Prem Vasna - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વાસના - પ્રકરણ - 24

સખારામનાં ગયાં પછી કર્નલ પરવશતા અનુભવી રહ્યાં મીલીટ્રીનો માણસ હોવાં છતાં મજબૂત મનોબળ તુટી રહેલું. જે વસ્તુ માન્યતા કયારેય માની નથી સ્વીકારી નથી એ નજર સામે બની રહ્યું છે અને એમાંય પોતાની દીકરી સામે છે અને તેનો થનાર પતિ બંન્ને જણાને આમ પીડાતાં જોવાઇ નથી રહ્યું તેઓએ બંન્ને સ્ત્રી સામે જોયું તેઓ બિચારી અવસ્થામાં હતાં. સવિતા મનીષાબ્હેનને સાંતવન આપી રહી હતી. કર્નલને ચિંતા હતી કે બંન્ને છોકરાઓ અંદર રૂમમાં બંધ છે શું ચાલી રહ્યું હશે અંદર એ વિચારતાં આખાં શરીને પસીનો છૂટી રહ્યો હતો. કર્નલે લક્ષ્મણની સામે જોયું એ તિરૃપાય ઉભો હતો.

સદગુણાબ્હેને મહારાજશ્રીને ફોન કરેલો. સદનસીબે તેઓ હરીદ્વારથી પાછાં આવી રહ્યાં છે. હજી રસ્તામાં છે તેઓ ક્યારેય આવશે ? વળી 4-5 કલાક ઘણાં ભારે કીધાં છે શું થશે ? શું થવાનું છે એવાં વિચારો કર્નલને અને બધાને વધારે ચિંતા કરાવી રહ્યાં છે કર્નલ અંદરથી ભાંગી પડેલાં પરંતુ સ્વભાવ કડક હોવાથી મોં પર સપ્તાઇ અને સહન શક્તિ બતાવી રહ્યાં હતાં. મહારાજશ્રી આવી રહેલાં છે અને સખારામ એનાં ગુરુનો લેવાં નીકળી ગયો છે એણે કહેલું કે એને લઇને પાછાં આવતાં ઓછામાં ઓછા છ થી સાત કલાક થઇ જશે બધાં કોઇને કોઇ સહાયની રાહમાં હતાં.

કર્નલ બહાર ઉભેલાં પોલીસ કોન્સ્ટેબલ ને કહ્યું "હું હવે થાક્યો છું તમારામાંથી કોઇ એક અંદર બેસો એક બહાર મારે થોડો આરામ કરવો પડશે. મને ખૂબ થાક વર્તાય છે અને માથું ભારે ભારે લાગે છે. એક કોન્સ્ટેબલ અંદર આવીને બેઠો કર્નલની રૂમમાં વૈભવ-વૈભવી અંદર બંધ હતાં. કોઇ જ અવાજ આવતો નહોતો બધે સોપો પડી ગયો હતો. સાંજ પડવાની તૈયારી હતી. મનીષાબ્હેન પણ થાકી રડીને સોફામાં જ આડા પડ્યાં અને ક્યારે એમને ઊંઘ આવી ગઇ ખબર ના પડી. સદગુણાબ્હેન બેઠાં બેઠાં નારાયણની માળા કરવા લાગ્યાં. એમણે સવિતાને કહ્યું કોફી બનાવ મારે કોફી પીવી પડશે. સવિતા કીચનમાં ગઇ.

લક્ષ્મણ કર્નલને પૂછ્યાં વિનાં જ એમનાં માટે સ્કોચનો પેગ બનાવીને લાવીને આપ્યો. કર્નલે અભારવશ આંખે આભાર માનતો અને એક સાથે આખો ગ્લાસ પી ગયાં અને બીજો બનાવવા કર્યું લક્ષ્મણ બીજો બનાવીને આપી ગયો અને કીચનમાંથી થોડો નાસ્તો લાવી આપ્યો કર્નલે ના પાડી નાસ્તો નથી જોઇતો.

સવિતાએ સદગુણાબ્હેને કોફી, એની લક્ષ્મણની ત્થા બે કોન્સટેબલની ચા બનાવી, લક્ષ્મણે ચા ના પીધી એણે પણ કીચનમાં સ્કોચ મારી લીધો. થોડીવાર બધાં આરામમાં પડ્યાં.

કર્નલે બે પુરા કર્યા પેગ પછી એ એમજ બેસી રહેલાં ડ્રોઇંગરૂમની બારીમાંથી આથમતો સૂર્ય જોઇ રહેલાં અને વિચારી રહ્યાં આ શું મારી જીવવની આથમતી સાંજે મારી આવી દશા ? આથામતો સૂર્ય તો વધુ ઘેરો ભગવો દેખાય કેટલી સુંદરતા નીતરે ઉગતો કોઇ ના જુએ ભલે પૂજાતો હોય આથમતો જોવા ભીડ એકઠી થાય આવું જ જીવનમાં છે આથમતા જીવને બધી જ મુશ્કેલી આવે અને ભીડ એની પંચાત કર્યા કરે. આટલું અહીં ઘરમાં બની રહ્યું છે કોઇને એનો ભણકારો નથી. કર્નલ વિચારોમાં પડેલાં અને રૂમમાંથી ગણગણાવાનો અવાજ આવ્યો.

કર્નલ સોફા પરથી ઉભા થઇ ગયાં અને ધીમે રહીને રૂમનાં દરવાજા પાસે આવી ગયાં અને કાન ધરીને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યાં અને ત્યાંત તો અચાનક રૂમનો દરવાજો ખૂલ્યો અને જે દૃશ્ય જોયું કર્નલ હેબતાઈ ગયાં. એમનાં શરીરનાં રૂંવાટા ઉભા થઇ ગયાં. એમનાંથી જોવાયું જ નહીં. આંખો બંધ થઇ ગઇ. એમણે સ્વસ્થ થઇને પોતાની રીવોલ્વર લેવા માટે હાથ લાંબો કરીને ટેબલ પરથી .... ત્યાં લક્ષ્મણે રીવોલ્વર લઇ લીધી અને હાથ જોડીને ના પાડી અને કર્નલ ફરીથી વિવશ થયાં.

વૈભવ અર્ધનગ્ન હાલતમાં ઉભો હતો અને એની આંખો લાલ લાલ હતી એનાં ખભા ઉપર વૈભવી બેઠી હતી અને એનાં શરીર પર કોઇ વસ્ત્ર નહોતાં ચેહરે કર્નલની સામે બે આગળી પિસ્તોલની જેમ રાખીને જોરથી બરાડી. એય કર્નલ તું શું સમજે છે ? પોલીસ બોલાવીશ એમ ? ક્યાં છે તારી પોલીસ. ? એણે જાણે ટ્રીગર દબાવી હોય એમ એકશન કરવા માંડી એનાં વાળ વીખરાયેલાં હતાં અને પોતે જ પિશાચીની હોય એવી દેખાતી હતી. એનાં ગળામાંથી સ્ત્રીનો નહીં પરંતુ પુરૂષનો ધોધરો અવાજ આવી રહેલો. વારે ઘડીએ હડડડ હડડડ એવો અવાજ આવતો હતો ઢળતી સાંજે જાણે ઘરમાં ભયનું તોફાન મચી ગયું. વૈભવે વૈભવીને નીચે ઉતારી અને જમીન પર ફેકી અને વૈભવી બરાડીને પાછી ઉભી થઇ ગઇ સવિતાએ ત્યાં પહેલાં વાળેલાં કબાટમાંથી ચાદર લઇને વૈભવી તરફ ફેકી, વૈભવીએ ચાદર શરીર પર રહેવા દીધી વૈભવે કર્નલ તરફ જોઇને કહ્યું "પોલીસ બોલાવી છે ? શું ગુનો કર્યો છે ? તું તો મીલીટ્રી કર્નલ છે ને શું ન્યાય કરીશ બોલ ? કર્નલે પહેલીવાર મોટાં અવાજે કર્યું "એય વૈભવ તને આ શું થયું છે આ શું કરી રહ્યો છે ? તને ભાન છે ? અને વૈભવીએ જવાબ આપ્યો ? એય એય શું કરે છે નામર્દ અને પ્રેમ કર્યો છે કરી રહ્યાં છે તારો વિરોધ નહીં ચાલે જો આમ પ્રેમ કર્યો છે એમ કહીનૈ ચાદર ફગાવી વૈભવને વળગી પડી અને એનાં હોઠ ચૂસવા લાગી વૈભવ ખડખડાટ હસીને વૈભવીને લાત મારીને દૂર ફેંકી..... વૈભવમાંનાં પ્રેતત્મા વિદ્યુતે કહ્યું એય સાલી.... વેશ્યા આઘી હટ... તું ક્યાં મને પ્રેમ કરે છે તું તો પેલા વૈભવની પ્રેમિકા છે અને આતું ક્યાં છે તું તો સાલા હરામી નાગપાલ છે મને પણ ભૂલાવવામાં નાંખ્યા આવે છે તું તો આ વેશ્યાની માં ને ભોગવવામાંગે એની પાછળ પાછળ આવી ગયો તું મારું કામ બગાડે છે મને તું નહીં વૈભવી જોઇએ છે. તું નીકળ અહીંથી આ મારું સાસરું છે.

કર્નલ-મનીષાબ્હેન - સવિતા લક્ષ્મણ આવું બધું નિર્લજ સંવાદ ઉઘાડા તન બિભત્સચાળા જોતાં રહ્યાં એમનાથી સહન નહોતું થતું અને વૈભવી એકદમ ઉભી થઇ અને પાછી પછડાઇ એનાં મોંઢામાંથી ચીસ નીકળી ગઇ.

એ જાણે નિશ્ચતેતન થઇ ગઇ હોય એમ પડી ગઇ સવિતા દોડીને એની પાસે ગઇ ફરી ચાદર ઓઢાડી એનું માથું ખોળામાં લઇને બેસી ગઇ આવું બધું જોઇને વૈભવ બરાડી ઉઠ્યો. સાલા નાગપાલ છેવટે તું નીકળ્યો જા તારી મનીષા પાસે અને વૈભવને જાણે કોઇએ લાત મારી હોય એમ એ પાછળ પછડાયો અને જમીન પર પડ્યો. પાછો ઉઠયો અને બરાડા સાથે મનીષાબ્હેનની નજીક ગયો અને ઊંઘતી ઉપાડીને દોડ્યો અને કર્નલનાં રૂમમાં ધૂસી ગયો.

કર્નલથી આ ના જોવાયું એમણે લક્ષ્ણનાં હાથમાંથી રીવોલ્વર લઇને સીધું નિશાન તાકીને ફાયર કર્યો ત્યાં દરવાજામાં કાણું પાડી રૂમમાં ઘૂસી ગઇ. લક્ષ્ણણે કર્યું સર ગોળી ના મારો ચાલો અંદર બેનને બચાવીએ કર્નલ અને લક્ષ્મણ રૂમમાં જવા માટે દોડયા પણ દરવાજો લોક થઇ ગયેલો ખૂલ્યો જ નહીં. તેઓ ચિંતામાં પડ્યાં. આ બાજુ સવિતાબેન અને સદગુણાબ્હેન વૈભવી પાસે પહોચ્યાં. વૈભવી સાવ બેભાન હતી એનાં શ્વાસ જોર જોરથી ચાલતાં હતાં. કર્નલને વિચાર આવ્યો એમણે સદગુણાબ્હેને કહ્યું "પ્લીઝ તમે એમ્બ્યુલસ બોલાવી ને વૈભવીને દવાખાને લઇ જાવ હું અહીં જોઉં છું. વૈભવીને આ વાતાવરણથી દૂર ખસેડો પ્લીઝ ફોન કરો.

સદગુણાબ્હેન કહે "હું કરુ છું ફોન -કોન્સેટેબલે પણ કહ્યું એમને દવાખાનામાં શીફ્ટ કરો હું સાથે જઉ છું અને બીજાને કર્નલ સાથે રહેવા જણાવ્યું કર્નલ કોન્સેટબ્લ અને લક્ષ્મણ બેડરૂમનો દરવાજો ખખડાવતાં રહ્યાં પણ કાંઈ જવાબ નહીં કોઇ અવાજ નહીં.

થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઇ અને સદગુણાબ્હેન એક કોન્સ્ટેબલ સાથે બેસીને વૈભવીને હોસ્પીટલમાં બતાવવા લઇ ગયો. એમ્યુલન્સમાં બેસીને કોન્સ્ટેબલે એનાં બોસ સિધ્ધાર્થને ફોન કરીને બધી વિગત જણાવી અને કહ્યું સર તમે અહીં આવી જાવપેલાં પિશાચી પ્રેતાત્માએ કર્નલ સરનાં વાઇફને રૂમમાં લઇને રૂમ બંધ કરી દીધો છે. મારી નજરે આ બધું જોયું છે. અને એમની દીકરીને અમે હોસ્પીટલમાં ઇમરન્જસીમાં બતાવવા જઇ રહ્યાં છીએ.

ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થ જેવી માહીતી મળી એ તરતજ કર્નલનાં ઘરે આવી ગયો. એણે જોયું તો કર્નલ-કોન્સેટબલ અને લક્ષ્મણ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ પહોચીં ને કર્નલને પૂછ્યું આવું બધું કેવી રીતે થયું ? કર્નલે ટૂંકમાં બધી વાત કરી અને સિધ્ધાર્થને આવી ગયાનો આભાર માનતા ચિંતીત સૂરે કહ્યું મનીષા અંદર પેલા પિશાચો સાથે છે મને ખૂબ ડર લાગી રહ્યો છે કોઇ રીતે મારી મદદ કરો. મારી દીકરીને આ લોકોને મેં દવાખાને લઇ જવા માટે જણાવ્યું છે.

સિધ્ધાર્થે કહ્યું હું બનતી બધી જ મદદ કરું છું તમે થોડાં નિશ્ચિંત થાવ. કર્નલે કહ્યું "શું નિશ્ચિંત થઊં આવી પરિસ્થિતિમાં ? અંદર મારી વાઇફ સપડાયેલી છે મારાં નસીબ નથી સારા મારી દીકરી ઇમરજ્સીમાં દાવાખાનામાં જઇ રહી છે. હું શું કરું ? ઇન્સપેક્ટર સિધ્ધાર્થે એક સાથે બધાને જોર કરવા કર્યું અને દરવાજો તૂટીને ખુલી ગયો અને બધાએ અંદરનું દ્રશ્ય જોયું અને મોઢાંમાથી ચિત્કાર નીકળી ગયો.

પ્રકરણ-24 સમાપ્ત

વાંચો રોમાંચીત હોરર પ્રેમવાસના બદલો અનોખો અધૂરી તૃપ્તિનો