Nature books and stories free download online pdf in Gujarati

સ્વભાવ



સ્વભાવ એ એવી ચીજ છે જે વ્યક્તિ એ વ્યક્તિ એ અલગ હોય છે .ઘણી વખત એવું બને કે એક વ્યક્તિ ને જેટલી જોઈ હોય છે, સાંભળી હોય છે તે ઉપર થી તે વ્યક્તિ નું વ્યક્તિત્વ પોતે જાણે છે એવું લોકો માનવા લાગે છે. પરંતુ મારી દ્રષ્ટિએ કદી કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ ને ઓળખી શક્તી નથી ........
વ્યક્તિ માત્ર પોતે જ પોતાને સંપુર્ણ પણે ઓળખે છે. જો તે આંતરિક રીતે જાગૃત હોય તો, તથા પોતાના ગુણ જોડે અવગુણ ને પણ પંપાળવા ના બદલે ઓળખે તો .
દુનિયાના દરેક વ્યક્તિ સંપૂર્ણ પણે નિખાલસતા થી જીવી શકતા નથી. કદાચ જીવવા ઈચ્છે તો પણ સામે એવા લોકો મળે છે કે તેને પોતાની જ નિખાલસતા ડંખવા લાગે.
માટે જ સામે નું પાત્ર કેવું છે તે મુજબ દરેક વ્યક્તિ એ પોતાની વાણી,વર્તન,સ્વભાવ બદલવો પડે છે.જેમ કે માતાપિતા, દાદાદાદી,
દોસ્ત, બાળક, ઉચ્ચ અધિકારી, અજાણી વ્યક્તિ વગેરે જેવા અનેક લોકો સાથે તેની સાથે ના સંબંધ મુજબ નો બદલાવ લાવવો પડે છે.
એક શિક્ષક તેના વર્ગ માં જાય અને સીધા જ ભણવા ના વિષય ઉપર ચર્ચા કરવા લાગે.વિદ્યાર્થીઓ ને તે કારણે હંમેશા તેમના વર્ગ માં ભણવા માં ધ્યાન આપવા ને બદલે ખૂબ તોફાન મસ્તી અને અવાજ કરતા. જેથી શિક્ષક હંમેશા બધા ઉપર ગુસ્સો કરતા .
જ્યારે આ જ વર્ગ માં બીજા શિક્ષક આવતા તે સૌ પ્રથમ બધા વિદ્યાર્થીઓ જોડે
હળવા મૂડ માં રસ પડે તેવી વાતો કરતા, અને વિદ્યાર્થીઓ ને ખબર પણ ના પડે તે રીતે મુખ્ય વિષય ભણાવવા નું શરૂ કરી દેતા.દરેક
વિદ્યાર્થી ખૂબ શાંતિ થી અને એકાગ્રતા થી તે
વિષય ભણતા. બસ આ જ આવડત જો બધા શીખી જાય તો આપણી આસપાસ ના ઘણા પ્રોબ્લેમ આસાની થી દુર થઇ જાય.
એ સિવાય સ્વભાવ તો દરેકે સમય અને સંજોગો પ્રમાણે બદલવો જ જોઈએ. તો જ
વ્યક્તિ તેની ધારેલી ક્ષિતિજ ને આંબી શકે છે. જેમ કોમ્પ્યુટર માં , મોબાઈલ માં અપડેટ જરૂરી છે તેવી જ રીતે માણસ ના સ્વભાવ માં પણ અપડેટ ખૂબ જરૂરી છે. આપણાં દેશમાં, દુનિયામાં કેટલાં મહાન વ્યક્તિ ઓ હતા અને છે તેને જે સફળતા ના સોપાનો પ્રાપ્ત થાય છે તે માત્ર હિંમત થી જ નથી મળ્યા.....તેઓના જબરજસ્ત સંઘર્ષ ની સાથે પોતાના સ્વભાવ માં પણ ઘણો બદલાવ લાવ્યા હશે,ધીરજ લાવ્યા હશે ત્યારે તો આવા ધરખમ કાર્યો કરી શકતા હશે.
બે મિત્રો હતા. બંને સાથે ભણ્યા, સાથે મોટા થાય, અને સારા વ્યવસાય માં પણ લાગી ગયા પરંતુ અલગ અલગ જગ્યા એ.
એક ને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થવા લાગી
ખૂબ સિધ્ધિ ઓ મળવા લાગી.જ્યારે અન્ય ને કામ એવું જ હતું પેલા મિત્ર થી કઇ જ ફેર
ના હતો કામમાં , છતાં તેને સફળતા પ્રાપ્ત થવા માં ખૂબ સમય લાગતો અને છતાં મનમાં
સંતોષ નો ભાવ આવતો ના હતો.
એક દિવસ તે તેના મિત્ર પાસે ગયો, અને
તેને પૂછ્યું કે ,"તારું અને મારું ભણવા નું સરખું હતું , આપણો વ્યવસાય પણ સરખો જ છે. છતાં સફળતા મળવા માં તને આસાની થી મળે છે અને મને સફળતા કેમ બહુ વખત પછી જ મળે છે." ત્યારે તેના મિત્ર એ કહ્યું , " હું જે કાર્ય કરું છું તેમાં નાના માં નાની વસ્તુ નું જાતે નિરીક્ષણ કરી ને કાર્ય પૂર્ણ કરું છું, અને લોકોને તેની સમજણ ની ભાષામાં સમજાવું છું. જેથી તે કાર્ય ખૂબ ઝડપથી અને ઉત્સાહ થી સમય કરતાં વહેલું પુરુ થાય છે .બસ મારી સફળતા નું કારણ આ જ છે". તે મિત્ર ની વાત સાંભળીને બીજા મિત્ર ને પોતાની ભૂલ સમજાય ગઈ.
તે પોતે જાતે કાર્ય નું નિરીક્ષણ ના કરતો અને લોકો ને સોંપી દેતો. પોતે માત્ર જોવા ખાતર જોતો. ન ક્યારેય લોકો જોડે શાંતિ થી વાત કરતો. બસ તેને પોતાની ભુલ સમજાય ગઈ.
બસ આવી જ નાની વાતો દ્વારા આપણાં સ્વભાવ માં ફેરફાર લાવીએ તો ચોક્કસ સફળ થવાય છે તેમ હું માનું છું.