Prem Angaar - 43 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 43

પ્રકરણ : 43

પ્રેમ અંગાર

આજે વિશ્વાસનો એમેરીકન ટીવી પર સાયન્સ અને વૈદીક સાયન્સ પર એક ડીબેટમાં કાર્યક્રમ હતો. એનું એનાઉસમેન્ટ ઘણાં સમયથી થઈ રહ્યું હતું ભારતીય ન્યૂઝ ચેનલે એ પ્રોગ્રામ ઇન્ડીયામાં પણ લાઇવ બતાવવાનું નક્કી કરેલું એના અંગે ટીવી તથા ન્યૂઝપેપર્સમાં પણ જાહેરાત આવતી હતી. આસ્થાને જાણ હતી એણે સમયસર ટીવી ઓન કર્યું અને વિશ્વાસ અને બીજા વિજ્ઞાનીઓની વચ્ચેની ડીબેટ એણે લાઇવ સાંભળવાની ચાલુ કરી.

આસ્થા વિશ્વાસને જોઇને ખૂબ જ આનંદીત થઇ ગઇ. એણે ટીવી સ્ક્રીન પર વિશ્વાસને ચૂમી લીધો પછી એનાં પાગલપનથી શરમાઇ ગઇ. વિશું શું બોલશે ? બસ એ સાંભળવા તલ્લીન થઇ ગઇ વિશ્વાસે આને વૈદિક વિજ્ઞાન પર પોતાનો લેખ સંભળાવ્યો એની સામે કોઇ પ્રશ્નો હોય તો પૂછવા જણાવ્યું.

બધાએ વિજ્ઞાન અને વૈદીક વિજ્ઞાનને લગતાં પ્રશ્નો પૂછ્યાં એક બટક બોલીએ કહ્યું મી. વિશ્વાસ તમારાં આ કાર્યો માટેનું પ્રેરણા બળ કોણ છે ? વિશ્વાસે કહ્યું “આસ્થા” એટલે વિશ્વાસ વિશે જાણકારે પૂછ્યું “યુ મીન યોર ફીયાન્સી આસ્થા ?” આસ્થા તો આ સાંભળીને આનંદીત થઇ ગઇ. વિશ્વાસ માટેનો રોષ શાંત થઇ ગયો. અને આગળ વિશ્વાસ જે બોલ્યો સાંભળી ગુસ્સાથી લાલ થઇ ગઇ એને તમ્મર આવી ગયા. વિશ્વાસે પત્રકારને કહ્યું “આસ્થા એટલે માય ફેઇથ મારી શ્રધ્ધા. કોઇ માણસ કેવી રીતે પ્રેરકબળ હોઇ શકે ? મારી અંદરનો મારો આત્મવિશ્વાસ અને શ્રધ્ધા જ મારી સફળતાની નિશાની છે. મારી મહેનત, મનન અને જ્ઞાને જ મને સફળતા અપાવી છે.

આસ્થા વિશ્વાસને સાંભળી રહી. વિશ્વાસે જે જવાબ આપ્યો એનાથી સ્પષ્ટ થઇ જતું હતું કે એ બધાને ભૂલી રહ્યો છે જેણે એનાં જીવનમાં જ્ઞાન સંસ્કાર-રેડ્યા એ બધાનું ઋણ ભૂલી રહ્યો છે એ જ મહાન છે એ જ સર્વોત્તમ છે એવું અભિમાન આવી ગયું છે. આસ્થાએ મનમાં વિચાર્યું “વિશ્વાસ તમે ક્યાં ચાલી નીકળ્યાં છો ? આ ડગર ઉપર હવે બસ પતન જ છે તમે સામે ચાલીને તમારી હાર માંગી રહ્યા છો. તમારા જેવો વિચારશીલ, ચારિત્ર્યશુધ્ધ માણસ પતનનાં માર્ગે જ જઇ રહ્યો છે. પાછા વળો વિશ્વાસ આટલું અભિમાન સારું નહી. કહી એણે ફોન ઉપાડ્યો મેસેજ લખ્યો.

આસ્થાએ મેસેજ લખવા ફોન ઉપાડ્યો અને છેલ્લો પ્રશ્ન કાને પડ્યો. એક રંગીન પત્રકારે પૂછ્યો પ્રશ્ન “વિશ્વાસ સર તમે તમારાં વતનમાં ગયા નથી તો તમારી અહીં રાત રંગીન કોણ કરે છે ? સવાલ સાંભળી વિશ્વાસનાં ભવા સંકોચાયા ગુસ્સામાં નજર કરી કહ્યું એ બોલવા જાય પહેલાં કોઇ બોલ્યું “સરની ગુલાબી આંખોનો નશો રૂબીના... વિશ્વાસે ઇન્ટરવ્યુ છોડીને ચાલ્યા જવાનું મુનાસીબ માન્યું. આસ્થાથી સંભળાયું નહી એને થયું આ શું ચાલી રહ્યું છે. વિશ્વાસને મારે અટકાવવા પડશે એમનું આવું ચારિત્ર્યહિન ના થવું જોઇએ. એણે ફોન ઉપાડીને વિશ્વાસને ફોન કર્યો પરંતુ એનો ફોન ના લાગ્યો. રીંગ વાગી તરત જ કટ થઇ જતો હતો. એને માલુંમ પડ્યું એને બ્લોક કરેલી છે. એણે મેસેજ કર્યો.

વિશ્વાસ તમે ક્યાં ખોવાયા છો ? તમારું નામ પ્રસિધ્ધિ ખૂબ જ ગૌરવ આપે છે પણ તમારું જીવન તમે ક્યાં જીવો છો ? ક્યાં ગયા તમારા ઉચ્ચ વિચારો આટલો સમય વ્યતિત થઈ ગયો ના તમારો ફોન ના મેસેજ. આજે આ છેલ્લો સંદેશ મારો મોકલવા પ્રયત્ન કરું છું પછી ખબર નથી મારું જીવન શું હશે ? હશે કે નહીં ? પણ તમારો વિરહ મંજૂર કરેલો તમારો વિશ્વાસઘાત નહીં જ હવે જીવવું ખૂબ દુષ્કર લાગી રહ્યું છે. માં ગયા પછી પણ તમારું જ આગંણું શોભાવી જીવી રહી છું પળ પળ તમારા આવવાની રાહ જોઉં છું. હવે આંખો નિસ્તેજ થવા લાગી છે. શરીરમાં ભૂખ તરસ મટી ગયા છે કેમ કરીને આ દિવસો વ્યતિત કરું છું માત્ર તમારા આગમનની વાટમાં... વિશુ તમને આ કવિતા મારી છેલ્લી મોકલું છું. તમારી કવિતાઓનો સંગ્રહ પણ પુસ્તકરૂપે પ્રકાશિત કર્યો છે. “દિલ”.

“ઉન્નત શિખર સર કરતો અધોગતિની ખીણમાં પડ્યો

પવિત્ર વિદ્યામાં પારંગત ગંદી મેલી રીતમાં તું ફસાયો.

ક્યાં ગયો રોબ તારો ધનવાન તું ભલે પૈસાથી નહોતો

ધન કમાઇ પ્રસિધ્ધિની ચાલમાં તારો આત્મા ખોવાયો

પ્રેમલક્ષણાં ભક્તિ કરતો વાસનાનાં કાદવમાં ખુંપાયો

આંતરમનમાં નાદ છોડીને તું ભૌતિકવાદમાં ચાલ્યો

માં વતન પ્રેમ તરછોડી કાળા ચળકાટને વાદે ચઢ્યો

જીવતર તારું થયું નકામું તે આસ્થાનો સાથ છોડ્યો.

નહીં મળે તને તારું કોઇ પોતાનું નિસંદેહ તું રોડાયો

કરી લે તું મોજ પરદેશમાં દેશમાં કોઇ ના રહ્યું તારું

સાચાં પ્રેમને દેખે ચઢાવી તેં સંસ્કાર કુળવાગોળ્યા

“દિલ” પર પત્થર રાખી તને છેલ્લો સંદેશ મોકલાવ્યો.

આસ્થાએ મોબાઈલમાં ટાઇપ કરીને સેન્ડ કરી દીધો. આસ્થા આજે ખૂબ જ નબળાઇ અનુભવી રહી છે એને લાગે છે એનાં શરીરમાં લોહી જ નથી રહ્યું એનાંમાં ખૂબ જ અશક્તિ વર્તાઇ રહી છે. એ જઇને રૂમમાં પલંગ પર પડી જાણે જીવતી લાશ.

“વિશ્વાસ તમે આવી ગયા ? તમારો ઇન્ટરવ્યુ પુરો થઇ ગયો રૂબીના વિશ્વાસને આવેલો જોઇ એનાં ગળે વળગી ગઇ અને પ્રેમ કરવા લાગી. વિશ્વાસે એને હળવેથી છોડાવી અને કહ્યું રૂબીના મારે આરામ કરવો છે મને એકલો છોડ. રૂબીના કહે એક મીનીટ હમણાં જ તમને ફ્રેશ કરી દઉં છું. તમારી પસંદ હું જાણું છું કહી વિશ્વાસ માટે ડ્રીંક બનાવી લાવી અને વિશ્વાસને પ્રેમ કરવા લાગી. વિશ્વાસની સાથે એણે પણ ડ્રીંક પીવાનું ચાલુ કર્યું બન્ને જણાં ડ્રીંક પીતા પીતા પ્રેમ કરવા લાગ્યા વિશ્વાસ કહે જ્યારે જ્યારે મનને ઓછું આવે અથવા પોતાનો અપરાધભાવ છૂપાવવા ડ્રીંક્સ લેવા લાગ્યો હવે લગભગ એને આદત પડી ગઇ હતી. પણ આજે રૂબીના સાથે ભોગ ભોગવ્યા બાદ એને મનમાં તૃની જગ્યાએ ખાલીપો લાગવા માંડ્યો એનું મન અને આત્મા કંઇક પોકાર કરવા લાગ્યા એ બેચેન બન્યો એણે પોતાનો ફોન ઉપાડ્યો અને આસ્થાને ફોન કરવા નંબર લગાવ્યો આજની બેચેની કંઇક જુદી જ હતી. ફોન લગાડતાં પહેલાં આસ્થાનો મેસેજ વાંચ્યો અને વાંચ્યા પછી સાવ ભાંગી પડ્યો. એણે ફોન બાજુમાં મૂકીને માથું પકડી બેસી ગયો. એને થયું શું થઇ ગયું છે મને ?

વિશ્વાસ ફટાફટ વોશરૂમમાં ગયો શાવર લીધો તૈયાર થયો હેન્રીને બોલાવીને ઇન્ડીયા જવાની ટીકીટ્સ કરાવવા કહ્યું : એણે એના એકાઉન્ટ વિગેરે જઈને બેંકમાં સૂચના આપી ઇન્ડીયનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા મેં ડૉ. રીચડ્સને ફોન કરી કહ્યું સર ! મારે ઇન્ડીયા તાત્કાલીક જવાની જરૂર છે હું પહેલી જ ફ્લાઇટમાં જવા નીકળું છું મને પરમીશન આપો અથવા હું છુટો થઉં છું મારે જઉં જ પડે એમ છે મારું આ સ્વપ્ન નહોતું મારો આત્મા સાચે જ ખોવાયો. જવાબ સાંભળ્યા વિના ફોન કાપ્યો અને જવાની તૈયારી કરવા લાગ્યો. હેન્રીને બોલાવી જરૂરી સૂચના આપી એ ફ્લાઇટ પકડવા એરપોર્ટ જવા નીકળી ગયો.

ચંદ્રવદન ભટ્ટનાં ઘર પાસે ગાડી આવી ઊભી રહી. પરંતુ આજે કોઇ સળવળાટ નથી કોઇ દોડીને ડેલીનાં બારણે ના આવ્યું. વિશ્વાસ ગાડી છોડી દોડીને દરવાજે આવ્યો. દરવાજો બંધ હતો એણે સાંકળ ખખડાવી કાનજીકાકાએ દરવાજો ખોલ્યો. આવી ગયા ભાઈ ? ખૂબ મોડું કર્યું. આસ્થાબહેન અંદર રૂમમાં છે ખૂબ બિમાર છે વિશ્વાસ દોડીને અંદર ગયો આસ્થા પલંગ પર સૂતી છે કાયા સાવ કૃષ થઇ ગઇ છે નિસ્તેજ મુખ પર સાચા પ્રેમનું પવિત્ર તેજ હતું શ્વાસ ઘમણની જેમ ચાલતાં હતાં. વિશ્વાસે બૂમ પાડી “આશુ... આશું હું આવી ગયો. જઇને આસ્થાનું માથું ખોળામાં લીધુ અને કહ્યું, આશુ મને માફ કર મારી ભૂલ થઇ ભૂલ નહીં મોટું પાપ થઇ ગયું મેં બધુ મેળવીને સર્વસ્વ ખોઇ નાંખ્યું છે. તારી વાત સાચી છે ઉન્નત શિખર સર કરતો હું અધોગતીની ગરતામાં નંખાઈ ગયો. આસ્થાને વળગીને એ ખૂબ રડવા લાગ્યો. આસ્થાએ આંખો ખોલી અને મ્લાન હાસ્ય કર્યું સતત વિશ્વાસની આંખોમાં જોવા લાગી. વિશ્વાસે કહ્યું આશું હું આવી ગયો આસ્થા હવે કોઇ પ્રત્યુતર નહોતી આપતી ફક્ત વિશ્વાસની આંખોમાં જોઇ રહી જાણે અત્યાર સુધીની બધી જ ફરીયાદ કરતી રહી. આસ્થાની આંખમાં છેલ્લા આંસુ આવ્યા અને ધસી આવેલાં આંસુ સાથે જીવ પણ નીકળી ગયો. આસ્થા બસ હવે નિર્જીવ આંખો વિશ્વાસને જોઇ રહી.

વિશ્વાસે આસ્થાને ખૂબ હલાવી ખૂબ મનાવી પરંતુ નિષ્ફળ અંતે આત્મા આસ્થાનો વિહાર કરી ગયો. વિશ્વાસથી સહેવાયું નહીં એ ચીસ પાડી ઉઠ્યો “આશુ બોલને કેમ ચૂપ થઇ ગઇ ? મારા ઉપર ગુસ્સો કર, મને ખૂબ સંભળાવ મને મારા સંસ્કાર પ્રેમ બધું યાદ કરાવ મને શિક્ષા કર મને ખૂબ પ્રેમ કર મને માફ કર પણ આમ મને છોડીને ના જઇશ હું નહીં જીવી શકું આશુ મને માફ કર... કાનજી કાકા અને શેરીનાં બધાં જ ઘરમાં દોડી આવ્યા. બધાને ખ્યાલ આવી ગયો આસ્થાબેન નથી રહ્યા. કાનજીકાકાએ આગળ આવી વિશ્વાસને કહ્યું “ભાઈ સાહેબ બહેન બસ તમારી જ રાહ જોતાં.... સવાર સાંજ તમારા નામની માળા જપતાં છોકરાઓને ક્લાસમાં ભણાવતા ભણાવતાં તમારું દ્રષ્યાંત આવતાં એમણે માં ની ખૂબ સેવા કરી ખૂબ. માં ના ખૂબ આશીર્વાદ લીધા. ગામનાં છોકરાઓને ભણાવ્યા. તમારા ટીવી પરનાં કોઇ કાર્યક્રમ જોયા પછી ભાઈ એની તબીયત ખૂબ બગડી. ખાવા પીવાનું લગભગ છોડી દીધેલું છેલ્લા બે દિવસથી એ આ પલંગમાંથી ઉભા નથી થયા. ડૉક્ટર બોલાવેલા પરંતુ દર્દ સમજાયું નહીં દવાઓ આપી પરંતુ દવાઓ લેવાની ના પાડી. ભાઈ તમારા વિના એમનો સંસાર જીવન સૂનૂ થઇ ગયેલું આપણે એમને ગુમાવી દીધા.

પ્રકરણ 43 સમાપ્ત……..

પ્રકરણ 44 માં વાંચો વિશ્વાસે શું શું ગુમાવ્યું અને આસ્થાનું શું થયું ?.

Share

NEW REALESED