Incomplete dreams books and stories free download online pdf in Gujarati

અધુરા સપનાઓ

તારીખ ૧૨-૧૦-૨૦૧૭

આજે કેવલનો જન્મદિવસ હતો. તેનો આજે ૨૬મો જન્મદિવસ હતો. તેમજ તેમની કંપનીનુ આજે એક વર્ષ પૂર્ણ થયું હતું . બરાબર એક વર્ષ પહેલા " jk shah Infotech" નામની કંપનીની શરૂઆત કરી હતી. જે વેબસાઈટ બનાવવા ઉપરાંત એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવવાનુ કામ કરતી.
કંપનીનુ નામ તેણે તેના મમ્મી પપ્પાના નામ પરથી રાખ્યું હતું.
j એટલે જીજ્ઞેશ શાહ અને k એટલે કોમલ શાહ.
તેણે આ ડબલ ખુશીના અવસર પર પોતાના ઘરે નાનકડી પાર્ટીનુ આયોજન કર્યું હતું. તેની ઓફીસમાં કામ કરતા લોકો, તેના નજીકના મિત્રો આવ્યા હતા.
કેવલ આજે ઘણો ખુશ હતો તેમણે આજે બ્લેક પેન્ટ અને વાઈટ શર્ટ પહેર્યો હતો. માથામાં જેલ નાખ્યું હતુ. હાથમાં ટાઈટનની ઘડિયાળ પહેરી હતી. ફોગનો સ્પ્રે છાટ્યો હતો.

તેની પાસે બઘુ જ તો હતુ. તેમના પિતાની કરોડની પ્રોપર્ટીનો એકનો એક વારસદાર, ગાડી, બેંક બેલેંસ, બંગલો, ખુદની કંપની છતા કોઈની ખોટ વર્તાતી હતી.

તે હતા તેમના મમ્મી-પપ્પા.

બરાબર બે વર્ષ અગાઉ તેઓનુ કાર એક્સિડન્ટમા મ્રુત્યુ થયુ હતુ.

તેને નાનપણની એ ક્ષણો યાદ આવી જ્યારે તેના પિતા તેના જન્મદિવસે ઘણીબધી ચોકલેટ અને ગિફ્ટ લઇ આપતા
ત્યારે તે વિચારતો હુ પણ મોટો થઇ પપ્પાના જન્મદિવસે તેને ગીફ્ટ આપીશ પણ તે તેના પપ્પાને કહીના શકતો.
તે તેના માતા-પિતાની છબિ આગળ આવ્યો તેને પગે લાગ્યો અને પોતાના ભુતકાળમાં ગરકાવ થઇ ગયો..

તેને યાદ આવ્યો તેના પિતા સાથે નો એ સંવાદ જ્યારે તેમણે એક સપનુ જોયેલું
કેવલના પિતા રીક્ષા ચલાવતા હતા પપ્પા તમે રીક્ષા કેમ ચલાવો છો? તે જ્યારે નાનો હતો ત્યારે આ સવાલ વારંવાર પુછતો. આપણી પાસે તો ઘણા પૈસા છે તો આવુ કામ શુ કામ?
ત્યારે તેના પિતા તેને જવાબ આપતા કોઈ પણ કામ નાનુ નથી હોતુ. આપણને જે કામ કરવામાં આનંદ આવે તે કામ કરવુ જોઈએ મને રીક્ષા ચલાવવામાં મજા આવે છે અને કામ કરવામાં આનંદ આવે છે એટલે હુ તે કરુ છુ..
ત્યારે તે કહેતો એક દિવસ હુ પૈસા કમાવા લાગુ પછી તમારે રીક્ષા ચલાવવાની જરૂર નહી પડે.
તેના પિતાએ કહ્યું : વાત પૈસા કમાવા કે રીક્ષા ચલાવવાની નથી. વાત કામ કરવામા આવતા આનંદની છે. તમે ભણીગણીને નોકરી મેળવીને લાખો રૂપિયા કમાતા હોય પણ તમને સંતોષ ના મળે તો બઘુ નકામુ છે એટલે પૈસા કરતા મે મારા આત્મસંતોષ ને વધારે મહત્વનો હતો.
તમે ભણ્યા કેમ નહી ?
મારી પાસે વારસામાં મળેલ સંપત્તિ હતી, આ બંગલો, બેંક બેલેન્સ બઘુ મારા પિતા તરફથી મળેલ એટલે કદાચ ભણતર નુ મહત્વજ ના સમજી શક્યો
પણ મારૂ સપનું તુ સાકાર કરે એવુ હુ ઈચ્છુ છુ. તુ તારા ખુદના દમ પર આગળ વધે, ભણે,બિઝનેસ કરે અને પૈસા કમાઈ.
હુ એક દિવસ તમારૂ સપનું જરૂર પુરૂ કરીશ તેણે તેના પિતાને વચન આપ્યું હતું.
ત્યાર પછી કેવલે ઘણી મહેનત કરી તેના પિતાના સપનાને પુર્ણ કરવા
તેમા ક્યારેક તેને પીછેહટ પણ કરવી પડી, પોતાની પાસે પૈસા, સારી એવી ઓળખાણ હતી, સંપતી બધુ હતુ તે ધારત એ કરી શક્યો હોત પણ પૈસાના પાવરનો કદી ઉપયોગ નહોતો કર્યો
આજે તેના જન્મદિવસે ખોટ હતી તો તેના માતા-પિતાની.
પૈસા, સંપત્તિ, બિઝનેસ, મિત્રો બઘુ હતુ આજે તેની પાસે પણ તેમ છતા એક અધુરાપણાનો અહેસાસ થતો હતો.
તેના મમ્મી પપ્પાની તસવીર જોઈ તેની આંખોમા આસું આવી ગયા.
આજે તેના પિતાને આપેલુ વચન કેવલે નીભાવ્યુ હતુ.તેના સપનાને સાકાર કર્યું હતુ
પણ મમ્મી પપ્પા વગર આ સપનું અધુરૂ જ લાગતુ હતુ.
જીવનમાં સફળતા મેળવી લઈએ પણ માતા-પિતા વગર તે સફળતા અધુરી જ રહી જાય છે.


thanks for reading..