Maari Maa in Gujarati Biography by Shree...Ripal Vyas books and stories PDF | મારી માં......

Featured Books
  • बड़े दिल वाला - भाग - 5

    अभी तक आपने पढ़ा कि अनन्या वीर के पत्र को पढ़कर भावुक हो गई औ...

  • Age Doesn't Matter in Love - 24

    आन्या कमरे में थी ।   आन्या ने रेड कलर का लहंगा पहना हुआ था...

  • मझधार

      प्रेमी युगल अपने-अपने घरों में करवटें बदल रहे थे, नींद किस...

  • The Book of the Secrets of Enoch.... - 5

    अध्याय 22, XXII1 दसवें स्वर्ग पर, {जिसे अरावोथ (Aravoth) कहा...

  • रामेसर की दादी

    रामेसर अब गाँव का भोला-सा लड़का नहीं रहा। समय ने उसे माँजा,...

Categories
Share

મારી માં......

બાહ્ય જગત માં જીવતા એક સંતાનના આત્મા નો અવાજ......
મિત્રો, દરેક ને પોતાની માતા ખૂબ જ વ્હાલી હોય છે તેના વિશે લખતા હંમેશા શબ્દો ઓછા પડે છે.
આજે વાર્તા સ્વરૂપે કોઈ ની સંંવેદના તમારા હદય સુધી પહોચાડવા પ્રયત્ન કરુંં છું.🙏

હું જ્યારથી તેેેને ઓળખતી થઈ ત્યારથી જોયું કે તે ખૂબ સરળ સ્વભાવની
હતી. તે એકપણ વાત માં માથું ના મારતી કે ખોટી દલીલો કરીને ઘરનું વાતાવરણ દૂષિત થાય તેવું પણ ના કરતી. તે કંઈપણ ફરિયાદ વગર દિવસ દરમિયાન ની પોતાના કુટુંબ પ્રત્યે ની ફરજ બજાવ્યા કરતી. તે કોઈ દિવસ સગાંવહાલાં ની નિંદા કરવી કે કુથલી કરવી એવા વિષયો થી દુર રહેતી.
તે નાની હતી ત્યારથી ખૂબ ઉત્સાહી, શોખીન હતી. દરેક કાર્ય ઉત્સાહ પૂર્વક ખૂબ પ્રેમ થી કરતી. તેણે જીવનમાં તેના ભાગે જે કંઈપણ પરિસ્થિતિ આવતી તે સ્વીકારીને આગળ વધતી.... તેણે તેના જીવનની ઘણી વિટંબણાઓ પોતાના ઉપર હાવી નથી થવા દીધી. પરંતુ તે સમયને તેણે શાંતિથી પસાર થવા દીધો છે. તેણે ક્યારેય પોતાના ઉપર આવતી આફતની ફરિયાદ નથી કરી.
છતાં વધતી ઉંમર સાથે એક સમય એવો આવ્યો કે તે તૂટી ગઈ. તેની મનોવ્યથા બીજા સ્વરૂપે બહાર આવતી થઈ.... અને સ્વજનો તે સમજી ના શક્યા.....તેઓ ને પ્રેમ તો ખૂબ હતો "માં" પર પણ દરેક માં વ્યથા સમજવા ની શક્તિ નથી હોતી ને !
હકીકત એ હતી કે તેના વિચારોને સમજી શકે તેવા આત્મીયજન તેની આસપાસ હતા જ નહીં. તેથી તે મોટેભાગે શાંત રહેતી. પણ તેની અંદર ઘણુંબધું ન ગમતું થતું તે વાત નો લાવા બળતો રહેતો.
"માં" ને વાંચનનો ખૂબ શોખ હતો. તે તેનું કામ પરવારીને વાંચવાનું કાર્ય કરતી. તેને કારણે તેના વિચારો જમાના સાથે તાલમેલ કરે તેવા આધુનિક હતા. તે ખોટા રીતરિવાજ માં માનતી ન હતી. તે મંદિર જઈને અમુક કલાકો ત્યાં આપીને પછી ઘરની વ્યવસ્થા બગડે તેવા દર્શન કે પૂજા માં માનતી ન હતી. તે કહેતી કે ઈશ્વર આપણી અંદર જ છે. કોઈપણ કાર્ય કરતા કરતા માનસ પૂજા, સ્મરણ કરી શકાય. તેના વિચારો ખોટી વસ્તુ ને પ્રોત્સાહિત કરે તેવા ન હતા.
આવી હતી મારી "માં". તેના વિશે જેટલું લખું તેટલું ઓછું પડે છે.મારી માટે તે મહાન હતી અને હંમેશા રહેશે કારણ કે તે મારી "માં" છે.
દરેકને માટે પોતાની માતા ખૂબ પ્રેમાળ હોય છે.દરેક "માં" ની વાર્તા ભલે અલગ હોય પરંતુ તેની પોતાના બાળકો માટે ની ભાવના સરખી જ હોય છે.માટે હંમેશા માતા-પિતા ની દરકાર કરવી જોઈએ. બીજું કંઈ નહીં તો તેને સન્માન તો આપવું જોઈએ. તેને દરરોજ કેમ છો ? એટલું પૂછવા થી જ ગદ ગદ થઈ જાય છે અને સંતોષ માને છે. આજસુધી ઘણું બધું માં ની મમતા વિષય પર લખાયું છે. છતાં દરેક લખાણમાં કેટલી વિવિધતા છુપાયેલી હોય છે. ભાવાર્થ એક જ હોય છે પણ અર્થ અલગ અલગ હોય છે. આ તો વર્ષો થી ચાલતું આવ્યું છે અને આગળ પણ ચાલતું રહેશે તેવો અમર વિષય છે. એવું મને લાગે છે. આ વિષય ક્યારેય જૂનો નહિ થાય પરંતુ હંમેશા નવીનતા લાવશે.
તો તમને શું લાગે છે ?


કવિતા સ્વરૂપે....."માં"
તારા આંચલની હૂંફ મને યાદ આવે છે માં...
તારા હાલરડાંમાં સુખે થી પોઢવું યાદ છે માં..
તારા હાથનો ભરેલો કોળિયો યાદ છે માં...
તારી આંખોમાં મારી માટેનું વ્હાલ યાદ છે માં
તારા વ્હાલપ નો દરિયો મને યાદ છે માં...
તારી મમતાની યાદ આજે પણ એવી તાજી છે મારી વ્હાલી માં........