Pruthvi:Ek prem katha - 47 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-47

આપણે આગળ ના ભાગ માં જોયું કે નીલાંજના અવિનાશ ને એક રહસ્યમઈ પુસ્તક વિષે જણાવે છે,અને એ પણ સમજાવે છે કે એ પુસ્તકમાં આપેલા મંત્ર થી જ કાયાપૂર પાછું આવી શકાશે.અહી માયાપૂર પહોચ્યા બાદ બધા લોકો અહી નો વિનાશ જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.અવિનાશ બધા લોકો ને અલગ અલગ દિશા માં વહેચાઈ જવા નું સૂચન આપે છે અને એ પોતે રહસ્યમઈ ગુફા તરફ જાય છે,પૃથ્વી ની શોધ કરતાં કરતાં અંધારી રાત થઈ જાય છે,નંદિની અંતિમ વાર પૃથ્વી ને જ્યાં દેખ્યો હતો ત્યાં બેસી ને વિલાપ કરી હતી,ત્યાં પાછળ થી કોઈ આવી ને એનું મોઢું દબાવી દે છે.

ક્રમશ: ......

અહી નંદિની એક પથ્થર પર બેસી ને પૃથ્વી ને યાદ કરી રહી હતી ,ત્યાં પાછળ થી એક પડછાયો એકદમ નંદિની ની પાછળ આવી ને ઊભો રહી ગયો ,પરંતુ નંદિની ને એનો જરા પણ ખ્યાલ ના રહ્યો.

એ વ્યક્તિ એ પાછળ થી ધીમેક થી નંદિની નું મોઢું દબાવી દીધું જેથી કરી ને એ બૂમ ન પાડી શકે.

મોઢું દબાઈ જવાથી નંદિની ડરી ગઈ. અને આમ તેમ તરફડવા લાગી ....પરંતુ એ વ્યક્તિ ની પકડ એટલી મજબૂત હતી કે એ આઝાદ ન થઈ શકી.

એ વ્યક્તિ અવાજ કર્યા વગર ત્યાં થી દૂર એક જગ્યા પર લઈ ગયો.

એ વ્યક્તિ : નંદિની ..... તારે મારા થી ડરવાની જરૂર નથી ,હું તારો દુશ્મન નથી .જો તું અવાજ ન કરે તો હું મારો હાથ હટાવી લવ

નંદિની એ સમજદારી વાપરી અને એને અવાજ નહીં કરવાની ખાતરી આપી.

એ વ્યક્તિ એ પોતાનો હાથ હટાવ્યો.

નંદિની તરત જ એ વ્યક્તિ થી દૂર ખસી ગઈ ,અને જોર જોર થી શ્વાસ લઈ ને હાંફી રહી હતી,મોઢું દબાવા થી એનો શ્વાસ અટકી ગયો હતો.નંદિની એ વ્યક્તિ તરફ જોયું ,એ વ્યક્તિ એ પોતાનો આખો ચહેરો ઢાંકેલો હતો,માત્ર આંખો દેખાતી હતી.

એ વ્યક્તિ : તને તકલીફ થઈ હોય તો ક્ષમા કરજે.

નંદિની : કોણ છો તમે ? મને અહી કેમ લાવ્યા ?

એ વ્યક્તિ : હું તારો દુશ્મન નથી નંદિની.મિત્ર છું.

એ વ્યક્તિ એ પોતાના ચહેરા પર થી આવરણ હટાવ્યું .એ વ્યક્તિ નો મોટાભાગ નો ચહેરો બળી ચૂક્યો હતો ,બસ થોડોક અંશ જ સલામત હતો.

નંદિની ને આ ચહેરો થોડો જાણ્યો પહેચાણ્યો હોય એવું લાગ્યું.

નંદિની : તમે તો .......

એ વ્યક્તિ : હા .... અજ્ઞાતનાથ છું.

( અજ્ઞાતનાથ એ સંશોધક પાગલ વૈજ્ઞાનિક હતો જે માયાપૂર ના અંત માં ટેકરી પર વસવાટ કરતો હતો અને જેને ભૂતકાળ માં થી વિશ્વા અને અવિનાશ ને પાછા લાવવામાં મદદ કરી હતી)

નંદિની : તમારી આવી હાલત ... કેમ ? શું ?

અજ્ઞાતનાથ : હું જીવિત છું એ જ મારા માટે સૌભાગ્ય ની વાત છે ,બાકી માયાપૂર માં જે પ્રલય આવ્યો એમાં તો મારો એક કોષ માત્ર પણ જીવિત રહે એમ સંભવ ના હતું.

નંદિની : તો તમે કઈ રીતે આ પ્રલય માંથી બચી શક્યા.

અજ્ઞાતનાથ : મારા અવનવી રચનાઓ આમ તો મને જીવન ભર કામ લાગી નથી પરંતુ ,જેમ તું જાણે છે કે એમાં થી અમુક સંશોધનો બેશ કીમતી હતા.

એમાં થી એક સંશોધન હતું જીવન જળ.

પ્રલય વખતે આખું માયાપૂર આગ અને જ્વાળામુખી અને લાવા ની ઝપટ માં હતું. હું જ્યાં હતો ત્યાં ઊંચી ટેકરી સુધી લાવા પથરાઈ ગયો હતો,ધીમે ધીમે મારા ઘર સુધી આગ આવવા લાગી જેથી હું એ જીવન જળ ના કુંડ માં છુપાઈ ગયો.આ જીવન જળ એક એવો આવિષ્કાર હતો જેને મારા પ્રાણ એ લાવા થી બચાવ્યા અને એમાં રહેલ પ્રાણવાયુ મને જીવિત રાખ્યો.

પરંતુ એ લાવા એટલો વિનાશકારી હતો કે મારૂ શરીર એ જળ ની અંદર જ જુલસી રહ્યું હતું.હું ત્રણ દિવસ સુધી એ લાવા ના તાપ સહન કરી અંદર છુપાયેલો રહ્યો.

આખરે પ્રલય શાંત થયો ,અને લાવા ઓસરી ગયો.હું જ્યારે એ જળ માથી બહાર નીકળ્યો ત્યારે મારૂ મોટા ભાગ નું શરીર બળી ચૂક્યું હતું ,પરંતુ એ વાત નો આનંદ હતો કે મારા શ્વાસ ચાલુ હતા.

નંદિની ને આ સાંભળી ખૂબ દૂ:ખ થયું

નંદિની : તમે સાચે જ ખૂબ પીડા સહન કરી છે.પરંતુ તમે મને આવી રીતે ત્યાં થી અહી કેમ લાવ્યા ? ત્યાં જ પોતાની હકીકત જણાવી દીધી હોત તો ...

અજ્ઞાતનાથ : નંદિની ...છેલ્લા સાત વર્ષ થી ભય માં જ જીવું છું .....માયાપૂર માથી પ્રાણ ચાલ્યા ગયા છે.વર્ષો બાદ જ્યારે કોઈ ને મે પથ્થર પર બેસી ને વિલાપ કરતાં જોયું ત્યારે નવાઈ લાગી અને આશા ની એક કિરણ જાગી,પછી અવલોકન બાદ જાણ થઈ કે નંદિની છે,પરંતુ મારો આવો ચહેરો જોઈ કદાચ તું કે બીજું કોઈ ઘભરાઈ ને આક્રમણ કરી ના દે એ ભય થી હું તને અહી લાવ્યો.

નંદિની : અજ્ઞાતનાથ જી મને જણાવો ... તમે તો વર્ષો થી આ વિરાન માં ભ્રમણ કરી રહ્યા છો,તો તમારા સિવાય અહી બીજા કોઈ ના હોવા ની અનુભૂતિ થાય છે ?

અજ્ઞાતનાથ : તું પૃથ્વી વિષે પૂછી રહી છે ને ?

નંદિની ખુશ થવા લાગી ....

નંદિની : તમને ખબર છે,ક્યાં છે મારો પૃથ્વી ?

અજ્ઞાતનાથ : માફ કરજે નંદિની .... હું નથી જાણતો ...

આ તો મે તને વિલાપ કરતાં સાંભળી એટ્લે ...

નંદિની નિરાશ થઈ ગઈ એ હવે તૂટવા લાગી હતી એની આશા પર પાણી ફરી રહ્યું હતું.

અજ્ઞાતનાથ : મને જાણ છે કે પૃથ્વી તારા માટે તારા પ્રાણ થી પ્રિય છે.પરંતુ મને એક વાત સમજ માં ના આવી, તું આખા નગર માં શોધવા ને બદલે ત્યાં પહાડ પર પથ્થરો પાસે કેમ બેઠી હતી ?

નંદિની : એ પથ્થરો કોઈ સામાન્ય પથ્થરો નથી ,એ જગ્યા એ મે મારા પૃથ્વી ને અંતિમ વાર જોયો હતો.જ્યારે મારો પૃથ્વી વિશાળકાય પથ્થરો નીચે દટાઇ રહ્યો હતો.

એટલું બોલતા બોલતા ... નંદિની ને ડૂમો ભરાઈ ગયો અને એના અશ્રુ નીકળવા લાગ્યા.

પરંતુ અજ્ઞાતનાથ કઈક વિચારી રહ્યા હતા.

અજ્ઞાતનાથ : વિચિત્ર વાત છે ....

નંદિની : શું ? શું વિચિત્ર છે ?

અજ્ઞાતનાથ : તું જે જગ્યા ને વાત કરી રહી છે .... એ જગ્યા બાકી જગ્યા કરતાં થોડી અલગ છે.

નંદિની : હું કઈ સમજી નહીં.

અજ્ઞાતનાથ : હું પણ કઈ સમજ્યો નહતો.

જ્યારે પ્રલય શાંત થયો ...ત્યારે હું અધમૂઆ જેવી હાલત માં આમતેમ ભટકી રહ્યો હતો ..મને પીવા માટે જળ કે જીવવા માટે અન્ન પણ નહતું મળી રહ્યું ...ત્યારે હું પાણી ની તલાશ માં અહી આવી પહોચ્યો.

અહી આવ્યા પછી મે જે દ્રશ્ય જોયું એ ખૂબ જ આશ્ચર્યજનક હતું. જે પથ્થર પાસે તું બેઠી હતી એ વખતે એક નાના પહાડ સ્વરૂપ માં હતા.એમાં થી જાણે પાણી ના ફુવારા નીકળી રહ્યા હોય એમ લાગી રહ્યું હતું.

હું તો પાણી જોઈ ને અત્યંત ખુશ થઈ ગયો.

જેથી મે અહી આસપાસ રહેવાનુ વિચાર્યું.

પરંતુ ...

નંદિની : પરંતુ શું ?

અજ્ઞાતનાથ : આ જગ્યા મને થોડીક વિચિત્ર લાગી ...એક દિવસ એમાં થી પાણી ,નીકળતું હતું તો બીજા દિવસે એમાં થી પથ્થરો ,અને ત્રીજા દિવસે આગ ની લપટો ,ફરી થી પાણી.

મે લાંબો સમય ચાલે એટલા પાણી નો સંગ્રહ કરી રાખ્યો.

પછી આવું સતત કેટલાય દિવસ ચાલ્યા બાદ એક દિવસ હું અહી બેઠો હતો ત્યાં ...એક વિસ્ફોટક અવાજ સાથે આખો પહાડ તૂટી પડ્યો....અને પહાડ ના ટુકડે ટુકડા થઈ ગયા.અને પહાડ માથી એક નદી ભરાઈ જાય એટલું પાણી નિકળ્યું ....એની સાથે સાથે ...એ પહાડ ના ગર્ભ માથી એક મોટો પથ્થર નો ટુકડો એ પાણી માં તરતો તરતો આગળ વધવા લાગ્યો.

એ પથ્થર બીજા બધા કરતાં અલગ દેખાતો હતો ...અને વિચિત્ર વાત હતી કે આટલો ભારે ભારે ભરખમ પથ્થર આટલા છીછરા પાણી માં પણ તરી રહ્યો હતો.

નંદિની : પછી શું થયું ?

અજ્ઞાતનાથ : મને કઈક અજુગતું લાગ્યું એટ્લે હું પથ્થર ની પાછળ પાછળ ગયો.ખૂબ લાંબે સુધી ચાલ્યા બાદ એ પથ્થર એક જગ્યા એ આવી ને અટકી ગયો.

અહી આ બાજુ ....

અવિનાશ એ પુસ્તક ની શોધખોળ કરી રહ્યો હતો ,

પરંતુ એ લાલ રંગ નું પુસ્તક ક્યાય દેખાતું ના હતું.

અંતે અવિનાશ થાક થી ત્યાં બેઠો.ત્યાં એનું ધ્યાન એ જગ્યા ના એક ખૂણા પર ગયું.ત્યાં એક મોટો પાણી નો ઘડો હતો.

અવિનાશ વિચારવા લાગ્યો કે ..અહી આટલા ગુપ્ત વિભાગ માં પાણી નો ઘડો ?એને શંકા ગઈ જેથી એ પાણી ના ઘડા પાસે ગયો.

એને ઘડા પર થી ઢાંકણ હટાવ્યું.

અને અંદર નઝર નાખી ....ત્યાં જોયું તો જાદુઇ ધાગા થી બાંધેલું એ લાલ રંગ નું પુસ્તક એ ઘડા ની અંદર હતું.

અવિનાશ ખૂબ ખુશ થઈ ગયો અને એ પુસ્તક બહાર કાઢવા એને પાણી માં હાથ નાખ્યો.

પાણી નો સ્પર્શ થતાં જ અવિનાશ ને ખૂબ જ શક્તિશાળી ઝટકો લાગ્યો અને એ સામે થી દીવાલ પર જઈ પટકાયો અને બેસુદ થઈ ગયો.

અહી

નંદિની : એ પથ્થર ક્યાં અટકી ગયો ?

અજ્ઞાતનાથ : અહી થી દૂર એક જગ્યા છે,જ્યાં હું અત્યારે નિવાસ કરું છું .....એ પથ્થર ની મદદ્ થી જ હું આટલા વર્ષો સુધી જીવિત છું.

નંદિની : મતલબ ? એ પથ્થર થી ?

અજ્ઞાતનાથ : તું સારી રીતે જાણે છે કે લાવા ના લીધે સંપૂર્ણ માયાપૂર માં વિનાશ થઈ ગયો અને લાવા ની ગરમી થી અહી અહી આજ દિન સુધી કોઈ વૃક્ષ કે છોડ નથી વિકસ્યા.કારણ કે અહી પાણી નું નામ નિશાન નથી.

પરંતુ એ પથ્થર જ્યાં અટક્યો ત્યાં ...નું વાતાવરણ જ કઈક અલગ છે.ત્યાં પહોચ્યા બાદ થોડાક દિવસો માં એ પથ્થર ની આસ પાસ ઘાસ અને છોડ વિકસવા લાગ્યા ...ત્યાં આસપાસ જમીન માથી મને પાણી પણ પ્રાપ્ત થઈ ગયું.

જેથી આજ દિન સુધી ...પાણી અને પેડ પૌધા ઓના સહારે હું જીવિત રહ્યો.

એ પથ્થર હજુ પણ મારી સાથે જ છે ... મારી એકલતા નો સહારો છે ...મને હમેશા લાગતું કે એ પથ્થર કઈક ખાસ છે.

પણ હવે મને લાગે છે કે એ પથ્થર એ .....

નંદિની : મારો પૃથ્વી છે.................

અજ્ઞાતનાથ : પરંતુ ....પૃથ્વી પથ્થર કેવી ...

નંદિની : અજ્ઞાતનાથ જી ,હું બધુ જણાવીશ ,પહેલા મને તુરંત એ જગ્યા પર લઈ જાઓ ...હવે હું એક ક્ષણ રાહ નહીં જોવું.

પરંતુ ....વિશ્વા અને અરુણરૂપાજી મને ત્યાં નહીં જુએ તો ચિંતિત થઈ જશે.

અજ્ઞાતનાથ : એક કામ કર...આપણે અહી થી દક્ષિણ તરફ સીધું જવાનું છે.તું અહી એક નિશાન બનાવી દે ...જે દક્ષિણ દિશા તરફ જવાનું સૂચન કરતું હોય ,વિશ્વા ખૂબ જ ચાલાક છે , એ તુરંત તારો ઈશારો સમજી જશે.

અજ્ઞાતનાથ ના કહેવા પ્રમાણે ...નંદિની એ દક્ષિણ દિશા તરફ નું નિશાન કરી દીધું.

અને એ અજ્ઞાતનાથ ની સાથે ચાલી નીકળી.

પ્રાતઃ કાળ થયો.

વિશ્વા એ જોયું કે નંદિની એની પાસે નથી ,એને તુરંત અરુણ રૂપા ને જણાવ્યુ.

અરુણ રૂપા : નંદીની ક્યાં છે ? રાત્રિ એ તો અહી જ હતી.

વિશ્વા એ તુરંત વાયુવેગે જઈ ને ચારેદિશા માં ફરી આવી.પરંતુ નંદિની ક્યાય ના દેખાઈ.

વિશ્વા : અરુણ રૂપા જી, નંદિની ની કોઈ ખબર નથી .... એ ઠીક તો હશે ને ? આમ અચાનક એ ક્યાં ચાલી ગઈ ?

અરુણ રૂપા : એ અહી જ હશે વિશ્વા ... શાંતિ થી શોધ ખોળ કર.

અરુણ રૂપા એ પથ્થરો પાસે ગયા... ત્યાં એમને જોયું કે જમીન પર કોઈક ના પગલાં હતા જે એક દિશા તરફ જઈ રહ્યા હતા.

સાથે કોઈક ના પગ ના લીસોટા પણ હતા.

અરુણ રૂપા એ તુરંત જ વિશ્વા ને અવાજ લગાવ્યો અને એ તરફ બોલાવી.

વિશ્વા એ ચિહ્નો જોયા ...

વિશ્વા : મતલબ નંદિની ની સાથે બીજું પણ કોઈક હતું ... અને એવું લાગે છે કે એ નંદીની ને જબરદસ્તી અહી થી લઈ ગયું છે.

હું આટલી બેદરકાર કેવી રીતે હોય શકું ...? કે કોઈ આપની સમીપ થી નંદિની નું અપહરણ કરી ને લઈ જાય.

અરુણરૂપા : આ સમય કોઈ ને દોષ આપવાનો નથી.

વિશ્વા : આપ ઉચિત કહો છો ,એ જે કોઈ પણ હશે ,હું એનો અંત કરી નાખીશ.

વિશ્વા અને અરુણરૂપા એ દિશા માં આગળ વધ્યા.

થોડીક વાર સુધી ચાલ્યા બાદ ...એ એક જગ્યા પર પહોચ્યા જ્યાં નંદિની અને અજ્ઞાતનાથ હતા.

ત્યાં વિશ્વા એ નંદિની એ કરેલું દિશા નું સૂચક દેખ્યું.

વિશ્વા સમજી ગઈ .. કે નંદિની એ દિશા તરફ જવાનું સૂચન કરી રહી છે.

એ બંને એ દિશા તરફ આગળ વધ્યા.

અહી નંદની અને અજ્ઞાતનાથ બંને .... એ જગ્યા પર પહોચ્યા ,જ્યાં એ પથ્થર હતો.

અજ્ઞાતનાથ એ કહેલી એક એક વાત સત્ય હતી .એ જગ્યા સાચે જ આખા માયાપૂર થી અલગ હતી.અહી નાના નાના વૃક્ષ ઉગેલા હતા ,થોડી ઘણી હરિયાળી હતી ,એક નાની ઝૂંપડી જ્યાં અજ્ઞાતનાથ નિવાસ કરતાં હતા .એક નાનો પાણી કુંડ હતો.અને ઝૂંપડી ની પાસે એક મસ્ત મોટો લંબચોરસ પથ્થર હતો.

અજ્ઞાતનાથ એ પથ્થર તરફ ઈશારો કર્યો ...

નંદિની ભાગી ને એ પથ્થર પાસે પહોચી ગઈ.

અને પથ્થર પાસે ઊભી રહી ગઈ.

એને પોતાનો હાથ એ પથ્થર પર મૂક્યો.

અને પોતાની આંખો બંધ કરી લીધી, નંદિની ના કાનો માં સ્વર પડ્યા.

“નંદિની ....નંદિની..... નંદિની

નંદિની ......

એ પૃથ્વી નો સ્વર હતો ......................................................................

ક્રમશ : ..................................................

નમસ્કાર વાચક મિત્રો .....

થોડીક સમસ્યાઓના કારણે આ ભાગ પ્રકાશિત કરવામાં વિલંબ થયો ,આવનારો નવો ભાગ 15 દિવસ માં આવશે.

આપ સૌ ના comments વાંચી ને ખૂબ જ આનંદ થયો ,આપ વાચક મિત્રો આપના અનુભવ અને સૂચનો મને message અને comments માં જણાવશો.

આભાર....