aakansha books and stories free download online pdf in Gujarati

આકાંક્ષા

મિત્રો, આ જીવનલેખ વાંચી ને આપ નો શું પ્રતિભાવ છે તે જણાવવા ઉત્સાહિત થશોજી....🙏


હા..... તેનું જ નામ આકાંક્ષા.....જેવું નામ તેનું નામ તેવું જ તેનું માનસ.....

હંમેશા ઉછળતી-કૂદતી આવે અને ખુશ થતી બોલે, "આજે મેં સરસ સ્વપ્ન જોયું".

જેમ જેમ આકાંશા મોટી થતી ગઈ તેમ તેમ તેનો થનગનાટ શાંત યૌવના માં પલટવા લાગ્યું.....

તે પોતાની લાગણીઓને સમજવા ને બદલે અન્ય ની લાગણીઓને સમજતી થઈ ગઈ...

હંમેશા અન્યને મદદરૂપ થવું, અન્ય માટે શું સારું થઈ શકે તે જ વિચારતી, લોકોની વાતો સાંભળીને સાત્વંત આપતા આપતા જાણે તે ખુદ નું અસ્તિત્વ જ ભૂલી ગઈ....

આમને આમ તેના લગ્ન પણ થઈ ગયા અને બે બાળકોની માતા પણ બની ગઈ.પછી તો બાળકો માં તેનું જીવન વ્યસ્ત થઈ ગયું.

સમાજના વ્યવહારો અને જવાબદારી સાંભળતા સાંભળતા જાણે આકાંક્ષા પોતાના થી ખૂબ દુરને દૂર જવા લાગી.....તે એટલી દૂર જતી રહી કે જાણે પહેલાની ઉછળતી-કૂદતી આકાંક્ષા જ નથી....

તેની એક જ ધૂન કે લોકો ને તેનાથી ખુશ કઈરીતે રાખવા....તે આવા વિચારો સાથે પોતાની નાનકડી નૈયા આગળ ને આગળ ચલાવવા લાગી....તેની જિંદગી ના ડગ આ રીતે આગળ વધવા લાગ્યા....

તેણે અને તેના પતિએ તેના બંને બાળકોને સારું ભણતર આપ્યું, સારામાં સારું વ્યક્તિત્વ આપ્યું અને સારા સંસ્કાર પણ આપ્યા.....આમ તેના બંને બાળકો મોટા થવા લાગ્યા. બાળકો પણ હવે પોતાનું દરેક કાર્ય જાતે કરતા થઈ ગયા. ધીમે ધીમે આકાંક્ષા ને પોતાના આ પ્રકાર ના વહેવારો અને જવાબદારી માંથી સમય મળવા લાગ્યો.

ત્યારે તેના બાળકોએ જ તેને ગમતી વસ્તુ કરવા પ્રોત્સાહિત કરી કે, " માં, તે અમારા બધા માટે ખૂબ બધું કર્યુ છે હવે તું તારા માટે કંઈક કર. જે તને ગમતું હોય, જે તે ભૂતકાળ માં અધૂરું મૂક્યું હોય કે છોડવું પડ્યું હોય. તને નવું નવું શીખવું ખૂબ ગમે છે તે તું શીખ. તને ખુશી મળે તેવું કંઇક કર."

પછી તો આકાંક્ષા પોતાની પાછલી જિંદગી માં ડૂબકી મારી ને પોતાના શોખ ને બહાર કાઢ્યા....સૌથી પહેલા તેને યોગાસન ગમતા તેથી લોકોને યોગા શીખવવા નું શરૂ કર્યું, પછી અમુક સમય બાદ નાના બાળકો ગમતા હોવા થી સ્કૂલ માં શિક્ષિકા ની સેવા આપી. તેની સાથે સાથે ડબલ માસ્ટર ડિગ્રી નું શિક્ષણ પ્રાપ્ત કર્યું.

આ દરેક જગ્યાએ તેના કુટુંબીજનો એ ખૂબ સાથ સહકાર આપ્યો.પછી તો આકાંક્ષા પછી પહેલા જેવી હસતી- ખુશ રહેતી આકાંક્ષા બની ગઈ.

ત્યાર બાદ અમુક વર્ષોથી આ જિંદગી માં સ્થિરતા મેળવતા જીવન માં થોડો ફેરફાર આવ્યો.તેના પતિ ની જોબ અન્ય દેશ માં બદલાય.તેથી આકાંક્ષા પણ તેના બાળકો જોડે ત્યાં ગઈ....

આકાંક્ષા ની જોબ છૂટી ગઈ....પછી આ અજાણ્યા દેશ માં એકલી પડી ગઈ... પોતાનો દેશ છોડ્યા નું દુઃખ, પોતાના સ્વજનો છોડ્યા નું દુઃખ....તે બધા માંથી બહાર આવી ને તેના જ બાળકો ના આગ્રહ થી લખવા નું શરૂ કર્યું જે વર્ષો પહેલા મૂકી દીધું હતું ! સાથે તેને પેઇન્ટિંગ કરવા નો શોખ તેથી તે શીખવા નું શરૂ કર્યું, આકાંક્ષા ને નૃત્ય કરવું પણ ખૂબ ગમતું તેથી તેને કથક શીખવા નું પણ શરૂ કર્યું.

આમ તેણે જેની કલ્પના પણ કરી ન હતી તે બધી જ ઈચ્છા ઓ પૂર્ણ થઈ.તે ખૂબ ખુશ થઈ. ઈશ્વર નો આભાર માન્યો કે જેની કલ્પના પણ ન હતી તે બધું જ તેને પાછું મળ્યું.

જાણે તેનું જીવન તેના લક્ષ્ય સાથે સંપૂર્ણ સંતોષ પૂર્ણ થવા ને આરે જઈ રહ્યું છે.

તો શું લાગે છે મિત્રો ! જેમ આકાંક્ષા ની ઈચ્છા પૂરી થઈ તેમ થાય તો જીવન કેવું આહલાદક લાગે.... પણ તેની માટે કોઈ નું પ્રોત્સાહન તો બરાબર છે પરંતુ સાથે જીજીવિષા અને દ્રઢ સંકલ્પ ભરી હિંમત ની પણ જરૂર પડે તેમ મારુ માનવું છે.
🌟🙏🌟