Majburi ma thayeli bhool books and stories free download online pdf in Gujarati

મજબૂરી માં થયેલી ભૂલ


इश्के मोहब्बत तुम क्या जानो...
मेरा क्या हाल है चाहत मैं तेरी,

एक नजर ही काफी है तुम्हारी,
पता तो चले क्या चाहत है तेरी।

આજે એક નવી પ્રેમ કહાની સાથે જોડાયો છું. જેમાં મજબૂરી માંથી પેદા થયેલો પ્રેમ જણાવ્યો છે. એ તારીખ મને હજુ પણ યાદ છે તો એ તારીખ થી સ્ટાર્ટ કરીશું. આપણે સ્ટોરી તારીખ ૨૭/૧૧/૨૦૧૭ જ્યારે દિપુ ને કોઈ છોકરાએ પ્રપોઝ કર્યું. છોકરીએ થોડો સમય લીધા પછી હા કહી દીધી હતી. અને એ છોકરાએ આ છોકરીને મળવા બોલાવી , પણ દિપુ મળવા ની ના પાડી પછી એ છોકરાને ગુસ્સો આવ્યો એટલે દિપુ સાથે વાત કરવાની બંધ કરી દીધી.તો દિપુની ફ્રેન્ડ એ એમને વાત ન કરવાનું કારણ પૂછ્યું એટલે એમણે કારણ જણાવ્યુ.આ તારીખ ૬/૧/૨૦૧૮ ના દિવસે મારા ભત્રીજાના સ્કૂલમાં ફ્કશન હતું ત્યારે રાતે અમારી વાત થઈ , અમે મળ્યા . એમણે અમારા એક ફોટો જોઈતો હતો સાથે તો અમે સાથે ફોટો પાડ્યો. બધું સરસ ચાલતું હતું. પછી એમણે એમના મમ્મી પપ્પા સાથે વાત કરી કે અમને એક બીજા નો સાથ ગમે છે પણ હું મારા ઘરે નોહતી કહી શકતી કે એ મને ગમે છે. એ છોકરા ના ઘરે બધા ને હું ગમતી હતી , પણ પછી બહુ જ મુશ્કેલીઓ આવી , એમના મમ્મી એ કહ્યું કે હવે અમારે દૂર રહેવું જોઈ એ નહિ તો વાત વધારે બગડશે. એટલે અમે વાત કરવાનું છોડી દીધું. પણ દૂર નથી રહી શકતી. વળી પાછું કોઈ કારણસર અમારે વાત કરવાની થઈ , અને પછી પેલા ની જેમ વાતો અને મળવાનું શરૂ થયું. પણ એક દિવસ એમણે મને કહ્યું કે મારે તારા શરીર ના સંબંધ સાથે જોડાવું છે. પરંતું મે એમને ના કહી દીધુ કેમ કે લગ્ન પેલા કોઈ પણ જાત પર આવું કામ કરવું જોઈએ નહીં કેમ કે ક્યારે ખબર કોને ખબર લોકો ક્યારે ચાલ્યા જાય જિંદગી માં હંમેશા આપણું મન મકમ રાખવું જોઈએ મારી વાત સાંભળી અમને ગુસ્સામાં આવી ગયો અને એક મહિનો મારા થી દુર થઈ ગયા.એટલે કે મારાથી નારાજ થઈ ગયા પણ મને એવુ કે આવશે પાછા પરંતુ કંઈક આવું બનું


આ એક મહિનામાં કોઈ બીજી છોકરી સાથે એમના લગ્નની વાત પણ થવા લાગી , એ છોકરી મારી ફ્રેન્ડની બહેન હતી એટલે મને આ વાત ખબર પડી . મે એમને આ વાત વિશે મેસેજ કરીને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે એ છોકરી મારા પરિવાર ને ગમે છે મારે તો તારી સાથે જ લગ્ન કરવા છે. આ જ સમયે મારી ફ્રેન્ડ કે જેની પાસે અમારા ફોટા હતા એણે બધા ને વાત કહી અમારી અને એ છોકરા એ પણ કોઈ રીતે પેલી બીજી છોકરી સાથે લગ્ન માટે ના પાડી દીધી . A
આ વાત પર એક સાયરી બોલવાનું મન થાય કે ..
मेरी आँखों से पूछ तेरा ख्वाब क्या है,
मेरे होठो से पूछ तेरी प्यास क्या है।

तुजे पाने की चाहत इतनी बेकरार करती है कि,
मेरे लफ्जो पूछ तेरे नाम की कविता क्या है।

થોડા સમય પછી અમે એક લગ્નમાં મળ્યા. અમારી વાતો ફરી ચાલુ થઈ . એક દિવસ એ બહુ જ ગુસ્સામાં હતા કારણકે મે એમણે હેરાન કર્યા હતા એટલે એમણે મને અડધી રાજા લેવા કહ્યું અને મને મળવા બોલાવી. હું મળવા ગઈ. એમને મારી પાસે આઇડી પ્રૂફ માંગ્યું એટલે મે આપ્યું. મને તો કઈ ખબર ના પડી કે શું કરવા માંગે છે , ક્યાં લઇ જાય છે પણ જ્યારે હું એ જગ્યા પર પહોંચી ત્યારે મને બધું સમજાયું . મે એમને પાછી ના કહી . આ વાત પર અમારો બહુ જ મોટો ઝગડો પણ થયો. પણ એણે પોતાની જાત ને નુકશાન પહોંચાડવાની ધમકી આપી એટલે હું ગભરાઈ ગઈ અને મજબૂર થઈ ને મારે એ વાત માટે હા કરીને એ કરવું જ પડ્યું જેના માટે હું ક્યારેય તૈયાર ન હતી.

ત્યાંથી હું ઘરે ગઈ અને મારા પરિવારમાં અમારા બંને ની વાત કરી. મે કહ્યુ કે અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ. પરંતુ ઘરમાં કોઈ માન્યું નહિ. પપ્પા તો પહેલેથી જ ના પાડી ને બેઠા હતા. છતાં બધાના સમજાવવાથી પપ્પા માન્યા અને એક વાર જોવા જવાનું નક્કી થયું . પરિવાર સાથે એમના ઘરે જવાના પેહલા અમે એક બીજાને મળ્યા , ફોટા પાડ્યા. અને એ ફોટા એમને એફબી પર મૂક્યા હતા. પછી અમે બધા એમના ઘરના લોકોને મળવા ગયા. પાછા આવ્યા ત્યારે મમ્મી એ ફરી ના પાડી આ સબંધ માટે, એમને કહ્યું કે એ લોકોમાં રાગ જ નથી આવતો. આ વાત ને લીધે ઘરમાં બધા સાથે માટી બોલચાલ થઈ ગઈ . બધાને છોકરાવાળા પાસે પૈસા વધારે ન હતા એ વાતથી વાંધો હતું, એ મારું સારુ જ ઇચ્છતા હતા પણ હું પણ ટશથી મશ ના થઈ મારી જિદ્દ હતી કે મેરેજ તો ત્યાં જ કરીશ , એમની સાથે જ કરીશ. એટલે પપ્પાએ કહી દીધું કે જો આને ત્યાં , એ ઘરમાં જ લગ્ન કરવા હોય તો લગ્ન પછી , હું કે ઘરનો કોઈ પણ વ્યક્તિ આની સાથે સંબંધ નહીં રાખે . જો આ ત્યાં જ જવા માંગતી હોય તો એની વિદાયના દિવસને એણે આપણા ઘરમાં પોતાનો છેલ્લો દિવસ માની લેવો પડશે.
બીજા દિવસે જોબ પર જઈ ને મે એને ફોન કર્યો અને મારા પરિવારમાં જે વાત થઈ તે જણાવી. તો એમણે મને કહ્યું કે તારી ફેમિલી મારા અને મારા ઘરના લોકો વિશે ખોટું ભડકાવે છે તને. મારા ઘરવાળા તો આપણા કોર્ટ મેરેજ કરાવવા પણ તૈયાર છે . ને આમ કહેતા એમને મને પૂછ્યું શું તું કોર્ટ મેરેજ કરીશ? મે સીધી જ હા કહી દીધી. અને પછી એમના ઘરેથી કોર્ટમાં જવાનું નક્કી થયું. મે કહ્યુ હુ બે મહિનામાં મળીશ લગ્ન માટે તો એ આડુ અવળું બોલવા લાગ્યા કે આવવું હોય તો આ જે હું જબરદસ્તી નથી કરતો તારી મરજી. મે કહ્યુ કે હુ આવીશ જ.

બસ આ અમારી છેલ્લી વાત હતી . આ વાતના કેટલાય સમય પછી એમને ક્યારેય કોઈ મેસેજ , કોલ કઈ જ ન કર્યું. આ વાતનું મને દુઃખ થયું હતું કે આ કેવી વ્યક્તિ છે જેને મારી યાદ જ નથી આવતી અને મે ગુસ્સામાં મારી બહેનને કહી દીધું કે જો હવે કોઈ વાત થાય એની એમના જોડે તો કહી દેજે કે મારી રાહ ન જોવે. આવા સમયે મારા મમ્મી પપ્પા જ મારી સાથે હતા , એ જોઇને મને સમજાયું કે હું ખોટી હતી કોઈ પારકા છોકરાને લીધે મે મારા માં બાપને હેરાન કર્યા , એમની જોડે હુ એવા માણસ માટે લડી પડી જેને મારી કઈ પડી જ ન હતી. પછી મે એ છોકરાને ભૂલવાનું નક્કી કર્યું અને આગળનું વિચારવા લાગી . થોડા સમય માં મને મારો ફોન પણ પપ્પા એ પાછો આપી દિધો હતો. એવામાં મને એનો બર્થ ડે યાદ આવ્યો અને મે એણે બર્થ ડે વિશ કરવા મેસેજ કર્યો. હું રિપ્લાય ની રાહ જોતી હતી , પણ કઈ રિપ્લાય ન આવ્યો.
એક મહિના પછી ફોન આવ્યો , મે પૂછ્યું કોણ એનો અવાજ હતો , એ સાંભળી મે ફોન કટ કરી નાખ્યો. ફરી એમને ફોન કર્યો , મે નંબર જોયો અને બ્લોક કરી દીધો એ નંબર. બસ તે દિવસ પછી આજ સુધી એમનો ફોન નથી આવ્યો. હા એ મારી બહેનને મળ્યા હતા અને મારા વિશે એને ઊંધું જ કહેતા હતા કે હું પત્થર દિલ છું, મને એમના કરતા મારી ફેમિલી વધારે વહાલી છે એવું.
આ બધા થી હું ઉદાસ ને દુઃખી હતી. એકદમ ડિપ્રેશન માં આવી ગઈ હતી. પછી મે ભગવદ્ ગીતા વાંચી અને મને લોકોની કહેલી વાત કે જે થાય તે સારા માટે જ થાય, ભગવાન આપણને એ જ વસ્તુ કે વ્યક્તિ આપે જે આપણા માટે બેસ્ટ હોય. એ વ્યક્તિ જે જરૂરિયાતના સમયે મારી સાથે ન રહ્યો , જેની પર મે આટલો વિશ્વાસ કર્યો કે એમની હજાર ભૂલો ખરાબ વર્તન બધું માફ કર્યે જતી હતી . એ મને એમની મરજી થી છોડી દેતા અને મન ફાવે ત્યારે પાછા આવી જતા છતાં મે એમને જ પ્રેમ કર્યો . એમના માટે દિવસ રાત. આંસુ વહાવ્યા. પોતાના મા-બાપ , મિત્રો બધાની ના હોવા છતાં મે એક એવા માણસ ને મારી જિંદગી સોંપી હતી જેણે ક્યારેય મારી કદર ન હતી . એના માટે હું કદાચ એક ટાઇમ પાસ જ હતી.

એક ઈશારો તો કર, તારા રંગે રંગાય જાઉં,
એક જામ તો ભર, તારા જામમાં છલકાય જાઉં,

તારા શબ્દોમાં હું એવો તો છું તરબતર,
નામ તારું આવે ને મારા મનમાં જ મલકાય જાઉં.

આ વાત પરથી અમે તમને બધાને એ સૂચના આપીએ છીએ કે ક્યારે શારીરિક સંબંધ માં ના જોડાવું કેમ કે અત્યારે લોકો પોતાની ઈચ્છાઓ કરવા માટે તમને ખાલી વપરાતા હોય છે ક્યારે એવા વ્યક્તિ સાથે વાત ના કરવી જે તમને જ એનું હથિયાર બનાવી દે દીપિકા જેવી ઘણી દિનદયાળુ છોકરીને મજબૂરીમાં સેક્સ જેવા શબ્દો માં ઉતરવું પડે છે....જો તમે સાચવો અને આ સ્ટોરી આગળ મુકો એટલે લોકો આ સ્ટોરી ને વાંચી ને સારા બની શકે


Jo tamne mara vicharo sara lagya hoy ane tame biji aavi story vanchva mango to mane follow karo

Insta id ...Mari dayri 123
YouTube.. મારી ડાયરી comedy