Lagnpratha vishe charcha books and stories free download online pdf in Gujarati

લગ્નપ્રથા વિશે ચર્ચા

અત્યારે ઘણા લોકો લગ્નપ્રથા નો વિરોધ કરે છે.એમને ધ્યાનમાં રાખીને આ લેખ લખેલ છે.

લગ્નપ્રથા ના હોય તો...?
એક વાત ધારો કે તમારૂ નકકી થયુ કોર્ટ માં જઈને સહી કરી લીધી. લગ્ન થઈ ગયા..... ....લગનની‌ ગંભીરતા સમજાતી જ નથી...આમાં ટુ વ્હીલર પરચેસ કરી હોય એવું લાગે....કોઈ જાતનું એટેચમેન્ટ થતું જ નથી.
વિધીવત લગ્ન કરયા પછી દુલ્હા દુલ્હન ની જાણ બહાર એમનામાં ઘણો ચેન્જ આવી જાય છે.
મા બાપ લગ્ન દરમ્યાન જે ઘસાયા હોય, જે ખરી-ખોટી સાંભળી હોય, ઘણુ સહન કર્યું હોય...એને લીધે નાની નાની વાતમાં રીસાઈને પિયર ભાગી જઈને મા બાપને નિરાશ ના કરાય એવું આજના સંતાનો આ રીવાજના લીધે સમજતા થાય છે અને એમનામાં જતું કરવાનો ગુણ કેળવાય છે અને એ ગુણ આગળ જતા એમને જ સુખી લગ્નજીવન બક્ષે છે.
બીજુ શહેરની છોકરીઓ સુવાવડ દરમ્યાન બધું જ પડતું મુકીને જયારે એક વરસ જેવું ઘરમાં રહે ત્યારે એમના જે માનસિક હાલ થાય છે એ સ્ત્રીઓ જ એ વાતની ગંભીરતા સમજી શકે કે રૂઢિચુસ્ત ગામમાં આજીવન એક જ ઘર સાચવીને બેસી રહેલી બહેન દીકરીઓ જે ખાસ કરીને ગામડામાં રહેતી હોય એ ગામની બહાર તો દૂરની વાત છે પણ ઘરની બહાર પણ નીકળી શકતી નથી.....એ લોકો જયારે આવા પ્રસંગો એટેન્ડ કરે છે,એ લોકોનું માઇન્ડ અજીબ ચાર્જ થઈ જાય છે, વર્ષો નો થાક ઉતરી જાય છે... થોડા દીવસો માટે ઘરની ગુંગળામણ માંથી મુક્તિ મળે છે ત્યારે ઘણા સમય પછી ઘરની બહાર નીકળવાનો ઉમંગ તો રહે છે ઉપરથી ઘરના થી થોડા દૂર રહીને સબંધીઓ જોડે અમુક સમય વિતાવવાને લીધે ઘરની લાઈફ સ્ટાઈલ સુધારવાના તેમજ અપગ્રેડ થવાના આઈડિયા મળે છે. લગ્નમાં ટોળામાં રહેવાના લીધે સારા ખરાબ નો ભેદ સમજાતો થાય છે. એમાંય શહેરમાં લગન હોય તો તો આવી લેડીઝનો ઉત્સાહ કંઈક અલગ જ હોય...
કહેવાનો મતલબ તમે જેટલા લોકોને આમંત્રણ આપશો ભવિષ્ય માં એટલા લોકોને ત્યાંથી જ આમંત્રણ મળશે બાકી ભવિષ્ય એક ઘર નામનાં જંગલમાં રહેવા જેવું હશે.આમંત્રણ હશે તો કપડા ખરીદવાનું મન થશે, ઘરેણા પહેરવાની ઈચ્છા થશે,જીવન જીવવાનો ઉત્સાહ રહેશે.

લગનનો મોટો ફાયદો

જીંદગી માં તારા પપ્પા બાર વાગ્યા પહેલા ઉઠતા નહોતા આ તો લગન પછી.....(રોજ સવારે પાંચ વાગ્યે માં ઉઠાડી દેતા હોય સાલુ કેવું થાય?)

તારી હું સાસુ જ્યારે કોલેજમાં ભણતી હતી ને ત્યારે એ વખતે બાર સો રૂપિયા ની ચણીયા ચોલી લાવેલી(માસીજી જયારે આવું કહે ત્યારે કેવો પિત્તો જાય ... સાસુ તો મને ગરબા રમવાની જ ના પાડે છે)

આપણી સામે સંસ્કારી અને સિદ્ધાંતવાદી દેખાતા આપણા ઘરના ના સિક્રેટ મામા ફોઈ માસીજી પાસેથી જ જાણવા મળે... અને જો એ સમયે આપણા સાસુ સસરા મમ્મી કે પપ્પા હાજર હોય તો મોઢા જોવા જેવા હોય હો...?
આવા રીવાજો હોવા જ જોઈએ તો જ ખબર પડે ને આજના રામ-સીતા પહેલા કેવા હતા....?
એટલું જ નહીં..?
આજે પણ એવા ઘણા લોકો છે જેમના માટે દીકરા દીકરીના લગન પહેલો અને આખરી અનુભવ છે. એક બજેટની અંદર કપડા ની ખરીદી,બહારથી આવતા મહેમાનો માટે ખાવા સૂવાની વ્યવસ્થા, મહેમાનો ની એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવાની વ્યવસ્થા , રસોઈયા, ડેકોરેશનવાળા, પાણી વાળા, ગોર મહારાજ, કરીયાણાવાળા, વાડીવાળા, મોટી કવોન્ટીટી માં દૂધ શાક ફળની વ્યવસ્થા, ફૂલવાળા, ગરબા માટે ડીજે કે ઓરકેસટાવાળા, જાન લઈને કેવી રીતે પહોંચવું, એમાંય મહેમાનો ને સમય આપવો, છોકરી ના લગ્ન હોય તો જાનૈયાઓને સાચવવા,ઉપહાર આપવા આટલા બધા જોડે માથાકૂટ કરી ને પ્રસંગો પતે તોય કોઈક ભુલો કાઢે કોઈ વખાણ કરે આપણને પણ આપણી ભુલો ધ્યાનમાં આવે આટલો બધો અનુભવ એક સાથે આપણને બીજે ક્યાંય મળતો નથી,
વાચકો ને એટલું જરુરથી કહીશ કે લગન પ્રસંગ સારી રીતે પૂરો કરવો એના કરતાં મેનેજમેન્ટ ની ડીગ્રી લેવી સહેલી છે .
એક વાતનો વાચકો જરૂર જવાબ આપજો, આપના ઘરમાં આવો પ્રસંગ પુરો થયો હોય એ પછી તમારુ કેટલું ઘડતર થયું જરુર જણાવજો.



.....વાંચવા બદલ આભાર