Helu nu romachak sapnu - 2 books and stories free download online pdf in Gujarati

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૨

ભાગ ૧ માં - હેલુ એક નવી અને અલગ જ જગ્યા પર હતી, પણ તેને માયા જેવી મદદગાર મળી ગઈ હતી અને હવે હેલુ ને ડર નહતો લાગતો અને તેને માયા પર વિશ્વાસ પણ હતો

હવે આગળ

બીજે દિવસે સવાર પડી અને માયા એ મીઠી, વાયુ અને હેલુ ને ઉઠાડયા ને નાસ્તો કરવા કહ્યું. નાસ્તા મા મીઠા લાલ ચટક સફરજન, રસ ભરેલી સ્ટ્રોબેરી અને મલાઇ વાડું મીઠું દૂધ. આ બધું ખાઈ ને હેલુ નુ પેટ ખુબજ ભરાઈ ગયું. માયા એ કીધું કે હેલુ માટે નવા કપડા લેવા જોશે અને સાથે સાથે તેને આપડા અશ્વિની નગર મા ફરવા પણ લઈ જાવ એ સાંભડી ને મીઠી, વાયુ અને હેલુ ખુસ થઈ ગયા ને બોલ્યા યેયેયેયેયેયે અને ત્યાં જ દરવાજાની ઘંટી વાગી, માયા એ દરવાજો ખોલ્યો ને જોયું તો ની ખાસ બહેનપણી પિંકી હતી, તેે માયાા ને જોઈ હસીને ગળે મળી ને ઘરમાં આવતા ની સાથે જ મીઠી અને વાયુ ને એક એક પપ્પી આપી ને ગળે લાગી ત્યાં તેની નજર હેલુુ પર પડી ને તે તેને પણ ગળે લાગવા ગઈ પણ હેલુ ડરી ગઈ અને માયા પાછળ જઈ ને છુપાઈ ગઈ ત્યારે મીઠી બોલી કે હેલુ તું ડર નહીં આ છે પિંકી માસી તે ખુબજ પ્રેમાળ છે. પછી માયા એ કીધું કે આ મારી પાક્કી બહેનપણી છે અને તેજ તમને બધા ને ફરવા ને કપડાં લેવા લઈ જસે. મીઠી એ તરત જ પૂછ્યું કે મમ્મી તું નહીં આવે અમારી સાથે તો માયા બોલી કે હું રાજકુમારી રત્ના ને મળવા જવાની છું અને તેમને હેલુ વિશે બધું જણાવીશ. મને વિશ્વાસ છે કે તે હેલુ ઘેર પાછી કઈ રીતે જઈ શકસે તેનો રસતો બતાવસે. આ સાંભડી ને હેલુ ના મોઢા પર એક આશા ભર્યું સ્મિત આવી ગયું.

પિંકી ની સાથે બધા લોકો નગર ફરવા ને કપડાં લેવા નિકડી ગયા. હેલુ નગર અને તેમાં રેહતા અલગ અલગ ઘોડાઓ જોઈ ને દંગ રહી ગઈ. કોઈ ઊંચા તો કોઈ નાના તો કોઈ જાડા તો કોઈ પાતળા, કોઈ ના વાળ લાંબા તો કોઈ ની પુછળી લાંબી, કોઈ નો રંગ દૂધ જેવો સફેદ તો કોઈ નો આભ જેવો વાદળી બધા ના રંગ ખુબજ મનમોહક હતા. આ બધાં મા હેલુ એ એક વાત ની નોંધ લીધી કે ઘણા ઘોડા ઉડી રહ્યા હતા તો ઘણા ચાલી રહ્યા હતા, એમાં પણ જે ચાલી રહ્યા હતા તેમાં ઘણા ના માથા પર એક જ સિંગડું હતું તે પણ માથા ની વચે. હેલુ એ મીઠી ને પૂછ્યું કે આમ કેમ છે? મીઠી બોલી કે આ બધા અલગ અલગ જાતિ ના છે હું તને વિસ્તાર થી સમજાવું. જે ઘોડા પાસે પાખો અને માથે સિંગડું નથી તેને પોની, જેની પાસે પાંખો નથી પણ માથા પર સિંગડું છે તેને યુનીકોનૅ, જેની પાસે પાંખો છે પણ માથા પર સિંગડું નથી તેને પેગેસીસ અને જેનાં માથે સિંગડું ને પાંખો છે તેને આવલકૉનૅ કેહવાય છે. આ સાંભડી ને હેલુ ની ઉત્સુકતા વધી ગઇ અને મીઠી ને તેમના વિશે વધારે જણાવવા કહ્યું.

મીઠી કઈ બોલે તે પેહલા વાયુ એ કીધું કે તે બધી વાતો પછી કરશું ચાલો પેહલા આપડે પિંકી માસી ની બેકરી મા જઈ ને સરસ મજાની કેક ખાઈ. ત્યાં જઈ ને બધા ના મોઢા મા પાણી આવી ગયાં, ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબેરી અને બીજી ઘણી અલગ અલગ જાત ની કેક હતી. તે બધા ને પિંકી એ તેમને ગમતી કેક ખવડાવી. કેક ખાતાં ખાતાં હેલુ એ બારી ની બહાર જોયું તો તેને દૂર એક મોટો મહેલ દેખાનો તે ખુબજ સુંદર હતો અને વિશાળ પણ હતો. હેલુ એ મીઠી ને પૂછ્યું કે આ મહેલ કોનો છે. મીઠી એ કીધું કે તે રાજકુમારી રત્ના નો મહેલ છે અને તેને મળવા જ મારી મા ગઈ છે. હેલુ એ કીધું કે શું તે મારી મદદ કરશે? ત્યાં જ વાયુ બોલ્યો કે રાજકુમારી રત્ના ખુબજ પ્રેમાળ અને માયાળુ છે તે હમેશાં બધા ની મદદ કરે છે અને તે ખુબજ બહાદુર ને નીડર પણ છે. વાયુ ની વાત ને આગળ વધારતા મીઠી બોલી એકવાર એક પોની નુ બચ્ચું જંગલ મા ખોવાઈ ગયું હતું ને તે જંગલ મા એક મોટું રીંછ રેહતુ હતું, તો રાજકુમારી રત્ના તેનાં ઘણા બધા સિપાઈ સાથે તેને શોધવા ગયા અને તે પોની ના બચ્ચાં નો અવાજ પેલા રીંછ ની ગુફામાં થી આવતો હતો ત્યારે રાજકુમારી રત્ના એકલી તે ગુફામાં જઈ ને રીંછ સાથે લડાઈ કરી અને તેને હરાવીને પોની ના બચ્ચા ને બહાર લઈ આવી. આખા અશ્વિની નગર મા બસ રાજકુમારી ની જ વાતો થવા લાગી હતી, ત્યાં વાયુ બોલ્યો આતો કાંઈજ નથી એકવાર એક પોની તેમના મહેલ ની ઊંચી ટોચ પર કલર કામ કરતો હતો ને તેનો પગ લપસી ગયો ને તેને ટોચ પર લટકાઈ ગયો ને બચાઓ બચાઓ ની રાડો પાડવા લાગ્યો ત્યારે રાજકુમારી રત્ના પલક ના જબકારા મા ઊડી ને તેને બચાવી લીધો. મીઠી હજી બીજો કિસ્સો કેહવા જતી હતી ત્યાં પિંકી આવી અને બોલી કે તમારી વાતો બહુ થઈ ચાલો હવે હેલુ માટે કપડાં લેવા જઇ. મીઠી બોલી કે આપડે રિમી ની શોપ મા જશુ તેના જેવા સરસ કપડા બીજા કોઈ પાસે નથી હોતા. બધા રિમી ની શોપ પર પોહચ્યા અને તેઓ બધા કપડા જોતા હતા ત્યાં પાછળ થી એક મીઠો અવાજ આવ્યો મીઠી તારી પસંદ ના કપડા aa બાજુ છે, હેલુ એ પાછળ જોયું તો ત્યાં એક ખુબજ સુંદર યુનિકોર્ન ઉભી હતી તેના માથા પર એક સરસ મજાની બ્લૂ રંગ ની ગોળ ટોપી ને તેમાં આછા ગુલાબી રંગ ની "બો" ને તેમાં પીળા રંગ ના ફૂલ, મન મોહક ચેહરો અને તેના પર ઉત્સાહ ભરેલું સ્મિત, તેને બ્લૂ રંગ નો ડ્રેસ પેહર્યો હતો અને પગ મા ગુલાબી રંગ ના ઊંચી એડી વાળા સેન્ડલ પેહરયા હતા. હેલુ તો બસ તેને જોતી જ રહી ત્યારે મીઠી બોલી Hello રિમી માસી અને રિમી બોલી મીઠી મેં તને કેટલીવાર કીધું છે કે મને માસી નહીં કે. અને બધા હસવા લાગ્યા.

રિમી એ હેલુ ને જોઈ અને કહ્યું તું હેલુ છે ને? મને માયા એ કીધું હતું કે તમે બધા અહીં કપડા લેવા આવશો તારા માટે મેં ખાશ કપડા તૈયાર કરી ને રાખ્યા છે ચાલ તું જોઈ લે અને પેહરી ને દેખાડ. હેલુ એ કપડા પેહરી ને જોયા અને તેને ખુબજ ગમ્યા પણ મીઠી થોડીક ઉદાશ થઈ ગઈ તે જોઈ રિમી સમજી ગઈ અને તે અંદર ના રૂમ માં ગઈ અને એક સુંદર મજાનો ડ્રેસ લઈ આવી ને મીઠી ને કીધું કે મીઠી તને આ ડ્રેસ કેવો લાગે છે? મીઠી જોતી જ રહી કારણકે થોડાક દિવસ પેહલા મીઠી એ રિમી ને આવોજ ડ્રેસ બનાવી આપવા માટે કીધું હતું અને આજે તે તેના માટે જ તૈયાર હતો.

હેલુ નવા કપડા પેહરી ને જોયા અને તેને તે ગમ્યા પણ ખરા બીજી બાજુ મીઠી તો એક્દમ ખુશ અને રાજી હતી ને તેને જોઈ ને વાયુ, પિંકી અને રિમી બધા ના ચેહરા પર મુસ્કાન હતી બસ હેલુ ના ચેહરા પર મુસ્કાન ની સાથે તેની આંખો માં ઉદાશી હતી અને મનોમન મા જ પોતાની મા ને યાદ કરતી હતી