આર્યરિધ્ધી - ૨૭

પ્રસ્તુત છે રિધ્ધી : તું અને તારું નામ પંક્તિસંગ્રહ ની આઠમી કવિતા..છે શ્રી તું
છે લાગણી તું
છે પ્રેમ તું

આર્યવર્ધન નો પ્રેમ છે તું
રાજવર્ધન ની ઉદારતા છે તું
ધર્મવર્ધન નું જ્ઞાન છે તું

શ્રી ની પ્રતિનિધિ છે તું
વિષ્ણુઅંશ ની પત્ની છે તું
વર્ધમાન ની દીકરી છે તું

આર્યવર્ધન ના સંઘર્ષ નું કારણ છે તું
રાજવર્ધન ના વિજય નું કારણ છે તું
ધર્મવર્ધન ના દેવત્વ નું કારણ છે તું

આર્યવર્ધન ની રિધ્ધી છે તું
રાજવર્ધન ની રાજશ્રી છે તું
ધર્મવર્ધન ની શ્રી છે તું

નથી સામાન્ય તું
આર્યવર્ધન ની પ્રેમિકા છે તું

આર્યવર્ધન ના કહેવા થી મેગના રાજવર્ધન ને કોલ કરે છે. રાજવર્ધન કોલ રિસીવ કરે છે ત્યારે મેગના રાજવર્ધન ને ઝડપથી રિધ્ધી ના રૂમ માં આવવા માટે કહે છે એટલે પાંચ મિનિટ માં રાજવર્ધન ના રૂમ માં આવી જાય છે.

રાજવર્ધન રિધ્ધી ને જોઇને થોડો ચોંકી જાય છે પણ તે મેગના અને આર્યવર્ધન ને જોઈને નોર્મલ થઈ જાય છે. રાજવર્ધન આર્યવર્ધન ને પૂછે છે, ભાઈ પાર્સલ પેક કરવાનું બાકી છે પણ બીજું કામ પૂરું થઈ જાય પછી શું કરવાનું છે ?

આર્યવર્ધન રિધ્ધી તરફ ઈશારો કરીને કહે છે, આ કામ કરવાનું છે. આને યોગ્ય મુકામે પહોંચાડવા નું છે. રાજવર્ધન રિધ્ધી ના પલ્સ ચેક કરે છે. પછી હસી ને કહે છે, કામ તો પૂરું થઈ ગયું છે તો હવે રહેવા દો ને ભાઈ મુકામ પર પહોંચાડવા નું.


મેગના થોડી ગુસ્સે થઈ ને બોલી, હવે વાતો જ કરશો કે કઈ કામ પણ કરશો ?  આર્યવર્ધન મેગના ની વાત સાંભળી ને બોલ્યો , હા બસ હવે એ જ કરીએ છીએ. 

આટલું બોલીને આર્યવર્ધન રૂમ ની બહાર નીકળી આજુબાજુ નજર કરી ને રૂમ દરવાજો લોક કરી ને પાછો રૂમ માં આવ્યો. પછી તેણે મેગના ને રિધ્ધી નો પાસપોર્ટ શોધી કાઢવા માટે કહ્યું.

મેગના અને રાજવર્ધન એ કબાટમાં થી રિધ્ધી ની બધી બેગ બહાર કાઢી નાખી તેમાં એક પછી એક બધી બેગ ચેક કરી ત્યારે એક બેગના સાઈડ પોકેટ માં થી રિધ્ધી ની પાસપોર્ટ મળ્યો. એ દરમિયાન આર્યવર્ધને તેના ફોન થી રિધ્ધીના અને રાજવર્ધન નામ થી લંડન ની બે ટીકીટ બુક કરી.

મેગના એ રિધ્ધી નો પાસપોર્ટ આર્યવર્ધન ને આપ્યો. આર્યવર્ધને તે પાસપોર્ટ ધ્યાન થી જોયો પછી રાજવર્ધન અને મેગના ને  રિધ્ધી ના બેગ્સ પેક કરવા માટે કહ્યું.

મેગના એ ઝડપથી આખા રૂમ ફરી ને રિધ્ધી ની બધી વસ્તુઓ ભેગી કરીને બેગમાં વ્યવસ્થિત ગોઠવી ને મૂકી દીધી. બધી બેગ્સ પેક થઈ ગઈ એટલે આર્યવર્ધને મેગના ને જણાવ્યું, તારે રિધ્ધી નો પાસપોર્ટ વાપરી ને લંડન જવાનું છે અને રાજવર્ધન પણ તારી સાથે જ આવશે.

આટલું કહીને આર્યવર્ધન બેડ પાસે ગયો. રિધ્ધી ને થોડી વાર ધ્યાન થી જોઈ પછી રિધ્ધી ના કપાળ અને ગાલ પર એક હળવું ચુંબન કર્યું. પછી તેના ફોન માં એક પ્રોગ્રામ શરૂ કર્યો જેના કારણે આખી હોટેલ ના CCTC કેમેરા બંધ થઈ ગયા.

રાજવર્ધને રિધ્ધી નો રૂમ જે વીંગ માં નજર કરી પણ બપોર નો સમય હોવાથી હોટેલ ના સ્ટાફની રીસેસ પડી હતી એટલે હોટલનો કોઈ પણ કર્મચારી નજરે પડતો નહોતો. એટલે રાજવર્ધન અને મેગના ઝડપથી રિધ્ધી ની બધી બેગ્સ લઈને આર્યવર્ધન ના રૂમ જતાં રહ્યાં.

થોડી વાર પછી આર્યવર્ધને  રિધ્ધી ને પોતાની બાહો માં ઊંચકીને પોતાની રુમ માં લઇ ગયો. આર્યવર્ધને રુમ ની પાસે જઈને દરવાજા ને એક વખત નોક કરે તે પહેલાં જ મેગના એ દરવાજો ખોલી નાખ્યો.

એટલે આર્યવર્ધન રિધ્ધી સાથે જ રૂમ માં ગયો. રાજવર્ધન બેડ પર બેઠો હતો પણ આર્યવર્ધન ની બાહોમાં રિધ્ધી ને જોઈ તે બેડ પર થી ઉભો થઇ ગયો અને બેડ પર પડેલા તકિયા અને ઓશિકા ને એક તરફ ખસેડી દીધાં.

પછી આર્યવર્ધને રિધ્ધી ને તેના બેડ પર સુવડાવી અને થોડી વાર સુધી જોઈ રહ્યો. મેગના એ તેને બૂમ પાડી પણ આર્યવર્ધને સાંભળ્યું નહીં એટલે રાજવર્ધને તેની પાસે જઈને બોલાવ્યો ત્યારે આર્યવર્ધન વિચારો માં થી બહાર આવ્યો.

મેગના એ આર્યવર્ધન ને કહ્યું, જો આપ આ રિધ્ધી ને પ્રેમ કરતાં હતા તો આ બધું કેમ કર્યું ? ત્યારે આર્યવર્ધને રિધ્ધી ની પાસે બેસી ને રિધ્ધી ચહેરા પર આવી ગયેલા વાળ દૂર કરતાં કહ્યું, મારા માટે મારા પ્રેમ કરતા મને સોંપવામાં આવેલું કામ વધારે મહત્વ નું છે. અને હવે તમે પણ કામે લાગી જાવ 

આર્યવર્ધન ની વાત સાંભળી ને મેગના અને રાજવર્ધન તેમના રૂમ માં ગયા. આર્યવર્ધને મેગના ના ગયા પછી તેના એક મિત્ર ને કોલ કર્યો જે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવતો હતો. તેને આર્યવર્ધને રિધ્ધી ની માહિતી અને મેગનાનો ફોટો મોકલી ને તેનો પાસપોર્ટ બનાવી ને સાંજ સુધી માં આપી દેવા માટે કહ્યું.

આર્યવર્ધન બધી વાતો રૂમ ની બાલ્કની માં ઉભા રહીને તેના મિત્ર સાથે વાત કરી હતી. વાત પૂરી થતાં આર્યવર્ધન પાછો રૂમ માં આવ્યો. રિધ્ધી ની નાડી ચેક કરી. નાડી ધબકારા ખૂબ જ ધીમા પડી ગયા હતા.

આર્યવર્ધને રિધ્ધી પગના પર બાંધેલો પાટો ફરી થી છોડી નાંખ્યો. પગ પર બે બાજુ એ બે બેન્ડેજ લગાવી ને પાટો ફરી થી બાંધી દીધો. પછી રિધ્ધી ને બ્લેન્કેટ ઓઢાડી ને  આર્યવર્ધન પોતાના લેપટોપ પર કામ કરવા લાગ્યો.

બીજી બાજુ બપોર નો સમય થયો છતાં રિધ્ધી રૂમ માં થી બહાર આવી નહીં એટલે ક્રિસ્ટલ રિધ્ધી ને મળવા તેના રૂમ જવા માટે રૂમ નો દરવાજો નોક કર્યો પણ કોઈએ દરવાજો ખુલ્યો નહીં એટલે ક્રિસ્ટલે જાતે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો લોક હોવાથી ખુલ્યો નહીં.

એટલે ક્રિસ્ટલે રિધ્ધી ને કોલ કર્યો પણ રિધ્ધી નો ફોન સ્વીચઓફ હોવાથી કોલ થયો નહિ. કોલ લાગ્યો નહીં એટલે ક્રિસ્ટલ ને રિધ્ધી ની ચિંતા થવા લાગી.

પણ અચાનક ક્રિસ્ટલ ને યાદ આવ્યું કે ગઈ કાલે રિધ્ધી ની સાથે તેની કઝીન સિસ્ટર મેગના હતી. એટલે કદાચ રિધ્ધી મેગના સાથે ક્યાંક ગઈ હશે. પણ ક્રિસ્ટલ ને મેગના નો રૂમ નંબર વિશે ખબર નહોતી એટલે ક્રિસ્ટલ આર્યવર્ધન ના રૂમ તરફ ગઈ.

આર્યવર્ધન તેના લેપટોપ કામ કરતો હતો ત્યારે તેના ફોન માં બીપ બીપ અવાજ થવા લાગ્યો એટલે આર્યવર્ધને  તેના ફોન માં CCTV કેમેરા નો પ્રોગ્રામ ચાલુ કરી તેમાં હોટેલના કેમેરા જોયું કે ક્રિસ્ટલ તેના રૂમ તરફ આવે છે. 

એટલે આર્યવર્ધને ઝડપથી રાજવર્ધન ને કોલ કર્યો. પણ એક રિંગ પુરી થઈ ત્યાં સુધી રાજવર્ધને કોલ રિસીવ કર્યો નહીં એટલે આર્યવર્ધને ફરી થી કોલ કર્યો ત્યારે રાજવર્ધને તરત કોલ રિસીવ કરી લીધો.

આર્યવર્ધને રાજવર્ધન અમુક સુચના આપી ને ઝડપથી પોતાના રૂમ માં આવવા માટે કહ્યું. પછી આર્યવર્ધને ઉભા થઇ ને રિધ્ધી ને જે બ્લેન્કેટ ઓઢાડ્યું હતું તેના થી રિધ્ધી નો ચહેરો ઢાંકી દીધો.

અને પોતે પાછો સ્ટડી ટેબલ પર લેપટોપ લઈને બેસી ગયો. થોડી વાર પછી તેના દરવાજા પર ટકોરા પડ્યા એટલે આર્યવર્ધને કી હોલમાં થી જોયું તો બહાર ક્રિસ્ટલ હતી. પણ તેણે દરવાજો ખોલ્યો નહીં.

દસ મિનિટ જેટલો સમય વીતી ગયો પણ ન તો રાજવર્ધન આવ્યો કે ન તો ક્રિસ્ટલ પાછી ગઇ. એટલે આર્યવર્ધન ને ચિંતા થવા લાગી. ક્રિસ્ટલે બે ત્રણ વખત આર્યવર્ધન ના નામ ની બૂમ પાડી તોપણ દરવાજો ન ખુલતા ક્રિસ્ટલે હોટેલના રીસેપ્શન પર કોલ કરી ને મેનેજર ને માસ્ટર કી લઈને આર્યવર્ધન ના રૂમ પાસે આવવા માટે કહ્યું. 

આર્યવર્ધન તેના રૂમ ના દરવાજા પાસે ઉભો રહી ને બધી વાતો સાંભળી રહ્યો હતો અને હવે તેની ચિંતા માં વધારો થઈ રહ્યો હતો.

રાજવર્ધન ને આવતાં કેમ સમય લાગ્યો હતો ? શું ક્રિસ્ટલ રિધ્ધી વિશે જાણી શકશે ? આર્યવર્ધને મેગના ને લંડન જતી વખતે રિધ્ધી નો પાસપોર્ટ કેમ વાપરવા માટે કહ્યું ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી....

***

Rate & Review

Verified icon

Vaishu Patel 6 days ago

Verified icon

Daksha 7 days ago

Verified icon

Heena Suchak 3 weeks ago

Verified icon

Vaishali 3 weeks ago

Verified icon

Meet Vaghani 2 months ago