Helu nu romanchak sapnu - 6 books and stories free download online pdf in Gujarati

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૬

મણિ ને સૂરક્ષિત રાખવા માટે તેને કોઈ એવી જગ્યાએ રાખવો કે જ્યાં તેની સુરક્ષા થઈ શકે અને તેના માટે રાજકુમારી રત્ના ના મહેલ વધારે થી સારી જગ્યા બીજી કોઈ હોઈ જ ના શકે એટલે બધા ત્યાં મણિ લઈ ગયા. રત્ના એ તેના ખજાના ની મોટી સૂરક્ષિત તિજોરી મા મણિ ને મૂક્યો અને ત્યાં સિપાઈ નો પેહરો પણ વધારી દીધો. આ બધું ચાલતું હતું ત્યારે દેવ પેલા વાનર રાજ ના મજાક ઉડાડી રહ્યો હતો ને બોલી રહ્યો હતો કે તેનું મોઢું જોવા જેવું હતું, તેના બધા વાનરો કેવા તેની સામે જોઈ રહ્યા હતા, વાહ હર્ષ વાહ તે તો વાનર રાજ ને કોઈ ને પણ મોઢું દેખાડવા જેવો ના રાખ્યો પણ હર્ષ તો કોઈ વિચાર મા ખોવાયેલો હતો. હર્ષ ના મગજ મા વાનર રાજ ની વાત જ હતી ત્યાં માયા એ હર્ષ ના ખભા પર હાથ રાખતા કહ્યું કે હર્ષ તું ક્યાં ખોવાયેલો છે? અને હર્ષ જાણે તેને કોઈએ ઊંઘમાંથી ઉઠાડયો હોઈ તેમ જબકી ને બોલ્યો શું થયું? હવે બીજો મણિ ક્યાં અને કોની પાસે મળશે? દેવ એ પૂછ્યું. ઓ હા.. મણિ હર્ષ એ જવાબ આપ્યો.

બીજો મણિ જાદુગરની જોજો પાસે મળશે, અને તે બહુ જ ચાલક છે તેની સામે કઇ પણ બોલતા પેહલા ધ્યાન રાખજો કે તે તમને તેની વાતો મા ભોળવી ને પોતાના ગુલામ ના બનાવી લે. બધા એ હા મા માથું હલાવ્યું. આપણે ક્યારે જશું ત્યાં? એ સવાલ કરતો અવાજ હતો હેલુ નો અને તે સંભાળીને હર્ષ તેને આશ્ચયર્ય થી જોઈ રહ્યો. રત્ના બોલી તું અહીં જ રહીશ ત્યાં તને સાથે લઈ જવામાં જોખમ છે પણ હર્ષ બોલ્યો કે ના હેલુ હવે આપડી સાથે જ રેહશે અને આપડે બધા તેનું ધ્યાન રાખશું.

બીજે દિવસે વેહલી સવાર મા બધા જાદુગરની જોજો ના જાદુઇ મહેલ તરફ રવાના થઈ ગયા. રસ્તામાં હર્ષ બધા ને કેહતો હતો કે ત્યાં કોઈ પણ ઉતાવડ ના કરતાં તેનો મહેલ જાદુ નગરી છે ત્યાં કોઈ પણ વસ્તુ અડતા નહીં. જ્યારે તે લોકો ત્યાં પોહચ્યા તો ત્યાં ખુબજ સુંદર ફુલો નો બગીચો હતો તે જોઈ માયા ને એક ફૂલ તોડવાનું મન થયું ને તે જેવું ફૂલ લેવા ગઈ કે હર્ષ એ તેને રોકી લીધી અને કહ્યું તેને ના લેતી અને થોડીક વાર મા ત્યાં એક પક્ષી avi ને તે ફૂલ પાસે ગયું તો તે ફૂલ જાણે કોઈ રાક્ષસ હોય તેમ પોતાનું મોઢું ખોલી ને પોતાના એક્દમ તીક્ષ્ણ દાંતો થી તેને ખાઈ ગયું આ જોઈ માયા તો ડરી જ ગઈ. બધા સમજી ગયા કે અહીં કોઈ પણ વસ્તુ ને હાથ ના લગાડવો.

જાદુગરની જોજો ના મહેલ ની બહાર ઉભેલા દરબાન એ બધા ને રોક્યા અને પૂછયું કે ક્યાંથી આવો છો અને શું કામ છે અહીં તમારે? સવાલ નો જવાબ આપતા હર્ષ બોલ્યો કે જાદુગરની જોજો ને મળવું છે અને તેને કહેજે કે ગુરુ આચાર્ય એ મને મોકલ્યો છે. દરબાન એ જાદુગરની જોજો ને સંદેશો આપ્યો અને તરત જ જોજો એ કહ્યું કે તે બધા ને અહીં લઈ આવો. જોજો ની સામે બધા આવ્યા ને હર્ષ ને જોઈ જોજો બોલી ઘણા સમય પછી તને જોયો હર્ષ. કેમ છે તું? આ સાંભડી બધા એક્દમ ચકિત થઈ ગયા અને હર્ષ ની સામે જોવા લાગ્યા. વડતો જવાબ આપતા હર્ષ બોલ્યો હા ઘણો સમય થઈ ગયો પણ તું આજે પણ તેવી જ લાગે છે. હાહાહા થોડું હસી ને જોજો બોલી તું પણ એવો જ છે જરા પણ નથી બદલાણો. કોઈ બીજી વાતો કરવાને બદલે હર્ષ સીધી મુદ્દા ની વાત કરી ને બોલ્યો, હું અહીં તારી પાસે મણિ લેવા આવ્યો છું. જોજો બોલી ચોક્કસ હું તને મણિ અપીસ પણ તેમાં એક મુશ્કેલી છે. શું? હર્ષ એ પૂછ્યું. તે મણિ એક વિશાળકાય અને ખતરનાક મગર ના પેટ મા છે. હું તારી મદદ જરૂર થી કરીશ પણ તે મગર પર મારો કોઈ જાદુ ચાલતો નથી અને મારી પાસે કોઈ એવો વીર નથી કે જે તેણે મારી શકે.

હર્ષ એ કહ્યું કે હું તે મણિ તેની પાસેથી કોઈપણ કીમત પર મેળવી ને જ રહીશ તે ક્યાં છે બસ એટલું જણાવ મને. જોજો એ હર્ષ ને બધી માહિતી આપી અને હર્ષ ને સાથે બધા નીકડી પાડયા મગર ની સાથે લડાઈ કરવા. આ બાજુ જોજો મન મા જ હસ્તી હતી અને બોલવા લાગી કે આજ સુધી તે મગર પાસેથી કોઈ પાછું આવ્યું નથી હાહાહા....


દેવ અને બધા જોજો ના કહ્યા મુજબ મોટા મોટા ડુગરો ની વચ્ચે આવેલા એક વિશાળ તળાવ પાસે આવી પોહચ્યા. દેવ એ બધા ને થોડેક દૂર એક મોટા જાડ ની પાછળ ઊભા રાખ્યા ને કહ્યું કે પેહલા તે મગર ને દૂર થી જોવો જોઈ અને પછી મણિ કઈ રીતે મેળવી શકાય તેના વિશે કોઈ યુક્તિ કરવી. બધા દેવ ની વાત મા સહમત થઈ ગયા અને જાડ ની પાછડ સંતાઈ ને તળાવ સામે જોવા લાગ્યા. ઘણો સમય થયો પણ મગર દેખાણી નહીં. ત્યાં અચાનક માયા બોલી એ જોતો તળાવ પાસે કોઈ છે, દેવ આ તો તારા જેવોજ દેખાઈ છે. બધા ત્યાં જોવા લાગ્યા ને હેલુ બોલી તે દેવ જ છે. રાજકુમારી રત્ના એ પાછળ જોયું તો દેવ તેમની સાથે ના હતો અને તે એક્દમ ઘભરાઈ ગઈ ને દેવ ના નામ ની જોરથી બૂમ મારી. આ બુમ ના લીધે તે મગર તળાવ થી બહાર આવી અને તે ખરેખર ખુબજ વિશાળ હતી ને દેખાવ મા ભયાનક હતી. તે જોઈ બધા ડરી ગયા પણ દેવ જરાઈ ડરયો નહીં અને નીડર થઈ ને ત્યાં જ ઊભો રહ્યો. દેવ નો આવો સાહસ જોઈ મગર બોલી તને તારો જીવ વાહલો નથી શું? દેવ બોલ્યો કે તું મને ખાઇશ તો તારું પેટ ભરાશે નહીં પણ હા હું તને એક એક એવી વિશાળ માછલી આપી શકું તેમ છું કે જેનાથી તારું પેટ વર્ષો સુધી ભરેલું રેહશે. આ વાત સાંભડી મગર તો હસવા લાગી હાહાહા. મારું પેટ વર્ષો સુધી ભરાઈ જઈ એવી મોટી માછલી હાહાહાહા..ક્યાં છે તે મને તો અહીં ક્યાંય નથી દેખાતી. તે અહીંથી દૂર આવેલા દરિયામા છે પણ તેના માટે તારે ત્યાં જવું પડશે દેવ બોલ્યો. પણ! સવાલ એ છે કે શું તું દરિયા મા જવા માટે તૈયાર છે? દેવ એ મગર ની સામે જોઈ ને પૂછ્યું. મગર બોલી હું તૈયાર છું ચાલ લઈ જા મને. દેવ બોલ્યો પણ હું તને કેમ લઈ જાવ તું ખુબજ વિશાળ છે અને જો તું આવા વિશાળકાય રૂપ મા દરિયા મા જઈસ તો પેલી માછલી તને દૂર થી જ જોઈ ને ભાગી જશે. તને ખબર છે છે કે દરિયો તો પેલા આભ જેટલો છે તેનો બીજો છેડો ક્યાં છે તે કોઈ જાણતું નથી. આ વાત થી મગર વિચાર મા પાડી ગઈ ને દેવ ને પૂછ્યું કે તો કેમ જઈશ ત્યાં? દેવ બોલ્યો એક રસ્તો છે. શું? મગર એ પૂછયું. દેવ એ એક નાની ડબ્બી દેખાડી ને કીધું કે તું આમાં છુપાઈ જાય તો હું તને તે દરિયામાં મૂકી શકું અને માછલી ને ખબર પણ ના પડે. લાલચ ના લીધે મગર એ કઈ પણ વિચાર્યું નહી અને તે ડબ્બી મા સમાઈ શકે તેવી નાની થઈ ગઈ અને દેવ એ તેને તરત જ તેમા પુરી દીધી. આ જોઈ રાજકુમારી રત્ના અને બધા એક્દમ ચોકી ગયા ને કઈ સમજી ના શક્યા કે દેવ શું કરી રહ્યો છે. દેવ એ મગર ને કીધું કે જો તારે બહાર આવું હોય તો તારી પાસે જે મણિ છે તે તું મને આપી દે તોજ હું તને બહાર કાઢીશ. મગર બોલી હું નહીં આપું અને તે મોટી થવાના પ્રયત્નો કરવા લાગી પણ તે ના થઈ શકી ત્યારે દેવ બોલ્યો કે તારો કોઈ જાદુ અહીં નહીં ચાલે આ એક એવી ડબ્બી છે કે જેમાં કોઇ જાદુ ચાલતો નથી. મગર એ આખરે હાર માની અને દેવ ને મણી આપી દીધો ને કહ્યું કે હું તારી બહાદુરી અને ચાલાકી થી એક્દમ ખુશ છું. આજ સુધી મને કોઈ હરાવી નથી શકયું. મને ખબર છે કે તને અહીં જાદુગરની જોજો એ મોકલ્યો છે પણ તું એ નહીં જાણતો હોય કે તેની પાસે પણ એક મણિ છે આ વાત કોઈ નથી જાણતું સિવાય મારા. દેવ ને મણિ આપી મગર તળાવ મા જતી રહી. મગર ના જતાંજ રાજકુમારી રત્ના અને બધા દોડતા દેવ પાસે આવ્યા અને તેને ગળે લગાડી લીધો અને તેના વખાણ કરવા લાગ્યા. દેવ એ બધા ને કહ્યું કે જોજો પાસે પણ મણિ છે પણ તે કેમ મેળવો તે વિચારવું પડશે. ત્યારે હર્ષ બોલ્યો ચિંતા ના કરો હું જાણું છું કે તેની પાસે થી મણિ કઈ રીતે મેળવી શકાશે. બધા જોજો ના મહેલ તરફ જવા રવાના થઈ ગયા.

શું મગર ની વાત સાચી હશે? શું જોજો પાસે મણિ હશે અને હશે તો તે આપશે? શું જોજો સામે કોઈ યુક્તિ ચાલશે?