Prem Angaar - 40 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 40

પ્રકરણ : 40

પ્રેમ અંગાર

પદાર્થોની શક્તિ કાર્ય દ્વારા દશ્યમાન થાય છે. સ્વરૂપતા નહીં ભાવોની શક્તિ સૂક્ષ્મ રીતે એ અવસ્થામાં અહીં બમણું કાર્ય કરે છે. જેમ કે ચંદ્રમાં ચાંદની શક્તિ છે. સૂર્યમાં અગ્નિ(પ્રકાશ) શક્તિ છે. એની નજીક જાવ દાહ પેદા થાય છે પરંતુ પ્રકાશ દઝાડતો નથી છતાં એ પ્રકાશ વિદ્યમાન છે એમાં બધા કાર્ય થાય છે.

પંચતત્વમાં જે તત્વ વધુ એનું સ્વરૂપ અને ગુણ વિદ્યમાન થાય છે કોઇપણ સર્જન અને ક્રિયાશીલતા પંચતત્વનાં સમન્વયથી થાય છે. જ્યારે જે શક્તિ વિદ્યમાન કરવી હોય એનું તત્વ વધારે રાખી એનું સર્જન કરવું. અહીં આપણે યાનમાં જે મશીનરી ડીવાઇસ એનો કંટ્રોલ અને ક્રિયામણ કાર્ય કરશે એ સૂક્ષ્મશક્તિ સંચાલીત હશે અને સંપૂર્ણ સફળ હશે. પદાર્થમાં ભેદ (સ્વરૂપ) દેખાય છે. સૂક્ષ્મ શક્તિનું ભાસમાન (સ્વરૂપ) જણાતું નથી પરંતુ કાર્ય કરે છે. “યો યત્છ્રબ્ધ સે એવ સઃ! મનુષ્યની શ્રધ્ધા એટલે કે નિઃસંશય ભાવના હોય આસ્થા હોય એ જ થાય. આપણે વૈદીક વિજ્ઞાન અને ગણિતથી શક્તિ સંચય કરીશું – આસ્થા નિર્માણ કરીશું લક્ષ્ય નક્કી કરશું અને સિધ્ધિ મેળવીશું જ.

ડૉ. અગ્નિહોત્રીએ કહ્યું “વિશ્વાસ હું થોડુ ઘણું સમજ્યો પરંતુ આ લોકોને કેવી રીતે સમજાવીશ ? અથવા આ સિધ્ધાંતોને આ યંત્રમાં કે આપણી ડીવાઇસમાં કેવી રીતે ઉપયોગ કરીશ એ સરળ રીતે સમજાવ.”

વિશ્વાસ કહે “સર, આપણાં યાનમાં અવકાશમાં ગતિ કરતું યાન (યંત્ર) છે. એમાં તેજ (અગ્નિપ્રકાશ એટલે કે ઇંધણ મુખ્ય છે જે ગતિ કરાવશે બીજું તત્વ પવન એટલે કે યાનનો પ્રાણ, બીજું જલ તત્વ – જે ઇંધણને વેગ આપશે. ડૉ. અગ્નિહોત્રીએ અટકાવતાં કહ્યું જળ ? ઇંધણને વેગ આપશે ? વિશ્વાસ કહે “હા સર. અહીં જળ શક્તિ એ પવન (વરાળ) શક્તિમાં પરિવર્તિત થશે. જે અહીં ઇંધણ છે પેટ્રોલ જેવું જે અગ્નિ છે રસ છે એ અગ્નિમાં પરિવર્તિત થઇ એ પણ ગેસ બનશે અને પૃથ્વી તત્વ સમાન ધાતુઓ આ ત્રણે શક્તિ જે અંતે વાયુમાં પરિવર્તિત થશે એ અવકાશ તત્વમાં ગતિ કરી જશે.”

વૈદીક વિજ્ઞાન આમ જ કામ કરશે ખૂબ પ્રેરણાદાયી મદદ કરશે. આ સાથે મારો શ્રધ્ધા આસ્થાનો ભાવ સાથે જોડાયેલો છે એ હું વિશ્વાસ. અહીંના લોકો યાનમાં ગતિ માટે માત્ર અગ્નિ (ઇંધણ) નો ઉપયોગ કરે છે એટલે ખૂબ ખર્ચાળ છે. મારી પધ્ધતિમાં. ઇંધણ છે પણ ઓછું છે પણ અહીં પવન (ગેસ વાયુ) અને જળ જે વાયુનાં પરિવર્તિત થશે વરાળ રૂપે એ આમ ત્રણ તત્વ અગ્નિ, વાયુ, જળ બધાં જ વાયુમાં પરિવર્તિત થઇને અવકાશમાં ગતિ કરશે એટલે ઓછા ખર્ચે સફળ ઉડયન શક્ય બનશે જ.

ડૉ. અગ્નિહોત્રી વિશ્વાસને ભેટી પડ્યાં એમણે વિશ્વાસને કરું હવે મને ખૂબ ભરોસો પડી ગયો છે દીકરા તું આગળવધ હું તારા સાથમાં છું તું જરૂર ભારતનું નામ રોશન કરીશ.

વિશ્વાસે ડૉ. અગ્નિહોત્રીનાં વંદન કરીને આશીર્વાદ લીધા અને લેબમાં ગયો. પોતાનાં કાર્યમાં લાગી પડ્યો. ડૉ. અગ્નિહોત્રી વિશ્વાસને જતાં જોઈ રહ્યા. વૈદીક વિજ્ઞાન આજે આખા વિશ્વને દોરવણી આપી રહ્યું છે એમનું હૈયુ ગૌરવથી ગદ ગદ થઈ ગયું અને કંઇક વિચારતાં તેઓ પણ લેબ તરફ જવા લાગ્યા.વિશ્વાસે ડૉ. કલેન્સી અને ડૉ. રિચાર્ડ્સને યાનનાં યંત્રમાં બેઝીક ફેરફાર સૂચવ્યા. યાન ને જવા માટે જે ઇંધણની જરૂર પડે છે એનાં બીજી બે પરિવર્તિત શક્તિનાં નિયમ પ્રમાણે સુધારા સૂચવ્યા. યાનને જરૂરી ઇંધણ આપવાનું જ સાથે બહારની ડીઝાઈનમાં હવાની ગતિ સામે અવરોધ ના આવે એની ડીઝાઈન તથા પાણીની વરાળ થઈને વરાળ ઇંધણ તરીકે કામ કરે એવી સપોર્ટીવ સિસ્ટમ સૂચવી. કલેન્સી અને રીચડ્સ વિચારમાં પડી ગયા એમણે કહ્યું “મી. વિશ્વાસ ધીસ ઇઝ વેરી ઈમ્પોરટન્ટ પ્રોજેક્ટ ફોર અવર કન્ટ્રી એન્ડ યુ એડવાઇસ ફોર બીગ ચેઇન્જીસ ઇન અવર મશીન એન્ડ સીસ્ટમ. અરે યુ સ્યોર એન્ડ કોન્ફીડેન્ટ એબાઉટ ધીસ ? વિશ્વાસે કહ્યું “યસ સર પ્લીઝ ફોલો માય થીયરી એન્ડ વી વીલ બી સક્સેસ. નો વરીઝ. આઈ એમ હીયર ફોર ધીસ ઓન્લી.

વિશ્વાસની થીયરી પ્રમાણે ચેન્જીસ કરવામાં આવ્યા. અગાઉ પણ વિશ્વાસે ડેવલપ કરેલા ડીવાઇસ ખૂબ સફળતાપૂર્વક કામ કરતાં હતાં. એટલે હેડ ઓફ ધી પ્રોજેક્ટ મી. રીચડ્સ લીલી ઝંડી આપી વિશ્વાસની થીયરી અને સૂચના પ્રમાણે કામ કરવા જણાવ્યું. એની થીયરીથી દેશનાં લાખો ડોલર અને સમયની બચત થતી હતી એટલે આ જોખમ લેવા સ્વીકાર્યુ.

વિશ્વાસ હવે દિવસ રાત એની ટીમ સાથે કામ કરતો. આસ્થા, માં કે મુંબઇ જાબાલી કે મામા હમણાં કોઇ સાથે કંઇ જ સંપર્ક નહોતો. એ બસ આ લક્ષ્ય લઇને બેઠેલો કે વૈદીક વિજ્ઞાન અને ગણિત અહીં કમાલ કરી બતાવશે જ એને ખૂબ જ શ્રધ્ધા હતી

રાણીવાવ સવારે અંબાજીથી ફોન આવ્યો કે જટાશંકરકાકાની તબીયત ખૂબ ખરાબ છે જલ્દી આવો. સૂર્યપ્રભાબહેન અને આસ્થા ટેક્ષી કરીને તરત અંબાજી પહોંચ્યા પરંતુ બાપુજીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ઘણી ઉંમર હતી અને વયસ્ક ને કારણે મૃત્યુ હતું. શોક વ્યાપો પાછો ઘરમાં. સૂર્યપ્રભાબહેન આસ્થા અને મુંબઇથી શરદભાઈ, અનસુયાબહેન જાબાલી ઇશ્વા બધા જ આવી ગયેલા અને વડીલની પાછળ જરૂરી વિધી વિધાન કરી પરવાર્યા.

*****

વિશ્વાસની થીયરી પ્રમાણે કામ ચાલુ છે. છેક છેલ્લી ઘડીની તૈયારીઓ થઇ ગઇ છે. યાનને મોકલતા પહેલાંની જે જરૂરી સાવધાની ઝીણવટ અને ચોકસાઈ ચાલી રહી હતી. અહીં બધાંનાં જીવ તાળવે ચોંટાયેલા છે શું થશે ? લોસએન્જેલસનાં– આજે અરે આખું અમેરીકા એક શ્વાસે રાહ જોઇ રહ્યું હતું. કેનેડી સ્પેસ સ્ટેશનનથી યાન આજે લોન્ચ થવાનું હતું.

વિજ્ઞાનીઓની ટીમ છેલ્લી ઘડીની ચકાસણી કરી રહ્યા છે. લગભગ આખી લેબમાં બધાં જ વૈજ્ઞાનિકો ડૉ. કલેન્સી, રીચડ્સ-ડૉ. અગ્નિહોત્રી, વિશ્વાસ, બોબ, બધા જ કોમ્પ્યુટર પર જ બધી જ સેકન્ડ સેકન્ડની દેખરેખ રાખી રહ્યા છે.

એટલામાં ડૉ. કલેન્સીએ વિશ્વાસને ચીસ પાડેલા અવાજે કહ્યું આપણે જે વોટર ટેન્કથી જોડીને સ્ટીમ બોઇલર સીસ્ટમ છે એમાં જરૂરી માત્રામાં સ્ટીમ પ્રોડ્યુસ નથી થઇ રહી. વિશ્વાસે ફરીથી બધું જ ચેક કર્યું. આખી લેબમાં સન્નાટો છવાઇ ગયો હવે શું થશે. યાન ઉડ્યા પહેલાં જ નિષ્ફળ જશે ? ડૉ. અગ્નિહોત્રી પણ ટેન્શનમાં આવી ગયા. આખો દેશ ઉંચા જીવે ટીવી સામે જોઇ રહ્યો છે. અવકાશયાન આજે ભારતીય હિન્દુ વૈદીક વિજ્ઞાન અને ગણિત તથા આધુનિક વિજ્ઞાનનાં સમન્યવ સાથે ઉડવાનું છે.

વિશ્વાસે એની ટીમને બોલાવી અને યાનનાં નીચેનાં પાણીની ટેંક અને સ્ટીમ બોઇલર સીસ્ટમને ડાર્ક નેચરલ સ્લીવ ચઢાવવા કહ્યું જે અગ્નિ પવન – ઘર્ષણ સામે ટકી શકે જે એણે છેલ્લી ઘડીનાં ઉપાય માટે તૈયાર જ રાખેલી હતી. કુશળ ટેકનીશીયનોની મદદથી એ પ્રમાણે કરી નાંખવામાં આવ્યું બધુ જ પૂર્ણ થયા બાદ ડૉ. રીચડ્સની સૂચના પ્રમાણે બધા જ એલર્ડ થઈ ગયા અને કાઉન્ટીંગ શરૂ થયું ટેન, નાઇન, એઇટ, સેવન......ફોર, થ્રી, ટુ એન્ડ ગો. યાને એની યાંત્રિક મશીનરી ચાલુ કરી. વિશાળકાય અગ્નિ થયો સુસવાટા મારતી સ્ટીમ અને ગેસનું હવામાન થયું અને યાન સફળતાપૂર્વક અવકાશ તરફ ગતિ કરી ગયું.

વિશ્વાસનાં ગણિત પ્રમાણે યાન કામ કરી રહ્યું છે અને ડૉ. કલેન્સી, ડૉ. રીચડ્સ, ડૉ. અગ્નિહોત્રી દોડીને વિશ્વાસને વળગી પડ્યા. કોન્ગ્રેચ્યુલેશન્સ માય બોય. વી આર સકસેસ એન્ડ ઇટ્સ બીગ એચીવમેન્ટ ઇન સ્કાય એન્ડ યાન ટેકનોલોજી.

એસ.એસ.આઇ.સી.ની વૈજ્ઞાનિક ટીમે પણ વિશ્વાસને વધાઇ આપી ડૉ. અગ્નિહોત્રીએ વિશ્વાસને ગળે વળગાવ્યો અને આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા. વિશ્વાસનો કોન્ફીડેન્સ આજે બધાને ખૂબ ગમ્યો.

ડૉ. કલેન્સી અને ડૉ. રીચડ્સ અને બધા વૈજ્ઞાનિકોની ટીમ યાનની ગતિ અને કાર્ય પર ધ્યાન રાખી રહ્યા હતા. ડૉ. રીચડ્સે વિશ્વાસને લેબનાં સ્ટેજ પર બોલાવ્યો ફરીથી એને વળગીને અભિનંદન આપ્યા. નેશનલ ટીવી પર બધા દશ્યો પ્રસારીત થઇ રહ્યા હતા. ડૉ. રીચડ્સે દેશને સંબોધીને કહ્યું “આજનાં આપણાં યાનની સફળતા આપણાં વૈજ્ઞાનિકો તથા ઇન્ડીયાના આ યંત્ર ક્રીએટર વિશ્વાસની મહેનત અને થીયરીને આભારી છે. ડૉ. વિશ્વાસની થીયરીને કારણે આપણાં દેશનાં લાખો ડોલરનો ખર્ચ બચાવી દીધો છે. આપણી અમેરીકન સ્પેશ સોસાયટી એન્ડ ઇન્સ્ટીટ્યુટ તરફથી એમનાં આ સંશોધન અને થીયરી માટે એમને ડોક્ટરેટની પદવી તથા દસ લાખ ડોલરનું ઇનામ આપે છે. આ પણ એમની સિધ્ધી માટે ઘણું ઓછું છે. આજે આ વૈદીક વિજ્ઞાન અને ગણિત અવકાશી વિજ્ઞાનમાં એક નવું સિમા ચિન્હ બનાવ્યું છે. અમારી ટીમ તથા આપણા દેશ વતી એમનો આભાર માનું છું અને નાનકડી ભેટ આપું છું લેબમાં ને સર્વત્ર દેશનાં ખૂણે ખૂણે તાળીઓનાં ગડગડાટથી એને વધાવી લીધો.

ભારતમાં પણ લાઇવ ન્યુઝમાં વિશ્વાસની આ સિધ્ધ બધાં નજરે નીહાળી રહેલા. મામા, મામી, જાબાલી, ઇશ્વા, અંગિરા, ઇશ્વાનાં માતા-પિતા બધા કોઈ ચમત્કાર જોઇ રહ્યા હોય એમ લાગતું હતું ન માનવામાં આવે એની સિધ્ધી વિશ્વાસે પ્રાપ્ત કરી હતી.

માં અને આસ્થા પણ ટીવી સામે પોતાનાં દિકરાને અને પતિને પ્રેમીને લાઇવ આવડી મોટી ઉપાધી અને માન સન્માન મળતાં જોઇ રહ્યા છે. માં અને આસ્થાની આંખમાંથી આનંદની અશ્રુધારા વહી રહી છે. માં માં બાબાને પ્રાર્થી રહી ખૂબ આભાર માન્યો આજે ભગવાન ભરપુર વરસ્યો મારા દીકર ઉપર. આખો આનંદથી રડી રહી છે હૈયુ હેતથી ઉભરાઇ રહ્યું છે. આસ્થા તો વિશ્વાસની આ અકલ્પનીય સફળતાથી આનંદ સાથે આશ્ચર્યમાં ડૂબી ગઇ છે. એને થયું આ સ્વપ્ન છે કે સત્ય ? આજે વિશ્વાસની સફળતા સાથે આખો દેશ ઉત્સવની જેમ ઉજવી રહ્યો. ચારે કોર ફટાકડ઼ા ફોડવામાં આવ્યા છે. મીઠાઈ વહેંચવામાં આવી રહી છે.

પ્રકરણ : 40 સમાપ્ત

પ્રકરણ 41 માં વાંચો વિશ્વાશની શોધ કામયાબ રહી અને ….. ………