Prem Angaar - 32 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 32

પ્રકરણ : 32

પ્રેમ અંગાર

વિશ્વાસને ડોરબેલ સંભળાયો ઉઠીને એણે દરવાજો ખોલ્યો સામે જાબાલી, ઇશ્વા અને અંગિરા ઉભેલા જોયા. જાબાલીને વળગી જ પડ્યો અને ઇશ્વાને આવકાર આપ્યો. અંગિરાને જોઈ ખચકાયો પણ સ્વસ્થ થઈ અંદર આવકાર્યા. જાબાલી કહે ડ્રાઇવર એક માણસને લઇને બધો જ સામાન હમણાં ઉપર લઇ આવે છે.

ઇશ્વાએ ફ્લેટમાં પ્રવેશતાં જ કહ્યું “અરે વાહ સુંદર ફ્લેટ છે. અહીંની આબોહવા કેવી સરસ છે. આખું ઘર પ્રકાશમય છે. હવા ઉજાસ અને મીઠો પવન આવી રહ્યો છે. ચારે બાજુ લીલોતરી, વિશ્વાસભાઈ સાચે જ ખૂબ સુંદર ઘર છે. ફઇબા અને આસ્થાને ખૂબ જ ગમશે ભર્યું ભર્યું થઈ જશે. જાબાલી કહે સાચે જ સુંદર છે. બધો સામાન આવી જાય પછી બધું સરસ ગોઠવાઈ જશે કોઈ ખોટ કે કમી નહીં રહે.”

અંગિરા કહે આવા સુંદર ઘરમાં કોઇ ખોટ જ ક્યાં છે સાચે જ સરસ ઘર છે. બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન અગેઇન ફોર યોર ન્યૂ હાઉસ અને ન્યૂ પ્રોજેક્ટ. હેવ એ ગ્રેટ ટાઇમ ફોર એવર. વિશ્વાસે કહ્યું થેંક્સ.

ડ્રાઈવર અને એક માણસ ગાડીમાં ત્યાં પાછળ આવે ટેમ્પોમાં રહેલો બધો જ સામાન ઉપર ધીમે ધીમે લાવી રહ્યા. વિશ્વાસે કહ્યું આટલો સામાન ? જાબાલી કહે તારો સામાન છે પણ બધો નથી. તમારી કંપનીનો ટેમ્પો આવી જ રહેલો એવું ત્રિલોકે જણાવ્યું એટલે ગાડીમાં હળવી વસ્તુઓ સિવાય બીજી ટેમ્પામાં જ આવી છે. એ લોકોનાં ગેસ્ટ હાઉસનો સામાન છે આપણો સામાન પહેલાં એ લોકો અહીં લઇ આવશે. સામાન બધો લાવીને ઘરમાં એક રૂમમાં ગોઠવાઈ ગયો. વિશ્વાસ બધું મૂકાવીને ડ્રોઇંગરૂમમાં આવ્યો.

ઇશ્વા કહે ચલો જાબાલી તમે લોકો ફ્રેશ થઈ જાવ હું ત્યાં સુધી કીચનમાં જઉં બધા માટે ગરમા ગરમ કોફી બનાવી લાવું. વિશ્વાસ કહે તમે લોકો થાકીને આવ્યા છો. ફ્રેશ થાવ આરામ કરો બધા માટે હું જ બનાવી લાવું તમને ખબર નહીં પડે ક્યાં મૂક્યું છે. બધુ તમે બેસો કહી એ કીચનમાં ગયો અને કોફી બનાવવા લાગ્યો. ઇશ્વા અને જાબાલી ગેસ્ટરૂમમાં જઇને એમનો સામાન ગોઠવવા લાગ્યા. જાબાલી વોશરૂમમાં ગયો. અંગિરા વિશ્વાસની પાછળ કીચનમાં ગઇ. વિશ્વાસને કહ્યું “ઓહો તમે કીચનમાં પણ પારંગત થઇ ગયા ? બોલો શું મદદ કરું ?”

વિશ્વાસ એકદમ ચમકી પાછળ ફર્યો એણે જોયું અંગિરા પાછળ ઉભી છે. વિશ્વાસ કહે તું આરામથી બેસ હું હમણાં જ બનાવીને બધા માટે લાવું જ છું. અંગિરા કહે પણ હું મદદ કરું કંઇ વાંધો છે ? અંગિરાએ પ્લેટફોર્મના કબાટમાંથી ટ્રે અને ચાર મગ કાઢ્યા અને પ્લેટફોર્મ પર મૂક્યા અને વિશ્વાસને કોફી બનાવતો જોયા કર્યું વિશ્વાસ થોડો વિચલીત થઈ ગયો અને બોલ્યો તું બેસ હું લાવું અંગિરાએ કહ્યું “વિશુ આઈ લવ યુ હું અહીં સુધી ખેંચાઈ આવી છું વિશ્વાસ કહે “તું આ શું બોલે છે ? મારા મનમાં આવો વિચાર નથી મારા માટે આસ્થા જ સર્વસ્વ છે. એ મારી પત્નિ છે અને મને કોઈ બીજા સંબંધોમાં રસ જ નથી. તું મારા ઘરે મહેમાન બનીને આવી છે મહેમાન જ રહે બહાર બેસ હું હમણાં આવું છું. અંગિરા એકક્ષણ માટે વિશ્વાસ સામે જોઈ રહી એ પછી કીચનમાંથી બહાર નીકળી ગઇ.”

વિશ્વાસ બધા માટે ટ્રે લઇને દિવાનખંડમાં આવ્યો ઇશ્વાએ કહ્યું “ભાઈ તમે તો બધામાં પારંગત થઇ ગયા છો. જાબાલી પણ ફ્રેશ થઈને આવ્યો. એણે પૂછ્યું અંગિરા ક્યા ? ઇશ્વા કહે એ તો અહીં જ હતી ક્યાં ગઇ ? વિશ્વાસ કહે હા એ હમણાં અહીં જ આવી. એટલામાં અંગિરા બીજા રૂમમાંથી હસતી હસતી આવી કહે હું વિશ્વાસનાં રૂમમાં હતી ત્યાં વોશરૂમમાં ગઇ હતી. તમે લોકો એ રૂમમાં હતા એટલે હું અહીં આવી. ઇશ્વાએ અંગિરાની સામે જોયું. અંગિરાએ આંખોના ઉલાળા કરી મસ્તી કરી. ઇશ્વાએ એને રીસપોન્સ ના આપ્યો.”

કોફી પીતા પીતા વિશ્વાસે પૂછ્યું મારી બુક્સ લાવ્યા ? મારે એની ખાસ જરૂર હતી. જાબાલી કહે ભાઈ લાવ્યા અમે, અરે આ તારી બુક્સ આપવા જ ખાસ અંગીરા આવી છે. એ આપણાં ઘરેથી તારી બુક્સ તું રાણીવાવ ગયો ત્યારે વાંચવા લઇ ગઇ હતી. મેં ઇશ્વાને બુક્સ અંગે પૂછ્યું ત્યારે ખબર પડી. ઇશ્વાએ અંગિરા પાસે મંગાવી એને ખબર પડી કે બાય રોડ અમે અહીં આવી રહ્યા છીએ તો એ પણ તૈયાર થઇ ગઇ કહે હું જ હાથોહાથ આપી દઇશ. પૂછ એને જ. અંગિરાએ વિશ્વાસનાંપૂછ્યા પહેલાં જ કહ્યું “તમારી બધી જ પુસ્તક લઇ આવી છું. મેં વાંચી છે. યોગ ઉપનિષદમાં તો કંઇ ટપી જ ના પડી એ મૂકી દીધી પણ એક તમારી લખેલી બુક તમારી લખેલી કવિતાસંગ્રહ મારાં હાથમાં આવી ગયો “સ્પંદન દીલના” વાહ વાહ શું તમે કવિતાઓ લખી છે. હદયની લાગણીઓ પ્રેમ તમે શબ્દોમાં પરોવીને કવિતાને શણગારી છે મને ખૂબ પસંદ આવી છે.

વિશ્વાસ કહે “આમ કોઇની પરવાનગી વિના કોઈનું પુસ્તક ના વાંચી શકો. ક્યાં છે પુસ્તક મારાં ? અંગિરા કહે મે તમારા રૂમમાં તમારી ડેસ્ક ઉપર સાચવીને મૂકી દીધા છે. એક પેજ આઘુપાછુ નથી કર્યુ. એક વાત છે બોસ. ભગવાને તમને કંઇક અલગ જ ઘડ્યા છે. તમારા તરફ આકર્ષાવુ ના હોય તોય.... કાબૂ જ ના રહી શકે એમાં સામેની વ્યક્તિનો વાંક જ નથી તમે છો જ એવા. ઇશ્વાની સામે જોઈ ઉમેર્યું. “આસ્થા ખૂબ લકી છે. પણ તમારા ઉપર આકર્ષવાની તમે કોઈને ના પાડી ના શકો ના રોકી શકો શું કહે છે બહેનાં ?”

વિશ્વાસ અને જાબાલી આ સાંભળી જ રહ્યા. પછી એકબીજા સામે જોઈ રહ્યા. જાબાલી કહે “એય પાગલ આ શું બોલે છે ? અહીં વિશ્વાસને મદદ કરવા આવ્યા છે તું મજાક છોડ. અંગિરા કહે અરે ! તમે સીરીયસ લઇ લીધુ ?ચાલો ચાલો કોફી પીને આગળ કામ નીપટાવીએ. જાબાલી હસી રહ્યો પરંતુ ઇશ્વાને મનમાં ફડકો પેઠો એને થયું અંગીરાને અહીં ખોટા જ લાવ્યા એને ના પણ કેવી રીતે પાડું શું કહું જાબાલીને ? ઠીક છે વિશ્વાસ ખૂબ સમજુ અને ઠરેલ છે કંઇ ચિંતા નથી.”

કોફી પીને વિશ્વાસ પોતાનાં રૂમમાં ગયો અને પોતાનાં પુસ્તક જોઈ લીધા. યોગ ઉપનિષદ, મંત્ર પુષ્પમ, કાવ્યસંગ્રહ, વિષ્ણુસહસ્ત્ર નામ અને કુળદેવીનાં પાઠ. એણે કાવ્યસંગ્રહ ચકાસી લીધો એને થયું હાથનું લખાણ છે બધું જ અને જે રીતે એને ગોઠવેલી એમ જ છે એને હાશ થઇ પછી એ બધું યોગ્ય જગ્યાએ મૂકીને બહાર આવ્યો. ઇશ્વાએ પૂછ્યું કેવી લાગી જગ્યા ? ગમે છે ? આમ તો અહીં સારું જ લાગે. બધી એમ જ ક્ષેમકુશળની વાતો કર્યા પછી જાબાલી કહે હમણાં આરામ કરી લો સાંજે આપણે એમ.જી. રોડ જઇશું ત્યાં સેવનસ્ટારમાં જઇશું જમીશું મજા કરીશું.

એમ.જી. રોડ બેંગ્લોરની શાન છે સેવનસ્ટાર બાર એન્ડ રેસ્ટોરન્ટ એમાં ખાસ જવાનો ડ્રોટ બીયર જાણીતો છે. એ રેસ્ટોરાં એમાં સુંદર સુશોભન ડીઝાઇનર સ્ટાઇલ મોટાં સીરામીક મગ ફુલ સાઇઝ મોટાં લાકડાનાં ડ્રમ એમાંથી સર્વ થતો બીયર, ઇન્ટીરીયર ખૂબ જ લેટેસ્ટ અને બેઠકની ગોઠવણી એકલા હોય કે ગ્રુપમાં એ રીતે બેસી શકો બધાને પોત પોતાની પ્રાઇવેસી અને સ્પેસ મળી શકે. ધીમું માદક સંગીત, સુંદર ફ્રેગનન્સની સુંગંધ અને ડ્રોટ બીયરની મજા ચમકતી રોશનીમાં....

વિશ્વાસ, જાબાલી એ જગ્યા પસંદ કરી અને ચારે જણા એક કોર્નર માં ગોઠવાયા. અહીંની ખાસ વાત એ હતી કે પબ નાં કોર્નરમાં એક નાનકડું સ્ટેજ હતું ત્યાં લાઈટ ફોકસ થતી હતી એમાં એક આર્ટીસ્ટ ગઝલની લાઇવ પરફોર્મન્સ આપી રહ્યો હતો. એટલે મજા બેવડાઈ જતી હતી અહીં પીનારા વારે વારે વાહ વાહ કહીને બિરદાવતાં હતાં. આખા પબનો માહોલ એકદમ માદક અને ભોગવવા લાયક હતો.

વિશ્વાસે બધા માટે બીયર ઓર્ડર કર્યો સાથે લાઇટીંગ અને હળવાં સ્નેક્સ મંગાવ્યા. જાબાલી કહે “ભાઈ અહીંની મજા જ કંઇ ઓર છે મુંબઇમાં બધું જ છે પરંતુ અહીંના જેવો માહોલ નથી બનતો. અહીં લોક પબમાં પણ શિષ્ટાચાર અને શાંતિથી ગીત સંગીતનો આનંદ લેવા સાથે પીએ છે કોઇ ગંદકી નહીં કકળાટ નથી હોતો. મજા આવી ગઇ”

થોડીવારમાં બેરા બીયર સ્નેક્સ અને બાઇટીંગ આપી ગયો અને મહેફીલ શરૂ થઈ. જાબાલીએ વાતની શરૂઆત કરી. એણે કહ્યું “ભાઈ અહીં તારી પાસે શું પ્રોજેક્ટ છે ? તારી કપની પાસે ઘણાં કામ છે અને આ લોકો નાસા સાથે સંકળાયેલા છે તને કયો પ્રોજેક્ટ આપ્યો છે ? અને હા હું કહેવાનુ ભૂલ્યો... વિશ્વાસ કહે શું ? જાબાલી કહે મેં ત્રિલોક અને ત્રિશિરાને પણ ઇનવાઇટ કર્યા છે. એ લોકો આવતાં જ હશે. વિશ્વાસ કહે મેં પણ ફોન કરેલો પરંતુ એ લોકોને બીજે જવાનું હતું ત્યાં થઈને આવશે પાછળથી જોડાશે કહ્યું તમે ચાલુ કરી દેજો રાહ ના જોતાં લેટ થશે વિશ્વાસ કહે મને આ પ્રોજેક્ટ મળ્યો છે ચેલેન્જીંગ છે. નાસા સાથેનાં અમારા સંયુક્ત પ્રોજેક્ટમાંનો એક અગત્યનો છે. એમાં મારી સાથે અહીંના બે જણા છે અહીંના યુ.એસના 2 જણાં છે અમે કુલ પાંચ જણા આના ઉપર કામ કરવાનાં છીએ. હજી ટ્રેઇનીંગ અને એની પૂર્વ ભૂમિકા સમજાવવાની ચાલુ છે. થોડા દિવસમાં ખરું કામ ચાલુ થશે.

ઇશ્વાએ કહ્યું અરે તમે લોકો બહુ ગંભીર વાતો ના કરશો અમે લોકો પણ સાથે છીએ અમને રસ નહીં પડે. અંગિરા કહે અરે ક્યારનો આ ભાઈ આટલી સરસ ગઝલ ગાઇ રહ્યા છે એ માણોને... ક્યારનો કહી રહ્યો છે સાંભળો... ઇશ્ક ઉપર સરસ શબ્દો છે... પ્લીઝ સાંભળો. “આપણે હોઠોં પર સજાના ચાહતા હુઁ વાહ શું શબ્દો છે કાનથી સીધા જ જાણે દીલમાં ઉતરી જાય છે. ધીમે ધીમે બધા બીયરનાં સીપ લઇ રહ્યા છે. લાઈવ ગઝલ સાંભળી રહ્યા છે.”

જાબાલી ઇશ્વા સંગીતનાં સથવારે અને માદક માહોલમાં એકમેકને પ્રેમથી વાતો કરતાં મશગૂલ થઈ ગયા. જાબાલી મોટા કાચનાં જગમાં ભરેલા બીયરને પોતાનાં મગમાં ભરી એક પછી એક પુરા કરી રહ્યો. ઇશ્વાએ એને ટોક્યો બસ હવે ઘણું પીધું હજી ઘરે પાછા જવાનું છે. જાબાલી કહે બસ છેલ્લો અને ઇશ્વાનાં ગળામાં હાથ વીંટાવી પ્રેમ કરતો રહ્યો.

પ્રકરણ 32 સમાપ્ત…. .

પ્રકરણ 33 માં વાંચો….અંગિરાનું આકર્ષણ અને આસ્થાનો વિરહ..