Kadach aevu bane to? books and stories free download online pdf in Gujarati

કદાચ એવું બને તો?

એક અઠવાડિયા પહેલાં સરકારે જાહેર કર્યું કે અગામી મહીનાથી અનામતનો કાયદો નાબૂદ કરવામાં આવશે.અચાનક ભારતમાં દરેક રાજ્યોમાં તોફાનો ચાલુ થઈ ગયા. જે કેટેગરીના લોકો અનામતનો લાભ લેતા હતા એ લોકોએ બંડ પોકાર્યું હતું. જાહેર સંપત્તિની તોડફોડ ચાલુ કરી નાખી હતી.દુકાનોના શટર ખુલવા દેતા ન હતા અને જો શટર ખુલ્લા હોય તો તોડફોડ મચાવતા હતા.
૧૨૦ કરોડ ની વસ્તીમાંથી ૫ કરોડ લોકો આ આંદોલનમાં જોડાયેલા હતા બીજા ૧૧૫ કરોડ લોકોની હાલત કેવી હતી? ૧૧૫ કરોડ માંથી ૫૦ ટકા કરતાં વધારે લોકો મોટા શહેરોમાં વસતા હતા.
વધી વધીને એક અઠવાડિયા જેવો સામાન એ લોકો ઘરમાં રાખતા હતા એમાંય અમુક ફેમિલી તો એવા હતા જે સાંજે ખરીદી કરીને આવે, રાતે જમવાનું બનાવે અને સુઈ જાય. બીજા દિવસથી વાત બીજા દીવસે.
ઇમર્જન્સીમાં swiggi, zomato વગેરે પરથી order કરીને ડિનર, લંચ, બ્રેકફાસ્ટ પતાવી શકતા હતા એટલે એક નાનકડા મકાનમાં જગ્યાઓ રોકીને ક્યાં ટેન્શન લેવું? એવી શહેરીજનોની વિચારધારા હતી.

પાછળના વર્ષોમાં પાટીદાર સમાજનું આંદોલન, જાટ સમાજનું આંદોલન વખતે તો જે તે વિસ્તારમાં અથવા તો રાજ્યમાં ફક્ત ઇન્ટરનેટ બંધ થયા હતા, સંવેદનશીલ વિસ્તારોમાં કરફયુ લગાવવામાં આવ્યો હતો.
પણ આ વખતના આંદોલને બહુ વિકરાળ સ્વરૂપ લીધું હતું.સરકારે દરેક લેવલે કરફ્યુ લાદ્યો હતો. શાળાઓ હોસ્પિટલો, બેંકો સાથે ખોટી અફવાઓ ના ફેલાય અને મોટી સંખ્યામાં ટોળા ભેગા ના થાય એટલે ઈન્ટરનેટની સાથે સાથે કોલીન્ગ સેવાઓ પણ બંધ કરી દીધેલ હતી.
દુકાનો વાળા સેવાના હેતુથી રાતે કલાક માટે બધાને જરૂરિયાત પૂરતો સામાન દુકાન ખોલીને આપતા હતા. જે જે લોકો ઓનલાઇન ખરીદી નો આગ્રહ રાખતા હતા એ લોકોનો દુકાનવાળાઓ, લારીવાળાઓ સાથે હાય હેલોનો સંબંધ પણ ન હતો. જે દુકાનો વાળા જોડે પૂરતો સ્ટોક હતો એ લોકો આવા લોકોને ચાર ચાર ગણા રૂપિયા લઈને સામે માલસામાન આપતા હતા અને જેની જોડે લિમિટેડ સ્ટોક હતો એ લોકો એમના કાયમી ઘરાક ની ડિમાન્ડ મુજબ વસ્તુઓ ઉધારીમાં આપી દેતા હતા કેમ? કારણ કે એ લોકોએ ઓનલાઇન આટલો બધો scope હોવા છતાં હંમેશા જે તે લોકલ દુકાનદારને ત્યાંથી જ ત્યાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખતા હતા. એમાં ઘણા લોકો તો એવા હતા કે જેના ખિસ્સામાં રોકડ જ ન હતી. એમના પૈસા તો બધા પેટીએમ, phonepe અને બેંકમાં પડેલા હતા.પણ આવા સમયે ખાતામાં ૫૦,૦૦૦/- પડ્યા હોય તો પચાસ લાખ પડ્યા એની કોઈ કિંમત નહોતી.જેની જોડે રોકડા રૂપિયા હોય અથવા દુકાનદાર ઓળખીતો હોય એ લોકો જ ખરીદી કરી શકતા હતા.
આજે કરફ્યુ લાગ્યે એક અઠવાડિયા કરતાં વધારે સમય થયો હતો‌. જે લોકો સમજદાર હતા એ લોકોએ તો ગામડાની વાટ પકડી લીધી હતી પણ જે લોકોએ ગામડામાં પણ સંબંધ નથી રાખ્યો એ લોકોના તો બહુ જ બુરા હાલ હતા.
કેટલાય લોકો ભૂખે મરતા હતા.
સવારે ઊઠીને નોટીફીકેશન જોઇને જીમમાં જતા, જીમ માંથી આવીને બ્રેકફાસ્ટ દરમ્યાન પણ નોટિફિકેશન જોતા. શાળા અને કોલેજોમાં પણ નોટિફિકેશન on રહેતું હોય. નોટીફીકેશન ની બીપ વાગે એટલે જ્યાં સુધી જુએ ત્યાં સુધી ચેન ના પડે એવા લોકો તો રીતસરના ગાન્ડા જેવા થઈ ગયા હતા.
ઇન્ટરનેટ અને કોલિંગ બંધ છે એ જાણતા હોવા છતા પણ પંદર પંદર મિનિટે ફોનમાં ટાવર આવ્યુ કે નહીં એ જોતા હતા. જુના જુના ફોટા અને વિડીયો જોઈને ટાઇમપાસ કરતા હતા કારણ કે ઘરના લોકો સાથે અમુક સમયથી વધારે બેસવાની એમની આદત જ નહોતી.
સારાંશ:
આજે ટેક્નોલોજી ને લીધે આપણે જમવાનું કે જમવાની વસ્તુઓનો સ્ટોક કરતાં નથી. ભવિષ્યમાં એવું થશે કે ઓનલાઈન તમારે તમારી સાઇઝ અપલોડ કરી દેવાનું અને ૧૧૦/- રૂપિયા જેવું per day rent હશે.રાતે જે તે કપડાનો ઓનલાઈન ઓર્ડર કરી દેવાનો અને બીજે દિવસે સવારે એ કપડા તમારે ત્યાં આવી ગયા હશે.આવુ મકાનમાં પણ થશે. મેહરબાની કરીને કપડા,મકાનની બાબતમાં ઓનલાઇન ના રવાડે ચડીને ખરીદવાનું બંધ ના કરતાં નહીંતર આવી કટોકટીની પરિસ્થિતિમાં એકના એક કપડા દસ દિવસ પહેરવાનો વારો આવશે.
તમારી રોટી તો તમે વિજ્ઞાન(ઓનલાઈન શોપિંગ ડીજીટલ માર્કેટ) ને આપી દીધી છે પણ કપડાં અને મકાન ના આપો એવી મારી તમને નમ્ર વિનંતી છે કારણકે online વસ્તુ આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણા વોલેટમાં અથવા તો આપણા કાર્ડમા રૂપિયા હોય. તમે ગમે તેટલી ખરીદી કરો ને રૂપિયા પુરા એટલે સબંધ પૂરો. local શોપિંગ અને ઓનલાઇન શોપિંગ ની ગણતરી કરશો ને તો 15 ટકાથી વધારે ફેર નહીં પડે.

ભવિષ્યમાં યુદ્ધ ની પરિસ્થિતિ આવે,દુકાળ, પૂર જેવી આફત આવે,કટોકટી આવે ત્યારે આવા સંજોગો ઉભા થઈ શકે છે.
કલ્પના કરજો એકવાર...
કદાચ એવું બને તો?