Prem Angaar - 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 21

પ્રકરણ 21

પ્રેમ અંગાર

સૂર્યપ્રભાબહેન વિશ્વાસ સાથે આવનાર નમણી રૂપાળી યુવતીને જોઈ રહ્યા. થોડોક વિચાર આવી ગયો વિશ્વાસ કહેતો હતો એ આસ્થા જ લાગે છે આસ્થા વિશ્વાસ ઘરનાં પ્રાંગણમાં ઉભેલા માઁ નાં ચરણોમાં એક સાથે નમી ગયા. માઁ એ બન્નેને ખૂબ પ્રેમથી પોંખી આશીર્વાદ આપ્યા માઁ કહે “તું આસ્થા છે ને ? તારા વર્ણન કરતાં અનેક ગણી સુંદર છે. સારું થયું આજે તું વિશ્વાસની સાથે આવી ગઈ હું તને જોઇ શકી નહીંતર કેટલોય સમય નીકળી જાત. આવ બેસ દીકરા. હું પાણી લાવું. આસ્થાએ કહ્યું “માઁ રહેવા દો હું લઈ આવું છું માઁ કહે તને નહીં મળે. આસ્થા કહે એમણે એટલું બધુ સરસ બધુ જ વર્ણન કર્યું છે મને કંઇ અજાણ્યું કે ના મળે એવું કંઇ નથી. કહી અંદર રસોડામાં જઈ પાણીઆરેથી પાણી ભરી લઈ આવી આપ્યુ વિશ્વાસને અને માઁ એ કહ્યું દીકરા મારે નથી પીવું તું પી જા. કહી આસ્થાને માથે હાથ ફેરવ્યો. મારા વિશ્વાસની પસંદગી ખોટી હોય જ નહીં. વિશું સેટ થાય ઠરીઠામ થાય એટલે તમારા લગ્ન લઈશુ પછી તુ મારી પાસે જ આવી જઈશ. આસ્થા શરમાઈને નરમ રહી એવું મોં લાલ થઈ ગયું અને ગાલનાં ખંજન બધું જ જાણે કહેવા લાગ્યા એણે ત્રાંસી નજરે વિશ્વાસ સામે જોયું વિશ્વાસ એની સામે જોઇને જ હસી રહ્યો હતો. ઘરેથી લાવેલાં ફળની ટોકરી અને લીંબુ આસ્થાએ રસોડામાં જઈને મૂક્યા. માઁ બધુ જોઈ રહેલા અને મંદ મંદ હસી રહ્યા હતા. માઁ કહે વિશ્વાસ તારો સામાન બધો જ તૈયાર જ છે તું કહે એટલે કાનજી રસીકમામાની રીક્ષા બોલાવી લે તારા જવા માટે. વિશ્વાસ કહે આપણે બધાં સાથે જ જઇએ છીએ.

એટલામાં કાનજી સવિતા દોડીને આવી ગયા. વિશુભાઈ સાથે આવેલી છોકરીને જોવા અને જોઈને બધા ખુબ ખુશ થઈ ગયા. સવિતાથી ના રહેવાયું કહે પૂનમનાં ચાંદ જેવી વહુ લઈ આવ્યા છો વિશુભાઈ માઁ કહે હજી નક્કી કરીશું લગ્ન કરીને લઈ આવીશું પછી ઓવારણ લેજે કહીને આસ્થાને વ્હાલ કર્યું.

સામાન બધો રીક્ષામાં મૂકી સૂર્યામાં-વિશ્વાસ અને આસ્થા રીક્ષામાં બેસી ગયા. કાનજી આગળ રીક્ષા ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો. સવિતાએ બધાને આવજો કીધુ નીકળતાં જ સારા શુકન થવા લાગ્યા અને હિંમતનગર રેલ્વે સ્ટેશન આવી ગયા. ટ્રેઈન આવીને ઉભેલી જ હતી. વિશ્વાસે પોતાનો સીટ નંબર જોઈને સામાન મૂક્યો અને પાછો બહાર આવી ગયો. માઁ અને આસ્થા બન્નેની આંખમાં આંસુ હતાં બન્ને ફરી પાછો ક્યારે આવશે એની આશમાં ઉભા હતા. વિશ્વાસે બન્નેને વ્હાલ કરી માઁ આશીર્વાદ લીધા ટ્રેનમાં બેઠો અને ટ્રેઇન ઉપડી – ગતિ વધતી ગઇ – આસ્થાનાં શ્વાસની ગતિ પણ વધી ગઈ.

શરદમામાનાં ઘરે વિશ્વાસને અલગ રૂમ – સ્ટડી ટેબલ –બુક્સ રેક- સરસ મજાનો પલંગ આખો રૂમ જાણે એની વ્યવસ્થા અને આરામ માટે સજાવ્યો હતો આખા ફ્લેટમાં એનાં રૂમનું લોકેશન એવું હતું કે એને પૂરી પ્રાઇવેસી મળી રહે છતાં એની રૂમની બાલ્કની અને બારીમાંથી ફ્લેટનો મુખ્ય પ્રવેશદ્વાર દેખાતો હતો કોઈપણ આવે તો એને જોવું જાણવું હોય એ જોઈ શકે. વિશ્વાસને અહીં આવે લગભગ પંદર દિવસ થઈ ગયા. આવીને તરત જ એણે માસ્ટર્સ કરવા એડમીશનનું ત્રિલોક અને જાબાલી સાથે જઈ પાકુ કરી લીધું પછી ત્રિલોકે પોતાની લેબમાં ડૉ. અગ્નિહોત્રીનાં જણાવ્યા પ્રમાણે લઈ જઈ સ્ટાફ સાથે ઇન્ટ્રો કરાવી લીધો કહ્યું એકવાર સ્ટડીઝમાં ધ્યાન આપ પછીથી અહીં લેબમાં આવી જજે. ત્યાં ઘર પાસેથી જ કંપનીનું વાહન લેવા મૂકવા આવી જશે એટલે ટ્રાન્સપોર્ટ માટે તારે ચિંતા નહીં રહે. કોલેજ જવા માટે જાબાલીએ વ્યવસ્થા કરી આપી એ દુકાને જતાં પહેલાં વિશ્વાસને ડ્રોપ કરી દેતો આમ વિશ્વાસની રોજીંદી ભણવા તથા લેવા જવાની વ્યવસ્થા નક્કી થઈ ગઈ.

કોલેજમાં માંડ 2 કલાક સીલેબસ જોઈ લેતો એની કેલીબર પ્રમાણે અહીં પણ પ્રોફેસર જે મોટાભાગનાં ડૉક્ટરેટ હતા એની સાથે ફાવટ આવી ગઈ હતી હજી એને ઈંગ્લીશ બોલવા માટે થોડીક તકલીફ પડી રહી હતી. જાબાલી મદદમાં આવ્યો એણે અંધેરીમાં જ એક પ્રાઇવેટ ટ્યુશન કરાવી દીધું પબ્લીક સ્પીકીંગ અને ઇંગ્લીશ ઉપર પ્રભુત્વ મેળવવા માટે ડૉ. ચોપ્રા પાસે સાંજે જવાનું ચાલુ કર્યું એ વીકમાં ત્રણ દિવસ જવાનું હતું આમ વિશ્વાસનો આખો દિવસ ક્યાં પસાર થતો ખબર જ નહોતી પડતી.

વિશ્વાસમા સ્ટર્સ કરી રહ્યો હતો સાથે ક્લાસીસ અને ડૉ. અગ્નિહોત્રી ની કંપનીમાં જોડાયેલો હતો આખો વખત એનો ક્યાં જતો એ નો હિસાબ એની પાસે પણ ન હોતો. એણે કોમ્પ્યુટર સાયન્સ સાથે એસ્ટ્રોનોમીમાં માસ્ટર્સ કરી રહેલો એ કોલેજ પતાવીને પછી સીધો ડૉ. અગ્નિહોત્રીની કંપનીમાં (લેબમા) જતો રહેતો ત્યાં એ પોતાની કેબીનમાં જઈને કંઇને કંઇ એનાં વિચારો પ્રમાણે નવી નવી શક્યતા ઓ વિચારતો એની કંપની“સ્કાય એન્ડ પ્લેને ડ્સ ડીવાઇસીસ“માં એને ડૉ. અગ્નિ હોત્રીની સૂચનાથી અલગ કેબીન આપવામાં આવી હતી હિંમતનગરની એમની એ ફીલીએટેડ કંપની ગ્લોબડીવાસી સોફ્ટવેરમાં જેરી તે ડીવાઇસની થીયરી આપી હતી જે ખૂબ સક્સેસ ફુલ થયેલું એટલે પ્રથમ થી જ એમનો ફેવરીટ હતો. મહેનતુ અને પ્રમાણિક તથાખાસ મિત્રનાં અંગત કુટુંબ નો હતો એટલે વધુ ધ્યાન આપતા. એમણે વિશ્વાસ પાછળ રોકેલા પૈસાનો અનેક ગણું વળતર મળી રહેલું.

વિશ્વાસ મુંબઈ આવ્યો ત્યારથી નિયમિત આસ્થાને આપેલા વચન પ્રમાણે સવાર-બપોર-સાંજ સૂતા રાત્રે નિયમિત વાત કરતો ચેટ કરતો જ. એ આવ્યો ત્યારથી ભણવામાં-કંપનીના કામમાં અને મુંબઈમાં રોજીંદા જીવનમાં ગોઠવવામાં જ બધો સમય ગાળતો. એ યાદ કરીને આસ્થાને વાત કરતો બધી જ વાત શેર કરતો જ. એની જાણે સાવ જીંદગી જ બદલાઈ ગઈ હતી. ક્યાં રાણીવાવ-હિંમતનગરની શાંત જીંદગી અને ક્યાં આ દોડાદોડ અને રેસમાં જીવતી જીંદગી. એને માઁ-કાકુથ-વસુમાં-આસ્થા બધા જ યાદ આવતા હતા. એણે કાકુથ સાથે પણ વાત કરી હતી અને અહીની જીંદગી કેવી છે બધા કેવી દોડાદોડ કરે... કાકુથ કહે દીકરા દરેક ધરતીનાં ધબકાર જાણે જુદા છે. એક ધરતી ધરા અને છતાં બધા પ્રદેશની બોલી-લોક-રીતરીવાજ-ધબકાર બધું જાણે જુદુ પણ તું કોઈ ચિંતા વિના સરસ રીતે તૈયાર થજે બસ મારા આશીર્વાદ. વિશ્વાસને કાકુથની સાથે વાત કરવાથી ઘણી હૂંફ મળતી. માઁ સાથે પણ વાત કરતો માઁ ની વાત સાંભળતો આવતા પહેલાં એણે માઁ ને મોબાઈલ લાવીને આપી દીધેલો કાનજીને તો આવડતું જ હતું એટલે એ માઁ ને ફોન લગાડી આપે વિશ્વાસ સાથે વાત કરવા.

આજે સૂતા પહેલાં વિશ્વાસ ને આસ્થા ખૂબ યાદ આવેલી એની સાથે ઘણી વાતો કરી હતી છતાં જાણે સંતોષ જ નહોતો. આસ્થા એને ઘણાં પ્રશ્નો કરતી કેવું ભણવાનું છે ? ખૂબ અઘરું પડે છે? વિશ્વાસે કહ્યું બધી જ બુક્સ અંગ્રેજીમાં છે એટલે થોડી કઠી નાઈ પડી રહી છે પરંતુ ક્લાસીસ ભરીને અંગ્રેજી વધુ સારી રીતે બોલી શકે, સમજી વાંચીશ કે બધી રીતે નિપુણતા આવી શકે એટલે એ મહેનત કરી રહ્યો છું હવે બધું ધીમે ધીમે સમજાઈ રહ્યું છે શહેરનો રંગ લાગી રહ્યો છે. બધા જ એટીકેટ શીખી રહ્યો છે. ઘરમાં જા બાલી ઇશ્વા-કોલેજમાં સહાધ્યાયીઓ અને કંપનીમાં એનાં કલીગ્ઝ બધા ને જુએ છે સમજે છે અને જેટલું સારું છે એ બધું અપનાવી રહ્યોછે. વિશ્વાસમાં જ જયાં કોઈ કાયા પલટ થઈ ગઈ છે એ પોતે જ પોતાને મૂલવી રહ્યો છે. ક્યાં એરાણી વાવને દેશી ભણવામાં ભલે ખૂબ આગળ હતો પણ એટીકેટ અને એટીટ્યુડ અહીં આવીને શીખ્યો અને પોતાને એવું લાગવા માંડ્યું કે અહીં શહેરની જીંદગીમાં પોતાનું સ્થાન માન-નામ કરવા જાળવવા માટે આ બધુ ખૂબ જરૂરી છે. આસ્થા સાથે ફોન પર વાત કરતાં આસ્થાને પણ એહસાસ થઇ ગયેલો કે વિશ્વાસમાં ભાષામાં બોલીમાં–ખૂબ જ પરિવર્તન છે. ક્યાંક ક્યાંક શહેરની અને એટીટ્યૂડની છાંટવા પરે છે પણ એ ખૂબ જ ખુશ હતી કેમ કે વિશ્વાસ એને ખૂબ જ પ્રેમ કરતો હતો. આજે વિશ્વાસે મોકલેલી કવિતા જ વાંચ્યા કરતી હતી એને લાગતું હતું કે વિશ્વાસ ગમે ત્યાં જાય પણ એ મારા પ્રેમને ક્યારે યભૂલી ના શકે ના ક્યારેયછે હદઈ શકે. એને કવિતાનાં શબ્દોમાં જ મન ફરી રહેલું

“રચના શું કહું તારા સૌદર્યની વિધાતાએ સુંદર રચી

વેળા આખી લીધી ઈશ્વરે તારી ખૂબ સુંદર મૂરત ઘડી

આખો અણીયારી સુંદર ભરી અમીથી તારી પ્રેમ ભરી

નાક નકશી દાર ચીબુક લલચાવે તારી નજર ઘણી

ઇજન આપતાં રતૂંબડા હોઠની લાલી મીઠી છે ઘણી

ઘુંઘરાળા રેશમી વાળ તારા જાણે વાદળની છે સવારી

કરી બાવરો મને પ્રેમનો મેહૂલો અનરાધાર વરસાવી

ટપકે સુંદરતા ચહેરાથી અવિરત ધારણ મને કરે ઘણી

થઈ પાગલ કરું પ્રેમ મારી ભીનેવાન અંગોની સામ્રાજ્ઞી

સુંદરતા તારા અંગ અંગની કલ્પનાથી પણ આગળ ઘણી

દિલમાં રહે મૂરત તારી આસ્થા પ્રેમ ધરાવે સમી ઘણી”

આસ્થાને વિશ્વાસની યાદ ખૂબ સતાવી રહેલી. વિશ્વાસને પળપળનો જાણે હિસાબ આપતી. પોતાનું ભણવાનું કાકુથ સાથેની વાતો ઘરનાં કામ અને બાકીનાં સમયમાં એણે પણ વિશ્વાસની સૂચનાથી ઇંગ્લીશ ટ્યુશન જોઇન્ટ કરેલું અને શીખી રહી હતી એણે વિશ્વાસે મોકલી કવિતા વાંચી એને જવાબમાં એણે પણ સુંદર કવિતા લખી.

એક ઘડી પળનો વિરહ જાણે લાખો કાળાપાણીની સજા

એક ઘડી પળનો વિરહ જાણે લાખો વીંછીઓ મારે ડંખ

કેમ સમજાવું પીડા વિરહની સહેવાય ના એક પળ

વિવશતાનાં લાખો નાગ જાણે મારે એક સાથે મારી દંશ

જીવ ડાળીએ કળીએ ક્યાય નથી વર્ણવા કોઈ હવે શબ્દ

કપરી સજા વિરહની નહીં સહેવાય હવે એક ઘડી પળ

સંવેદનાઓનાં ખૂન કરી એક પળમાં અશાંત થાય મન

પંખી બની ઊડી આવું તારા વિના નહીં રહું એક પળ

પાંખો બને પ્રેમ ને આસ્થાનું લઈ બળ આવું તુજ સંગ

દિલમાં અરમાન ઘણાં સાચાં કરવા પ્રભુ પાસે લઉ પ્રણ.

મોબાઈલમાં ટાઇપ કરી વિશ્વાસને મેસેજ સેન્ડ કરી દીધો.

પ્રકરણ 21 સમાપ્ત samaapt

પ્રકરણ : 22 માં વાંચો વિશ્વાશ માઁ પાસે આવે છે અને પછી…………