. એક ડુંગર ઉપર માત્ર એકજ ઘર છે અને ઘનઘોર જંગલ.માત્ર તે ઘરની જીણી લાઈટ જબૂકી રહી છે.ત્યાંજ દૂરથી બે માણસ એક વૃદ્ધ તો એક યુવાન બંને હાંફતા હતા તથા આટલા ઠંડા વાતાવરણ માં પણ થોડોક પરસેવો માથા પર હતો અને બંને તે ઘર તરફ આવી રહ્યા હતા.થોડાક જલ્દી માં લાગતા હતા. બંને ના હાથ માં ટોર્ચ હતી અને કોઈ રાત ના પક્ષી નો તીણો અવાજ આવી રહયો હતો.બંને માણસો બહુજ ઝડપથી ચાલી રહ્યા હતા.
ત્યાંજ ચાલતા ચાલતા એક જે માણસ યુવાન હતો. તે બોલ્યો તેના અવાજ માં ગંભીરતા હતી. “શું હવે સાચે જ આ કાલ્પનિકતાની દુનિયામાં જીવવું મુશ્કેલ છે?, શું સાચેજ થોડા સમય પછી તે આખી આ કલ્પનિય દુનિયામાં રાજ કરશે.?”
વૃદ્ધ માણસે તેને જવાબ આપતા કહ્યું “હા, મેડમ વિદ્યાભારતી ની ભવિષ્યવાણી પર મને વિશ્વાસ છે.તે ખોટી તોના જ હોઈ શકે.વર્ષો પહેલા પણ તેમણે આવીજ અરાજકતા ફેલાવનાર દાનવો ના રાજા
રૂપક ની ભવિષ્યવાણી કરી હતી તે પણ સાચી જ હતી પણ સમય અને સંજોગ ને અનુસાર ઈષ્ટ દેવની દયા થી આપણે તે સર્વે મુસીબતો માંથી ઉપર આવ્યા. આજે એકવાર ફરી એવો જ સમય આવી શકે તેમ છે.સૌથી ખરાબ જે આપણી દુનિયાના લોકો ક્યારે પણ ના ઈચ્છે.કદાચ તે વખત કરતા પણ વધુ ખરાબ.”
“તો આપણે અત્યારે આ ડુંગર ઉપર ના ઘરમાં કેમ જઈ રહયા છે?”
“ઈષ્ટ દેવ ની પ્રાથના કરવા, મને વિશ્વાસ છે કે તે આપણને જરૂર થી બચાવશે આ મુશ્કેલ સમયમાં.”
“હા, મને પણ,પણ હું આ જગ્યાએ ક્યારેય નથી આવ્યો.” યુવાન બોલ્યો.
બંને હાંફતા હાંફતા ડુંગર ચડવાનો ચાલુ કર્યો.પણ અચાનક જ પાછળથી ઘાસની સરવરાટ સંભળાઈ અને ઘોડા નો અવાજ સંભળાયો જે હજી બહુજ દૂર થી તેમની તરફ આવી રહ્યા હતા.બંને જણે પાછળ ફરી ને જોયું ત્યારે ઘોડા પર બે સૈનિક જેવું લાગ્યું પણ તેના હાથ માં તલવાર કે કોઈ શસ્ત્ર ના હતું પણ કદાચ આ દુનિયા માં શસ્ત્રની તેટલી જરૂર પણ ના હતી કારણકે આ દુનિયામાં જાદુ જ સર્વસ્ય હતું.હા,જે અહીં પણ જાદુશક્તિ વિના જીવતા હતા તેમની વાત અલગ હતી.પણ આજ કાલ તો તે પણ બહુ દાવેદાર માનવામાં આવે છે. કારણકે અહીં ના માણસો એ જાદુ વગર પણ ખૂબ જ પ્રગતિ સાધી હતી.બિલકુલ વાસ્તવિકની જેમજ. આખરે માનવજાતિ ની વાત જ કંઈક અલગ છે.તે કંઈ પણ કરી શકેછે. આ ઘાસ ની સરવરાટ માં એક નાની બિલાડી હતી. તે પણ ઘોડા નજીક આવતા જોઈ ને ભાગી ગઈ.બંને સૈનિકો હવે નજીક આવી ગયા હતા.તે બંને ઘોડા પર થી ઉતર્યા અને વૃદ્ધ અને યુવાન ની સામે જોયું અને જોરથી જેમ કોઈ જાનવર ને બરાડા પાડી ને કંઈક સૂચના આપવામાં આવે તેમ એક સૈનિક એ ગુસ્સામાં બોલ્યો “શું તમે નથી જાણતા આ એક પ્રતિબંધિત વિસ્તાર છે?
તમારી અહીં આવવાની હિંમત કંઈ રીતે થઈ?”
વૃદ્ધ અને યુવાન બંને કશુંજ બોલ્યા નહીં બસ નીચું જોઇરહ્યા હતા.
બંને સિપાહી માંથી એક સિપાહી બોલ્યો આપણે આમને પ્રાંત પ્રતિનિધિ ની પાસે લઈ જાવા જોઈએ….
આખી રાત વૃદ્ધ અને યુવાન ને એક ગંદી વાસ મારે તેવી ખરાબ ઓરડી માં રાખવા માં આવ્યા હતા અને તે સરખી રીતે સુઈ પણ શક્યા નહતા.તેમને હાથ માં લોખંડ ની બેળી પહેરાવી અને તેમને સવારે જ્યારે સૂર્યની કિરણો બહાર આવતાની સાથે જ એક ભરી સભા માં લાવવામાં આવ્યા.
પ્રાંત પ્રતિનિધિ કાલે રાત્રે આ બંને એ આપણા પ્રાંત ના બનાવેલા નિયમો નું અપમાન કર્યું છે. આમના ઉપર ગુનો છે કે તે રાત્રે દુનિયા ના સૌથી ઊંચા પર્વતની આસપાસ દેખાયાં હતા.
પ્રાંત પ્રમુખ ગુસ્સામાં હતા તેમને પોતાની ખુરશી માંથી ઉભા થયા અને ઓરડાની બારી પાસે જઈને ઊંધા ઊભા હતા અને તે પોતાના ઘાટીલા અવાજ થી બોલ્યા “ તમે બંને પોતાનો પરિચય આપશો. અને તમે ત્યાં કેમ આવ્યા હતા? જો તમારો જવાબ યોગ્ય હશે તો હું કદાચ તમને અહીં થી આઝાદ કરી શકું છું.”
વૃદ્ધ માણસે બોલવાનું શરુ કર્યું. “હું અહીંયા નો નથી બીજા પ્રાંત જે પૂર્વ તરફી આવેલું છે.ત્યાંનો રહેવાસી છું અને આ પણ, અમે અહીં એક ખાસ કામ થી આવ્યા છીએ શું તમે મેડમ વિદ્યાભારતી ને ઓળખો છો?”
“સવાલ ના કરો તમારી પાસે જવાબ દેવાનો સમય બહુજ ઓછો છે માત્ર તમારી વાતો ચાલુ રાખો”
પ્રાંત પ્રતિનિધિ એ ગુસ્સામાં કહ્યું.
“મેડમ વિદ્યાભારતી એ અમને કહ્યું હતું કે “ ફરી એક વાર બહુજ ખરાબ સમય આવનો છે કોઈ વર્ષો થી જે ષડયંત્ર રચી રહ્યું છે તે સફળ થશે અને ફરી કરશે તે દુનિયા પર રાજ કાલ્પનિકતાની દુનિયા ને હવે માત્ર ઇષ્ટદેવ જ બચાવી શકે છે પ્રાથના કરો તેમની” તેમને કરેલ ભવિષ્યવાણી હંમેશા સાચી પડે છે જેના કેટલાય ઉદાહરણો છે સમય બહુ ઓછો છે હું તમને દરેક વિષે નહીં જણાવી શકું.
પણ પાછળ ના સમય માં જ્યારે દાનવો નો દેવતા રૂપક નો જન્મ થયો હતો ત્યારે પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી.અમે તેમની વાત માની સૌથી ઊંચા પર્વત જ્યાંના જંગલો માં અમારા ઇષ્ટદેવ ની છબી બિરાજમાન છે તેમની પ્રાથના કરવા આવ્યા હતાં. હવે તેજ દુનિયા ને આ આવનારી મુશ્કેલી થી બચાવી શકે છે.”
બહુજ અદભુત વાર્તા છે પ્રાંતપ્રમુખે કહ્યું “બંને ને આજીવન બંધી બનાવી દો.”
સૈનિકો બંને ને લઇ ગયા અને ત્યાર બાદ ત્યાં બેઠેલા લોકો માંથી કોઈ એક બોલ્યું “આટલી મોટી વાત ની આટલી નાની સજા”
“તમે જાણો છો સેનાપતિ એણે કરેલી વાત કેટલી મહત્વની હતી.
કોઈ જાણે છે કે માલિક દુનિયાપર રાજ કરવાનું વિચારી રહ્યા છે અને આ તેમની યોજના નું અંતિમ પગથિયું છે.
આટલા વર્ષોથી જે વાત ની કોઈ ને ગંધ પણ ના આવી તે હવે યોજના ના છેલ્લા તબક્કે કેવી રીતે પાણી ફેરવી શકે હું તેને અહીં થી ક્યારેય ના જવા દઈ શકું જો બહાર આ વાત ફેલાઈ ગઈ તો માલિક મને જીવંત નહીં રાખે અને હું એવું નથી ઈચ્છતો.સૈનિકો વિદ્યાભારતી ને ગમે ત્યાંથી શોધી ને તેને બંધી બનાવી ને કેદ માં પુરી દો..”
ત્યાંજ પ્રાંતપ્રમુખ નો સૌથી વિશ્વાસુ માણસ અંદર આવ્યો.
પ્રાંત પ્રમુખે આદેશ આપ્યો આજ ની સભા અહીંયા જ બરખાસ્ત થાય છે. ઓરડા માં માત્ર પ્રાંત પ્રમુખ અને પ્રમુખ નો સૌથી વિશ્વાસુ માણસ જ હતા.
પ્રાંત પ્રમુખે વાઈન નો ગ્લાસ ભરી ને તેને આપ્યો અને પૂછ્યું “ શું બધી જ ‘સ્વપ્નછત’ નષ્ટ કરી નાખી?”
હા, બધી નષ્ટ થઈ ગઈ છે પણ એક બીજા પ્રાંત માં એક છે એવું લોકો કહે છે. ક્યાં છે તેની કોઈને પણ ખબર નથી, લોકો કહેછે કોઈ જાદુગરે ગુપ્ત રીતે બનાવી છે. જલ્દી થી તપાસ શરૂ કરો અને મળી જાય તો તેને જલ્દીથી નષ્ટ કરો.હું કંઈપણ એવું કાર્ય થવા દેવા નથી માંગતો જેથી માલિક ને દુઃખ થાય. હું તેમનો સૌથી વિશ્વાસુ સેવક છુ જેમ મારા પિતા તેમના પિતા ના હતા.(ક્રમશ)

આ વાર્તા ક્રમશ ચાલુ જ છે.બીજા અધ્યાયો માટે વાર્તા સાથે જોડાઈ રહો અને તમારા અમૂલ્ય પ્રતિભાવો મને મોકલીઆપો