Prem Angaar - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 16

પ્રકરણ : 16

પ્રેમ અંગાર

થોડીવારમાં વેઇટર બધા માટે ગરમાગરમ નાસ્તો-ચકના-વાઈન બોટલ-બીયર વિગેરે લઈ આવ્યો. જાંબાલીએ વેઇટરને બધાને રેડવાઈન સર્વ કરવા કહ્યું. વેઇટરે બધાને ગ્લાસમાં સર્વ કર્યો. એક સાથે ગ્લાસ ટકરાવી બધાએ ચીયર્સ કર્યું. જાંબાલીએ વાઇનની સીપ ઇશ્વા પાસે લેવરાવી પછી પોતે પીધું અને ઇશ્વાને બાથમાં લઈને એક દીર્ધ ચૂંબન આપી દીધું. ઇશ્વા શરમાઈ ગઈ અને ખોટું જ લડવા લાગી અરે જાંબાલી તમે શું કરો છો ? વિશુ ભાઈ શું વિચારશે આમ સાવ શરમ વગરના... જાબાલી કહે અરે હવે તો કાયદેસર છે બધુ અને એ મારો મિત્ર છે ભાઈ છે, કહી ફરીથી ચૂમી લીધી. અંગિરા હસતા હસતા જોઈ રહી. વિશ્વાસે ઇશ્વા અને જાંબાલીને ફરીથી કોન્ગ્રેચ્યુલેશન કીધા અને વીશ કર્યું. અંગિરાએ જાબાલી અને ઇશ્વાને વીશ કર્યું. ઇશ્વાને ભેટીને ચૂમી આપી દીધી અંગિરાએ ઉભા થઈને કહ્યું તમારું લગ્ન જીવન પ્રેમજીવન ખૂબજ પ્રેમભર્યુ વિતે એવી શુભેચ્છા કહી ફરી ગ્લાસ ટકરાવી પેગ પુરો કરી ગઈ. વિશ્વાસે પણ એક અચકાટ સાથે ઘૂંટ ભર્યો – વિશ્વાસ કહે હું ખુબ જ ખુશ છું તમે પ્રેમ પસંદગીથી કરી લગ્ન કરશો ખૂબ જ સફળતા અને અપાર પ્રેમ જીવનમાં તમે કરો એવી મારી શુભેચ્છા કહી એણે પેગ પુરો કર્યો.

અવનવી વાતો કરતાં કરતાં સમય વહી રહ્યો. જાંબાલી ઇશ્વા બંને પ્રેમ અને નશાની બન્નેની મદહોશીમાં એકબીજામાં જ પરોવાયેલા રહ્યા. જાબાંલીએ પછી તો રેડવાઈન પુરો કરી બીયર ચાલુ કરેલો. વિશ્વાસને પણ આપ્યો નશાની અસરમાં વિશ્વાસે અટકાવ્યો નહીં એણે પેગ પીવાનું ચાલુ રાખ્યું. થોડીવાર પછી વિશ્વાસ ઉભો થઈને ગાર્ડનમાં ચાલવા ગયો એને ખૂબ મજા આવી રહી હતી એક નશાની અને આસ્થાની યાદની મદહોશી બધા પોત પોતાનામાં મસ્ત હતા. એ આગળ કિનારા તરફ ગયો ત્યાં બેન્ચીસ મૂકેલી હતી. ત્યાંથી છેક નીચે સુધીનો નજારો જોવા મળતો હતો. મંદ મદં પવન વાઈ રહેલો. ખૂબ સરસ વાતાવરણ ચારો તરફ કુદરનો કરીશ્મા વિશ્વાસ નશાની અસર નીચે ખૂબ આનંદ લઈ રહ્યો હતો પાછો અચાનક ઉદાસ થઈ જતો.

એટલામાં પાછળથી અંગિરાનો અવાજ આવ્યો એ પણ રેશ્મી નશામાં અંગિરા કહે અરે તમે અહીં એકલા શું કરો છો ? ચાલો હું તમને કંપની આપવા આવી ગઈ. વિશ્વાસે અંગિરાની આંખોમાં જોઈ કહ્યું હું આજે ખૂબ ખુશ છું ભાઈને એનાં જીવનમાં મનગમતી જીવનસંગીની મળી ગઈ છે એમનાં જીવનમાં નવો અધ્યાય શરૂ થયો છે. ઇશ્વર ખૂબ સફળતા આપે. મારા હાથમાં મદિરા આવી મે પીધી. પ્રથમવાર હોઠે લગાડી છે મારા દીલમાં તોફાન ઉઠે છે. ઉદાસી જે મારા જીવનની છે એ ઘરબાઈને પડી છે. મદીરાએ તોફાન મચાવ્યું છે. ઊંઘતા સિંહને ઝેર પાયું છે કુદરતે વિવાદનો મધપૂડો છેડ્યો છે. અંગીરાએ વિશ્વાસનાં હાથ પર હાથ મૂકી કહ્યું વિશુ બહાર આવવા દો દર્દને...

અંગિરાની સહાનૂભૂતિ-નશાની અસરે વિશ્વાસને બોલતો કર્યો.

“લખ્યા લેખ વિધાતાએ કર્યા પૂરા અને થઈ ગયો જનમ...

કરી બધા કોડ પૂરા જન્મદાતાઓએ અને થઈ ગયો જનમ.

પળ દીન મહિના વરસો વિત્યા અને હું ઉછરતો ગયો...

પડી સમજણ કે ના સમજું કંઇ અને હું ઉછરતો ગયો...

નવા ભવમાં આવી નવી જીંદગીમાં એમ હું ઉછરતો ગયો...

હતી ઊંમર રમવાની મોજની મળી ગઈ શિક્ષા જીંદગીની.

ગણાતી ખૂબ નાની હતી ઊંમર મારી છતાં હું મોટો થઈ ગયો.

રડતો હસતો સમજતો રહ્યો અને હું ઉછરતો રહ્યો..

જોતો રહ્યો ખેલ જીંદગીનાં ઊંમરે નાની હું ઉછરતો ગયો.

શું શીખું ના શું શીખું પણ સમજ્યા વિના શીખતો ગયો.

નાની સી ઊંમરે માંગીથી ભીખી સુખભરી જીંદગીની

ખૂબ રડ્યા બે નયન ચોધાર આંસુએ નાની સી ઊંમરે

આપી જન્મ લખી ભાગ્યને શું પાડ્યો મારો આપનારો

માઁ માઁ કરી આદ્રંદ કરી ઉઠું બૂમ પાડી સમરુ નામ તારુ

રડતો કકળતો સીસકતો પણ એની શ્રધ્ધામાં હું જીવતો.

મને જોઈએ છે જોમ નું જીંદગીને માણવા જાણવા હવે.”

આમ એક મુક્તક કંઠસ્થ હતું. વિશ્વાસ એકધારે બોલી ગયો અને હીબકા ભરી રડી ઉઠ્યો. અંગિરાની આંખોમાં પણ અશ્રુની ધાર વહી રહી હતી એ પણ એક વહેણમાં વહી જઈ રહી હતી એ વિશ્વાસને વીટળાઈ ગઈ એનાં બરડે હાથ ફેરવી રહી. અંગિરા પહેલીવાર આટલી ગંભીર થઈ ગઈ. અંગિરા કહે હજી તમારી જીંદગી જસ્ટ શરૂ થઈ છે અને તમે કેમ આટલા ઉદાસ છો ? આટલું બધું ઊંડાણથી કેમ વિચારો ? અરે યાર ! જીંદગી જીવો કેમ આમ ફરિયાદમાં જ જીવો ? અંગિરાએ વિશ્વાસને કહ્યું તમે આટલા હોંશિયાર-લાગણીશીલ છો તરવરતા યુવાન છો તમને આવી ગંભીરતા અને ઉદાસીનતા શોભતી નથી. તમે જીંદગી સરસ જીવો આ સામે તમારા ભાઇને જુઓ કેવો આનંદથી જીવન જીવે. જીંદગી છે ચાલ્યા કરે તમને કુદરતમાં આટલો વિશ્વાસ છે પછી ચિંતા છોડો હવે જીવો આનંદથી. આજે વિશ્વાસ અને અંગિરા બન્નેએ એકબીજાને કોઈ નવી નજરથી જ જોયા ઓળખ્યા.

એવામાં જાબાલીઅને ઈશ્વાએ અંગિરા-વિશ્વાસને બોલાવ્યા. ઇશ્વાએ અંગિરાને કહ્યું ચાલને બેના આપણે રૂમમાં જઇને આવીએ. બન્ને બહેનો રૂમ તરફ ગઈ. જાબાલી એ તરત જ વિશ્વાસને હાથ ખેંચી પાસે બોલાવી કહ્યું અરે ભાઈ તું તો છૂપો રૂસ્તમ નીકળ્યો રેડવાઈન પીધા પછી રોમેન્ટીક મૂડમાં અંગિરાને વળગી જ ગયો અમે જોઈ રહ્યા હતા બધુ પરંતુ તમારી વાતો નહોતી સંભળાઈ શું થયું એકદમ કહે તો ખરો મારી સાળીને આટલી વારમાં પટાવી લીધી ? વિશ્વાસે કહ્યું “ના ભાઈ ગેરસમજ ના કરશો એક મિત્રથી વિશેષ કાંઈ જ નથી હા એક વાત છે નશાએ મને ઇમોશનલ બનાવેલો અને મારી દુઃખતી રગ કહેવાઇ ગઈ. એ મારી સારી મિત્ર જરૂર છે.” જાબાલી કહે આ લેડીઝ અંદર ગઈ ચાલને એક એક પેગ થઈ જાય... મસ્તીનો માહોલ છે અને મને પણ કહેને શું છે તારી વાત ? વિશ્વાસ કહે ભાઈ હવે મૂડ નથી ફરી કોઈ વાર...

ઇશ્વા અને અંગિરા રૂમમાં ગઈ. ઇશ્વાએ તરત જ અંગિરાને વળગી ગઈ અને કહ્યું બહેના શું વાત છે ? આંખોમાં આંખો પરોવી પૂછ્યું અંગી શું છે વિશ્વાસભાઈ ગમી ગયા છે કે શું ? શું ચક્કર છે ? તે સીધું હગ કરી લીધું. જોકે હું ખૂબ જ ખુશ છું જો કંઇ એવું હોય તો. અંગિરા કહે અરે મારી દીદી એવું કાંઇ જ નથી વિશ્વાસભાઈ એમની વાત કરી રહેલાં થોડા ઇમોશનલ થઈ ગયા મને ટચ કરી ગયું મારી આંખો ભરાઈ આવી અને એમને સાંત્વના આપવામાં જ... બાકી એવું તેવું ના વિચારશો તેઓ ખૂબ સારા વ્યક્તિ છે... અમારું બાકી કંઇ મળતું જ નથી કે જેવો કોઈ ભાવ આવે. ઇશ્વા કહે તારા જીજુ અને મારી બન્નેની નજર પડેલી એમણે જ મને કહ્યું તને પૂછી લેવા. અને કહ્યું જો એવું કાંઇ હોય તો રૂડુ શું વિશ્વાસ સાકર જેવો છે તરત જ ભળી જશે. આપણા ઘરનોજ ખૂબ હોંશિયાર અને તેજસ્વી છે. અંગિરા કહે બહેના બધા જ વિચાર અસ્થાને છે. ચાલો બહાર જઈએ હું સમજી ગઈ મને એના માટે જ અંદર બોલાવી. છોડો હવે આવી વાત. આમ કહી બન્ને બહેનો હોટલનાં રૂમમાંતી બહાર ગાર્ડન રેસ્ટોરામાં પાછા આવ્યા.

વિશ્વાસ જાબાલી બેઠાં બેઠાં વાતો કરતાં હતા અને ઇશ્વા અંગિરા પણ આવી બેઠા વાઇન-બીયર પુરુ કરી જાબાલી એ વેઇટરને બોલાવીને લન્ચ માટેનો ઓર્ડર આપ્યો. પછી જાબાલી અને ઇશ્વા બનેને બોલી ઉઠ્યા. વિશ્વાસ ભલે તારું અંગત છે પણ એ મુક્તક અમને પણ સંભળાવ અમારે સાંભળવું છે. વિશ્વાસ કહે તમે મારા અંગત જ છો ને ફરીથી બધાને ખૂબ ભાવપૂર્વક સંભળાવ્યું. ઇશ્વાએ લાગણીસભર મુક્ત સાંભળ્યું આંખો બધાની નમ થઈ ગઇ. જાબાલી બોલી ઉઠી વિશ્વાસ પાસે આવ્યો વિશ્વાસને ભેટી પડ્યો કહે ભાઈ તું કદી એકલો નહોતો ક્યારેય એકલો નહીં જ પડવા દઊં નેવર. વિશ્વાસ પણ લાગણીમાં આવી ફરીથી રડી પડ્યો ખૂલ્લા મોઢે. જાબાલીએ શાંત અને સ્વસ્થ કર્યો.

વિશ્વાસ શાંત થયો પછી એને વિચાર આવ્યો હું આમ લાગણીનાં પૂરમાં કેમ તણાયો ? કેમ કાબૂ ના કરી શક્યો ? મારે આમ ઢીલા થઈને મારી લાગણીઓને ઉશ્કેરવી નહોતી જોઈતી અને એને આસ્થાની યાદ આવી ગઈ થોડી ગીલ્ટ પણ થઈ મારે બીજા સાથે આમ મારે લાગણીશીલ થઈ... નહોંતુ કરવાનું આના સંદેશ જુદો જાય કદાચ.

અરે જાબાલી તું અહીં છે ? તને દૂરથી જોયો પાકો ઓળખ્યો જ અહીં ક્યારે આવ્યો ? કોણ કોણ આવ્યા છો ? જાબાલીને અવાજ જાણીતો લાગ્યો એણે માથું ઊંચું કરી સામે જોયું આ તો ત્રિલોક.. અરે ટીલું તુ અહીં ? અને એ ઊભો થઈને ત્રિલોકને ભેટી પડ્યો. અરે ભાઈ મારી ફેમીલી સાથે મીટ માય ફીઆન્સી ઇશ્વા, એની બહેન અંગિરા અને આ મારો ભાઈ વિશ્વાસ. જાંબાલીએ બધાની ઓળખાણ કરાવી. ત્રિલોકે એની ફીઆન્સીની ઓળખ કરાવી બધાને એનું નામ ત્રિશિરા છે. ઇશ્વા કહે અરે વાહ લવલી નેઇમ... ત્રિલોક કહે ખાલી નામ નહીં મારી સ્વીટી જ ખૂબ લવલી છે. કહી ને બાથમાં લઈ હસી પડ્યો. બધા એકબીજાને જોઈ હસી રહ્યા. જાબાલી કહે અરે અમે હવે જમવાનું જ મંગાવીએ છીએ પ્લીઝ જોઈન અસ. ત્રિલોક કહે ઓહ ઓકે શ્યોર કહી બધા ટેબલ પર ગોઠવાયા. જાબાલીએ નવેસરથી જમવાનો ઓર્ડર કર્યો. ત્રિલોક કહે “ભાઈ તારા ઇલૂ ઇલૂ વિશે તો જાણતો જ હતો પરંતુ રજીસ્ટર હવે થયા એ આજે જાણ્યું અને અમે પણ કહીને ફરી ત્રિશિરાને બાથમાં લીધી.

પ્રકરણ 16 સમાપ્ત………

વાંચો વિશ્વાશનો પ્રણય વિરહ.. પ્રકરણ 17…..