Imagination world: Secret of the Megical biography -4 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 4

અધ્યાય-4 "મિત્રતા ની પરીક્ષા"

અર્થ રૂમ માં જઈને રોજ ની જેમ પોતાની બુક વાંચવાની ચાલુ કરવાનો હતો. તેણે પોતાની પથારી વ્યવસ્થિત કરી અને ઓશિકા માથું ઊંચું રહે તેમ રાખ્યા જેથી તે વાંચી શકે. તેને ત્રણ બુક લીધી અને સ્વાભાવિક હતું કે તે પ્રથમ કાલ્પનિકતા ની બુક જ વાંચવાનો હતો. તેને લાવેલી ત્રણ બુક માંથી પ્રથમ બુક લીધી અને વાંચવાનું શરૂ કર્યું અર્થ ની વાંચવાની ઝડપ બહુજ આશ્ચર્ય જનક હતી તેની પાછળનું કારણ આ હતું કે આટલા વર્ષોથી બુક વાંચતો હતો અને તેને કોઈ ટીવી કે રેડિયો નું પણ વ્યસન ના હતું અને તેથી ઇન્ટરનેટ ની તો વાત તો તેને દૂર દૂર સુધી કોઈ લાગુ પડતી જ નાહતી. તેને સવાર પડતા પડતા તો ત્રણે બુક વાંચી નાખી અને ત્રણે બુક એકબીજા ની કડી હતી તેથી તેનાથી રહેવાયું નહીં અને તેને સવાર ના પાંચ વાગતા વાગતા તો ત્રણે બુક વાંચી લીધી.તેને વાંચવાની પણ બહુ મજા આવી.તે મન માં જ વિચારવા લાગ્યો શું સુંદર રચના છે.ઉપરાંત તેને કાલ્પનિકતા ની દુનિયામાં વિશ્વાસ બહુ વધી ગયો તેને અત્યંત ઈચ્છા થઈ હતી ત્યાં જવાની પણ સવાલ હતો કે ત્યાં કંઈ રીતે જાય? પણ તેમાં લખ્યું હતું કે દ્રઢ ઈચ્છા હોય તો કલ્પના માં જઈ શકાય છે.ત્યાં બધું જ સુંદર છે.તેને વિચાર્યું કે કદાચ કલ્પનાની દુનિયા માં તેને પોતાના મમ્મી પપ્પા મળી જાય.તે આ બધું વિચારતા વિચારતા સુઈ ગયો અને તેની ઊંઘ ત્યારે જ ઉઘડી જ્યારે બબલુ એ તેને પાછળ લાત મારી અર્થ હજી અર્ધ નિંદ્રામાં હતો અને ઉઠવાના મૂળમાં ના હતો પણ બબલુ ના એક વાક્ય એ તેને ઉઠાડી દીધો બબલુ બોલ્યો "અર્થ જલ્દી ઉઠ, સરે કીધું છે કે કોઈ પેરેન્ટ્સ આવે છે જેમને ૧૫ વર્ષ સુધીનો છોકરો અથવા છોકરી દત્તક જોઇએ છે."
અર્થ આ સાંભળીને સફાળો બેઠો થઈ ગયો અને બોલ્યો " સાચે જ?"
બબલુએ હકાર માં માથું હલાવ્યું અને જલ્દીથી તેના રૂમ તરફ જતા બોલ્યો તું પણ જલ્દીથી તૈયાર થઈ જા હું પણ તૈયાર થઈ ને આવું પછી આપડે મળીયે.તે તેના રૂમ માં જતો રહ્યો.
અર્થની સવાર આજે એક ખુશખબરી થી થઈ હતી અને આજે તે કંઈક વધારેજ હકારાત્મક લાગતો હતો મનોમન તે હરખાતો હતો. તેને તેની આજ પર એવી આશા હતી કે આજે તેને માતાપિતા લઈ જ જશે.તે ઉઠીને બાથરૂમ માં સ્નાન કરવા ગયો ત્યારે પણ તે મનમાં અને મન માં જ હરખાતો હતો તેના મન માં બહુ બધા પ્રશ્નો હતા. કેવી હશે તેના માતાપિતા ની છબી? તે શું પૂછશે તેને? તે માતાપિતાને પસંદ તો આવશે ને? આવા ઘણા સવાલો તેની પાસે હતા પણ છતાંય તે ખુશ હતો. કારણકે ઘણા દિવસો પછી કોઈ માતાપિતા બાળક ને દત્તક લેવા આવ્યું હતું.
તે સારી રીતે નાહયો અર્થ આમતો ગોરો હતો ચહેરા પણ દાઢી ની નીચે બે નાના ખરોચ ના નિશાન હતા તે નાનપણ માં પડી જવાથી આવ્યા હતા.કપડાં પણ સામાન્ય પહેરતો અને માથું પણ એકદમ સિમ્પલ ઓળતો.
તે તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે બહાર બબલુ બેઠો હતો
તેને પૂછ્યું કે ઉઠવામાં આટલું મોડું કેમ થઈ ગયું.જયારે અર્થ એ ખુલાસો કરતા કીધું "હું રાત્રે મોડો સૂતો હતો લગભગ 5 વાગ્યા ની આસપાસ બુક વાંચતો હતો મેં કાલ લીધેલી બધી બુક વાંચી લીધી"
"શું વાત કરે છે?,કેવી છે તે બુક?"
"બહુજ મસ્ત છે મને સમય ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી અને ત્રણે બુક એક કળી માં છે તેથી મારે ત્રણે એકપછી એક વાંચવી જ પડી"
"ઉપરાંત તેમાં ઘણુંશીખવા જેવું છે અને તેમાં કલ્પનાની દુનિયા કેવી હોય છે તેની ઝલક આપેલી છે તથા લેખક નું માનવું છે કે જો તમારી તીવ્ર ઈચ્છા હોય તો તમે એકવાર ત્યાં જરૂર પહોંચશો."અર્થ બોલ્યો
બબલુ બોલ્યો "હું મારી બુક વાંચી નાખીશ એટલે આપણે અદલાબદલી કરી દઈશુ."
"જરૂર,તું જલ્દી થી વાંચી લે તારી બુક, હું રાહ જોઇશ"
આ બધી વાતો કરતા હતા ત્યાં તેમની અનાથઆશ્રમ નો પ્યુન આવ્યો અને બોલ્યો "૧૧ થી ૧૫ વર્ષના બાળકો જલ્દી થી ઓફિસ માં આવો"
બધા બાળકો ઓફિસ માં જતા હતા ત્યારે બધાએ બહાર એક કાર જોઈ જે ખૂબ મોટી અને સુંદર સફેદ કલર ની હતી બધા જ બાળકો મનોમન ખૂબ રાજી થયા. તેમને હતું કે જેને પણ આજે દત્તક લઈ જશે તેના નશીબ ખુલી જશે પણ અર્થ ને તેના થી કોઈ ફરક પડતો ના હતો તેને તો માત્ર માતાપિતા નો પ્રેમ જ જોઈતો હતો.બધા બાળકો અંદર ગયા તે રૂમ માં એક ૪૦ એક વર્ષ ના માતાપિતા બેઠા હતા જે બાળક ને દત્તક લેવાના હતા.આખરે માતાપિતા એ દરેક બાળકો સાથે વાતો કરી.૧૧ થી ૧૫ વર્ષ ના બાળકો કુલ ૧૨ હતા, માતા પિતા બધા બાળકો ને મળ્યા અને હળીમળી ને કોઈપણ જાતના ભેદભાવ વગર બહુજ વિનમ્રતા થી વાતો કરી અને દરેક બાળકોનાં શોખ જાણ્યાં.
મુલાકાત બાદ બધાજ બાળકો એક રૂમમાં બેઠા હતા ત્યારે પ્યુન ફરીથી આવ્યો અને તેને અર્થ અને બબલુ ને ઓફિસ માં આવવા કહ્યું બંને ખૂબ ખુશ થઈ ગયા બીજા બાળકો પણ થોડા નિરાશ હતા પણ છતાંય કોઈ બીજાની ખુશીમાં ખુશ છે તેવું બતાવ્યું, આખરે તેમનો પણ વાંક ના હતો માતાપિતા મળે તેવી આશા કોને ના હોય.બબલુ અને અર્થ બંને જલ્દીથી જ ઓફિસના રૂમ તરફ આગળ વધ્યા ત્યારે બંને અત્યંત ઉત્સાહ માં હતા તેમને તેવું ધાર્યું કે આવેલ માતાપિતા તે બંને ને લઈ જવા તૈયાર છે. તે બંને ઓફિસ માં પહોંચ્યા ત્યારે તેમને અનાથઆશ્રમ ના વડા એ થોડાક સમય માટે બહાર બેસવા કહ્યું.
પણ જયારે તેવો બહાર બેઠા ત્યારે ઓફિસ નો અંદર નો અવાજ સંભળાતો હતો અને તે બે માંથી કોને દત્તક લેવો તે અંગે નિર્ણય કરી રહ્યા હતા.હવે બંને માંથી કોઇકનું દુઃખી થવું તો નક્કી હતું પણ જયારે અંદર ના વાર્તાલાપ માં એવું કંઈક સાંભળવા મળ્યું જે કદાચ અર્થ ને ખોટું લગે તેવું હતું તે હતું કે "અર્થ એક શાક વેચવાની ટોપલી માંથી મળ્યો છે તે કોનું સંતાન હોય તે કોને ખબર "
આ વિચારશ્રેણી થી અર્થ ખૂબ ગુસ્સે થયો અને ખૂબ દુઃખી પણ તે ત્યાંથી ઉભો થઈને રડતો રડતો પોતાના રૂમમાં ચાલ્યો ગયો બબલુ પણ આ સાંભળતો હતો, તેને અર્થ ને રોકવાની કોશિશ કરી પણ અર્થે કંઈજ ન સાંભળ્યું.
છેવટે માતાપિતા એ બબલુ ને લઈ જવાનું નક્કી કર્યું.
અર્થ તેના રૂમમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રોવા મંડ્યો તે વિચારતો હતો કે દુનિયા કેટલી સ્વાર્થી છે. તે મનોમન કેટલાક પ્રશ્નો પૂછવા માંડ્યો કે શું તેનું ચરિત્ર કેવું છે તે શેમાં થી મળ્યો છે તે નક્કી કરશે? શું તે શાક ની ટોપલી માંથી મળ્યો તો તેમાં તેનો વાંક હતો? આખરે તેને તો ખબર પણ ના હતી કે તે કોનું સંતાન છે. આવા કેટલાક સવાલ અને અત્યારે સુધીના દરેક દુઃખોની ફરિયાદ મનોમન વાગોળતો હતો.
થોડીવાર બાદ બબલુ આવ્યો અને તેને કહેવાની હિમંત તો નહોતી થતી પણ છતાંય કહેવું પડ્યું
"હું આજે સાંજે જાવ છું અર્થ"
અર્થ ત્યારે મોં ધોઈને સ્વસ્થ થઈ ગયો હતો અને તે કાંઈ પણ બોલવાનો મૂડમાં ના હતો ના તો હસવાના પણ સામે તેનો મિત્ર હતો, અને તે માત્ર આજ નો દિવસ જ હતો, કાલ થી તે અહીંયા નઈ હોય તેને રોકાઈ જવાનું કહેવું પણ મુશ્કેલ હતું, કારણકે આમ કરવાથી પોતાનો સ્વાર્થ સઁતોષવો વ્યર્થ હતું, પણ તેને નક્કી કર્યું કે તે હસતા હસતા જ તેના મિત્રને વિદાય આપશે તેને કંઈજ પ્રશ્ન પૂછ્યા સિવાય બબલુ ને ગળે મળ્યો અને શુભેચ્છા પાઠવી અને દરેક મહિનામાં મળવા આવવા કહ્યું અને બને તો દર અઠવાડિયે.

વાર્તા ના આગળ ના અધ્યાયો વાંચો તથા મને ફોલોવ કરો આ ઉપરાંત તમારા અમૂલ્ય પ્રતિભાવો મને મોકલી આપો.