બડે પાપા-નવલકથા - પ્રકરણ - ૨૫


શુ તે તેેના પિતાજીની છેલ્લી વાર સુુુરત નિહાળી શકશે ?

તેેેઓ બધા હાલમાં મુંબઈ  પાછા ફર્યા  હતા . હજી તો તેમનો થાક પણ ઉતર્યો  નહોતો  અને માથે  મોટી આફત આવી  પડી હતી .

પિતાજીના મોતનો ભાવિકાને જબરો આઘાત લાગ્યો હતો . તેની આંખોના આંસૂ પણ અટકવાનું નામ લેતા નહોતા . 

કૃષ્ણ ભગવાને ઈશ્વર લાલની લાજ તો રાખી હતી , સાથોસાથ સત્યમની લાજ પણ રાખી હતી . અને તેને પિતાજીને અગ્નિદાહ દેવાનો મોકો મળ્યો હતો .

સત્યમ તેઓ હંમેશા એકલા બધે જતા હતા . તેથી એક જાતની ભયની લાગણી અનુભવતો હતો . તેમને રસ્તામાં કાંઈ થઈ જશે તો ? આ સવાલ તેને ખૂબ જ પરેશાન કરતો હતો .પણ એવી કોઈ નોબત આવી નહોતી . તેમણે મિત્રના ખોળામાં દેહ છોડ્યો હતો . તેમને સૌથી સુંદર મોત મળ્યું હતું .

સત્યમે હાથ જોડીને પિતાજીના મિત્રની માફી માંગી હતી . તેમના ઘરની બધી જ વ્યક્તિ આગલી રાતે ખાધા પીધા વિના બેઠી હતી . કોઈ રાત ભર સુવા પામ્યું નહોતું .

ઈશ્વર લાલને એસિડિટીને કારણે એટેક આવ્યો હતો અને ઘડીભરમાં તેમણે દેહ છોડી દીધો હતો .છેલ્લી ઘડી સુધી કોઈને તેમણે લવલેશ પણ તકલીફ આપી નહોતી .

પિતાજીની અંતિમ વિધિ સંપન્ન થતાં જ તેઓ બધા સુમોમાં મુંબઇ પાછા આવ્યા હતા .

વધતી જતી ઉંમરે ઈશ્વર લાલની પ્રતિકાર શક્તિ તેમજ સહનશક્તિ છીનવી લીધી હતી . લાગણીના મામલામાં તેઓ ધૂમકેતુની વાર્તાના નાયક અલી ડોસાની ગરજ સારી રહયા હતા .

તેની એક માત્ર દીકરી મરિયમ લગ્ન કરીને સાસરે વિદાય થઈ ગઈ હતી . તે એક વાર બીમાર પડી ગઈ હતી . તેની જાણ થતાં અલી ડોસો ઘણો જ ચિંતિત બની ગયો હતો . તે હર પળ તેની દીકરીની ટપાલની વાટ નિહાળતો હતો . પણ તેની કોઈ ટપાલ આવી  નહોતી . તેની ટપાલ માટે તે રોજ સવારે ચાર વાગે પોસ્ટ ઓફિસ પહોંચી જતો હતો . પણ તેને સરિયામ નકામી હાથ લાગી  હતી . છતાં તે નિરાશ ના થયો હતો . પોસ્ટ ઓફિસ જવાનો તેનો નિત્ય ક્રમ જારી હતો .

પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર અને ટપાલી રોજ તેની મશ્કરી કરતા હતા . છતાં તે હિંમત હાર્યો નહોતો .

દિવસો મહિનામાં , મહિના વર્ષોમાં પલટાતા જતા હતા અને તેને નિષ્ફળતા અને હતાશા સિવાય કંઈ જ હાથ લાગ્યું નહોતું . તેને પોતાના મોતના ભણકારા સંભળાઈ રહ્યા હતા . આ હાલતમાં તેણે એક ગીની પોસ્ટ માસ્ટરના હાથમાં મૂકતા ભલામણ કરી હતી .

' મારી દીકરી મરિયમની ટપાલ આવે તો મારી કબર પર મૂકી દેજો ! '

આ એક પિતાની લાગણીની પરાકાષ્ઠા હતી , ચરમ સીમા હતી . પોસ્ટ માસ્ટર પણ એક પિતા હતા . તેઓ પણ અલી ડોસાની સ્થિતિમાં મુકાઈ ગયા હતા , ત્યારે જ તેમને અલી ડોસાની હાલત સમજાઈ હતી .

એક દિવસ મરિયમની ટપાલ આવી હતી . અને પોસ્ટ માસ્ટર જાતે જઈને ટપાલ અલી ડોસાની કબર પર મૂકે છે . તે વખતે ધૂમકેતુએ બહુ જ સરસ વાત લખી હતી .

' માનવી જો પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોતાં શીખે તો અડધું જગત શાંત થઈ જાય . '

સત્યમ તે વખતે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો . ઘુમકેતુની વાર્તાના માધ્યમ થકી સત્યમ જગતનું બહું જ મોટું સત્ય સમજી ગયો હતો . તેને બીજી વ્યક્તિને માટે વિચારવાની આદત પડી ગઈ હતી . તે હંમેશા બીજાના એન્ગલથી જોવાની કોશિશ કરતો હતો . કદાચ તેથી જ તે કોઈ ગલત હોય તે વાત સ્વીકારી શકતો નહોતો .

તેના પિતાજીની લાગણીમાં પણ એક અતિરેક હતો . સત્યમ આ વાત જાણતો હતો . પણ તેમની લાગણી સો ટચના સોના જેવી હતી આ વાત તે મનોમન કબુલતો હતો . તેઓ દરેક વાતમાં ટાંગ અડાવતા હતા ,  બીજાની આઝાદી પર તરાપ મારતાં હતા તેની પાછળ તેમની નાસમજ લાગણી જ ભાગ ભજવી રહી હતી .

સામાન્યતઃ દરેક ઘરમાં , સૌથી વયસ્ક કહેવાતા લોકોની આ જ કહાણી હોય છે . તેઓ પોતાના વિચારો , અનુભવો પ્રમાણે ઘરનું શાસન ચલાવવાની જીદ કરતા હોય છે જેને કારણે સમસ્યાની લંગાર ખડી થતી હોય છે . ઘરના વડીલ હોવાને નાતે તેઓ એવું માને કે તે ઘરનો વડીલ છે તેથી બધું તેની મરજી મુજબ થવું જોઈએ એ વાત બરાબર નથી . દરેક વાતની એક મર્યાદા હોય છે , સીમા હોય છે . સંતાન મોટા થતાં તેને પણ પોતાની મરજી પ્રમાણે હરવા ફરવાની છૂટ હોવી જોઈએ .

ઈશ્વર લાલ પણ પોતાની લાગણીની ધૂનમાં આંધળા બની આપખુદ બની ગયા હતા . જેને કારણે તેઓ પોતાના અમુક અધિકાર ખોઈ બેઠાં હતાં . જો તેમણે આ મર્યાદાનો સ્વીકાર કર્યો હોત તો દીકરો વહુ તેમને એકલા મેલી જાત્રા કરવા ના ગયા હોત અને કદાચ આવી પરિસ્થિતિ ના ઉભી થઇ હોત ! 

ઈશ્વર લાલ પોતાની મરજી અને વિચાર ધારા બીજા પર ઠોકી બેસાડતા હતા . આ જ તેમની ભૂલ હતી . જમાનો બદલાઈ ગયો હતો . આ વાત તેઓ જાણતાં હતા પણ માનવા તૈયાર નહોતા ! પોતાની મરજી વિરુદ્ધ કાંઈ પણ થતા તેઓ નારાજ થઈ જતા હતા . પુત્રવધૂ તેમ જ પૌત્ર પૌત્રીને વિના કારણ ઝાટકી નાખતા હતા . આ જ કારણે સંબંધમાં ખટાશ આવી ગઈ હતી .તેમની ઈચ્છા વિરુદ્ધ કાંઈ પણ થતાં તેઓ ભાવુક બની જતા હતા , ઈમોશનલ બ્લેક મેઈલ કરી ઘરનું વાતાવરણ કલુષિત કરતા હતા . જેને કારણે સન્માન મેળવવાનો અધિકાર પણ ખોઈ બેઠા હતા .

તેઓ મૂળમાં ભીરુ પ્રકૃતિ ધરાવતા હતા . તેમણે સદૈવ નકારાત્મક વિચારધારામાં શ્વાસ લીધો હતો . તેમને હર એક ચીજમાં અનિષ્ટ થવાની ભીતિ લાગતી હતી . ' સલામતી ક્યાંય નથી ! ' ચારે કોર એક જ નાદ સંભળાતો હતો . તેઓ પાછલી જીંદગીમાં એક બાળક બનીને રહી ગયા હતા . 

અકસ્માત કે અનર્થ થવાના ભયે તેઓ પૌત્ર પૌત્રીને ઘરની બહાર નીકળવા નહોતા દેતા . આ તો કાયરતા તેમ જ મૂરખાઈ હતી . તેઓ બાળકોના ભાવિને નબળું , પાંગળુ બનાવી રહયા હતા !

સત્યમ ચાલીસની વય વટાવી ગયો હતો .ત્રણ સંતાનોનો પિતા હતો . , છતાં ઈશ્વર લાલ એક બાળકની માફક તેની ચિંતા કરતાં હતાં ! 

તે કદી મોડો આવતો હતો ત્યારે ઈશ્વર લાલ આખું ઘર માથા પર ઉઠાવી લેતા હતા ! ઘરમાં તંગદિલીનું વાતાવરણ ખડું કરતા હતા !  થોડું પણ મોડું થતાં તેઓ ઘર ઘર શોધવા નીકળી પડતા હતા ! 

સત્યમ નાનો હતો ત્યારે તેમનું આવું વર્તન વ્યાજબી હતું . પણ મોટો થયા બાદ પણ એ જ હાલત હતી . તેના લગ્ન બાદ પણ આ જ રવૈયો જારી હતો . ઈશ્વર લાલના વ્યવહારમાં તનિક પણ બદલાવ આવ્યો નહોતો . તેઓ સત્યમને બાળક ગણીને ચાલતા હતા . તેમની બેસમજ લાગણી ઘરની શાંતિ હરી રહી હતી અને ઈશ્વર લાલને તેનો કોઈ જ ઇલ્મ નહોતો ! આ જ કારણે સત્યમ વધારે સમય ઘરમાં રહેવાનું ટાળતો હતો .

ગમે તે હોય પણ એક વાત દિવા જેવી સાફ હતી . ઈશ્વર લાલ તેમના પરિવારને બેતહાશા પ્રેમ કરતા હતા . સત્યમ તેમની ભાવનાને ઇજા પહોંચાડવા માંગતો નહોતો . તેમના આવા સ્વભાવને કારણે સત્યમને જુઠાણાંનો સહારો લેવો પડતો હતો .

ફિલ્મ જોવાનો તેને ગાંડો શોખ હતો .

સત્યમ તે વખતે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો . ટર્મિનલ પરીક્ષા ચાલુ હતી . દશેરાનો દિવસ હતો . બીજે દિવસે પરીક્ષા પુરી થવાની હતી . પરીક્ષા બાદ ફિલ્મ જોવા જવાનો તેનો વણ લખ્યો નિયમ બની ગયો હતો . તે પિતાજી પાસેથી પૈસા લઈ ફિલ્મ ' ઘરાના 'ની ટિકિટ બૂક કરવા ઘરેથી નીકળ્યો હતો . ફિલ્મમાં તેના ફેવરિટ સ્ટાર રાજ કુમારે સહાયક અભિનેતાની ભૂમિકા નિભાવી હતી . આ જ કારણે તે ફિલ્મ જોવા તત્પર બની રહ્યો હતો . સત્યમ તેમની બધી જ ફિલ્મો એક વિશેષ દિલચસ્પીથી નિહાળતો હતો .
 
ટિકિટ બુક કરવી તે રસ્તામાં આવતા એક એ સી થિયેટર પાસેથી પસાર થઈ રહ્યો હતો . થિયેટરમાં બહુધા ઇંગ્લિશ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવતી હતી . મોર્નિંગ શો માં કોઈ અન્ય ફિલ્મ શરૂ થવાની તૈયારી હતી . સત્યમ તે ફિલ્મના ફોટો જોવા ઉભો રહી ગયો . ફિલ્મના ફોટો તેને અરેબિયન નાઇટની યાદ અપાવી રહ્યા હતા .

તે જ વખતે બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા ! તેમાંના એકે સીધો જ સવાલ કર્યો હતો .

' તમારે આ ફિલ્મ જોવી છે ? મારી પાસે પાસ છે ! ખાલી ચાર આના જ આપવાના છે ! '

' મારી પાસે પૈસા નથી ! '

કહી સત્યમ ચાલવા માંડયો . તે જોઈ બીજા શખ્સે ઉદારતા દાખવી તેને કહ્યું :

' કોઈ વાત નહીં . તમે અમારી સાથે ચાલો અને મફતમાં જ ફિલ્મ જોઈ નાખો . ફરી આવી ફિલ્મ જોવા નહીં મળે . '

સત્યમ તેમની વાત સાંભળી થિએટરની અંદર દાખલ થયો .

ફિલ્મની વાર્તા શું હતી ? સત્યમને તેની કોઈ જાણ નહોતી ! ઇંગ્લિશ સંવાદ તેના કોઠે પડી નહોતા રહ્યા હતા ! 

મોકો જોઈ એક શખ્સે સત્યમ જોડે વાત શરૂ કરી હતી .

' મારા અંકલની ફિલ્મની લાઈનમાં તગડી ઓળખાણ છે . તેમની પાસે બધી જ ફિલ્મોના પાસ આવે છે ! '

' મને ફિલ્મો જોવાનો શોખ છે . તેમની પાસે ફિલ્મ ' હમ દોનો ' ફિલ્મના પાસ હશે ? '

' કેમ નહીં આ તો હાલની સૌથી બેહતર ફિલ્મ છે ! '

' તમે મને તે ફિલ્મના પાસ આપી શકશો ? '

' કેમ નહીં ? ' કહી તેણે બેગ ખોલી . એકાદ ક્ષણની ખાખાખોળી પછી નિરાશ વદને જાણકારી આપી . અને ઉમેર્યું : 

' સોરી ! પાસ તો મારી બેગમાં નથી . પણ તમે ટેન્શન ના લેશો ! મારા અંકલ આ થિએટરના મેનેજર છે . તેઓ ઉપર ઓફિસમાં મોજુદ છે . પાસ તો તમને મળી જશે ! '

' થેન્ક્સ ! ' સત્યમે હરખઘેલા અંદાઝમાં કહ્યું હતું :

તે વખતે બીજા શખ્સે તેને સવાલ કર્યો હતો .

' તમારી ઘડિયાળ તો ઘણી જ અફલાતુન લાગે છે ! ક્યાં બ્રાન્ડની છે ? '

' એચ એમ ટી ! ' સત્યમે ગર્વિષ્ઠ મુદ્રામાં જવાબ આપી દીધો . 

' તમારી ઘડિયાળ તો સચમુચ લાજવાબ છે . મોડેલ તો અતિ આધુનિક છે . પણ ઘડિયાળનો પટ્ટો તેની શોભાને ફીકી પાડી  રહ્યો છે . મારા અંકલ ઘડિયાળના પત્તાનો પણ બિઝનેસ કરે છે . તમે ચાહો તો પટ્ટો પણ બદલાવી શકો છો ! 

એક તો મફત સિનેમા જોવાનો લ્હાવો . બીજી ફિલ્મના પાસની લાલચ અને ઘડિયાળનો પટ્ટો ! 

સત્યમે તેમની વાતોમાં આવી જઈ ઘડિયાળ કાઢીને અજાણ્યા શખ્સના હાથમાં થમાવી દીધી .

અને એક શખ્સ ' હું હમણાં આવું છું ! ' તેવું કહી હોલમાંથી બહાર નીકળી ગયો !

સમય વીતી રહ્યો હતો . ફિલ્મ પુરી થવાને આરે હતી . પણ તે શખ્સ પાછો આવ્યો નહોતો . તેણે બીજા શખ્સને પૂછપરછ પણ કરી હતી : તેણે સત્યમને આશ્વસ્ત કરતા કહ્યું હતું .

' ફિકર ના કરો . ફિલ્મ પુરી થયા બાદ આપણે અંકલની ઓફિસમાં જઈશું ! '

ફિલ્મ ખતમ થતાં સત્યમ તે શખ્સ જોડે હોલની બહાર નીકળ્યો . અને મોકો જોઈ બીજો શખ્સ પણ કયાં અંતરધાન થઈ ગયો .

ત્યારે સત્યમને લૂંટાઈ ગયાનો અહેસાસ થયો હતો .

ફિલ્મ જોવાની લાલચમાં તેને ઘડિયાળથી હાથ ધોવા પડ્યા હતા !

તે ઘણો જ ટેન્શનમાં આવી ગયો હતો !

ઘરે શું જવાબ આપીશ ? 

સત્યમ કાંઈ નક્કી કરી શક્તો નહોતો . આ હાલતમાં તેણે જુઠાણું હાંકયું હતું :

' પપ્પા ! મારી ઘડિયાળ ખેંચાઈ ગઈ ! '

પિતાજીએ વિના દલીલ તેની વાત માની લીધી હતી .

પણ સત્યમ આ ઘટના કદી ભૂલી શક્યો નહોતો ! 

તે આ જુઠાણું પચાવી શક્યો નહોતો . તેને પોતાની બેવકૂફી પર સતત રંજ થતો હતો . ફિલ્મ જોવાના ગાંડપણે તેને ઘડિયાળ ગુમાવવી પડી હતી . આ વાત તેના કાળજામાં સતત ભોકાઈ રહી હતી . તેણે પોતાનો આ અનુભવ રવિવારની વિશેષ પૂર્તિમાં અક્ષરસ બયાન કરી સાચી વાત પિતાજીને જણાવી દીધી હતી . તેથી તેના હદય પરથી મોટો બોજો ઊતરી ગયો હતો .

                     ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ઈશ્વર લાલ પણ તેની માફક પહેલેથી જ ખૂબ ઢીલા હતા . નાની નાની વાતોમાં ચિંતિત થઈ જતા હતા . તેમની આ આદત સત્યમને વારસામાં મળી હતી ! 

એક વાર રસ્તામાં ચક્કર આવી જતાં તેઓ એકલાં જ ડોક્ટર પાસે દોડી ગયા હતા . જાચ તપાસ બાદ ડોકટરે તેમને કહ્યું હતું :

' તમારું બી પી વધી ગયું છે ! '

આ સાંભળી તેઓ નાના બાળકની માફક ગભરાઈ ગયા હતા . ઘરે આવીને કપડાં બદલ્યા વિના તેમણે પલંગમાં પડતું મેલ્યું હતું ;

' મને કંઈ થઈ ગયું છે ! હું હવે મરી જવાનો છું ! '

તેમનો બબડાટ સાંભળી પહેલાં તો સત્યમ પણ ગભરાઈ ગયો . તે પોતાના પિતાજીના સ્વભાવથી પરિચિત હતો . તેમને કાગનો વાઘ કરવાની આદત હતી . તેણે ખૂબ જ ધીરજ અને શાંતિથી કામ લેતા પોતાના પિતાજીને આદેશ આપ્યો .

' તમે ઉભા થાવ ! તમને કાંઈ જ થયું નથી ! '

અને તેઓ પલંગમાંથી ઉભા થયા . 

બીમારી તેમના શરીરમાં નહીં પણ તેમના વિચારોમાં હતી .

ત્યાર બાદ સત્યમે ડોકટરને મળી વિનંતિ કરી હતી .

' મારા પિતાજી કોઈ પણ ફરિયાદ લઈને તમારી પાસે આવે તો તેમના મોઢે કોઈ જ વાત ના કરશો . '

Our life is what our thoughts make it .

આપણી વિચાર ધારા જ આપણી જિંદગી ઘડે છે . - ડેલ કારનેગી .

                       ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 

એક રાતની ઘટના સત્યમ કેમેય વિસરી શકતો નહોતો . તેનો દીકરો ક્ષિતિજ ઘણો જ નાનો હતો .

રાતના એક વાગ્યે તે ઊઠીને એકાએક રડવા લાગ્યો હતો . સત્યમ અને નિરાલીએ તેને શાંત પડવાની ખૂબ જ મથામણ કરી હતી , પણ તેનું રુદન કેમેય શમતું નહોતું . તે દિવસે સત્યમ ખૂબ જ થાકી ગયો હતો . તેને આરામની સતત જરૂર હતી . પણ દીકરાના રુદને તેની નીંદર હણી લીધી હતી . તેને શાંત કરવાની કોશિશમાં સત્યમ તેને નીચે લઈ ગયો હતો .પણ તેનો કોઈ જ અર્થ સર્યો નહોતો . થાકી અને કંટાળીને એક ક્ષણ પૂરતો તેણે ક્ષિતિજને રસ્તામાં મૂકી દીધો હતો . આથી તે વધારે જોરથી રડવા લાગ્યો હતો . સત્યમે તરત જ તેને તેડી લીધો હતો ! 

શું તેના આ પ્રકારના અવિચારી વર્તનથી દીકરાને અંધાપો બક્ષ્યો હતો .?

દુનિયાના બધા અનર્થ માટે પોતાની જાતને જવાબદાર ગણાવવાની આદત ધરાવતા સત્યમના દિમાગમાં આ સવાલ ઉઠ્યો હતો !

શું તેણે ક્ષિતિજને અંધારામાં એકલો છોડ્યો હતો તેથી આવું થયું હતું ?

તે રાત્રે ક્ષિતિજને  બિહામણું સપનું આવ્યું હતું .

' તમારા પરિવાર પર કુદરતનો કોપ છે . આ ઘરની છોકરીના છોકરાને જરૂર અંધાપો આવશે ! '

અને આ વાત અક્ષરશઃ સાચી નીવડી હતી !

પોતાના મામાની માફક ક્ષિતિજની આંખોની રોશની ચાલી ગઈ હતી !

બધા ડૉક્ટરનો એક જ સુર હતો !

' આ બીમારીનો કોઈ જ ઈલાજ નથી .'

ડોકટરે ક્ષિતિજની હાજરીમાં જ આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો . તેથી તે માનસિક રીતે તદ્દન ભાંગી ચુક્યો હતો . તેણે માની લીધું હતું કે તે કંઈ જ નહીં કરી શકે . તેણે કોશિશ પણ કરી નહોતી .

તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું . છતાં પણ તે નકારાત્મક વિચાર ધારામાંથી બહાર આવી શક્યો નહોતો . તેણે પોતાની ભીતરમાં છુપાઈ બેઠેલા તેના આ દુશ્મનને ના પારખવાની ગંભીર ભૂલ કરી પોતાની જિંદગી નર્ક બનાવી દીધી હતી ! 

તેને અંધ શાળામાં ભરતી કર્યો હતો . ત્યાં સૌથી પહેલાં તેમને એક જ વાત શીખવવામાં આવતી હતી :

' તમારી નબળાઈ સ્વીકારો ! તેને છુપાવવાથી નુકસાન થાય છે . '

શાળામાં તેમને એક જ પ્રાર્થના શીખવાડી હતી .

' ઇતની શક્તિ હમેં દેના દાતા ,
મન કા વિશ્વાસ કમજોર હોના ,
હમ ચલે નેક રસ્તે પે હમ સે ,
ભૂલ કર ભી કોઈ ભૂલ હોના ,

આ તેની મનગમતી પ્રાર્થના હતી . પણ તેના પરથી તેણે કોઈ જ શીખ કે બોધ લીધો નહોતો . તે સતત પોતાની નબળાઈ લોકોથી છુપાવતો હતો .


તેની નબળાઈ ધીરે ધીરે લોકોની નજરમાં આવી ચૂકી હતી . છતાં બહુધા સગા સંબંધી આ વાતથી અજાણ હતા . તેણે અભ્યાસ પૂરો કરી લીધો હતો . તેથી તેના લગ્નના માંગા પણ આવવાના શરૂ થઈ ગયા હતા ! પણ ક્ષિતિજે એક નિર્ણય લઈ લીધો હતો ! 

તે લગ્ન કદી નહીં કરે ! 

ત્યાર બાદ સત્યમે પોતાની જગ્યા ડોંબિવલીમાં લીધી હતી અને તેઓ ત્યાં રહેવા ચાલી ગયા હતા . આ જગ્યા સ્નેહા ના પતિએ અપાવી હતી અને સત્યમે તેને દલાલી ચૂકવી હતી .

ક્ષિતિજે નબળાઈની અવગણના કરવાને બદલે માથે ચઢાવી દઈ પોતાની જિંદગીને નર્ક બનાવી દીધી હતી .નકારાત્મક વિચારને ઢાલ બનાવી તેણે જિંદગીને ઘોર અંધકારમાં ધકેલી દીધી હતી .

શરુઆતમાં સત્યમ તેને મુકવા જતો હતો . પણ પછી ત્યાંના શિક્ષકના કહેવાથી તેને એકલો મોકલવાનું ચાલું કર્યું હતું . સત્યમ તેને સ્ટેશન સુધી લઈ જતો હતો . તેને અપંગના ડબ્બામાં ચઢાવી દેતો હતો . અને સાંજના તેને લેવા સ્ટેશને જતો હતો .

                    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ક્રમશઃ 


***

Rate & Review

Verified icon

Rashmi 2 months ago

Verified icon

Bhavesh Sindhav 2 months ago