Ek Pitani shodh books and stories free download online pdf in Gujarati

એક પિતાની શોધ

એક વાર એક બાપ અને છોકરો બને બાગમાં બેઠા હતા એટલે છોકરાના પાપા ને એક વિચાર આવ્યો કે મારા બાળક તેમનાથી જુદો ના પડે અને એની લાઈફ માં કઈક કરી શકે એવું કઈક કરવું પડશે. તો પિતા એ છોકરાને કહ્યું કે, ' બેટા ચાલ આજે આપણે સંતાકૂકડી રમીએ.' છોકરો બોલો કે, 'પાપા આ સંતાકૂકડી એટલે શું?' તો પિતા બોલ્યા કે, 'બેટા આ એક એવી રમત છે, જેમાં આપણે સામે વાળા ને શોધવા ના હોય છે સામે વાળો વ્યક્તિ સંતાઈ જાય એમને શોધવા ના હોય છે.' છોકરાએ કહ્યું કે, 'સારું પાપા પેલા હું સંતાઇ જવું.' પાપા બોલ્યા કે, ' સારું બેટા.' છોકરો સંતાઈ ગયો અને એના પાપા એ આંખ બંધ કરી નાખી. એના પાપા છોકરાને શોધી દે છે અને પછી છોકરાનો વારો આવ્યો આંખ બંદ કરવાનો. પણ એ આંખ બંદ કરે એ પેલા એના પાપા એક વાત કહી કે, 'બેટા સંભાળ જેમ તને મેં તરત શોધી લીધો, એમ તારે મને શોધવાનો છે આની માટે હું તને તારી આખી લાઈફ આપું છું.' છોકરો બોલ્યો કે, 'સારું પાપા.' જેવું છોકરો આંખ બંદ કરી એવા માં એના પાપા ગાયબ થઈ ગયા. હવે વાત કંઈક આવી હતી કે આ છોકરાના પાપા નું મુત્યુ થયેલું હોય છે પણ એના છોકરાને અહેસાસ આપવા આવ્યા હતા.
પિતાને શોધતો એ છોકરો રવિન્દ્ર શાળામાં અભ્યાસ કરવા લાગ્યો. કોઈ તેને પૂછે કે, 'તારા પપ્પા ક્યાં છે?' તો એ જવાબ આપે કે, ' મારા પપ્પા મારી સાથે સંતાકૂકડી રમે છે. એટલે સંતાઈ ગયા છે. મને આખી લાઈફ આપી છે શોધવા માટે. એટલે હું પપ્પાને આ રમતમાં મરીશ ત્યાં સુધીમાં શોધી જ લઈશ.' ક્યારેક શિક્ષકો પૂછે કે, ' તારે મોટા થઈને શું બનવું છે?' તો રવિન્દ્ર કહે, ' મારે મારા પપ્પાને શોધવા છે અને પપ્પા જેવું બનવું છે.'
નાનપણમાં નદાનીમાં રવિન્દ્ર હંમેશા પપ્પાને જીવંત સમજીને જીવતો રહ્યો. પપ્પાને શોધતો રહ્યો. આમ, પપ્પાની શોધમાં રવિન્દ્ર મોટો થઈ જાય છે.ભણીગણીને ડીગ્રી મેળવે છે. ડોક્ટર બની જાય છે. પણ એની પપ્પાની તલાશ પુરી થઈ નહીં. પણ એની પાસે તો આખી જિંદગી હતી શોધવા માટે. એટલે એ હાર માન્યો નહિં.
ડૉક્ટરની કારકિર્દી સાથે એને વાંચવા લખવાનો શોખ પણ હતો. એ કવિતા અને લેખ લખતો હતો. જેમાં એ પોતાની તલાશને ક્યારેય ભુલ્યો નહિં. એને ડાયરી લખવાનો શોખ પણ હતો. એ પોતાની ડાયરીમાં પિતા સાથે રમેલી રમતનો ઉલ્લેખ કરતો. અને સાહિત્યનું સર્જન કરતો. આમ એની જીંદગી કારકિર્દી અને સાહિત્ય સાથે પસાર થઈ રહી હતી એવામાં એના જીવનમાં એક સુંદર છોકરી દસ્તક આપે છે.
બન્યું એવું કે એક સોનલ નામની છોકરીના પપ્પાને કેન્સરની બીમારી હતી. એટલે સોનલ એના પપ્પાને લઈને હોસ્પિટલમાં આવે છે. સોનલ ખૂબ જ દુઃખી હોય છે. કેમ કે એના પિતા પાસે બચવાનો ઉપાય હતો નહિ. કેન્સરને લીધે સોનલના પિતા મૃત્યુ પામે છે. અંતે સોનલ સાવ એકલી થઈ જાય છે એને તૂટી જાય છે. સોનલને ખૂબ આઘાત લાગે છે. રવિન્દ્ર સોનલનું દુઃખ જોઈ શકતો નહતો.
રવિન્દ્રને સોનલની ચિંતા થવા લાગી. એ રોજ એક વાર સોનલના હાલચાલ પૂછતો. અને રોજ આમ વાત કરતા કરતા બંને એકબીજાની નજીક આવતા ગયા. અને બંને વચ્ચે પ્રેમ થયો. રવિન્દ્ર સોનલ સાથે લગ્ન કરે છે. બંને પોતાનું લગ્નજીવન સુખેથી જીવવા લાગ્યા. બંનેના જીવનમાં એક નાનકડું ફૂલ જેવું બાળક આવે છે. જેના લીધે એમનું લગ્નજીવન સફળ થઈ જાય છે અને ખુશીઓનો પાર જ રહ્યો નહોતો.
રવિન્દ્ર બાળકનું નામ રાહુલ રાખે છે. રાહુલ ધીમે ધીમે રમતા રમતા લગભગ બે વર્ષનો થાય છે. આ બે વર્ષ પછી રવિન્દ્ર અને સોનલના જીવનમાં અંધકાર આવી જાય છે. કારણ કે રાહુલને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પાડવા લાગે છે. ડોક્ટરને બતાવ્યું. ત્યારે ખબર પડી કે રાહુલના દિલમાં કાણું હતું. અને રાહુલ પાસે હવે વધુ સમય નથી. એ થોડા દિવસનો મહેમાન છે. એ જાણીને રવિન્દ્ર અને સોનલને ખૂબ જ આઘાત લાગે છે. રવિન્દ્ર ચિંતામાં પડી જાય છે કે હવે રાહુલને કઈ રીતે બચાવશે. અને સોનલને કોઈ જાતનું ભાન રહ્યું જ નહીં. રવિન્દ્ર રાહુલને હોસ્પિટલમાં એડમિટ કરે છે. ઈલાજ શરૂ કરાવે છે.
રવિન્દ્રને એના પપ્પા એ કહેલી વાત યાદ આવે છે. પપ્પા સાથે રમેલી રમત યાદ આવે છે. એને યાદ આવે છે કે પોતે પણ આ રીતે નાનપણમાં બીમાર પડ્યો હતો. ત્યારે પપ્પા એ જ એને બચાવ્યો હતો. રવિન્દ્ર જે હોસ્પિટલમાં માં હતો ત્યાંથી જુના ડોક્ટર પાસેથી જાણવા મળ્યું કે રવીન્દ્રના પપ્પા રવિન્દ્રને લઈને એ જ હોસ્પિટલમાં આવ્યા હતા. તે સમયે રવિન્દ્રને કિડનીમાં તકલીફ આવી હતી જેના લીધે રવિન્દ્રના પપ્પાએ એને પોતાની બંને કિડની આપી દીધી હતી. ત્યારથી એના પપ્પા ગાયબ થઈ ગયા હતા.
રવિન્દ્ર પિતાનું મૂલ્ય સમજી જાય છે. કેમ કે એના પિતાએ એનું જીવન બચાવવા પોતાની બંને કિડની રવીન્દ્રને આપી દીધી હતી. એક પિતા ક્યારેય પોતાના બાળકની તકલીફ ન જોય શકે. તેથી રવીન્દ્રને એના પિતા બચાવે છે.
પિતા એને ક્યારેય છોડીને ગયા જ ન હતા. પણ પોતાનું જીવન આપીને રવીન્દ્રને જીવવા માટે મૂકીને ગયા હતા. અને પિતાના જ જીવન સાથે જ રવિન્દ્ર જીવતો હતો. આજે એ જ જીવન રવિન્દ્ર હૃદય રૂપે રાહુલને આપીને જાય છે. રવિન્દ્ર રાહુલને બચાવવા પોતાનું હૃદય રાહુલને આપે છે અને પોતે પોતાની તલાશ પુરી કરીને શાંતિના છેલ્લા શ્વાસ લે છે.આ વાત પરથી એક વાત સમજાવા માંગીસ કે બાપ એ બાપ હોય છે એની જગ્યા લેવાની કોશિસ ના કરશો કેમ કે બાપ નું રન ચૂકવતા ચૂકવતા આખી જિંદગી નીકળી જસે સાહેબ

લેખક બાય.... રાહી & રવિ